Book Title: Pathik 1999 Vol 39 Ank 08
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535464/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક (ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક) આદ્ય તંત્રી સ્વ. માનસંગજી બારડ તંત્રીમંડળ ડૉ. નાગજીભાઈ ભટ્ટી, ડૉ. ભારતીબહેન શેલત,. પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ વિ.સં. ૨૦૫૫ : વૈશાખ વર્ષ : ૩૯ અંક : ૮ સન ૧૯૯૯ : મે 1ીન કાઠમંડપ, પાટણ પથિક કાર્યાલય, C/o. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ ૩૯ ] સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટી-મંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. નાગજીભાઈ ભટ્ટી, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પથિક વૈશાખ સં. ૨૦૫૫ www.kobatirth.org અનુક્રમ સ્વસ્તિક કાદ શિલ્પકલાનાં વિકાસનાં ઐતિહાસિક તબક્કાઓ : મે ૧૯૯૯ વેદકાલીન વાસ્તુકલા “રાજકોટની સ્વાતંત્ર્ય ચળવળોનાં પરિપ્રેક્ષ્યમાં રાજકિય પ્રવૃત્તિઓ.” [ અંક ૮ - ડૉ. ચંદ્રકાન્ત પાઠક Acharya Shri Kailassagarsuri Gyanmandir –ડૉ. આર. ટી. સાવલિયા ડૉ. કાન્તિલાલ રા. દવે પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી ‘અકિંચન’૧૦ વાર્ષિક લવાજમ રૂ. ૩૫/- પાંત્રીસ : છૂટક નકલના રૂ.૪-૫૦ ટપાલ ખર્ચ સાથે આજીવન સહાયકના રૂ. ૪૦૧લવાજમ માટે મ.ઓ. યા બેન્ક ડ્રાફ્ટ ‘પથિક કાર્યાલય'ના નામનો કઢાવી મોકલવો. જે ગ્રાહકોનાં વાર્ષિક લવાજમ બાકી હોય તેઓએ સવેળા મોકલી આપવા. લેખક મિત્રોને વિનંતી કે જેમના લેખો ભાષાકીય અશુદ્ધિવાળા અમને મળ્યા હશે તે લેખોનો પથિકમાં સમાવેશ નહીં થાય, માટે શુદ્ધ જોડણીનો આગ્રહ રાખવો. પથિક સર્વોપયોગી વિચારભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી ૩|પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. ૧ કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો જરૂરી છે. ૬ For Private and Personal Use Only સૂચના પથિક પ્રત્યેક અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થાય છે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે. પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે. નમૂનાના અંકની નકલ માટે ૫-૦૦ની ટિકિટો મોકલવી. મ.ઓ.ડ્રાફટ-પત્રો માટે લખો : પથિક કાર્યાલય C. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ એ સ્થળે મોકલો. પથિક કાર્યાલય વતી મુદ્રક પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, Co. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ * ફોન : ૭૪૯૪૩૯૩ . તા. ૧૫-૧-૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વસ્તિક – ડૉ. ચંદ્રકાન્ત પાઠક ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું પ્રતિક અનાદિકાળથી પ્રચલિત છે. પ્રાચીન ઇમારતોમાં સ્વસ્તિક કોતરેલા મળી આવ્યા છે. સૂર્યની ગતિથી ચુંબકીય-ઉર્જા શક્તિનું નિર્માણ થાય છે, તેનું સ્વસ્તિક પ્રતિક છે. સ્વસ્તિકના દર્શન માનસિક શાંતિ, સુવિચારો પ્રેરે છે. સ્વસ્તિક દોરનારનું, સ્વસ્તિક જોનારનું અને જે જગ્યા-જ્યાં સ્વસ્તિક દોરવામાં આવ્યું હોય તે ચીજ-સ્થળનું કલ્યાણ થાય છે. જેમ માં વિશાળ ઉર્જા દર્શાવાય છે, તેવી જ રીતે સ્વસ્તિક-સાથિયો-દક્ષિણાવર્તી બાજુઓ - ધરતીના પ્રાણ અને જીવનદાતા સૂર્યનું પ્રતિક બને છે. ડાબી બાજુના સ્વસ્તિક શુભ ફળ આપતું નથી. હિટલરે ઉલટો સાથીયો અપનાવેલ. જેથી તેનો અંતે ભયંકર સહાર થયો, હાર થઈ. જૈન સાધુ મૃત્યુ પામે ત્યારે તેને ઓઢાડવામાં આવતા વસ્ત્ર પર અવળો-અશુભ સાથિયો દોરવામાં આવે છે. બ્રહ્માંડ ગોળાકાર છે, તેનો સંકેત દર્શાવે છે. સ્વસ્તિક ઉર્જાનું અપ્રતિમ સ્ત્રોત કહી શકાય. સ્વસ્તિકનું મધ્યબિંદુ ભગવાન વિષ્ણુનું નાભિકમળ ગણાય છે, વિશ્વનું ઉત્પત્તિસ્થાન ગણાય છે. સ્વસ્તિક અગ્નિનું, અગ્નિના સમિધનું પ્રતિક મનાય છે. સ્વસ્તિકની ચાર રેખાઓ ઈન્દ્ર, બ્રહ્મા, સૂર્ય અને વિષ્ણુ સાથે સંકળાયેલી છે. સ્વસ્તિકની અંદર કરવામાં આવતા ચાર ટપકાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને બ્રહ્માંડના પ્રતિક કહેવાય છે. જૈન ધર્મમાં અષ્ટમંગળ દ્રવ્યોથી સ્વસ્તિક બનાવવું ઉત્તમ છે. જૈન ધર્મમાં સાથિયાની લીટીઓ અલગ દિશામાં ફરી લંબાવવામાં આવી છે અને તેમાં જરા વર્તુળાકાર અપાયો છે. આવા સાથિયા નંદ્યાવર્ત કહેવાય છે. બૌદ્ધધર્મી પણ સ્વસ્તિકને માંગલિક ચિહ્ન માને છે સ્વસ્તિકનું ગૂઢ રહસ્ય, બ્રહ્માંડ-પૃથ્વી-ઉર્જા શક્તિનું પ્રતિક છે. એકલીટીની વચ્ચે બીજી રેખા વચ્ચેથી દર્શાવવામાં આવે છે. સૃષ્ટિચક ગતિશીલ છે. પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર તરફ ફરી આખું વર્તુળ પૂરું કરે છે. ઘરના ઉંબરા ઉપર, ઘરના દ્વાર ઉપર, વેપારીઓના ચોપડા ઉપર, વિવાહ પ્રસંગે કંકોત્રીઓ-આમંત્રણ પત્રિકા ઉપર, કબાટ, તિજોરી, ઘરના મંદિરમાં સ્વસ્તિકને સ્થાન આપવામાં આવે છે. સ્વસ્તિક ચારે દિશાથી રક્ષણ આપે છે. આકાશમાં ધ્રુવ તારાની આસપાસ સપ્તર્ષિના સાત તારાઓ પ્રદક્ષિણા કરતા રહે છે. વશિષ્ઠના તારા સાથે એક તેની પત્ની અરુંધતીનો તારો પણ હોય છે. સપ્તર્ષિનો ગૌતમ ઋષિ તથા ભારદ્વાજનો તારો ધ્રુવતારાની સીધી લીટીમાં છે. બાકીના પાંચતારા ભુજાના રૂપે હોય છે. સપ્તર્ષિઓના નામ પુલક, ક્રતુ, પુલસ્ય, અત્રિ, અંગિરા, વસિષ્ઠ અને મરીચિ છે. પરંતુ વૈવસ્વત મન્વન્તરમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, કશ્યપ, જમદગ્ની, વસિષ્ઠ અને અત્રિ ગણાય છે. * ૭૮, વૃંદાવન, એલ.