Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ ૨૮૬ –––– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 17M ગધેડો માને કે ભાર ઘટ્યો. હજી ચાર મણ જ છે પણ એ જાત મૂર્ખ છે. શરીરનો પણ એવો સ્વભાવ છે ઠંડી લાગી અને ઉપર ઓઢો તો ટાઢ વધવાની પણ કપડાં કાઢી નાખ્યા પછી ઓઢવાથી શાંતિ થાય કેમ કે એવી ટેવ પડી જાય. ટાઢ ખાવાને શરીર દેવાયું. પૂર્વના મહાપુરુષો આ બધી સાધના મોક્ષ માટે કરતા. વર્તમાનમાં પણ એવા હઠ્યોગીઓ છે કે ભરઠંડીમાં નાગા ઊભા રહે છતાં કાંઈ ન થાય કેમ કે અભ્યાસ પડી ગયો. ગરમીને રોકવાનો ઉપાય પંખો નથી. જો પંખાની ટેવ પડી જાય તો જ્યારે પંખો ન મળે ત્યારે બૂરા હાલ થાય છે. સહેવાનો અભ્યાસ એવો કરો કે ગરમી લાગે જ નહિ. આત્મા ટેવાઈ જાય, ધ્યાનમાં લીન થાય કે બધું ૨૬. ટેવ પડ્યા પછી શુભ ધ્યાનમાં આત્મા ચડે છે. ત્યાર પછી દુઃખનાં સાધનો અસર કરતાં નથી. નાટક જોવામાં લીન થયેલા બીજાના ગોદા વગેરે બધું સહે છે, કેમ કે ટેવ પડી ગઈ છે. આથી જ કહું છું કે સમજાય તો બચાય. કલ્યાણ માટે સ્વયં કાં ન સહેવું? સભા : શ્રી ગજસુકમાલ ક્યાં ટેવ પાડી હતી ? પૂર્વની આરાધના હોય તો પણ બને ને ? વળી શ્રી નેમનાથ ભગવાનની આજ્ઞામાં કલ્યાણ માન્યું છે, પ્રતિજ્ઞાપાલનમાં કલ્યાણ માન્યું છે. આ આસ્થા એ પણ મોટી ટેવ છે. એ સ્થિતિમાં પછી ટાઢ તાપ ન મૂંઝવે. ટાઢ, તાપ, ભૂખ વગેરેને આધીન થવાથી દુઃખ ઘટતું નથી પણ વધે છે. જ્ઞાનીએ મનુષ્યયોનિમાં આ બધાં દુઃખો બતાવ્યાં છે તે દુનિયાને સુખ લાગે છે પણ સમ્યગ્દષ્ટિ તો દુઃખ માને ને ? તમે તો બધા સમ્યગ્દષ્ટિ છો ને ? જો હા, તો સમજો કે “આરંભ, સમારંભ, પરિગ્રહ એ બધું દુઃખ છે. આજે તો શ્રીમાન લક્ષ્મી માટે જ્યાં ત્યાં ફાંફાં મારે છે પણ આત્મકલ્યાણ માટે લક્ષ્મીને છોડી દેવાનું કામ એ નથી કરતો, પણ જ્ઞાની કહે છે કે લક્ષ્મી ચંચળ છે, નક્કી ચાલી જવાની છે માટે એ ચાલી જાય તે પહેલાં સાધી લો.' એ જ શ્રીમાનને પચીસ લાખની ખાધ આવે, એવો તાર આવે તો એ સહન કરે, આખી મિલકત જાય તો પણ સહન કરે, ઉપરથી દેવું વધે એ પણ સહે, દેવું પતાવવા મજૂરી કરે, લોકોને સલામો ભરે, પૈસા જાય ત્યારે હાથ ઘસતો રહે પણ હોય ત્યારે સવ્યય કરવાનું સીધી રીતે ન માને એ નાની-સૂની કમનસીબી નથી. આમ પણ સહેવું તો પડે છે તો પછી “આત્મકલ્યાણ માટે સ્વયં કાં ન સહેવું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306