________________
૧/૩/૨૩
ઉસ્ડક્ક-શુલ્કરહિત ચાવત્ શબ્દથી ક્ષેત્ર-પશુ આદિના રાજાને દેવાના કરરહિત. અભડવેસ-કૌટુંબિક ઘરોમાં રાજાના સુભટોનો પ્રવેશ નહીં. દંડ-નિગ્રહ, તેનાથી નિવૃત્ત, કુદંડિમ-અસમ્યગ્ નિગ્રહઓથી રહિત, જે મહોત્સવ. અધરિમ-ઋણદ્રવ્ય માફ, અધારણીય-દેવાદાર રહિત, અનુદ્ભૂત-આનુરૂપેણ વગાડવા માટે ઉત્ક્ષપ્ત, અનુદ્ભૂત-વગાડવા માટે વાદક વડે ન ત્યજાયેલ મૃદંગ. અમિલાયમલ્લદામ-અમ્લાનપુણ્યમાળા, નાડઈજ્જકલિત-નાટક પાત્રો વડે યુક્ત. વાલાચરાનુચરિત-પ્રેક્ષાકારી વડે સેવાયેલ. - ૪ - પ્લા૪િ - યથા યોગ્ય. - X -
૪૯
નાઈવિગિઢ-અત્યંત દીર્ઘ, અહ્વાણ-પ્રચાણક, માર્ગ. બસહિપાયરાસ-વાસિક પ્રાતઃભોજન. - X -
શંકા-જ્યાં તીર્થંકર વિચરે તે દેશમાં પરચીશ કે બાર યોજન સુધી તીર્થંકરના અતિશયથી વૈરાદિ અનર્થો ન થાય - ૪ - તો ભગવંત મહાવીર પુરિમતાલમાં હતા ત્યારે અભગ્ન સેનનો વૃત્તાંત કેમ થયો ? - - - આ સર્વે અર્થ-અનર્થ પ્રાણીના પોતાના કરેલા કર્મથી જ ઉત્પન્ન થાય છે તે કર્મ સોપક્રમ અને નિરુપક્રમ બે ભેદે છે. તેમાં સોપક્રમ કર્મ જ જિન અતિશયથી શાંત થાય, પણ નિરૂપક્રમ કર્મ તો અવશ્ય ફળરૂપે વેદવા જ પડે. - x - તે જિનઅતિશયથી શાંત ન થાય.
16/4
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Чо
વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ
અે
અધ્યયન-૪-શકટ'
— x — * - * — * -
• સૂત્ર-૨૪ ઃ
ચોથા અધ્યયનનો ઉપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે સાહંજણી નામે નગરી હતી, તે ઋદ્ધ-નિર્ભય-સમૃદ્ધ હતી. તે સાહંજણીની બહાર ઉત્તર-પૂર્વ દિશિ ભાગમાં દેવરમણ નામે ઉધાન હતું. તેમાં અમોઘ યક્ષનું પુરાતનાં ચક્ષાયતન હતું. તે સાહંજણીમાં મહાચંદ્ર નામે મહા રાજા હતો. તેને સુરોન નામે સામભેદ-દંડ વડે નિગ્રહ કરવામાં કુશળ અમાત્ય હતો. સુદર્શના નામે ગણિકા હતી. તે સાહંજણી નગરીમાં સુભદ્ર નામે આઢ્ય સાર્થવાહ રહેતો હતો. તેને સુભદ્રા નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય પત્ની હતી. તે સુભદ્રનો પુત્ર અને ભદ્રાનો આત્મજ એવો શકટ નામે અહીન પુત્ર હતો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્મા અને રાજા નીકળ્યા, ભગવંતે ધર્મ કહ્યો, પર્યાદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મોટા શિષ્ય યાવત્ રાજમાર્ગે પ્રવેશ્યા. ત્યાં ઘણાં હાથી, ઘોડા, પુરુષો હતા. તે પુરુષો મધ્યે એક સ્ત્રી સહિત પુરુષને જોયો. તેને વોટક બંધને બાંધેલ, નાક-કાન કાપેલ, યાવત્ ઉદ્ઘોષણા કરાવાતી હતી. ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર, યાવત્ ભગવંતે ઉત્તર આપ્યો.
હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં છગલપુર નામે નગર હતું. ત્યાં સિંહગિરિ નામે મહાન રાજા હતો તે નગરમાં છણિક નામે કસાઈ રહેતો હતો. તે ઋદ્ધિમાન, ધાર્મિક યાવત્ દુત્યાનંદ હતો. તે છણિક કસાઈ ઘણાં બકરા, ઘેટા, રોઝ, બળદ, સસલા, સૂકર, પાય, સિંહ, હરણ, મોર અને પાડાને સેંકડો-હજારોની સંખ્યામાં વાડામાં બાંધી રાખતો હતો. બીજા પણ ત્યાં ઘણાં પુરુષો દૈનિક વેતન અને ભોજનથી ઘણાં બકરા યાવત્ પાડાનું રક્ષણ અને પાલન કરતા હતા.
બીજા પણ ઘણાં પુરુષો બકરા આદિને યાવત્ ઘરમાં રુંધેલા-રાખતા હતા. બીજા પણ ઘણાં પુરુષો દૈનિક વેતન અને ભોજનથી (રાખેલા જે) સેંકડો-હજારો બકરા આદિને મારી નાંખતા હતા, તેના માંસને છરી આદિથી કાપીને કકડા કરતા હતા, કરીને છણિક કસાઈને આપતા હતા.
બીજા પણ ઘણાં પુરુષો તે ઘણાં બકરા યાવત્ પાડાના માંસને તવાકવલ્લી-કંદૂક-ભર્જનક-અંગારામાં તળતા-ભુજતા-પકાવતા અને રાજમાર્ગમાં આજીવિકાને કરતા રહેતા હતા. તે છણિક કસાઈ પોતે પણ ઘણાં બકરા યાવત્ ભેંસના માંસને પકાવી-તળી-ભુજીને સુરા સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારે તે છણિક કસાઈ, આ કર્મોથી ઘણાં જ મલિન પાપકર્મોને ઉપાર્જિત કરી ૭૦૦ વર્ષનું પરમ આયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામી સૌથી નાડીમાં ઉત્કૃષ્ટ દશ સાગરોપમ સ્થિતિક વૈરયિકપણે ઉપજ્યો.