બી.એસ.માર્ગ, ઘાટકોપર (વે.) મુંબઈ-૪૦૦૦૮૬ પથિક - મે, ૧૯૯૮ - ૧ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * પુષ્ય * અત્રિ *અરુંધતી * વસિષ્ઠ * જમદગ્નિ * કશ્યપ * વિશ્વામિત્ર ** ભારદ્વાજ ગૌતમ www.kobatirth.org * ચિત્રા ✰✰ ધ્રુવ તારો Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્રુવ તારાની સમર્થિની પ્રદક્ષિણા રેવતી - રાશિચક્ર – નક્ષત્રચક્રની દક્ષિણે આવેલ એક તારા સમુદાય ને સ્વસ્તિક કહેવાય છે. ભારતીય નામ ત્રિશંકુ છે, તેનો આકાર ત્રિશૂળ જેવો છે. તેમાં માત્ર ચાર જ તારાઓ હોય છે. ચારે તારાઓ ને સામસામી લીટીઓ સાંકળી દઈએ તો જિસસ, ક્રાઈસ્ટના ક્રોસ જેવો એ બની જાય. પશ્ચિમના દેશોમાં સધર્નક્રોસ કહેવાય છે. દક્ષિણ તરફ ક્ષિતિજથી ૮|| અંશ ઉપર, કેલ્ટાક્રુકસ, આલ્ફાક્રુકસ, ગ્યામાક્રુક્સ, અને લીટાક્રુક્સ - ચાર તારાઓ મે, જૂનામાં જોઈ શકાય છે. સ્વસ્તિકને દક્ષિણનું દૈવી ઘડિયાળ પણ કહે છે. તેના પરથી ઋતુ, સમય અને દિશા ઓળખી શકાય છે. સાથિયો મંગળસૂચક ચિહ્ન છે. તે ૐ નું અપભ્રંશ રૂપ છે આર્યત્વસૂચક ચિહ્નથી પોઝીટીવ વાઈબ્રેશન થાય છે. સ્વસ્તિકમાં ચિત્રા, શ્રવણ, રૈવતી અને પુષ્ય નક્ષત્રની ચોકડીનો ઉપયોગ કરી બ્રાહ્મણો સ્વસ્તિવાચન કરે છે. પશ્ચિમ * શ્રવણ ૐ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તાો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ | ચિત્રા નક્ષત્રના અધિપતિ ઇન્દ્ર, રેવતી નક્ષત્રના અધિપતિ પૂષા, શ્રવણ નક્ષત્રના માલિક વિષ્ણુને બદલે તીક્ષ્ણગતિવાળા ગરૂડજીનું નામ પુષ્યનક્ષત્રનો અધિપતિ ગુરૂ-બૃહસ્પતિ છે તેમના આશીર્વાદ દેવાય છે. મંગલકાર્યોના આરંભમાં કરાતો સ્વસ્તિવાચનથી આશીર્વાદ આપવામાં આવે છે. હાથમાં સ્વસ્તિક છે, હથેલીમાં બ્રહ્માંડ છે. મધ્યમા આંગળી ધ્રુવ તારો, અંગૂઠામાં ચિત્રા નક્ષત્ર, અનામિકામાં રેવતી નક્ષત્ર, કનિષ્ઠામાં શ્રવણ નક્ષત્ર અને તર્જનીમાં પુષ્યનક્ષત્ર છે, જેથી હાથીની છાપમાં સ્વસ્તિક રહેલ છે. સ્વસ્તિકમાં બ્રહ્માંડ સમાવી દેવામાં આવેલ છે. સ્વસ્તિક હિંદુ સંસ્કૃતિનું અજોડ પ્રતિક છે. વાયબ ઉત્તર ઇશાન . નૈઋત્ય દક્ષિણ અગ્નિ ‘પથિક’* મે, ૧૯૯૮ ૦ ૨ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાષ્ઠ શિલ્પકલાનાં વિકાસનાં ઐતિહાસિક તબક્કાઓ | ડૉ. આર. ટી. સાવલિયા* ભારતીય સંસ્કૃતિના પ્રતીકરૂપ એવા કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ ધાર્મિકવૃત્તિ તથા કલાકારોની કલાના યશોગાન ગાતા નગરો અને ગ્રામોમાં આજે પણ જોઈ શકાય છે. પુરાતન કાલથી જોઈએ તો તેનો વિકાસ ઐતિહાસિક તબક્કાવાર થયેલો નજરે પડે છે. આરંભમાં બેડોળ અને અણધડ લાગતી આ કલાનો વિકાસ સૌંદર્યની ઉચ્ચકોટિની ચરમ સીમાએ પહોંચેલો જોઈ શકાય છે. કાઠાશિલ્પકલામાં લોકકલાના તત્ત્વો ઉમેરાતા સમાજજીવનની લોકશૈલીના પ્રતિબિંબો નીરખી શકાય છે. વૈદિકકાળમાં મોટેભાગે કાઇના મકાનો અને કાઇગ્રામો તથા નગરો બંધાતા હોવાના સાહિત્યિક આધારો મળે છે. જો કે વેદકાલની કાષ્ઠકલાના કોઈ નમૂનાઓ મળ્યા નથી, પરંતુ રાજાને રહેવાના મહેલો, ઋષિઓની પર્ણકુટીઓ, ગ્રામ્ય રહેણાંકનાં મકાનો અને ફરતી કાષ્ઠના પાટડાની વાડ અને દરવાજાઓ અને એના ઉપર થતાં કોતરકામ અને કાષ્ઠશિલ્પ અંગેની નોંધો પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. નંદવંશના સમયમાં કાષ્ઠના મહાલયો તેમજ મોટા કિલ્લાઓ બંધાયા હતા. પ્રાચીન પાટલીપુત્ર નગરના ખોદકામમાંથી કાઇદુર્ગના કેટલાક પાટડાઓ મળી આવ્યા છે. આ પાટડાઓ ઉપર કોઈ કોતરકામ નથી, પણ પરદેશી મુસાફરોની પ્રવાસનોંધોના વર્ણન ઉપરથી જણાય છે કે નંદશાસનમાં અને મૌર્યોના સમયમાં ભારતમાં કાષ્ઠકલા સોળે કળાએ ખીલી હશે. એ સમયે કાષ્ઠશિલ્પમાં લોકકલાના અનેક નમૂનાઓ કોતરાયા હશે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી સમ્રાટ અશોકના સમયમાં બાંધકામમાં તેમજ કીર્તિસ્તંભો, જય સ્તંભો વગેરેના કોતરકામમાં પથ્થરનો ઉપયોગ શરૂ થયો. છતાં બાંધકામમાં થતો પથ્થરનો ઉપયોગ કાઇના બાંધકામને અનુસરીને જ થયેલો દેખાવ છે. આ હકીકત સાંચી અને અમરાવતીના સ્તૂપોની વેદિકા અને તોરણોના કંડારકામ જેવાથી ખ્યાલ આવે છે. ગુજરાતમાં જૂનાગઢની ઉપરકોટની પ્રાચીન ગુફાની દીવાલોના ચંદ્રસલાકાના સુશોભનો તેમજ બાવા યારાની ગુફાના દ્વારોનાં કંડારકામ, તળાજાની એભલ ગુફાની છતના તથા બહારના ચંદ્રસેલાકાના સુશોભનો, સાણા ડુંગરની ગુફાઓના સ્તંભો ઉપરનું કોતરકામ વગેરે ઉપર કાષ્ઠશિલ્પ સ્થાપત્યની અસર તથા અનુકરણ થયેલું દષ્ટિગોચર થાય છઠ્ઠા સૈકાથી માંડીને દસમા સૈકાના અંતભાગ સુધીમાં ગુજરાતમાં સંખ્યાબંધ કાઠમંદિરોનું નિર્માણ થયું હતું તેમજ કેટલાક મંદિરોના બાંધકામમાં કાષ્ઠશિલ્પોનો અંશતઃ ઉપયોગ થયો હતો. મુસ્લિમ તવારીખોને આધારે જાણવા મળે છે કે ઈ.