________________
૧/૨/૧૧
. અધ્યયન-૨-ઉલ્ઝતક છે — — — x - x − x − x
૩૧
• સૂત્ર-૧૧ :
ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબુ અણગારને આ પ્રમાણે કહ્યું -
હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે ઋદ્ધ-િિમત-રસમૃદ્ધ નગર હતું. તે વાણિજ્યગ્રામની ઉત્તર-પૂર્વ દિશામાં દૂતિપલાશ નામે ઉઘાન હતું, તેમાં સુધર્મ ચક્ષનું સક્ષયતન હતું. તે વાણિજ્યગ્રામમાં મિત્ત નામે રાજા હતો. તેને શ્રી નામે રાણી હતી. તે વાણિજ્યગ્રામમાં કામધ્વજા નામે ગણિકા હતી, જે અહીંન યાવત્ સુરૂપા, ૭૨-કલામાં નિપુણા, ૬૪-ગણિકાગુણ યુકતા, ૨૯ વિશેષોમાં ક્રીડા કરનારી, ૨૧-રતિગુણપ્રધાન, ૩૨-પુરુષોપચાર કુશલા, નવ ગુપ્ત અંગો જાગૃત થયેલી, ૧૮-દેશી ભાષા વિશારદા, શ્રૃંગારના આગાર સમ, સુંદર વેશવાળી, ગીત-રતિ-ગંધર્વ-નૃત્ય કુશલા, સંગતગત સુંદરસ્તન ધ્વજા ઉંચી કરેલી, હજારના મૂલ્યની પ્રાપ્ત, રાજા દ્વારા છત્ર-ચામરરૂપી વાળ વ્યંજનિકા અર્પિત, કર્ણીથ વડે ગમનાગમન કરતી, બીજી ઘણી હજારો ગણિકાનું આધિપત્ય કરતી વિચરતી હતી. • વિવેચન-૧૧ :
અર્શીન૰ - અહીન પૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજન, ગુણયુક્ત, માનઉન્માન-પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુજાત, સર્વાંગસુંદરી હતી. તેમાં લક્ષણ-સ્વસ્તિકા, વ્યંજન-મષી, તિલકાદિ, ગુણ-સૌભાગ્યાદિ - ૪ - લેખથી શકુન પર્યન્ત ૭૨ કળા પંડિતા, આ કળા પ્રાયઃ પુરુષોને અભ્યાસ યોગ્ય અને સ્ત્રીઓને જાણવા યોગ્ય છે. ગીત-નૃત્યાદિ ૬૪-કળા, જે વિશેષથી પણ્ય સ્ત્રીજનને ઉચિત ૬૪ વિજ્ઞાનયુક્ત છે તે. અથવા વાત્સ્યાયને કહેલ આલિંગનાદિ આઠ વસ્તુ, તે પ્રત્યેકના આઠ ભેદ, એ રીતે ૬૪-થાય. - X - ૩૨ પુરુષોપચાર કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
બે કાન, બે આંખ, બે ઘ્રાણ, એક જીભ, એક ત્વચા, એક મન એ નવ અંગ
સુપ્ત હોય છે, પણ ચૌવન વડે પટુતાથી પ્રાપ્ત થાય છે. તથા - ૪ - શ્રૃંગારસવિશેષના ગૃહ જેવી, સુંદર વેશવાળી, ગીત અને રતિ એવા ગાંધવ, નૃત્યમાં કુશલા. સંવાય - સંગતગત, ભણિત, વિહિત, વિલાસ, સલલિત, સંલાપ નિપુણ યુક્તોપચાર કુશલ. તેમાં સંગત-ઉચિત, સલલિત-પ્રસન્નતાયુક્ત જે સંલાપ, તેમાં નિપુણ, ઉપચાર-વ્યવહાર, તેમાં કુશળ. સુંથળ૰ - સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, વિલાસથી યુક્ત. - ૪ -
ઝસિયાય - ઉંચી કરેલી જયપતાકા. વિવિન્નઈત્ત૰ - રાજાએ પ્રસાદરૂપે આપેલ છત્ર, ચામર રૂપ વીંઝણો, શીળવાયા - કર્ણીરથ-વાહન, તેના વડે જનારી, હોલ્થહતી. દેવત્ત્ર - આધિપત્ય, પુરોવર્તિત્વ, પોષકત્વ, સ્વામીત્વ, મહત્તરત્વ-બાકીની વેશ્યાની તુલનાએ મહત્તમ, આજ્ઞેશ્વર-આજ્ઞા પ્રધાન જે સેનાનાયક તે પણું. કારેમાણા
૩૨
વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ
કરતી-બીજા પાસે કરાવતી, પોતે પાળતી એવી.
