Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ ૨૮૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 1708 લાગુ થાય તે કરવી જોઈએ એ સમ્યગ્દષ્ટિનું કામ. શુભ-અશુભના ઉદયને આધીન ન થવું એ સમ્યગ્દષ્ટિનો પુરુષાર્થ. કર્મનો ઉદય શરીર પર આવે પણ હૈયામાં અસર ન કરે. તાવ તો આવે પણ હૈયામાં એની અસર ન થાય. શ્રી ખંધક મુનિની જીવતાં ખાલ ઉતારી ત્યાં એ શુક્લધ્યાને ચડ્યા. પહેલાં છઠ્ઠું-સાતમે ગુણઠાણે હતા તે તેરમે આવ્યા. શ્રી બંધક મુનિ કહે છે કે “ખાલ ઉતારો, તમે કહો તેમ રહું.' કારણ કે એમને શરીર છોડવાનું મન તો હતું પણ હાથે નહોતું છૂટતું તો આ સહાયક થયા.' આ ભાવના તેમના હૃદયમાં આવી. આ વાત નાની-સૂની નથી. શુભ તથા અશુભના ઉદયને આધીન ન થનારો આત્મા કેવળજ્ઞાન પણ પામે. કર્મના યોગે જે સામગ્રી મળેલ છે તે પોતાની નથી અને એમાં રત બનાય તો હાનિકર્તા છે અને ન છૂટકે પણ છોડવી પડે એવી છે. ગમે તેવા રંગરાગમાં મૂંઝાવું નહિ એ શુભોદયનો ભોગવટો છે અને “આ મારું માની એને આધીન થવું એ ગુલામી છે. શુભના ઉદયે લાખો આવે, લોકો “શેઠ-સાહેબ” કહે પણ જેને શુભનો ઉદય ભોગવતાં આવડતો હોય તે તો માને કે “આ શુભનો વિપાક છે, લક્ષ્મી અસ્થિર છે, જવાની છે, એમાં મૂંઝાવાથી આત્માની ખરાબી છે.' આ પ્રમાણે માનનારા, સાધન-સંપન્ન અવસ્થામાં ધર્મને વધુ ને વધુ જ આરાધે. લક્ષ્મી હોય ત્યારે તો ધર્મમાં વધારે રત થવું જોઈએ પણ આરાધનાની આવડત વિનાનાઓ કહે છે કે “પૂજન તો નવરા માટે, અમારે તો ચાર-ચાર મિલ ચાલે, પેઢીઓ ચાલે ત્યાં નવરાશ લાવીએ ક્યાંથી?” એવાઓ, સાધુને પણ કહે છે કે, “તમે દુનિયા જાણતા નથી, દેશકાલ જુઓ, સમય જુદો છે. આવાઓને સાચા ઉપકારીઓ કહે છે કે “લક્ષ્મી પાછળ મજૂરી કરનારા અને કચરો જ ભેગો કરવામાં પડેલાઓને શુભોદય ભોગવતાં નથી આવડતો.” આથી જ કહું છું કે આવડતવાળા બનો ! કારણ કે ઉપાધિ માત્ર આવડતના અભાવની છે. શ્રીકૃષ્ણ મહારાજા તથા શ્રી કુમારપાળ મહારાજા જેવા, ચોમાસાના ચાર મહિના નગરીની બહાર નીકળતા નહોતા, રાજસભામાં પણ નહોતા જતા. શ્રીકૃષ્ણ મહારાજામાં વિરતિ નહોતી પણ “રાજ્ય મારું નથી' એ હૃદયમાં અંકાઈ ગયું હતું. ભલે મમતા તજી શકતા નહોતા પણ ચાર મહિના રંગરાગની દરકાર નહોતા કરતા. શ્રી કુમારપાળ મહારાજા, અઢાર દેશના માલિક હતા તે છતાં પણ ચોમાસામાં પાંચ વિગયનો ત્યાગ કરતા અને નિયમિત એકાસણું કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306