સ. ૧૦૨૪માં મહમદ ગઝનવીએ સોમનાથનું મંદિર તોડ્યું ત્યારે એ મંદિરનો સભામંડપ કાષ્ઠનો હતો. કાષ્ઠના ઓછાં ટકાઉપણાંને લઈને મંદિરોના બાંધકામમાં છઠ્ઠા સૈકાથી પથ્થરનો વિશેષ ઉપયોગ થતો, છતાં કાષ્ઠ મંદિરોનું નિર્માણ થતું એ હકીકત છે. પરધર્મીઓ મંદિરો તોડવા કે બાળવા લાગ્યા પછી પણ કોઈ કોઈ જગ્યાએ કાઠમંદિરો બનાવાતા, જેને ઉત્તમ નમૂનો વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત કાષ્ઠ સભામંડપ છે. આ મંડપ સોળમી થી ૧૮મી સદી દરમ્યાન નિર્મિત થયેલ વિવિધ ભાગોને જોડીને ઊભો કરવામાં આવ્યો છે. આ મંડપના કાષ્ઠ શિલ્પોમાં નેમિનાથનો લગ્નોત્સવ, સંસાર ત્યાગ, વર્ષીદાન મહોત્સવ જૈનાચાર્યોની શોભાયાત્રા, અપ્સરાઓ વગેરે જોઈ શકાય છે. તે સાથે ચક્રવર્તી રાજા ભરતની શોભાયાત્રાનું દશ્ય કાટકશિલ્પ પટ્ટીકામાં કંડારેલું છે. લલિત ત્રિભંગમાં વેણુધર શ્રીકૃષ્ણનું શિલ્પ, ગજલક્ષ્મી, દેવાંગનાઓ, ગંધર્વો, પશુ-પક્ષીઓનાં શિલ્પો કલાત્મક રીતે કોતરાયા છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં રહેણાંકના મકાનોમાં વિશેષતઃ કાષ્ઠના ઉપયોગના ઉલ્લેખ મળે છે. આ કારણથી * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ પથિક' • મે, ૧૯૯૮ • ૩ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટાભાગના રાજમહેલો, નગરશેઠની હવેલીઓ તેમજ સાધારણ મનુષ્યના રહેઠાણમાં કાષ્ઠનો ઉપયોગ થતો રહ્યો છે. સૌ પ્રથમ દેવ મંદિરો, પછી રાજમહેલો, હવેલીઓ અને છેલ્લે મકાનોમાં કાષ્ટકોતરણી અને કાષ્ઠશિલ્પના સુશોભનો થવા લાગ્યા. મૈત્રક કાલના ઉત્તરાર્ધથી આવા કાષ્ઠશિલ્યો મૂકવાની પ્રથા શરૂ થઈ જાય છે. આ કાષ્ઠશિલ્પો મોટેભાગે એ કાલની લોકકલાના સુંદર નમૂનાઓ હતા. શૃંગાર મૂર્તિઓને શિલ્પશાસ્ત્રનાં બંધનો ખાસ નડતા નથી. એટલે કાષ્ઠ શૃંગાર મૂર્તિઓ જે તે કાલની લોકકલાના ઉત્કર્ષ પ્રતીક સમી બની રહી. આ કાષ્ઠ શિલ્પોના વસ્ત્રો, આભૂષણો અને વસ્ત્રપરિધાનમાં લોકકલાની ઝાંખી થયા વિના રહેતી નથી. છેક આદિકાલથી અદ્યપર્યત બધા જ શિલ્પો ઉપર સમય સમયની અસર થયા વિના રહી નથી. હડપ્પા, લોથલ વગેરે જેવા સિંધુ સંસ્કૃતિના કેન્દ્રો તથા હૂણ, મૈત્રક, ચાપોત્કટ પ્રતિહાર, સોલંકી, દક્ષિણના ચાલુક્ય, મુસ્લિમ, મરાઠા અને બ્રિટિશકાળની મૂર્તિઓ અને એમાં ખાસ કાષ્ઠ કલાના નમૂનાઓ ઉપર લોકકલાની સ્પષ્ટ અસર દેખાય છે. મહાલયો, હવેલીઓ, ઘરોમાં કાર્ડ શિલ્પો કોતરવામાં આવતાં જ પણ એ ઉપરાંત ઘર વપરાશમાં લેવાતાં કોઠલા, મંજૂષા, પટારા, પેટીઓ, દીવઓ ઝુમ્મરો વગેરે પર પણ થતાં કાષ્ઠ શિલ્પોમાં તે સમયની લોકકલા સંપૂર્ણપણે દષ્ટિગોચર થાય છે. જેના નમૂનાઓ આજે પણ ભારતના અને ગુજરાતના સંગ્રહાલયોમાં માનવસંસ્કૃતિની ઓળખ આપતાં પ્રદર્શિત થયેલા જોઈ શકાય છે. આદિવાસી તેમજ અમુક પછાત કોમોમાં પોતાના કુળદેવતાઓની મૂર્તિઓ કાષ્ઠની બનાવવામાં આવે છે. જેને “ફળા” કહે છે. આદિવાસીના બાબલા દેવની મૂર્તિઓ મોટે ભાગે કાઠમાંથી જ બનેલી છે. આદિવાસીઓ પોતાના દેવની મૂર્તિઓ પોતાને હાથે જ બનાવે છે એટલે એ મૂર્તિઓમાં ભારોભાર લોકશિલ્પકલાના દર્શન થાય છે. આ બધી મૂર્તિઓ લોકશિલ્યના પરિપાકરૂપે કોતરાયેલી જણાય છે. બૌદ્ધધર્મના પ્રચાર પછી ધાર્મિક ઉત્સવો વિશેષ થવા માંડ્યા. બૌદ્ધધર્મના અસ્ત પછી પણ કેટલાક ઉત્સવો હિંદુધર્મ-સંપ્રદાયોમાં ચાલુ રહ્યા. આવા ઉત્સવ પ્રસંગે વપરાતા રથ, પાલખીઓ, ડોળીઓ વગેરે ઉપર વિવિધ લોકશિલ્પો કાષ્ઠમાં કોતરવામાં આવતા, જે આજે પણ પરંપરાગત જૂના મંદિરોમાં સચવાયેલા નજરે પડે છે. આ કાછશિલ્પોના. કોતરકામમાં લોકશિલ્પની ઠીક ઠીક અસર દેખાય છે. આમ કાષ્ઠનો ઉપયોગ વિવિધ જરૂરિયાતોને લઈને વિશિષ્ટ રીતે થતો હોઈ કાષ્ઠકારીગરોને કાયમ કામ મળતું. જેને લઈને કાઇ ઉપર રૂપકામથી માંડીને ફૂલવેલ, ભૌમિતિક આકારો, સમાજજીવનની આકૃતિઓ વગેરે પ્રકારના કોતરકામ થવા લાગે . જેને લઈને આ કામમાં લોકકલાનો સારો એવો વિકાસ થયો. આમ વારસાગત કાઇકામમાં ઉપરાંત કારીગરની પોતાની આગવી શૈલી અને ભાવના કોતરકામ ઉમેરાતા ગયા. જેને લઈને કાષ્ઠના રૂપકામો કે ઇતર કોતરકામ એજ્યાં વારસાગત કે રૂઢીગત ન રહેતા લોકકલાના ઢાળવાળા બન્યા છે. ગુજરાતમાંથી પ્રાપ્ત કાછશિલ્પોમાં દેવી-દેવીઓ, અપ્સરાઓ, નર્તકીઓ, વાદ્યવાદકો-વાદિનીઓ, કૃષ્ણલીલાના દૃશ્યો, રામાયણ-મહાભારતના પ્રસંગોના અંકનો, દેવવાહનો જેવા કે ગરૂડ, નંદી, હંસ, વાઘ, સિંહ, લોકદેવીઓ, લોકમાતૃકાઓ ઉપરાંત બાલશિલ્પોનું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતમાં સોલંકીકાલ પછીના સમયના કેટલાક કાઇ મહાલયો બચી જવા પામ્યા છે. આવા મહાલયોમાં કાષ્ઠશિલ્પ ઉત્તમ નમૂનાઓ જળવાયા છે. આ મહાલયોના દ્વારશાખ અને ઓતરંગમાં વિવિધ દેવ-દેવીઓના કાષ્ઠશિલ્પો કંડરેલા છે. ગવાક્ષોમાં ફૂલવેલ અને