Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001361/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પુષ્પમાળા Education international Private & PersonalUse Onlyww.jainelibrary Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પુષ્પમાળા ગાનિ l ન્ય કેન્દ્ર સુબા -૩૮૨૦૦૯ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્પુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) r Private & Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક: શ્રી જયંતભાઇ એમ. શાહ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) જીવનવિકાસ સાહિત્યમાલા : પુષ્પ-૨ ચોથી આવૃત્તિ : પ્રત-૪૦૦૦ ઈ.સ. ૨૦૦૩ વિ. સં. ૨૦૫૯ કિંમત : રૂા. ૪-૦૦ • મુદ્રક : અમૃત પ્રકાશન ઇન્દ્રજીત કોમ્પ્લેક્ષ, ૧લા માળે, ૧૩, મનહર પ્લોટ કોર્નર, ભક્તિનગર ગોડાઉન રોડ, રાજકોટ, ફોન : ૦૨૮૧ - ૨૪૬૨૫૯૧, ૨૪૬૫૧૭૮ r Private & Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. પ. પુષ્પમાળા રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પ્રશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. સફળજન્ય એક્કે બનાવ તારાથી જો ૩ r Private & Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬. ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના ! યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ:– (૧) ૧ પ્રહર – ભકિતકર્તવ્ય. (૨) ૧ પ્રહર – ધર્મકર્તવ્ય. (૩) ૧ પ્રહર – આહારપ્રયોજન. ૧ પ્રહર – વિદ્યાપ્રયોજન. ૨ પ્રહર – નિદ્રા. ૨ પ્રહર – સંસારપ્રયોજન. ૮ પ્રહર Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે : (૧) તુંજે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી ? જ (૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે ? ૫ r Private & Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની આશંકા હોય તો નીચે કહું છું – ૧૧. સર્વ પ્રાણીમાં સમદષ્ટિ,– ૧૨. કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામા લેવું નહીં. કિવા સત્પરષો જે રસ્તે ચાલ્યા તે. મૂળતત્વમાં કયાંય ભેદ નથી, માત્ર દષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. ૧૫. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું Jain Education Internatiofær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭. તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભકિત, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. ગમે તેટલો પરતંત્ર હો તોપણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર.. તારા દુ:ખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુ:ખ આપવા તત્પર થાય તો સંભારી જા. રાજા હો કે રંક હો–ગમે તે ર આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ Jain Education Internatiorfar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી? પ્રજાનાં દુ:ખ, અન્યાય, કર એને તપાસી જઈઆજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. (૨૧. ૨૨. Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. જો તું સમજણો બાલક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દૃષ્ટિ ૯ r Private & Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; –દોષ થયા. હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દષ્ટિ કર. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. જો તું કૃપણ હોય તો, – જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩. ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી ૧૦ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ૩૫. આજના દિવસમાં પ્રવેશ કર. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તોપણભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ભાગ્યશાલી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ ૩૭. ૧૧ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ૩૯. ૪૦. દુર્ભાગ્યશાલી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. તારા અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૧૨ r Private & Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૩. દુ:ખી હો તો (આજની) આજીવિકા | જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૨. ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ના હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તન મનન કરજે. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૫. તું કારીગર હો તો આળસ અને ૪૪. ૧૩ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૬. તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુકત થઈ ભગવદ્ભકિતમાં લીન થઈ ક્ષમાપના ચાચ. સંસાપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકશે. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજના આપતો હો તો અટકશે. ૫૦. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ૧૪ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૧. ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ! ગ્રાહ્ય કરજે. જિંદગી ટૂંકી છે, અને જંજાળા લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પ૨. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બઘાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. પ૩. પવિત્રતાનું મૂળ સદાચાર છે. પ૪. મન દોરંગી થઈ જતું જાળવવાને, ૫૫. વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય ૧૫ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ પS, પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું આ શું અયોગ્ય પ્રયોજના કરી આનંદ માનું છું’ એમ આજે વિચારજે. પ૭. