Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 280
________________ ૨૯૬ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 18% તરફ આકર્ષાતો નથી. આત્મા જ્યાં બેઠો છે તે એને ખરાબ સમજાય તો જ પ્રતિપક્ષી વસ્તુ તરફ તેને સદ્ભાવ જાગે અને એ જગાવવાનો આ ઉપકારીનો હેતુ છે. ગર્ભાવસ્થાની વિષમતા : ગર્ભાવસ્થાની વિષમતા ખરેખર ન વર્ણવી શકાય તેવી છે. નવ મહિના જેટલો સમય અશચિથી ભરેલા ગર્ભવાસમાં ઊંધે મસ્તકે લટક્યા કરવું, અશચિ પદાર્થોનું ભક્ષણ કરવું વગેરે વગેરે કંઈ ઓછી આપત્તિઓ છે? પણ અજ્ઞાન એ એવી વસ્તુ છે કે જેથી એ બધીયે બની ગયેલી અવસ્થાઓ જાણવામાં નથી આવતી? એ અજ્ઞાન જ આત્માને સંસારમાં સ્થિર રાખનાર છે ! જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અશાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એ જ હિતાવહ છે. બાલ્યાવસ્થાની અરોચકતા : જેમ ગર્ભાવસ્થા વિષમ છે તેમ બાલ્યાવસ્થા પણ અરોચક છે. એ અવસ્થા, પાલકના આધારે જ ટકે છે. એ અવસ્થા એવી નાજુક છે કે જેમાં દુઃખ માત્ર અસહ્ય થઈ પડે છે. અજ્ઞાનપણું પણ એ અવસ્થા સાથે સહજ છે. એ અવસ્થા એવી નિર્લજ્જ છે કે એ અવસ્થામાં વિષ્ટા અને મૂત્ર જેવી બીભત્સ વસ્તુઓ સાથે ખેલતાં પણ આત્મા લાજતો નથી. એ અવસ્થામાં આત્મા માતૃમુખ જ બન્યો રહે છે. તરુણાવસ્થાની તિરસ્કૃત દશા : જેમ બાલ્યાવસ્થામાં આત્મા માતૃમુખ બન્યો રહે છે : તેમ તરુણાવસ્થામાં આત્મા તરુણીમુખ બની જાય છે : એ જ કારણે એ અવસ્થા, એવી તિરસ્કૃત દશા બની જાય છે કે જેનું વર્ણન પણ સભ્ય સમાજમાં શરમજનક નીવડે. બાલ્યાવસ્થામાં આત્મા, પુરીષશ્કર' એટલે વિષ્ટાના ભૂંડ જેવો બને છે : ત્યારે તરુણાવસ્થામાં આત્મા, “મદનગર્દભ' એટલે કામે કરીને ગધેડા જેવો બની જાય છે. એ અવસ્થામાં કામવશ બનેલો આત્મા, પોતાની બધી જ ફરજોને વીસરી જાય છે અને કામચેષ્ટાઓ કરતાં એ આત્મા જરા પણ લાજતો કે શરમાતો નથી. વૃદ્ધાવસ્થાની વિરસતા : વૃદ્ધાવસ્થામાં આત્મા, બુઢા બેલ જેવો બની જતો હોવાથી એ અવસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306