કળશ, છતમાં ઝૂમર અને ક્યાંક ક્યાંક રાસલીલાના શિલ્પો ઉપરાંત દાણલીલા, નાગદમન, ગજલક્ષ્મી, ગરુડ, મયૂર, ઊડતા પંખીઓ, પ્રાસમુખો વગેરેના કાછશિલ્પો જોઈ શકાય છે. કાઇ કોતરકામમાં ક્યારેક કામસૂત્રના દશ્યો પણ નજરે પડે છે. વસોની દેશાઈની હવેલીમાં આવા કેટલાક કાછશિલ્પોના નમૂનાઓ દષ્ટિગોચર થાય છે. સત્તરમાં સૈકાની લોકકલાથી સભર એવા કાષ્ઠ શિલ્પોના ઉત્તમ નમૂનાઓ હળવદના પુરાણા રાજયમહેલમાં પથિક' - મે, ૧૯૯૮ - ૪ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવેલા છે. અહીં સ્તંભના અને છતના ટેકા ઉપર કોતરાયેલ કૃષ્ણલીલાના શિલ્પો લોકકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરા. પાડે છે. તત્કાલીન સમયનાં શ્રીમંતોનો પહેરવેશ, ઘરેણા, અંગભંગીઓ કેવા પ્રકારના હતા તેનો ખ્યાલ એ કાષ્ઠ શિલ્પો પરથી આવે છે. મકાનના કઠેડાના બહારના ભાગે ઢાળવાળા નેજવા કે છજા ઉપર કોતરીને મૂકાયેલા લાંબા પાટા ઉપર બારમા સૈકાથી માંડીને ઓગણીસમા સૈકા સુધી વિવિધ પ્રકારનાં ફૂલબુટ્ટાઓ, ફૂલવેલો, ભૌમિતિક આકારો, ભરતકામમાં જોવા મળતી વિવિધ ભાતો વગેરે કંડરાતા. આ પ્રકારના કોતરકામમાં લોકશૈલીની સીધી અસર પડેલી દેખાય છે. આ શૈલીનો ઉત્તમ નમૂનો ધંધૂકા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંતની હવેલીના કઠેડા હાલ મોજૂદ છે. મરાઠાકાલ દરમ્યાન ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ. આ સંપ્રદાયના મંદિરો, સાધુસંતોની હવેલીઓ અને દરવાજાઓ કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ ગણાય છે. અમદાવાદના કાલુપુર વિસ્તારના સ્વામીનારાયણ મંદિરની હવેલીના સ્તંભોના ટેકાઓ ઉપર કોતરાયેલ સંખ્યાબંધ કાછશિલ્પો ઉપરાંત વડતાલ, મૂળી, ગઢળા, ગોંડલ, સૂરત વગેરે સ્થળોના આવા મંદિરની હવેલીઓમાં લોકકલાથી સભર કાષ્ઠશિલ્પો નજરે પડે છે. સોળમા, સત્તરમા અને અઢારમા સૈકામાં બંધાયેલ સિદ્ધપુર અને પાટણના વોરા કુટુંબના મકાનોનું કાઇકોતરકામ કાષ્ઠકલા કારીગરીના ઉત્તમ નમૂના ગણાવી શકાય. આ કોતરકામને કોમવાદની જરાય અસર થઈ નથી. અહીં કોતરકામ કરનાર હિંદુ કારીગરોએ દિલ દઈને કાઇ શિલ્યોનો વિકાસ સાધ્યો છે. આ મકાનોના કાષ્ઠશિલ્પોનો વિકાસ સાધ્યો છે. આ મકાનોના કાછશિમાં ત્રણ સદીઓના લોક જીવનનાં દર્શન થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં આસ્ટોડિયા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં મહુવા બંદર, ખંભાત અને ભરૂચની વોરવાડમાં આ શૈલીની અસરવાળા મકાનો આજે પણ મોજૂદ છે. નવરાત્રીમાં બનતી માંડવીઓ ઉપર કેટલાક કાષ્ઠશિલ્પો કંડારવામાં આવે છે. આ શિલ્પો સીધા લોકકલામાંથી ઉતરી આવેલા દેખાય છે, પક્ષીઓને દાણા-પાણી મળે તેવા સંખ્યાબંધ ચબૂતરા-પરબડીઓ ગુજરાતમાં અનેક સ્થળોએ જોવા મળે છે. આવા ચબૂતરા કાં તો કાઇ અથવા પથ્થરના બનાવાય છે. કાષ્ઠના ચબૂતરાનાં નાના ટેકાઓ, કઠેડાઓ વગેરે ઉપર કાઇ શિલ્પો કોતરાયેલા હોય છે. મૂર્તિવિધાનના ગ્રંથો, પુરાણો વગેરેમાં વિવિધ પ્રકારના પદાર્થોમાંથી મૂર્તિઓ બનાવવી કે કોતરાવવાનું વિધાન અપાયું છે, પરંતુ મૂર્તિ-શિલ્પો વિશેષતઃ કાષ્ઠ,ધાતુ અને પથ્થર ઉપર કોતરાયાં છે. આ ત્રણે પદાર્થોમાં કાષ્ઠ સહુથી ઓછુ ટકાઉ હોવા છતાં અનેક પ્રકારની કાષ્ઠકલાના ઉત્કૃષ્ઠ નમૂનાઓ જગતભરની આપ્યા છે. ભારત દેશમાં મૈસુર, કાશ્મીર અને ગુજરાત કાછશિલ્પોના મુખ્ય કેન્દ્રો ગણાય છે. આ ત્રણેય પ્રાંતોએ લોકકલાના લક્ષણવાળા ઉત્તમ કાછશિલ્પો જગત સમક્ષ મૂકી આપ્યા છે. આમ, ગુજરાતની કાછશિલ્પ અને કાષ્ઠકામ એક આગવી લોકશૈલી ગણાય છે. કાષ્ઠશિલ્પોમાં આભૂષણો તથા પહેરવેશ, રાસલીલામાં ગરબા, ગરબી વગેરેની અંગભંગીઓ લોકશૈલીની સાક્ષી પૂરે છે. ફૂલવેલોના કોતરકામમાં લોકભારતની અસર દેખાય છે. નાળીઓના કોતરકામમાં લોકભરત ઉપરાંત ગૂંથણકલાનો ઓપ અપાયેલો જણાય છે. મકાનના છજા, જાખીયા, ગોખ, ઝરૂખા, સભા ખંડો, ડેલીઓ, કઠેડાઓ વગેરેના શૃંગારના કાષ્ઠ અંગો લોકકલાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડે છે. પથિક' • મે, ૧૯૯૮ • ૫ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદકાલીન વાસ્તુકલા ડૉ. કાન્તિલાલ રા. દવે ભારતીય પરંપરાગત દષ્ટિ વેદને સંપૂર્ણ જ્ઞાનની શબ્દમયી અભિવ્યક્તિના સ્વરૂપે પિછાણી ઘોષણા કરે છે કે ભૂત ભવ્ય ભવિષ્યચ્ચ સર્વ વેદાત પ્રસિધ્યતિ'. મનુનો તો સ્પષ્ટ મત છે કે “સ સર્વોડભિહિતો વેદે સર્વજ્ઞાનમયો હિ સઃ “ (મનુ. ર૭) સમસ્ત વિદ્યાઓનું મૂળ વેદ છે', એવું યાજ્ઞવલ્કયનું વચન અક્ષરશઃ સત્ય છે. વૈદિક વાડ્મયના જેટલા જેટલા મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે તે સઘળા કોઈને કોઈ સ્વરૂપે વેદ સાથે જોડાયેલા છે... આ મુખ્ય ગ્રંથોમાં વ્યાવહારિક તથા પારમાર્થિક સર્વ શાસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે... એવો એક પણ વિષય નથી, જેનું જ્ઞાન મનુષ્યના વૈયક્તિક અથવા સામૂહિક તથા ઐહિક કે પારલૌકિક જીવન માટે આવશ્યક હોય, અને વેદમાં ઉપલબ્ધ ન હોય.' વાસ્તુકલા અથવા વાસ્તુશાસ્ત્ર આવો જ એક વિષય છે, જેનું મનુષ્ય જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ભારતીય વાસ્તુવિદ્યાનો ઇતિહાસ વેદકાળથી પણ પ્રાચીન હોવાનું પુરવાર થયું છે. સિંધ અને પંજાબના ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલાં પાંચ હજાર વર્ષ જૂના ઇમારતોના ખંડિયેરોના આધારે એમ કહી શકાય કે તત્કાલીન ભારતીય સભ્યતા અત્યંત સમૃદ્ધ અને સુવિકસિત હતી. ઇમારતો બનાવવાની આટલી સુંદર અને પ્રાચીન પરંપરા સંસારમાં ક્યાંય અસ્તિત્વમાં ન હતી એવું વિદ્વાનો માને છે. સિંધુ સભ્યતાકાલીન ગૃહવિન્યાસનો પરિચય પ્રધાનતઃ મોહેંજો દડો અને હડપ્પા એ બે નગરોથી મળે છે. સિન્ધઘાટીનાં નગરોની રચના નદી તટ પર છે. નદીની રેલ અને શત્રુથી રક્ષા માટે ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. જે નીચે ૪૦ ફૂટ અને ઉપર ૩૫ ફૂટ પહોળી હતી...કેટલાંક ઘર બે માળનાં હતાં.દીવાલો પાકી ઈંટોની બનાવવામાં આવતી. પ્રત્યેક ઘરમાં પ્રાંગણની ચારે તરફ બે, ત્રણ યા અનેક ખંડો બનાવવામાં આવતા. એક નાનાગાર, યુનિવર્સિટી, સ્ટાફ કોલોની, વલ્લભ વિદ્યાનગર બનાવવામાં આવતું. જેનું ધરાતલ ઇંટ વડે બનાવી તેમાંથી કાઢવામાં આવેલી એક નાલિકા ગલીની નીચે વહેતી. મોટી નાલિકા (ગટર) માં જઈને મળતી હતી. જેમાં નગરના એક વિભાગમાં મજૂરો માટેની વસતી હતી. જેના ઘરની લંબાઈ ૨૦ ફૂટ અને પહોળાઈ ૧૨ ફૂટ હતી અને પ્રત્યેક ઘરમાં બે ખંડ હતા. જેમાં એક ખંડ બીજાથી બમણો મોટો રહેતો. નગરમાં સાર્વજનિક ઉપયોગ માટે ભવનોનું નિર્માણ કરવામાં આવતું, જે સંભવતઃ શિક્ષણ, શાસન યા ધર્મસભાઓ કે પૂજા માટે ઉપયોગમાં લેવાતાં. નગર નિર્માણની આ વૈજ્ઞાનિકતા જોતાં એમ ચોક્કસ પ્રતીત થાય છે કે તત્કાલીન નગરની રચના કોઈ વિશિષ્ટ સમિતિની અધ્યક્ષતામાં કરવામાં આવતી હશે. એ કાળમાં ઉચ્ચ કોટિના સ્થપતિઓ અને એંજિનિયરો પણ અવશ્ય હશે જ. - વાસ્તુવિદ્યાની હડપ્પાકાલીન પરંપરા ક્રમબદ્ધ રહી હોવા છતાં એનું યથાર્થ ચિત્ર આજે ઉપલબ્ધ નથી, સિંધુઘાટીની વાસ્તુકલા બાદ વૈદિક સાહિત્યના ઉલ્લેખોના આધારે વેદકાલીન વાસ્તુવિદ્યાની વિગતો પ્રાપ્ત થાય છે. આ વાસ્તુવિદ્યા સિન્થસભ્યતાની વાસ્તુવિદ્યા જેટલી ઉન્નત ન હતી એ વાત સાચી હોવા છતાં, પ્રાપ્ત ઉલ્લેખો સૂચવે છે તેમ, વેદકાલીન વાસ્તુવિદ્યા, કેટલાક પશ્ચિમપ્રિય પૂર્વગ્રહી વિદ્વાનો માને છે તેવી “અર્ધવન્ય સભ્યતા” પણ ન હતી. આ સંદર્ભમાં શ્રી. વિશ્વભર પ્રસાદ “ગુપ્ત બન્યુ લખે છે : જેમણે અંગ્રેજીના ભ્રષ્ટ અનુવાદો દ્વારા વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા ઘણાબધા લોકોની એવી કલ્પના છે કે પ્રાચીન ઋષિઓ... અર્ધવન્ય અવસ્થામાં રહેતા હતા. વૈદિક સભ્યતા જેવું કંઈક હશે તો તે અર્ધવન્ય સભ્યતા જ હશે, એવી અધિક કશું જ નહીં, તેમના મતાનુસાર મોહેં જો-દડોની અને હડપ્પાની સભ્યતા તો વૈદિકતર સભ્યતા હતી. પરંતુ વૈદિક સંહિતાઓ પર વિચાર કરતાં પ્રતીત થાય છે કે વૈદિક સભ્યતા ઉત્કૃષ્ટ કોટિની સભ્યતા હતી. આ અર્ધવન્ય માનવોની નહીં, ઉચ્ચ સમાજની અવસ્થામાં જ હોવાનું સંભવિત છે, વશિષ્ઠ ઋષિ કહે છે, “મા અહં મૃમયે ગૃહ ગમમ્ (ઋ.૭.૮૭-૧) અર્થાત્ “હું માટીના ઘરમાં જઈને નહીં રહું. તેઓ કહે છે, “બૃહન્ને માન સહસ્ત્રધાર ગૃહે જગમ્' (૭-૮૮-૫) અર્થા, વિશાળ પ્રશસ્ત હજાર વારવાળા H-8, યુનિવર્સિટી સ્ટાફ કોલોની, વલ્લભ વિદ્યાનગર પથિક' • મે, ૧૯૯૮ • ૬ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાસમાં જઈને અમે રહીશું, હજાર દ્વાર જેમાં હોય તે ઘરમાં બસો-ત્રણસો ખંડતો અવશ્ય હશે જ એ નિઃશંક છે. વેદકાલીન આર્યો કૃષક અને પશુપાલક હોવાથી તેમના ઘરમાં પશુઓના માટે અલાયદા ખંડોની વ્યવસ્થા હતી. જેમકે “પસ્યા' નામના ઘર યા ગૃહખંડનું નિર્માણ અશ્વો માટે કરવામાં આવતું હોવાના નિર્દેશો ઋગ્વદ ૯૯૭-૧૮, ૯-૮૯-૪૧) અને અથર્વવેદ (દ.૭૭.૧ તથા ૧૯-૫૫-૧)માં પ્રાપ્ત થાય છે. વૈદિક સાહિત્યમાં પ્રયુક્ત કેટલાંક વિશેષણો તત્કાલીન આર્યોના ઘરની દઢતા અને સ્થિરતા દર્શાવે છે, ઋવેદ (૧-૭૩-૪)માં પ્રયુક્ત “ક્ષિતિષ યુવાસુ” શબ્દપ્રયોગ ઘરની ધ્રુવતા દર્શાવે છે. અથર્વવેદ (૬.૩૨.૩)માં ઘર માટે પ્રયુક્ત પ્રતિષ્ઠા’ શબ્દ તેની સ્થિરતાનો ઘોતક છે. ઋગ્વદ (૧.૫૧.૧૫ તથા ૭-૮૨-૧)માં ઘર માટે પ્રયુક્ત પર્યાય “શર્મ' (=સુખપ્રદ સ્થાન) તત્કાલીન ઘરો સુખ સુવિધા સંપન્ન હોવાનું સૂચવે છે. આ ઘરોને અને ઘરોના સમૂહને સુરક્ષિત બનાવવા માટે ચારે તરફ “વપ્ર’ નામે ઓળખાતી ઊંચી પહોળી મજબૂત દીવાલની રચના કરવામાં આવતી હોવાનું અથવું. (૭-૭૧-૧) વગેરેથી સૂચવાય છે. આ ઘરોની ચોતરફ ક્યારેક વાડનું પણ નિર્માણ કરવામાં આવતું હતું. એમ છાંદોગ્ય ઉપ. (૭-૨૪-૨)માં પ્રયુક્ત આયતન શબ્દથી સમજાય છે. સામાન્યતઃ તત્કાલીન ઘરનાં દ્વાર વિશાળ અને ભવ્ય બનાવવામાં આવતાં એવું ઋગ્વદ (૩-૧-૧૮, ૪-૧૩-૧) વગેરે ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે. વૈદિકકાળમાં ગણ્યાગાંઠ્યાં સાધન-સંપન્ન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં ઘર અતિશય વિશાળ હોવાનું અનુમાન, મિત્ર અને વરૂણના સહગ્ન સ્તષ્ણ અને સહગ્ન દ્વારોવાળા ભવનોના ઋગ્વદ (૭-૮૮-૫ અને ૨-૪૧-૫)માં પ્રાપ્ત ઉલ્લેખોથી કરી શકાય તેમ છે. ઋગ્વદ (૬.