Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ ૨૮૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 1702 એક અહોરાત્રિની થાય છે. એ તારકોને જાગૃતિનો અભ્યાસ. આવા તારકોનાં દૃષ્ટાંતો પણ ઉત્સાહક અને પ્રેરક ન નીવડે તો એ આત્માની દુર્દશા છે એમ સમજવું જોઈએ. નિદ્રા એ પણ પાપ : સમજો કે નિદ્રા એ પણ પાપ છે. નિદ્રાથી પણ આત્માની શક્તિ હણાય છે. આહારની સાથે નિદ્રાને સંબંધ છે. આહાર પ્રેમથી ખવાય તો નિદ્રા વહેલી આવે. મોસમમાં નિદ્રા ઓછી આવે કેમ કે એ વખતે કમને ખવાય છે. જીનના, રૂના વેપારીઓને પૂછજો. ભાગાભાગ ચાલતી હોય, ખાધું ન ખાધું અને દોડાદોડ હોય ત્યાં ઊંઘ આવે ક્યાંથી ? પેટનો પટારો ભરચક હોય તો ઊંઘ આવે. આ વાતો અનુભવમાં આવે તેવી છે. કાઢી નાખવા જોગી નથી. પાટલે બેસી પગ પર પગ ચડાવી ટેસથી ખવાય અને પછી તકીયે લેટાય તો ઊંઘ આવે. મોસમમાં તે ટાઇમ નથી માટે ઊંઘ ન આવે. શ્રી તીર્થંકરદેવો સંયમમાં તપ જ કરે, બે મહિનાનો, ચાર મહિનાનો, છ મહિનાનો તપ કરે, પારણામાં જરા નાખ્યું ન નાખ્યું કે તપ ચાલુ અને ધ્યાનમાં ઊભા રહે પછી ઊંઘ આવે કયાંથી ? નવરાને ઊંઘ આવે, કામગરાને ન આવે. આજના શોધકો પણ ઊંઘને વિધ્વરૂપ માને છે. એ શોધખોળ કરનારી દુનિયામાં આજે એવા પણ પડ્યા છે કે ખુરશી પર બેઠા બેઠા અમુક ટાઇમ ઊંઘ લઈ લે. તમારા કરતાં એ લોકોની કેટલાય ગણી પ્રવૃત્તિ છે. પણ વખાણતા નથી એનું કારણ એ કે પ્રવૃત્તિ માત્ર આરંભજન્ય હોઈ વિષયાદિ પ્રમાદને વધારનારી છે. આપણો ઇરાદો તો નિરારંભીપણાને પોષવાનો છે. નિરારંભીપણા વિના સંયમની સાધના શક્ય નથી. સંયમની સાધના માટે શરીરને બંધનરૂપ અને ભૂખને રોગરૂપ સમજ્યા વિના છૂટકો નથી. ભૂખ એ દુઃખ લાગે તો આહાર તથા નિદ્રા જરૂર ઘટે. ભગવાન શ્રી તીર્થંકરદેવો તથા એમના મુનિઓ અભિગ્રહ કરતા કે “અમુક સ્થળથી, અમુક ટાઇમે, અમુક માણસથી, અમુક રીતે, અમુક ચીજ, અમુક પ્રમાણમાં, અમુક સ્થિતિમાં, અને અમુક સંયોગોમાં મળે તો જ આહાર લેવો.” આત્મા સીધો ન સમજે પણ અંકુશમાં હોય તો સમજે. ચાર દિવસ કે દસ દિવસના તપ કરતાં પણ અભિગ્રહનું તપ મહા કઠણ છે, ત્યાં તો અમુક દિવસ માટે નક્કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306