________________
૧/૩/૨૦
४४
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
તેમાં સ્મૃતિ-દ્રવ્યાદિ, ભક્ત-ઘી, ધાન્યાદિ તે રૂપ વેતન-મૂલ્ય આપતો. કલ્લાકલિપ્રતિદિન, કુદ્દાલિકા-કોદાળી.
પત્યિકાપિટક-વાંસનો ટોપલો - x • તવક-તવો, તળવાનું વાસણ. કવલીગોળ આદિ પકાવવાનું વાસણ. કવલી-ગોળ આદિ પકાવવાનું વાસણ. કંડુ-રોટલા આદિ પકાવવાનું વાસણ, ભજ્જણ-પાણી પકાવવાનું ભાજન, તલિંતિ-તળવું, ભર્જતિમુંજવું, સોલિતિ-ભાતની જેમ રાંધવું, અંતરાવણ-રાજમાર્ગ મધ્યની દુકાન, અંડરપણિય-ઇંડા વેચીને.
• સૂત્ર-૨૧ -
તે ત્યાંથી ઉદ્ધતને અનંતર આ જ શાલાટવી ચોર પલ્લીમાં વિજય ચોર સેનાપતિની સ્કંદશ્રી પનીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી અંદશીને અન્ય કોઈ દિને ત્રણ માસ પ્રતિપુર્ણ થતાં આ આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે, જે ઘણાં મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજન મહિલાઓ તથા બીજી પણ ચોર મહિલા સાથે પરીવરી, સ્નાન કરી, ભલિકમ કરી રાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ, વિપુલ આશન-પાન-ખાદિમસ્વાદિમ અને સુરાને આસ્વાદdી, વિવાદdી રહે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવી પુરુષવેશ લઈ, સહદ્ધ-બદ્ધ યાવત્ પ્રહરસ-આયુધ ગ્રહણ કરીને, ઢાલને હાથમાં લઈ, ખગને મ્યાનમુક્ત કરી, બાણના ભાથાને ખભે લટકાવી, ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી, ભાણને ઉંચા કરી, માળાને લાંબી કરી અથવા વિશિષ્ટ પ્રહરણને ઉલ્લાસિત કરી, જંઘાએ ઘુઘરા લટકાવી, શીઘ વાજિંત્ર વગડાવી, મોટા મોટા ઉત્કૃષ્ટ યાવતુ સમુદ્ર રવ વડે યુકત એવા કરતી શાલાટવી ચોરપલ્લીની સર્વ દિશા-વિદિશામાં જતી-જતી, ફરતી-ફરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે. તેથી જો હું પણ યાવતું દોહદ પૂર્ણ કરું એમ વિચારી તે દોહદ પૂર્ણ ન થવાથી ચાવતું ચિંતામગ્ન બની.
ત્યારે તે વિજય ચોર સેનાપતિ સ્કંદશ્રીને ઉપહત ચાવત જોઈ, જોઈને કહ્યું કે - હે દેવાનુપિયા! તું કેમ ઉપહd યાવતું ચિંતામગ્ન છે ? ત્યારે કંદશ્રીએ વિજયને કહ્યું - હે દેવાનુપિય! એ પ્રમાણે મને ત્રણ માસ પરિપૂર્ણ થતા ચાવતુ હું ચિંતામન છું.
ત્યારે વિજયયોર સેનાપતિએ છંદશીની પાસે આ અર્થ સાંભળીને યાવત્ સમજીને કંદશ્રીને આમ કહ્યું - હે દેવાનુપિયા! તને સુખ ઉપજે તેમ કર આ વચન સાંભળીને, પછી તે કંદશ્રી, વિજય ચોર સેનાપતિની અનુજ્ઞા પામીને હર્ષિત, સંતુષ્ટ થઈ, ઘણી મિત્ર ચાવતુ બીજી પણ ચોર મહિલા સાથે પરીવરીને,
Mીન યાવત્ વિભૂષિત થઈ, વિપુલ આશનાદિ અને સુરાને આસ્વાદતી, વિસ્વાદતી વિચરે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને, પુરુષવેશ લઈ, સદ્ધબદ્ધ થઈ ચાવતું ફરતી-ફરતી દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી તે કંદથી દોહalસંપૂર્ણ, સંમાનિત, વિનીત, ચુતચ્છિન્ન, સંપન્ન થવાથી ગર્ભને સુખ-સુખે વહન
કરે છે.