૪૬૯)માં પ્રાપ્ત એક ઉલ્લેખ દર્શાવે છે તેમ સંપન્ન લોકોનાં ઘર ઈંટ, પત્થર અને લાકડું એ ‘ત્રિધાતુથી બનાવવામાં આવતાં અને આવાં ઘરો ઠંડી, ગરમી અને વર્ષોથી રક્ષણ આપવામાં પૂર્ણ રીતે સમર્થ હતાં. ગૃહોના નિર્માણ વિષયમાં અથર્વવેદ (૯-૩-૧) માં એમ જણાવવામાં આવ્યું છે કે ઘરનું નિર્માણ એવી રીતે કરવું જોઈએ કે જે પ્રશંસનીય હોય, અને સુદૃઢ હોય. અથર્વવેદ (૯-૩-૭) માં તત્કાલીન ગૃહની આંતરિક રચના પર પ્રકાશ પાડતાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ઘરમાં હોમ કરવા માટે અગ્નિ શાળા, પતી માટેનો અલાયદો ખંડ, અને દેવસ્થાન અવશ્ય હોવાં જોઈએ. આ સંદર્ભમાં માર્ગદર્શન આપતાં આથર્વ (૯-૩-૧૯) જણાવે છે કે આદર્શ ગૃહનું નિર્માણ વેદજ્ઞ વિદ્વાનની અભિરૂચિ અને માર્ગદર્શન મુજબ કરવું જોઈએ, અને વિદ્વાન શિલ્પી સ્થપતિઓ એ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેની રચના કરવી જોઈએ. અથર્વવેદ (૯-૩-૨૧)માં મળતા બે, ચાર, છ, આઠ અને દશ મજલાવાળા એકાધિક ખંડોથી યુક્ત વિશાળ ભવનોના ઉલ્લેખોને તત્કાલીન વાસ્તુવિદ્યાના વિકાસના ઘોતક માની શકાય. વૈદિક સાહિત્યમાં ‘ગૃહ' અથવા “નિવાસ સ્થાન માટે પ્રયુક્ત શબ્દપ્રયોગોથી સ્પષ્ટ થાય છે કે વેદકાલીન ઘર અથવા ગૃહખંડ વિવિધ પ્રયોજનોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવતાં હતાં. ત્રસ્વેદ (૭-૮૮-૧)માં મૃમય (=માટીનાં) “ઓક્સ' નામે ઓળખાતાં ઘરનો ઉલ્લેખ મળે છે. રાજા કે શ્રીમંતો જેવા સમાજના સંપન્ન વર્ગની વ્યક્તિઓનાં વિશાળ અને અતિશય મોકળાશવાળાં હર્પ' નામે ઓળખાતા ભવનોનો ઋવેદ (૭-૫૬-૧૬ વગેરે)માં ઉલ્લેખ મળે છે વૈદિક કાળમાં આર્યોતર ‘દાસ' જાતિના “દુર્ગ” નામે ઓળખાતાં વિશાળ ભવનોનો ઉલ્લેખ મળે છે. દાસરાજ શંબર પાસે આવા ૧૦૦ દુર્ગો હતા. આવા જ દુર્ગો પિમુ ચુમુરિ, ધુનિ આદિ દાસનેતાઓ પાસે હોવાના ઉલ્લેખો ઋગ્વદ (૧-૫૧-૫, ૧-૧૩૦-૭, ૨-૧૯૯૬ ૨-૧૪-૬, ૨-૨૪-૨ તથા ૬-૧૦-૮ અને ૬-ર૦-૭) માં પ્રાપ્ત થાય છે. સામાન્ય અને વિશાળ મકાનો “વેમ્' તરીકે ઓળખાતાં હોવાનું છાંદોગ્ય ઉપ. (૮-૧-૧.૨) પરથી કહી શકાય. મૈત્રાયણી ઉપ. (૨-૩) માં ઘર માટે મંદિર' શબ્દનો પ્રયોગ થયેલો છે. પૂર્વજોની સ્મૃતિમાં બનાવવામાં આવતા “તૂપ નામના સ્થાપત્યનો પ્રાચીનતમ અને સર્વ પ્રથમ ઉલ્લેખ શતપથ બા. ૧૩-૮-૧,૫ અને ૧૩-૮-૨૧, ૨)માં પ્રાપ્ત થાય છે. ઋગ્વદ (૭-૮૮-૫ વગેરે)માં પ્રયુક્ત દુર્યા અને ‘દુરોણ’ શબ્દો વિશાળ ધારવાળું ઘર' એવો અર્થ આપે છે. “મોટાં વિશાળ ઘર'ના અર્થમાં ઉપનિષદોમાં મહાશાલા શબ્દનો પ્રયોગ પ્રાપ્ત થાય છે તો, બૃહદારણ્યક ઉપ. (૪-૩-૩૭,૩૮)માં “આવસથ’ નામે ઓળખાતાં આજની ધર્મશાળા કે “અતિથિશાળા' ભવનોનો પરિચય મળે છે. પ્રત્યેક ગામ કે નગરમાં આવાં આવસથોનું નિર્માણ કરવામાં આવતું, જેમાં વિશાળ સંમેલનો. ભોજનોત્સવો અને યજ્ઞોત્સવોનું આયોજન કરવામાં આવતું હતું. ઉપનિષત્કાળમાં “સંસ્થાન' નામે ઓળખાતાં ભવનોનો ઉલ્લેખ મળે છે, પથિક' • મે, ૧૯૯૮ • ૭ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનો સર્વાધિક દેઢ ભાગ “અપરાજિત આયતન' નામે ઓળખાતો હતો, અને એની અંદરના ભાગમાં ‘વિભુ નામના મહાકક્ષની રચના કરવામાં આવતી હતી. એમ કૌષીતકિ બ્રાહ્મણ ઉપનિષદ(૧-૫)થી સ્પષ્ટ થાય છે. આ સંદર્ભમાં સર જોન માર્શલ લખે છે કે આ વેદકાલીન) સ્થાપત્યોથી તેના નિર્માતાઓના અદ્વિતીય નિર્માણકૌશલ, તેમની સૂક્ષ્મતા અને પૂર્ણતા પ્રગટ થયેલાં જોવા મળે છે. એ સ્થપતિઓ અહીં આજે પણ હયાત હોત તો આધુનિક યુગની વાસ્તુકલામાંથી એમને ભાગ્યે જ કશું શીખવા યોગ્ય મળ્યું હોત. પ્રસિદ્ધ વેદજ્ઞ પંડિત વીરસેન વેદશ્રમીએ વૈદિક સાહિત્યમાં પ્રયુક્ત વિવિધ પ્રકારના ગૃહો અને ગૃહવિભાગોની માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ વેદકાલીન ગૃહોની વિશેષતા નીચે મુજબ છે. (૧) ગય-ધાર્મિક અને માંગલિક કર્મોના અનુષ્ઠાન માટે નિર્મિત પવિત્ર સ્થાન અતવા ગૃહ. (૨) ગર્ત- નિવાસ અને શયનની સુવિધાવાળું ચલગૃહ. (૩) અસ્ત- ગુપ્ત આશ્રયસ્થાન અથવા ભૂમિગૃહ, (૪) નીડ- નિશ્ચિત રીતે રહી શકાય તેવું નિત્યશયનનું સ્થાન, (૫) સ્વસર- અનેક પ્રયોજન સાધક ગૃહ. (૬) કૃતિ- ઔષધાલય. (૭) યોનિ-પ્રસૂતિગૃહ કે ખાણગૃહ (૮) શરણ- આશ્રયગૃહ (૯) છદિ-દરવાજા વગરનું ઘર (૧૦) છાયા- માત્રી છતવાળું થોભલાયુક્ત ખુલ્લું ઘર. (૧૧) શર્મ- યુધ્ધકાલીન આશ્રયગૃહ (૧૨) અજમ- લોકોપકાર માટે નિર્મિત આશ્રયગૃહ-પથિકાલય (૧૩) કુદર- અન્નભંડારગૃહ (૧૪) વરૂથ- ગુપ્ત ગૃહ. વેદકાળમાં વાસ્તુ-પતિ ત્વષ્ટાની કલ્પનાનો આરંભ થઈ ચૂક્યો હોવાનું ઋગ્વદ (પ-૪૧-૮) પરથી જણાય છે. ત્વષ્ટા નિર્માણકર્મનો અધિકઠાતા હોવાનું સમજાય છે. કેટલાક વિદ્વાનો વિશ્વકર્માને જ ત્વષ્ટા માને છે. વિશ્વકર્મા વાસ્તુવિદ્યાના આદ્ય આચાર્ય હોવાનું મનાય છે. તેઓ વાસ્તુવિદ્યાના આદ્ય પ્રવર્તક અને વિશ્વકર્મા પરંપરાના જનક મનાયા છે. મહાભારત પણ તેમનો ઉલ્લેખ દેવશિલ્પી તરીકે કરે છે. આમ છતાં પ્રાપ્ત ઉલ્લેખો એવું દર્શાવે છે કે વેદકાળમાં વાસ્તુકલાનો શાસ્ત્રીય ચર્ચા મળતી નથી. આમ છતાં વેદકાળમાં એક વિશિષ્ટ વાસ્તુશૈલીનો વિકાસ તો અવશ્ય થઈ ચૂક્યો હતો. વૈદિક સાહિત્યના ઉલ્લેખો દર્શાવે છે કે વૈદિક આર્યોને વાસ્તવિદ્યામાં વિશેષ અભિરૂચિ ન હતી. આમ છતાં પરવર્તી યુગની વાસ્તુકલાના વિકાસ પર ગાઢ પ્રભાવ પાડવાની દૃષ્ટિએ વિદ્વાનો વૈદિક વાસ્તુશૈલીનું મહત્ત્વ સ્વીકારે છે જ. આ સંદર્ભમાં એમ. રોનાલ્ડ કહે છે.