Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 301
________________ 1705 - ૨૨ ઃ આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – ૨૮૭ ઘણા એવા જોયા છે કે પૈસા હોય ત્યારે પર્વદિન પણ નહિ પાળનારા અને ખિસ્સાં ખાલી થયાં ત્યારે ભૂખ સહે છે અને કહે છે કે “ભાગ્ય ફૂટ્યું. શાસ્ત્ર કહે છે કે ભાગ્ય ફૂટવાનું નિયત હતું. લક્ષ્મીના મદમાં છકેલા અને મદાંધ બનેલાઓનાં ભાગ્ય આ ભવમાં જ ફૂટે, નહિ તો આગામી ભવમાં તો જરૂર ફૂટે. આ ભવમાં કદી પૂર્વનો પુણ્યોદય હોય તો ન ફૂટે પણ આગામી ભવમાં તો નિયત ફૂટવાનું. જ્ઞાનીએ બતાવેલા ઉમદા રસ્તાએ ચાલશો તો ભાગ્ય ફૂટશે નહિ પણ નવું ઘડાશે અગર મુક્તિમાં જવાશે. તમે જે રસ્તા લીધા છે તેથી તો ભાગ્ય એવું ફૂટશે કે જે ઊલટાં નવાં કર્મ કરાવશે. આ વાત જચે તો નિર્વેદ થાય. નારકી તથા તિર્યંચના દુઃખની બહુ અસર નહિ થાય કેમ કે પારકે દુઃખે દુઃખી થવાની વાત જ નથી. એને કહેવામાં આવે કે “આ જીવો આવા દુઃખી છે' તો કહે કે “એ દુઃખી માટે હું દુઃખી થાઉં ?” પછી ગુરુ સમજાવે કે “આ પૈકીના અનેક જીવો પણ એક વખત તમારાથી પણ સારા હતા પણ ભવ હારી જવાથી, અર્થ-કામની લાલસાનાં તોફાનથી આ દશાને પામ્યા છે માટે એવી દશા થાય તે પહેલાં ચેતો.” આટલું છતાં પેલા કહે છે કે નહિ માનીએ, નારકી તિર્યંચ દુઃખી તેમાં અમારે શું ?” જ્ઞાની કહે છે કે આ દૃષ્ટાંતનો નજર સામે સાક્ષાત્કાર કરો કે જેથી ત્યાં ન ઘૂસી જવાય એની કાળજી રહે. સંસારની શેરી સાંકડી છે, આંટીઘૂંટીવાળી છે, ધારશો એક ઠેકાણે જવાનું અને જવાશે બીજે. માટે જ્ઞાની કહે છે કે સામગ્રી તૈયાર રાખો. છેલ્લી ઘડીએ કૃષ્ણલેશ્યા આવશે ત્યાં શું કરશો ? ક્ષાયિક સમકિતીને પણ એ વેશ્યા નરકે ઘસડી ગઈ. સમ્યગ્દષ્ટિ ઉદયને આધીન ન થાય ? પાપના ઉદય વખતે કાંઈ ન થાય, નજરે બતાવે તોય ન રુચે, સાક્ષાત્ જ્ઞાનીઓ પૂર્વભવ કહે, જાતિસ્મરણ થાય, પોતાના ભવો યાદ આવે તોય પણ પાપના ઉદયવાળા, જ્ઞાનીઓને પણ ઇંદ્રજાલીયા કહી ઘેર જાય. લક્ષ્મી મૂકીને ચાલી જવાની અગર એને મૂકીને ચાલ્યું જવાનું છે તો પણ સાથે આવવાની છે એમ માનતા હો એવું વર્તન રાખો છો ને ? જો કે શ્રદ્ધા હોય તે છતાં પણ અવિરતિ તથા અંતરાયનો ઉદય પણ કામ કરે છે. મુનિ તપસ્વી હોય, ગૃહસ્થ દાતાર હોય, ચીજ પણ યોગ્ય પણ મુનિને લાભાંતરાયનો ઉદય હોય તો દાતારને આપવાનું મન જ ન થાય. આપણે ત્યાં બધી જ વસ્તુ માની છે. જે ક્ષણે જે વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306