• સૂત્ર-૧૨ :
તે વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર નામે આદ્ય સાર્થવાહ વસતો હતો. તેને સુભદ્રા નામે અહીંન પત્ની હતી. તે વિજયમિત્રનો પુત્ર અને સુભદ્રા ભાર્યાનો આત્મજ ઉઝિતક નામે અહીંન યાવત્ સુરૂપ પુત્ર હતો. - તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્યાદા નીકળી, રાજા પણ કોણિક માફક નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પર્યાદા પાછી ગઈ, રાજા પણ પાછો ગયો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પટ્ટશિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર યાવત્ છટ્ઠ-છ વડે જેમ ભગવતીમાં કહ્યું તેમ યાવત્ વાણિજ્યગ્રામે આવ્યા. ઉચ્ચ-નીચાદિમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતાં રાજમાર્ગે પસાર થયા. ત્યાં ઘણાં હાથી
...
સદ્ધિ-બદ્ધ-વર્મિત-ગુડિય-ઉપ્પીલિત-કચ્છવાળા, ઘંટ બાંધેલા, વિવિધ મણિ-રત્નજૈવેયક-ઉત્તર કચુક વિશેષથી શણગારેલા હાથી હતા. તે ધ્વજ-પતાકા વડે શોભિત, મસ્તકે પાંચ પાંચ શિખરો લટકાવેલા હતા. તે હાથીઓ ઉપર આયુધ
અને પ્રહરણ ગ્રહણ કરેલા મહાવતો બેઠા હતા.
ત્યાં ઘણાં અશ્વો જોયા, જે સદ્ધ-બદ્ધ-વર્મિત-ગુડિત હતા, તેમના શરીરના રક્ષણાર્થે પાખર નામક ઉપકરણો બાંધેલા હતા ઉત્તર ઉંચુક ઉપકરણો બાંધેલા હતા. મુખમાં ચોકડા હતા, તેનાથી નીચેના હોઠ ભયંકર લાગતા હતા. ચામર-દર્પણથી કટિભાગ શોભતો હતો. તેની ઉપર આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા અસવારો હતા.
બીજા પણ ત્યાં ઘણાં પુરુષો જોયા. તે પણ સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-કવા હતા. ધનુષરૂપી પટ્ટિકા ઉપર પ્રત્યંચા ચડાવેલ હતી, કંઠે ચૈવેયક પહેરેલ, નિર્મળ શ્રેષ્ઠ ચિન્હપર બાંધેલ હતો. આયુધ અને પ્રહરણો તેમણે ગ્રહણ કરેલા.
તે પુરુષોની મધ્યે રહેલ પુરુષને જોયો, જેને અવળા મુખે બાંધેલો, નાક-કાન કાપેલા, શરીર ચીકાશવાળું કરેલ, વધ્ય હોવાથી બે હાથ કટિદેશે બાંધેલા, કંઠમાં રાતા કણેરની માળા પહેરાવેલી, ગેરુ ચૂર્ણથી શરીર રંગેલું હતું. તે વધ્ય પ્રાણપ્રીય તલતલ છેદાતો, અલ્પ માંસના ટુકડા ખવડાવાતો હતો. તે પાપી, સેંકડો ચાબુકોથી પહાર કરાતો, અનેક નર-નારીથી પરીવરેલો, ચોરે-ચૌટે ફૂટેલા ઢોલ વડે ઘોષણા કરાતો હતો.
આ આવા પ્રકારની ઘોષણા તેણે સાંભળી - હે લોકો ! આ ઉદ્ભુિતક બાળક ઉપર કોઈ રાજા કે રાજપુત્રે અપરાધ કર્યો નથી, પણ તેના પોતાના કરેલા કર્મો જ અપરાધી છે.
• વિવેચન-૧૨ :
દ્દીન - અહીન પૂર્ણ પંચેન્દ્રિય. - x - ઇન્દ્રભૂતિ-ગૌતમ ગોત્રના અણગાર, સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાવાળા. ભગવતી સૂત્રમાં કહ્યા મુજબ નિરંતર છટ્ઠ-છઠ્ઠુ તપોકર્મ વડે આત્મો ભાવિત કરતા વિચરે છે. ત્યારે ભગવંત ગૌતમે છટ્ઠના પારણે