-The chief importance of the Vedic period lies in the development of the architecture as a science and the invention of types that survive in later Hindu and Buddhist architecture.' વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત ઉલ્લેખોથી એવું સિદ્ધ થાય છે કે વૈદિકકાળમાં ગ્રામ પુરી (પુર), નગર પત્તન અને ક્ષેત્ર આદિની કલ્પના બરાબર નિશ્ચિત થઈ ચૂકી હતી. જ્યાં લોકો સમૂહમાં વસતા હોય તેવું નાનું એકમ “ગ્રામ કહેવાતું. જ્યાં કેવળ સુસંસ્કૃત લોકો વસતા હોય તેને “નગર અને સંરક્ષક સાધનોથી પરિપૂર્ણ વસતીને પુર” કે “પુરી તરીકે ઓળખવામાં આવતાં છાંદોગ્ય ઉપનિષદ (૮-૧-૧-૨)માં પ્રયુક્ત પુર' શબ્દ 'કિલ્લો' યાં ‘કિલ્લાથી સુરક્ષિત નગરનો આર્થ આપે છે. પર્વતના શિખર પર બાંધવામાં આવતો કિલ્લો “દુર્ગ તરીકે ઓળખાતો હોવાનું કઠી ઉપનિષદ (૨-૧-૪) પરથી સમજાય છે. અથર્વવેદ (૧૦-૨-૩૧)માં “પુર' અર્થાત્ નગરનો ઉલ્લેખ કરતાં કહેવામાં પથિક મે, ૧૯૯૮ ૦૮ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યું છે કે, “આ દેવોની અયોધ્યા નગરી છે, આ નગરીના કિલ્લાની દિવાલો પર આઠ (સંરક્ષક) ચક્રો ગોઠવવામાં આવેલાં છે. કિલ્લાની દીવાલમાં નવ દ્વાર છે, જેમાં સુવર્ણકોશ છે,જે નગર તેજથી ઘેરાયેલું સ્વર્ગ જ છે. આ વિવિધ ગ્રામ-નગર-પુરી પરસ્પર નાનામોટા માર્ગથી જોડાયેલાં હોવાના ઉલ્લેખો વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. છાંદોગ્ય ઉપ. (૮-૬-વગેરે) મુજબ માર્ગ “પથ' તરીકે અને વિશાળ માર્ગ (હાય-વે) “મહાપથ' તરીકે ઓળખાતા હતા. ઋગ્વદ (પ-પર-૧૦,૧૩,૧૭વગેરે)માં સૈનિકો માટેના ચાર પ્રકારના માર્ગોનું વર્ણન છે. મુંડક ઉપ. (૨-૨-૫) અને શ્વેતાશ્વતર ઉપ. (૬-૧૯) વગેરેમાં નદીઓ ઉપર બાંધવામાં આવતા સેતુઓનું નિરૂપણ પ્રાપ્ત થાય છે. આમ વૈદિક સાહિત્યમાં વાસ્તુકલાના આરંભ અને વિકાસ વિષયક મૂલ્યવાન સામગ્રી પ્રાપ્ત થાય છે, આના આધારે એમ નિસંદિગ્ધપણે કહી શકાય કે ભારતીય વાસ્તુકલાનો પ્રારંભિક ઈતિહાસ અને વિકાસ સુવર્ણમય છે, કિન્તુ પાશ્ચાત્ય પ્રભાવથી અંજાઈ ગયેલા આપણે તેનું યથાર્થ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયા છીએ. આ સંદર્ભમાં ભારતના મહાન શિક્ષાશાસ્ત્રી ડૉ. દૌલતસિંહ કોઠારી લખે છે : “મને ખેદ છે કે ભારતના બૌધ્ધિક જીવનનું કેન્દ્ર ભારતની બહાર છે. આપણે પ્રાયઃ વિદેશી વિચારધારાથી પ્રભાવિત થઈએ છીએ, આપણાં વિશ્વવિદ્યાલયો બહારથી લાવીને રોપી દેવામાં આવ્યાં છે અને હજુ સુધી આ દેશની ધરતીમાં તેઓ મૂળ નાખી શક્યાં નથી. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં સુરક્ષિત વિચારધારાને આ દેશના વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમોમાં સ્થાન પ્રાપ્ત થયું નથી. આ દેશે પોતાની પ્રાચીન ધરોહરને શોધી કાઢવી આવશ્યક છે, અને જો આમ થશે તો ભારતના સંદર્ભમાં જે પ્રાચીન ઉક્તિ છે: ‘ગુરૂપદે અપિષ્ઠિત' અર્થાતુ ભારત વિશ્વના ગુરુપદે જગદગુરૂપદે રહેલું છે-તે નિઃસંદિગ્ધપણે યથાર્થ બનશે, એ વાત નિઃશંક છે. પાદટીપ ૧. ડૉ. કૃષ્ણલાલ સંપાદિત, વૈદિક સંહિતાઓમેં વિવિધ વિદ્યાર્થે નામનો લેખસંગ્રહ, જે.પી. પબ્લિશિંગ હાઉસ, દિલ્હી. પ્રથમ સંસ્કરણ, ૧૯૯૩ અંતર્ગત પં. વિદ્યાનન્દ સરસ્વતી લિખિત ભૂમિકા, પૃ-૧૯-૨૦, ૨. ડૉ. રામજી ઉપાધ્યાય, પ્રાચીન ભારતીય સાહિત્યકી સાંસ્કૃતિક ભૂમિકા, વેદભારતી-લોકભારતી પ્રકાશન, ઈલાહાબાદ, પ્રથમ સંસ્કરણ, ૧૯૬૬, પૃ. ૮૬૫-૮૬૬. ૩. જુઓ, પાદટીપ નં-૧ અન્તર્ગત, વૈદિક સંહિતાઓ મેં શિલ્પવિજ્ઞાન' નામનો લેખ, પૃ. ૨૭૫-૨૭૬. ૪. વૈદિક સંપદા, ગોવિન્દરામ પાસાનન્દ, દિલ્હી, પ્રથમ સંસ્કરણ ૧૯૬૭, પૃ. ૧૭૮-૧૪૧. ૫. આર્ટ એન્ડ આર્કિટેક્ટર, પૃ.૨૩ ૬. જુઓ, પાદટીપ નં.૧, પૃ. ૨૬. પથિક' મે, ૧૯૯૮ • ૯ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “રાજકોટની સ્વાતંત્ર્ય ચળવળોનાં પરિપ્રેક્ષ્યમાં રાજકિય પ્રવૃત્તિઓ.” (એક મૂલ્યાંકન) પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી અકિંચન રાજકોટનાં રાજવીશ્રી (૬-૨-૧૯૩૦) ગુરુવારના રોજ નિધન) પ્રજાવત્સલ મા. લાખાજીરાજ બાપુશ્રીનું શરદીથી એકાએક આકાળે અવસાન થયું. તા . * * * * કે : પ્રાસ્તાવિક - ૧૯૩૯ ની ૧૩ મી એપ્રિલ એ સમયનાં મધ્યપ્રદેશ અને " બેરારનાં પાટનગર નાગપુરમાં સ્થપાયેલ હિન્દુસ્તાની લાલસેનાની ફૌજી કાઉન્સલનાં સંસ્થાપક ક્રાન્તીવીર મગનલાલ બાગડીને અંજલી અર્પતા હિન્દુસ્તાની લાલસેના ઇતિહાસ કમિટીએ આરંભ આ સૂત્રથી જ કર્યો કે, “બગાવત એ પ્રત્યેક ગુલામ પ્રજાનો