Book Title: Aetihasik Ras Sangraha Part 2 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 5
________________ ગઈ છે પ્રસ્તાવના. એતિહાસિક રાસાઓ વિગેરેને બહાર પાડવાના પ્રયાસો ઈતિહાસના કાર્યમાં કેટલા ઉપયોગી છે? અને આજ સુધીમાં તે પ્રયાસથી પાછા રહેવામાં આપણને કેટલું સહવું પડ્યું છે? તે સંબંધી થડે, પરન્તુ જરૂરનો ઉલ્લેખ પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કરવામાં આવે છે. એટલે હું અહિં વિસ્તાર કરી પુનરૂક્તિના દેષમાં પડવા ચાહત નથી. અહિં જહે કંઈ કહેવાનું છે, તે માત્ર આ સંગ્રહનાજ સંબંધમાં છે. કહેવાની આવશ્યક્તા છેજ નહિ કે, આ સંગ્રહમાં આપેલા ત્રણે રાસો એકજ કવિવર લાવણ્યસમયની કૃતિના છે. ખરી રીતે જોઈએ તે કવિવરે ખિમત્રષિ, બલિભદ્ર અને યશભદ્ર એ ત્રણેને એકજ રાસ બનાવ્યો છે, અને હેને ત્રણ ખંડમાં વિભક્ત કર્યો છે. આ પ્રમાણે ત્રણેને એકજ રાસ બનાવામાં ખાસ એક કારણ પણ છે. ખિમષિ, બલિભદ્ર અને યશભદ્ર એ ત્રણેનો ગુરૂશિષ્યનો સંબંધ છે. એટલે ખિમષિ અને બલભદ્ર એ બન્ને યશોભદ્રસૂરિના શિષ્ય થાય છે. આ સંબંધને લઈ કરીનેજ કવિએ ત્રણેને એકજ રાસ બનાવ્યો છે. યદ્યપિ ખિમઋષિ, બલિભદ્ર અને યશોભદ્ર એ ત્રણેની જીવનચર્ચાઓ જુદી જુદી રીતે જોવાય છે. તે પણ શાસન પ્રભાવક તરીકે ત્રણેમાંથી કેઈએ કમ ભાગ લીધે છે, અથવા નથીજ લીધે, એમ હેમનાં જીવન ઉપરથી કેઈપણ કહેવા સમર્થ થઈ શકશે નહિં. ખિમાષિના અત્યંત કઠિણ અભિગ્રહાએ જૈન ધર્મના પ્રભાવનામાં ઓછો ભાગ ભજવ્યો નથી. બલિભદ્ર પોતાની વિદ્યાના બળથી હૈદ્ધ થયેલા ખેંગારરાજાને પ્રતિબંધી ગિરનાર તીર્થને પાછું લેવાનું કાર્ય પણ તેટલું જ પ્રભાવક છે, હારે યશોભદ્રસૂરિના તમામ ચમત્કારે અને છેવટે મરણાતે પણ પ્રતિજ્ઞાપાલનનું કાર્ય સર્વથા શાસનની પ્રભાવનાનું છે, એમ સહુ કોઈ જોઈ શકે તેમ છે. [ 5 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 132