Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 304
________________ ૨૯૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 1708 જ્ઞાની કહે છે કે ચેતો અને સમજો કે અશુભના ઉદય આગળ કોઈનુંય ચાલતું નથી. કૃષ્ણ સૂતા છે, પગ પર પગ ચડાવીને સૂતા છે અને બાણ વાગ્યું. બાણ પણ પોતાના ભાઈ જરાકુમારના હાથનું આવ્યું. શ્રી નેમિનાથ સ્વામીએ કૃષ્ણનું અવસાન જરાકુમારના હાથે કહ્યું હતું ત્યારથી જ જરાકુમાર આ અટવામાં આવી રહ્યો હતો. એ જ અટવીમાં કૃષ્ણ આવી પહોંચ્યા અને એ જ જરાકુમારના હાથે આ રીતે અવસાન થવાનું નિમિત્ત થયું. સભા : જરાકુમારને ભગવાનના વચનમાં શ્રદ્ધા નહિ ને? શ્રદ્ધા ખરી, પણ કૃષ્ણ પરની ભક્તિને લઈને મનમાં એમ કે એવે સ્થળે જાઉં કે એવો પ્રસંગ ન આવે. આ સ્થિતિમાં શ્રદ્ધાને વાંધો નથી. શ્રી નેમિનાથ સ્વામીજીનું વચન ખોટું કરવા કે ઠરાવવા અટવીમાં ગયા હતા એમ નહોતું પણ ભાઈના ઘાતના પાપથી બચવાની ભાવના તીવ્ર હતી. કૃષ્ણ પગ પર પગ મૂકીને સૂતેલા, તેમને હરણ જાણીને જરાકુમારે બાણ માર્યું એ બાણ કૃષ્ણને વાગ્યું. એ પછી પરસ્પરને ઉભયની ઓળખ થઈ અને ઉભયે એ જ યાદ કર્યું કે પ્રભુનું વચન અન્યથા થાય જ નહિ. આથી સમજો કે અશુભના ઉદય આગળ કોઈનું કશું પણ ચાલી શકતું નથી. આથી જ ઉપકારીઓ ઉપદેશ છે કે એવું ન કરો કે છેલ્લે આમ ફસાઈ જવાય અને ઇચ્છા વિના પણ નરકે જવું પડે. કૃષ્ણ જેવા પણ છેલ્લી ઘડીએ રૌદ્રપરિણામે અનિચ્છા છતાં પણ નરકે ગયા. માનવજીવન પામ્યા છો તો શુભ તથા અશુભોદયમાં લીન ન થાઓ. ખરે જ જૈનશાસનનો શ્રીમાન શ્રીમંતાઈને ન ગણે તથા દરિદ્રી દારિદ્રયને ન ગણે. શ્રીમાન શ્રીમંતાઈને પુણ્યનો અને દરિદ્રી, દારિત્ર્યને પાપનો પ્રતાપ ગણે. શ્રીમંતાઈ તથા દારિદ્રય એકેય આત્માના નથી.બેય ખોટા છે એમ જૈનશાસનના શ્રીમંત તથા દરિદ્રી માને. આ દશા માટે જ જ્ઞાનીઓનો આ સઘળો પ્રયત્ન છે. વધુ હવે પછી - ( શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો છઠ્ઠો ભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306