Book Title: Agam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૧/૯/૩૩ ૬૯ = કહેતી હતી કે – સીંહસેન રાજા શ્યામા રાણીમાં મૂર્છિત થયો છે, યાવત્ શોધતી વિચરે છે. તો ન જાણે મને કેવા કુમરણ વડે મારશે. એમ વિચારીને ભય પામી કોષ ઘરમાં ગઈ, જઈને અપહત મનવાળી થઈ યાવત્ ચિંતા કરવા લાગી. ત્યારે તે સીંહોન રાજા આ વૃત્તાંત જાણીને કોપ ઘરમાં શ્યામા રાણી પાસે આવ્યો, આવીને તેણીને અપહત મનવાળી યાવત્ જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપિયા ! તું કેમ યાવત્ ચિંતામગ્ન છો ? ત્યારે શ્યામા રાણીએ, સીંહોન રાજાને આમ કહેતા સાંભળીને ઉષ્ણ વચનો વડે સીંહસેન રાજાને કહ્યું – નિશ્ચે હૈ સ્વામી ! મારી ૪૯૮ સપત્ની અને ૪૯૯ માતાઓ તમારો મારા ઉપર રાગ જાણી, તેઓએ પરસ્પર કહ્યું કે સીંહસેન રાજા શ્યામારાણી ઉપર મૂર્છિત છે - ૪ - યાવત્ છિદ્રાદિ શોધતી રહી છે, ન જાણે કઈ રીતે મારશે યાવત્ તેથી ચિંતામાં છું. ત્યારે સીંહોન રાજાએ શ્યામા રાણીને કહ્યું – દેવાનુપિયા ! તું અપહત યાવત્ ચિંતામગ્ન ન થા. હું તેવી રીતે યત્ન કરીશ કે જેથી તારા શરીરને કોઈથી પણ આબાધા, પબાધા ન થાય, એમ કહી તેને ઈષ્ટ આદિ વાણી વડે આશ્વાસિત કરી, ત્યારપછી ત્યાંથી નીકળી, તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ અને સુપ્રતિષ્ઠ નગરની બહાર એક મહા છૂટાગાર શાલા કરાવો, જે અનેક સ્તંભ સન્નિવિષ્ટ હોય, પ્રાસાદીયાદિ કરાવો. પછી મારી આજ્ઞા પાછી આપો. - ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવત્ આજ્ઞા સ્વીકારીને સુપ્રતિષ્ઠ નગરની બહાર પશ્ચિમ દિશા ભાગમાં એક મોટી ફૂટાગાર શાળા ચાવત્ કરાવી, જે અનેક સ્તંભ સંનિર્વિષ્ટ, પ્રાસાદીયાદિ હતી. પછી સીંહસેન રાજા પાસે આવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે સીંહોન રાજાએ કોઈ દિવસે ૪૯૯ રાણી અને ૪૯૯ માતાઓને આમંત્રી. પછી તે ૪૯૯ રાણીઓ અને ૪૯૯ માતાઓને સીંહસેન રાજાએ આમંત્રણ અપાતા, સવલિંકાર વિભૂષિત થઈ યથાવૈભવ સુપ્રતિષ્ઠ નગરે સીંહસેન રાજા પાસે આવી. ત્યારે તે સીંહોન રાજાએ ૪૯૯ રાણીઓ અને ૪૯૯ માતાઓને છૂટાગાર શાળામાં આવાસ આપ્યો. ત્યારપછી સીંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – દેવાનુપિયો ! તમે જાઓ અને વિપુલ અશનાદિ લાવો તથા ઘણાં જ પુષ્પગંધ-વસ્ત્ર-માળા-અલંકારોને ફૂટાગાર શાળામાં લઈ જાઓ. ત્યારે તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે લઈ ગયા. ત્યારે તે ૪૯૯ રાણીઓ અને ૪૯ માતાઓને સવલિંકારથી વિભૂષિત કરી. કરીને તે વિપુલ અશનાદિ અને સુરા આદિ આસ્વાદન વગેરે કરતી, ગંધર્વ અને નાટક વડે ઉપગીત કરાતી વિચરવા લાગી. ત્યારે સીંહસેન મધ્યરાત્રિ કાળ સમયે ઘણાં પુરુષો સાથે સંપરીવરીને ફૂટાગાર શાળાએ આવ્યો. આવીને ફૂટાગાર શાળાના દ્વારો બંધ કર્યા, ફૂટગર શાળાને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. ત્યારે ૪૯૯ રાણી, ૪૯૯ ધાવમાતાઓ, સીંહસેન રાજા વડે વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ બળાતા રોતી-કકડતી ત્રાણ, અશરણ થઈ મૃત્યુ પામી. ત્યારે સીંહસેન રાજા આવા અશુભ કર્માદિથી ઘણાં પાપકર્મો ઉપાર્જી ૩૪૦૦ વર્ષનું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અનંતર ઉદ્ઘર્દીને આ રોહીતક નગરમાં દત્ત સાથેવાહની કૃષ્ણશ્રી નામક પત્નીની કુક્ષિમાં યુપુત્રીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી કૃષ્ણશ્રીએ નવ માસ પુરા થતા યાવત્ પુત્રીને જન્મ આપ્યો, જે સુકુમાલ, સુરૂષા હતી. પછી તે કન્યાના માતાપિતાએ બાર દિવસ વ્યતીત થતા વિપુલ અશનાદિ તૈયાર કરાવી યાવત્ મિત્ર જ્ઞાતિ નામકરણ કર્યું. અમારી આ કન્યાનું દેવદત્તા નામ થાઓ. પાંચ ધાત્રી વડે પરિગૃહીત થઈ યાવત્ ઉછરવા લાગી. કાળક્રમે તેણી બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવન-રૂપ-લાવણ્ય વડે ચાવત્ અતી ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થઈ. ત્યારપછી તે દેવદત્તા કન્યા કોઈ દિવસે સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ઘણી દાસી વડે યાવતુ પરીવરીને ઉપરી આકાશતલમાં સુવર્ણના દડા વડે ક્રીડા કરતી રહેલી. આ તરફ વૈશ્રમણ દત્ત રાજા નાન યાવત્ વિભૂષા કરી અશ્વ ઉપર બેસી, ઘણાં પુરુષો સાથે સંપરીવરીને અશ્વ વાહનીકાએ નીકળેલો હતો ત્યારે દત્ત ગાથાપતિના ઘરની કંઈક સીપથી નીકળ્યો. ત્યારે તે વૈશ્રમણ રાજાએ યાવત્ જતા-જતા દેવદત્તા કન્યાને ઉપરી આકાશતળે સુવર્ણના દડા વડે રમતી જોઈ. દેવદત્તા કન્યાના યૌવન અને લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું હે દેવાનુપિયો ! આ કોની પુત્રી છે ?, તેનું નામ શું છે ? ત્યારે કૌટુંબિક પુરુષોએ વૈશ્રમણ રાજાને બે હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! આ દત્ત સાર્થવાહની પુત્રી, કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામે રૂપ-સૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી કન્યા છે. ત્યારે વૈશ્રમણ રાજા અશ્વવાહનિકાથી પાછો ફરીને અાંતર સ્થાનીય પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – હે દેવાનુપિયો ! તમે જાઓ, દત્તની પુત્રી અને કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા દેવદત્તા કન્યાને પુષ્પનંદી યુવરાજની પત્નીરૂપે માંગો. તેના બદલામાં જે શુલ્ક આપવાનું હોય તે આપજો. ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષો વૈશ્રમણ રાજાએ આમ કહેતા હર્ષિતસંતુષ્ટ થતા બે હાથ જોડી યાવત્ સ્વીકારીને, નાન કરી યાવત્ શુદ્ધ પ્રાવેશ્ય વસ્ત્રો પહેરી, દત્તના ઘેર આવ્યા. ત્યારે તે દત્ત સાર્થવાહે તે પુરુષોને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને આસનેથી ઉભો થયો, ઉભો થઈને સાત-આઠ પગલા સામે ગયો. પછી આસને બેસવા નિમંત્રણા કરી, કરીને તે પુરુષો આશ્વત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા ત્યારે તેણે તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! મને આજ્ઞા આપો. આપના આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે રાજપુરુષોએ દત્ત સાર્થવાહને કહ્યું – દેવાનુપ્રિય ! અમે તમારી પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા કન્યાની પુષ્પનંદી યુવરાજની પત્નીરૂપે માંગણી 90 -

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49