Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 292
________________ ૨૭૮ -- -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 169 યુવાવસ્થામાં, ઉન્માદના યોગે મોટું દુઃખ છે અન્યથા એ અવસ્થા, એવી અનુપમ છે કે ધાર્યું કામ થાય : પણ નિર્વિવેકી બનાય તો એ જ અવસ્થા ભયંકર છે. વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા અને શિથિલતા આદિ મોટું દુઃખ છે. ભૂખ અને તરસ એ પણ રોગરૂપ દુઃખ છે. શરીરશાસ્ત્ર કહે છે કે ભૂખ ન લાગે એ રોગ છે ત્યારે આ શાસ્ત્ર ભૂખને પણ રોગ ગણે છે. તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય ! સભા : એક પ્રસિદ્ધ વૈદ્ય એમ કહે છે કે “જગતમાં ભૂખથી જેટલાં મરણ થાય છે, તેના કરતાં અકરાંતિયાપણે ખાવાથી વધુ મરણ થાય છે.” એ મુદ્દો બીજો થયો. એ તો વૈદક પણ કહે છે કે “રસ એ રોગનું કારણ છે અને અતિભોજનથી અજીર્ણ આદિ થાય છે.' પણ આ મુદ્દો તો મૂળમાં જ કાપ મૂકવાનો છે. વૈદક જ્યારે ભૂખ ન લાગવાને રોગ ગણે છે ત્યારે આ ધર્મશાસ્ત્ર ભૂખ લાગવી એને પણ રોગ ગણે છે. એ બધાં શાસ્ત્રને આપણે અંશે માની શકીએ, સર્વાશે નહિ, અધિક ન ખાવું એ વૈદકના નિયમને માનીએ; કેમ કે બ્રહ્મચર્યની નવ વાડમાં અતિભોજન અને પ્રણીત ભોજનના ત્યાગનું પણ વિધાન છે. વૈદકશાસ્ત્ર કહે છે કે “માદક પદાર્થ ખાવાથી શરીરમાં વિકાર થાય છે.” એ માનવામાં હરકત નથી : કેમ કે આ શાસ્ત્ર પણ કહે છે કે માદક ભોજનથી વિકાર થવાને લીધે વિષયની માત્રા વધે છે અને તેથી આત્મા હણાય છે. વૈદક કહે છે કે “અતિભોજનથી અજીર્ણ આદિ રોગ થાય છે. આ શાસ્ત્ર કહે છે કે અતિભોજનના યોગે વિકાર થવાથી વિષયવાસના પણ વધે છે અને એથી ઉન્માર્ગી બનેલા આત્માને કર્મબંધ થાય છે. - આત્માનું હિત સચવાય એવા અને એટલા વેધક નિયમ પણ માન્ય રાખવાના અને સાચવવાના અને જેનાથી આત્મહિત ઘવાય એવા અને એટલા નિયમો આઘા રાખવાના અગર એનાથી આઘા રહેવાનું. નીતિનાં વચનો પણ જે ધર્મને માન્ય હોય તે માનવાં અને પ્રતિબંધક હોય તે છોડી દેવાં. નીતિ તો એમ પણ કહે છે કે “પ્રતિ શયિં કુર્યા' આ ધર્મશાસ્ત્ર અને લુચ્ચાઈ કહી એનો નિષેધ કરે છે. રાજનીતિ કહે છે કે દુશ્મનને જીવવા જ ન દેવો જ્યારે આ ધર્મશાસ્ત્ર એમાં હિંસા માની એનો નિષેધ કરે છે. નીતિશાસ્ત્રમાં લખેલું બધું માનવાનું એમ પણ નથી અને યોગ્ય ન માનવું' એમ પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306