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો – ૫૮. આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો, મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. ૫૯. જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભકિતપરાયણ થજે, કે Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪, સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તોપણ અભ્યાસ સર્વનો ઉપાય છે. ચાલ્યું આવતું કૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. મહારંભી, હિંસાયુકત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકજે. બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે ૧૭ r Private & Personal Use Onl Page #19 -------------------------------------------------------------------------- ________________ ૬૫. ૬૬. ૭૦. ૬૮. અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. ૧૮ r Private & Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬૯. સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. ૭૦. અધિકારી હો તોપણપ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. ૭૧. વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. ૭૨. ૧૯ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ 1993. ૭૪. ૭૫. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. ૩) પવિત્રતા. (૪) ફરજ. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. કરજ એ નીચ રજ (ક + રજ) છે, કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર + જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે. ૨૦ r Private & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૭૭. દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. કિંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. જાણતાં અજાણતાં પણવિપરીત થયું હોય તો હવે તે માટે અટકશે. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને માટે ૭૯. ૮૦. - ૨૧ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ તું આનંદિત થા તો જ આ૦– ૮૨. આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસકત ઓછો રહેજે. | ૮૬. આત્મિક અને શારીરિક શકિતની ૨૨ | Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ ૮૭. ૮૮. ૮૯. ૯૦. દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર,—(૦) નવીન વ્યસન કરતાં અટક. દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્યે આ પ્રભાતમાં સ્વશકિત સમાન કરવો ઉચિત છે. આજે કેટલા સત્પુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું ? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો ૨૩ r Private & Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૯૧. ૯૨. નાહિમ્મત થઈશ નહીં. શુદ્ધ સચ્ચિદાનંદ, કરૂણામય પરમેશ્વરની ભકિત એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર - ૨૪ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯૪. પવિત્રતાનો વાસ છે. કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુકત અનુચરો, સટ્ટણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાંને વંદનીય છે. ૯૫. એ સર્વ લક્ષણસંયુકત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. એથી પ્રતિભાવવાળું વર્તન જયાં મચી. રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદષ્ટિની રેખા છે. ૯૭. ભલે તારી આજીવિકા જેટલું તું ૨૫ Jain Education Internatiofiar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ૯૮. ૯૯. પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમચ હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા—નિરુપયોગી પણ, દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. ૧૦૦. આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યોં હોય, આત્મિક શકિત ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે, ૨૬ r Private & Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧. અયોગ્ય રીતે આજે તારી કોઇ | શકિતનો ઉપયોગ કરીશ નહીં,– મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરુ રહેજે. ૧૦૨. સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. ૧૦૩. બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. | ૧૦૪. સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું. Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંત:કરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાનીપુરષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો. | ૧૦૬. સશીલવાન સુખી છે. દુરાચારી દુ:ખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વિચારી જુઓ. | ૧૦૭. આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮. લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે - ૨૮ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું ? સહજપ્રકૃતિ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું. સુખદુ:ખ એ બન્ને મનની કલ્પના છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ૨૯ r Private & Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ખરું ભૂષણ છે. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું ૫. મૂળ છે. ૬. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ૭. દુર્જનનો ઓછો સહવાસ. ૮. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯. ઢેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧. નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨. જિતેન્દ્રિય થવું. ૧૩. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. ૧૪. ગંભીરતા રાખવી. . ૩૦ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬. પરમાત્માની ભકિતમાં ગૂંથાવું. ૧૭. પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮. દુર્જનતા કરી ફાવવું એજ હારવું, એમ માનવું. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં. 1 ૩૧ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું: શ્રી આત્માનંદજી જાક સાધના : ચંદ્ર આe ધ્યાન - કેન્દ્ર-કોબા, 'સત્સંગ સ્વાધ્યાય ભક્તિ સંગીત 42009) શ્રીમ પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) Wann o Private Persona "se 90, elibian