ત્યારપછી તે કંદશ્રી ચોર સેનાપતિણીએ નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો. ત્યારે તે વિજય ચોર સેનાપતિએ તે બાળકનો મહા ઋદ્ધિસકારપૂર્વક દશ રાત્રિની સ્થિતિપતિતા કરે છે. પછી તે વિજય ચોરસેનાપતિ તે બાળકના [જન્મના અગ્યારમે દિવસે વિપુલ આશનાદિ તૈયાર કરાવી, મિત્રજ્ઞાતિ ને આમંત્રે છે. આમંત્રીને યાવતું તે જ મિત્ર-જ્ઞાતિ પાસે આમ કહે છે - જે કારણે અમારો બાળક ગર્ભમાં આવ્યો ત્યારે આ આવા પ્રકારના દોહદ ઉત્પન્ન થયેલા, તે કારણથી અમારા બાળકનું ભગ્નસેન નામ થાઓ. પછી અભગ્નસેન કુમાર પાંચ ધાત્રીઓ વડે ચાવતું મોટો થાય છે.
• વિવેચન-૨૧ :
નિવ"નુત્તરત - ભોજન કરીને, ભોજન પછી ઉચિત સ્થાને આવ્યા. નેવસ્થિજ્જ-વેશ ધરીને, સત્ર-તંe - બદ્ધવર્મિત કવચવાળા, સરાસણપટ્ટિકા બાંધીને,
વેયક પહેરીને, વિમલવર ચિહ્ન પટ્ટ બાંધી, આયુધ-પ્રહરણ લઈને. ભરિય-હસ્તપાશ, કલિહ-સ્ફટિક, નિક્ક-મ્યાનથી બહાર કાઢેલ, અસી-ખગ, સાગત-પાછલના ભાગે બાંધતા ખંભે આવેલ. સજીવ-ધનુષ આરોપિત પ્રત્યંચા, ધનૂ-કોદંડક, સમુખિત સર-નિર્મને માટે કાઢેલ બાણ, દામ-પાશક વિશેષ, દાહ-લાંબા વાંસડા ઉપર બાંધેલ દાંતરડારૂપ, ઓસારિય-લંબાવેલ. • x • x • મહ્નિા - આનંદ મહાધ્વનિ, સિંહનાદ, વર્ણવ્યસ્તતા રહિત ધ્વનિ, કલકલ-વ્યક્ત વચન છે રૂપ જે સ્વ. સમુદ્વભૂયંપિવ-ગગન મંડલમાં વ્યાપ્ત સમુદ્ર ગર્જના માફક.
• x • x - = રોહત્નષિ દોહદ પૂર્ણ ન થતાં શુક, ભુખી, અવલગ્ન ઈત્યાદિ થઈ. “આર્તધ્યાનોપગત થઈ” સુધી કહેવું. તેને જે સ્કંદશ્રીને ઉપહત મનસંકલ્પવાળી, જમીન તરફ દૃષ્ટિ કરેલ આર્તધ્યાન યુક્ત થઈ ચિંતિત થયેલી જોઈ. ઈત્યાદિ - x -
ત્રદ્ધિ-વસ્ત્ર, સુવર્ણાદિ સંપત્તિ, સકારા-પૂજા વિશેષ, તેનો સમુદાય. દશરતંઠિઈપડિયં-દશ રાત્રિ સુધી કુલકમાણત પુત્ર જન્માનુષ્ઠાન.
• સૂત્ર-૨૨ -
ત્યારપછી તે ભગ્નસેનકુમાર બાલભાવથી મુક્ત થયો. આઠ કન્યા સાથે લગ્ન થયા, ચાવતુ આઠનો દાયો મળ્યો. ઉપરી પ્રાસાદમાં ભોગ ભોગવતો વિચરે છે. પછી તે વિજય ચોર સેનાપતિ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે અભનસેન કુમાર પo૦ ચોરો સાથે પરીવરીને રુદન-કંદન-વિલાપ કરતો વિજય ચોર સેનાપતિનું મહા ઋહિદ્ધ સકારના સમુદયથી નીહરણ કર્યું કરીને ઘણાં લૌકિક મૃતકાર્યો કર્યા. કરીને કેટલોક કાળ જતાં અશોકવાળા થયા.
ત્યારપછી તે ષoo ચોરોએ કોઈ દિવસે અભનસેન કુમારને શાલાટવી ચોરપલ્લીમાં મોટા-મોટા ચોર સેનાપતિપણે અભિષેક કર્યો. પછી તે અનસેનકુમાર ચોર સેનાપતિ થયો. તે ધાર્મિક યાવ4 નીકટની નગરીને