Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૧-વિપાકદશાંગ ગ્ર અનુવાદ તથા ટાનુસારી વિવેચન ( કલમ-૧૪) ૦ આ ભાગમાં બે આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૧૧ અને ૧૨. અંગસૂત્ર ક્રમ-૧૧ અને ઉપાંગ સૂત્ર ક્રમ-૧. આ આગમોના પ્રાકૃત નામો અનુક્રમે વિવા* જૂથ અને વવાઝું છે. તેને સંસ્કૃતમાં વિપાશુત અને આપઘાત કહે છે. વ્યવહારમાં તે વિપાકસૂત્ર અને વિવાઈ કે ઔપપાતિક નામે પણ ઓળખાય છે. - વિપાક-રંગસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. બંને શ્રુત-સ્કંધમાં દશ-દશ અધ્યયનો છે, કુલ વીશ અધ્યયનો છે. મુખ્યત્વે ધર્મકથાનુયોગવાળા આ આગમમાં દુ:ખ [અશુભ અને સુખ [શુભ વિપાકને જણાવેલ છે. અશુભ કર્મના વિપાકમાં કિંચિત્ દ્રવ્યાનુયોગ અને શુભકર્મના વિપાકમાં કિંચિત્ ચરણકરણાનુયોગ સમાવિષ્ટ છે. ઉવવાઈ-ઉપાંગસૂત્રમાં કોઈ શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદ્દેશા નથી, સૂર-સમૂહ જ છે. આ સૂત્ર ધર્મકથાનુયોગ રૂપે પ્રસિદ્ધ છે. પણ તેમાં ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ પણ જોવા મળે છે. આ સૂત્રની વિશેષતા એ છે કે – તેના વિવિધ વર્ણનોનો સાક્ષી પાઠ આગમોમાં અનેક સ્થાને જોવા મળે છે. જેમકે નહીં ૩થgs, નg afrણ આદિ. • અહીં “વિપાકશ્રુત” શબ્દનો શો અર્થ છે ? વિપાક-પુણ્ય, પાપરૂપ કર્મફળ, તેને પ્રતિપાદન કરનાર શ્રુત-આગમ તે વિપાકશ્રુત. આ બાર ગરૂપ પ્રવચન પુરુષનું અગીયારમું અંગ છે. આ શાસ્ત્રમાં શિષ્ટ સિદ્ધાંત પરિપાલનાર્થે મંગલ-સંબંધ-અભિધેયપ્રયોજન ચારે કહેવા જોઈએ. તેમાં આ શાસ્ત્ર જ સમગ્ર કલ્યાણને કરનાર સર્વજ્ઞો શ્રતપણે ચેલું હોવાથી ભાવમંદીરૂપ છે, તેથી સ્વયં મંગલરૂપ છે. તેથી અહીં જુદું મંગલ બતાવેલ નથી. શુભાશુભ કર્મનો વિપાક તે અભિધેય છે તે શાસ્ત્રના નામથી જ જણાઈ છે. શ્રોતામાં રહેલ અનંતર પ્રયોજન કર્મના વિપાકનું જ્ઞાન શાસ્ત્રના નામથી જ જણાય છે. કેમકે કર્મના વિપાકને જણાવનાર શ્રુત સાંભળવાથી જ શ્રોતાને પાયે કર્મ વિપાકનું જ્ઞાન થાય છે. પરંપર પ્રયોજન શ્રોતાને મોક્ષ પ્રાપ્તિરૂપ છે, જે આપ્ત પ્રણીતતાથી સ્પષ્ટ છે. કેમકે આપ્તપુરુષો મોક્ષનું સાધક ન હોય તેવા શાસ્ત્રને કહેવામાં ઉત્સાહિત હોતા નથી, તેવી ચનાથી આવને હાનિ થાય છે. ગ્રંથનો ઉપાયોપેય સંબંધ ગ્રંથના નામથી જ જણાઈ આવે છે તે એ કે - શાસ્ત્ર ઉપાય રૂપ છે, કર્મવિપાકનું જ્ઞાન ઉપેય છે 5 શ્રતસ્કંધ-૧, દુઃખવિપાક . - 0 - 0 - 0 - 0 - 0 – • સૂત્ર-૧ : તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. વર્ણવો. પૂણભદ્ર ચૈત્ય હતું. તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધમાં અણગાર, જાતિસંપme હતા, વણવો. ચૌદપૂન ચાર જ્ઞાન સહિત, ૫oo અણગારો સાથે પરીવરી પૂવનુપૂર્વ યાવતુ પૂર્ણભદ્ર શૈલ્ય યથાપતિ વગહ લઈ યાવતુ વિચરતા હતા.. પરદા નીકળી, ધમને સાંભળી, અવધારી, જે દિશામાંથી આવેલ તે દિશામાં પાછા ગયા. તે કાળે સમયે આર્ય સુધમના શિષ્ય આર્ય જંબૂ આણગાર, જે સાત હાથ ઉંચા તથા ગૌતમસ્વામીની જેમ ચાવતું ધ્યાન રૂપી કોઠામાં રહી વિચરતા હતા. ત્યારે આર્ય જંબૂ અણગારે જાતાશ્રદ્ધ થઈ ચાવતુ આર્ય સુધમાં અણગાર પાસે આવી, ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કરીને ચાવતું પર્ફપાસતા આ પ્રમાણે કહ્યું – આ બંને આગમોના મૂળગોનો પૂર્ણ અનુવાદ તો અહીં કરેલો જ છે. તે સાથે વિવેચન પણ છે, જે માટે અમે “ટીકાનુસારી વિવેચન" શબદ પસંદ કરેલ છે. તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ અન્ય સંદર્ભોની નોંધ પણ છે. વૃત્તિનો અનુવાદ પણ છે. આ બંને આગમોની નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. અમે વૃતિના અનુવાદનો જે ભાગ છોડી દીધેલ છે. ત્યાં • x • x • આવી નિશાની મુકેલ છે. વૃત્તિકારની પદ્ધતિ મુજબ અમે “વિવેચન' શબ્દ લખ્યો છે, પણ વૃત્તિમાં અનેક સ્થાને શબ્દાર્થની પ્રચુરતા જ જોવા મળે છે. કેટલુંક વિવરણ સૂત્રાર્થમાં આવી જ જાય છે, તેથી વિવેચનમાં અમે આવા શબ્દાર્થ કે વિવરણને છોડી પણ દીધેલ છે. - [16/2]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49