Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

Previous | Next

Page 8
________________ આગમ - ૧૪ દ્રવ્યાનુયોગમય જીવાભિગમ ઉપાંગ સૂત્ર – ૧૪ અન્યનામ :- જીવાજીવાભિગમ. પ્રતિપત્તિ - અધ્યયન ઉદ્દેશક ઉપલબ્ધ પાઠ ગદ્યસૂત્ર પગાયા ૧ -૧૮ -૪૭પ૦ શ્લોક પ્રમાણ २७२ ૧ ( સરળ ગુજરાતી ભાવાર્થ પ્ર આરંભમાં સ્ત્રી જીવોના તિર્યંચ, ખેચર અને જળચર એમ ત્રણ પ્રકારો અને તેના ચતુષ્પદ, ઉરસર્પ માનવ સ્ત્રીઓ દેવીઓ વગેરે પેટાપ્રકારો બતાવીને તે બધાના જઘન્ય ઉત્કૃષ્ટ કાળ, સ્થિતિ, વેદનીય કર્મ વગેરેનું વર્ણન છે. (૧) વિવિધ જીવ-પ્રતિપત્તિ આ ઉપાંગની પહેલી દ્વિવિધ - બે પ્રકારની જીવ-પ્રતિપત્તિમાં જીવ–અજીવના અભિગમના બે – બે પ્રકાર, અરૂપી જીવાભિગમના ૧૦ પ્રકાર, રૂપી અજીવાભિગમના નવ પ્રકાર, મોક્ષપ્રાપ્ત જીવના અનેક પ્રકાર, સંસાર સ્થિત જીવના બે તેમજ સ્થાવર જીવના ત્રણ પ્રકારો વર્ણવીને સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના ૨૩ દ્વારનું વર્ણન કર્યા પછી પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર, શ્લષ્ણે પૃથ્વીકાયિક જીવના સાત અને સંક્ષેપમાં બે પ્રકાર તથા તેના ૨૩ દ્વારોનું વર્ણન છે. તે પછી અકાયિક જીવોના બે પ્રકાર અને ૨૩ દ્વારો, સૂક્ષ્મ અને સાધારણ વનસ્પતિકાયિક જીવોના બે પ્રકાર અને ૨૩ દ્વારો, બાદર અને સૂક્ષ્મ તેજાયિક જીવોના બે પ્રકાર તેમજ ૨૩ દ્વારો અને બાદર તેમજ સૂક્ષ્મ વાયુકાયિક જીવોના બે પ્રકાર અને ૨૩ દ્વારો વર્ણવીને બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય વગેરે વિક્લેન્દ્રિય જીવોના ૨૩ – ૨૩ દ્વારો, નારકીય જીવોના પ્રકાર અને ૨૩ દ્વારો અને તે પછી સંમૂર્ણિમ જળચર, ભૂચર, પરિસર્પ, ગર્ભજ ઉપરિસર્પ, ચતુષ્પદ, ભુજપરિસર્પ, ખેચર વગેરેના પ્રકારો અને ૨૩ – ૨ ૩ દ્વારો નું વર્ણન છે. સંમૂર્ણિમ મનુષ્યો તથા ગર્ભજ મનુષ્યોના ૨૩ દ્વારો, દેવતાના પ્રકારો, ત્રસ-સ્થાવર જીવો વગેરેની વિવિધ વાતો જણાવી છે. સંસારી જીવોના પુરુષ પ્રકારમાં તિર્યંચ વગેરે ત્રણ પ્રકારો અને ચતુષ્પદ વગેરે પેટા પ્રકારો બતાવીને તેમના જઘન્ય - ઉત્કૃષ્ટ કાળ વગેરે વર્ણવવામાં આવ્યા છે. સંસારી જીવોના નપુંસક પ્રકારમાં પણ ઉપર મુજબનું વિસ્તૃત વર્ણન છે. (૩) ચતુર્વિધ જીવ-પ્રતિપત્તિ આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના નારકીય વગેરે પ્રકારો વર્ણવ્યા છે. તેના પહેલા ઉદ્દેરાકમાં નારકીય જીવોના સાત પ્રકાર, નરક-વર્ણન છે. બીજા ઉદ્દેશમાં નરકના સીમા, સંસ્થાન વગેરે તેમજ વર્ણ, ગંધ, સ્પર્શ, માપ વગેરેનું વર્ણન કરીને નરમાં જીવોની ઉત્પત્તિ, શરીર, વિકુર્વણા, વેદના વગેરેનું વર્ણન છે અને ત્રીજા ઉદ્દેશકમાં પુદ્ગલ પરિણમન બતાવીને નારકીયોનું સંક્ષિપ્ત વર્ણન છે. તિર્યંચ-યોનિક જીવ ઉદ્દેશકમાં તિર્યંચ-યોનિક જીવોના પાંચ પ્રકારો તેમજ તેના એકેન્દ્રિય, પૃથ્વીકાયિક એકેન્દ્રિય વગેરે પેટા પ્રકારો, તેમના ૧૧ દ્વારો, કોટી અને અંતે વિમાનોના માપ બતાવ્યાં છે. બીજા ઉદ્દેશમાં સંસારી જીવોના પૃથ્વીકાયિકથી માંડીને વનસ્પતિકાચિક સુધીના જીવોના બે-બે પ્રકારો, પૃથ્વીના છ પ્રકાર, દેવો તથા જીવોની સંસ્થિતિ, નિર્લેપકાળ, અને અંતે અન્ય તીર્તિના વિષયની ચર્ચા છે. મનુષ્યયોનિક જીવ ઉદ્દેશકમાં મનુષ્યોના સંમૂર્ણિમ તેમજ ગર્ભજ એમ બે પ્રકારો તેમજ અંતર્દીપ મનુષ્યોના ૨૮ પ્રકારો બતાવ્યા છે. એકોરૂકદ્વીપ વર્ણન ઉદ્દેશકમાં એકોરૂપ દ્વીપનું સ્થાન, લંબાઈ તેમજ પહોળાઈ, વનખંડો, ભૂમિ, વૃક્ષો, વેલીઓ, ત્યાંના મનુષ્યો અને સ્ત્રીઓના સર્વાંગીણ વર્ણન, આસ્વાદ, કર્મો, સ્વભાવ, વગેરે તેમજ અન્ય દ્વીપોનું વર્ણન છે. વળી દેવયોનિક જીવના પ્રકાર- ભેદ, દેવ-દેવીઓની સંખ્યા, પરિષદો, વિમાનો, સમુદ્રોની સંખ્યા વગેરે વર્ણન પછી જંબૂ દ્વીપનું વિસ્તૃત વર્ણન છે. મનુષ્યયોનિક ઉમેરામાં વિજયા રાજધાની, સુધર્મા સભા, ચૈત્ય, સિંહાસન, સિદ્ધાયતન વગેરે વર્ણન પછી જંબૂદીપમાં જીવોની ઉત્પત્તિ, ઉત્તરકુરૂક્ષેત્ર, લવણસમુદ્ર, ગૌતમદ્વીપ, ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ અને તે પછી જંબૂદ્રીપના લવણ સમુદ્રની અંદર અને (૨) ત્રિવિધ જીવ-પ્રતિપત્તિ આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના ત્રણ પ્રકારો- સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ બતાવી બહારના સૂર્ય-ચંદ્ર તેમજ ધાતકીખંડ, કાલોઠ સમુદ્ર, પુષ્કર વરદ્વીપ વગેરેના વિસ્તૃત વર્ણન श्री आगमगुणम भूषा ३६ 有事业

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102