Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 303
________________ 1707 ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે 116 સભા : કોઈ ચડી આવે તો ? એવા પુણ્યવાનને એવા પ્રસંગો આવતા જ નથી : છતાં આવે તો એમનું પુણ્ય એ કામ કરે છે કે આવનારને હાથ ઘસીને જવું પડે. શ્રી કુમારપાળ મહારાજાના જીવનમાં એવો પ્રસંગ પણ બન્યો જ છે. આમ છતાં તેઓ પોતાની પ્રતિજ્ઞામાં દૃઢ રહ્યા છે. અને ધર્મના પ્રભાવે એનું પરિણામ પણ સારું જ આવ્યું છે. અને રાજ્ય ગયું હોત તો પણ એ તો તૈયાર હતા. રાજ્ય ગયા પછી ઝૂંટવી લેવાની ભાવનાવાળા પણ નહોતા. ચાર મહિનાનો નિયમ એ પાંચમે મહિને ઝૂંટવી લેવા માટે નથી. એકદમ તજાતું નથી માટે તજવાનો પ્રયત્ન છે. ‘તજાય તો સારું' એ મુદ્દો છે. આવડત જોઈએ. આવડત હોય તો ઉપાધિ આવતી નથી અને આવે તો અસર પણ નથી કરતી. ૨૮૯ અશુભના ઉદય આગળ ચાલતું જ નથી : ક્ષાયિક સમ્યક્ત્વના ધણી પણ બંધાયેલા આયુષ્યના યોગે નરકે ઘસડાઈ ગયા છે. કૃષ્ણ તથા બલભદ્ર જેવા દીકરાઓ છતાં એમનાં માબાપ જીવી ન શક્યાં. રથમાં બેસાડી દરવાજા સુધી લાવ્યા ત્યારે દેવતાએ કહ્યું કે ‘વ્યર્થ મહેનત જવા દો.' માબાપે પણ કહ્યું કે ‘અમારે શ્રી નેમનાથ સ્વામીજીનું શરણ છે. તમે જાઓ.’ કૃષ્ણ બલભદ્ર દરવાજા બહાર નીકળ્યા કે દરવાજો પડ્યો અને એમનાં માબાપ અવસાન પામ્યાં. આખી દ્વારિકા બળી ગઈ, વાસુદેવ અને બલદેવ જોઈ રહ્યા. પછી આગળ ચાલ્યા, અટવીમાં ગયા, તૃષા લાગી છે, બલદેવ પાણી શોધવા ગયા છે, પાણી મળતું નથી. વાસુદેવ, ત્રણ ખંડના માલિકની કઈ દશા ? એ વિચારો. નોકરો અને દેવો બધા ગયા. પુણ્ય ગયું કે બધા જાય, પછી તો વાસુદેવ નામના, પુણ્ય ઘટી ગયું, દ્વારિકા બળી ગઈ, રાજ્ય પરથી ઊઠી ગયા, હવે અધિકાર રહ્યો ક્યાં ? Jain Education International બ્રહ્મદત્ત ચક્રવર્તીની આંખો એક છોકરાએ ફોડી હતી. ત્યારે સેવક દેવો કે સૈનિકો કોઈ બચાવી ન શક્યા. એ વખતે દેવો પણ ભૂલે. શ્રી તીર્થંકરદેવના પૂજારી અસંખ્ય દેવો હતા પણ, સંગમના ઉપસર્ગ વખતે બધા કચાં ગયા ? સુધર્માઇંદ્ર તો ન આવે, એ ઠીક, પણ બીજા કેમ ન આવ્યા ? ઉપસર્ગ પતી ગયા પછી ટપોટપ બધા આવ્યા. આથી સ્પષ્ટ છે કે તીવ્ર અશુભોદય આગળ કાંઈ કામ નથી આવતું. આવા પુરુષોને પણ કર્મોદયે આ રીતે ભોગવવું પડ્યું છે માટે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306