જન્મ સિદ્ધ અધિકાર છે'', સ્વતંત્રતાનાં જન્મ સિદ્ધ અધિકારને ચરિતાર્થ કરવા માટે બગાવત એક શુદ્ધ સાધનની ગરજ સારે છે. મુક્તિસંગ્રામનાં વિધાયકોમાં સ્વામી દયાનંદ સરસ્વતી, અરવિંદ ઘોષ, શ્રી રંગઅવધૂત, પાડુંરંગ, હરિ ૐ આશ્રમનાં પૂ. મોટા જેવા દાર્શનિક સાધુસંતો કે ભગતસિંહ ખુદીરામ બોઝ, દામોદર પંત, બાલકૃષ્ણ ચોકર, સુભાષચંદ્ર બોઝ, વાસુદેવ ફડકે, શ્યામજી કૃષ્ણવર્મા, રામચંદ્ર પાંડુરંગ (તાત્યાસાહેબટોપે) મદનલાલ ધીંગરા, વિરસાવરકર, સરદારસિંહજી રાણા, નરીન્દ્રનાથ ઘોષ, ચંપકરામન પીલ્લાઈ, સુશીલ સેન, લાલા હરદયાળ જેવા અઠંગ ક્રાંતિકારીઓનાં ૧૮૫૭ નાં બળવાથી માંડીને ૧૯૪૭ ની આઝાદી સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જેવા વરિષ્ઠ નેતાઓ પ્રચંડ પુરુષાર્થ પડેલો છે. ગુજરાત સૌરાષ્ટ્ર રાજકોટની કાર્યપદ્ધતિ નિરાળી ગણવા માટે પૂરતા વ્યાજબી કારણો મળી રહે ખરા ! ૧૮૫૭ના બળવાની તારીખ તો ૩૧ મે નક્કી થયેલી પરંતુ ખરેખર તો ૧૦ મેનાં જ શરૂ થઈ ગયો. આ બળવટનાં યજ્ઞકુંડમાં પ્રથમ આહુતિ ૧૮૫૮ની ૮મી એપ્રિલ એક બ્રાહ્મણપુત્રની શહીદીથી આરંભાઈ અંગ્રજ સાર્જન્ટ મેજર ધુમેન ને બંદૂકની ગોળીથી વીંધી નાખી લેફટનન્ટ બોલ્ટેનને તલવારનાં ઝાટકેથી ઠાર કરીને આ મંગળ પાંડે નામનાં વિપ્ર યુવાને ક્રાંતિકારી મુકિતસંગ્રામના શ્રીગણેશ કર્યા પછી ગાંધીજીની રાહબરી હેઠળ અહિંસામૂલક આંદોલનો શરૂ થયાં. લીંબડીનાં સરદાક સિંહ રાણા, ભારત સ્વાતંત્ર્ય સૈનિકસંઘના અધ્યક્ષ પદે રહેલા સરદાર પૃથ્વી સિંહ આઝાદ (પદ્મવિભૂષણ-૧૯૭૬) જેઓ ભાવનગરની ભોમકા પર સ્વામીરાવનાં નામે સુવિખ્યાત હતાં અને આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સરદારત્રિપુટી લાલ, બાલ અને પાલની ત્રિપુટીની પુનઃ આવૃત્તિ જ ગણી શકાય. રાજકોટ-જામનગર, ભાવનગર - સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડની રાજકીય પ્રવૃત્તિઓ કાઠિયાવાડ રાજકીય પરિષદ મારફત થતી જેનાં અગ્રણી પદે શ્રી ઉછરંગભાઈ ઢેબર (સૌરાષ્ટ્ર રાજપનાં મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ) હતાં જેમની પ્રતિમા રાજકોટનાં હૃદયસમા ત્રિકોણબાગમાં આજે જોવા મળે છે. જયારે ભાવનગર રાજ્યમાં આ સૌથી વધુ કપરી, કામગીરી ગુજરાત રાજયના મુખ્યમંત્રી સ્વ.શ્રી બળવંતરાય ગો. મહેતા ભાવનગર રાજય પ્રજા પરિષદના નેજા હેઠળ સંભાવળતા હતાં. દેશી રાજાઓને હિન્દી સંઘમાં જોડવાનું કપરું કાર્ય સરદાર પટેલે કુનેહથી કરી બનાવ્યું. તેનું મંગલાચરણ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને દીવાન પ્રભાશંકર પટ્ટણીએ ૧૯૪૮ ની ૨૦મી જાન્યુઆરીએ આનંદનગર, ૮-૮૮, મેઈનરોડ, દિનેશ ડેરી સામે, રાજકોટ-૩૬0002 'પથિક' - મે, ૧૯૯૮ ૯ ૧૦ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌરાષ્ટ્રમાં પોતાનું રાજ્ય મહાત્માજીનાં ચરણે ધરીને કર્યું. જયારે જામનગરના જામ સાહેબનો પ્રજા પ્રવૃત્તિ સામે રોષ હતો. સ્વ. દિગ્વીજયસિંહ રાજા હતાં અને કુનેહબાઈ શ્રી ગુલાબ કુંવરબા મહારાણી હતાં તેમનાં નામે રાજનીતિ ઘડાય પણ તેમનાંથી વધારે અધિકાર તેમના પિતાશ્રી પ્રતાપસિંહ ભોગવતા. લોકોની સ્વાતંત્ર્યભક્તિને તોડવા બધા જ પ્રયત્નો અને પ્રયાસો અહીં થયેલા. આમ છતાં રાજકોટ સત્યાગ્રહને મજબૂત બનાવવા જામનગર જિલ્લાની પ્રજા થનગની ઊઠી. અહીંથી અનેક સ્વાતંત્ર્ય સૈનિકો રાજકોટ સત્યાગ્રહમાં ગયા તેમજ વ્યાપારીઓએ રાજકોટ સત્યાગ્રહને સહકાર આપવા આર્થિક તેમજ નૈતિક ભાવના પ્રત્યક્ષ સ્વરૂપે આપી. જામનગરની પ્રજાએ સત્યાગ્રહી ઓને રાજકોટ મોકલતી વખતે ઉત્સાહભેર વિદાય આપી હતી. ૧૯૩૯ ની ૮મી જાન્યુઆરીએ ત્યાં “જામનગર પ્રજામંડળ”ની સ્થાપના થતાં જ જામશાહીનો કોરડો વીંઝાવાની શરૂઆત થઈ ચૂકી. બ્રિટિશ રીસાયતોમાં સૌરાષ્ટ્રનાં ઇતિહાસમાં રાજકોટ જિલ્લા)નું સ્થાન કેન્દ્રવર્તી બની ગયું. કારણ ખૂબ જ સ્પષ્ટ હતું કે સૌરાષ્ટ્રનાં ૨૦૨ દેશી રજવાડાઓ અને એજન્સીની હકૂમત નીચેનાં પ્રદેશોનું કેન્દ્ર સ્થાન રાજકોટ હતું. સરકાર તરફથી રાજકોટમાં એ.જી.જી. એજન્ટ ટુ ધી ગર્વનર જનરલનો કેમ્પ-પડાવ રહેતો. તેને લીધે અંગ્રેજોનાં સમયનો સર્વદેશીય ઇતિહાસ રાજકોટે સજર્યો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિનાં દોષનો ભય રહેતો નથી." રાજકોટ જિલ્લામાં ૧૯૭૭ ની યાદી મુજબ ૨૮૮ જેટલાં આઝાદીનાં સરવૈયાઓનાં નામ, સરનામાં પ્રાપ્ત થયેલા ભાવનગર જિલ્લામાં ૮૨, મહેસાણા જિલ્લામાં ૫૪, જામનગર જિલ્લામાં ૭૪, બનાસકાંઠામાં ૨૧, જૂનાગઢ૪૪, સાબરકાંઠા ૨૨, અમરેલ્લી જિલ્લામાં ૨૭, વલસાડ ૧૫૭ ઉપરાંત તામ્રપત્ર મેળવેલ ૫૦ સ્વાતંત્ર્ય સૈનિકોનાં મળેલા. આઝાદીમાં ફાળો આપનારા આઝાદીના લડવૈયા વગેરેએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રાજકોટ રાજ્ય અને શહેરનો પૂર્વઈતિહાસ - આજથી ૩૮૭ વરસ પહેલાં ઈ.સ. ૧૯૧૧ની સાલમાં વિભાજી ઠાકોરે રાજકોટને વસાવેલું. વિભાજીનાં કુંવર શ્રી મેરામણજી સાહેબે સરદારની ગાદી પર ૧૬૩૫ થી ૧૬૫૬ સુધી ૨૧ વરસ શાસન કર્યું. અને બીજા કુંવર શ્રી કુંભાજીએ ગોંડલ પર રાજ કર્યું. તેમાંથી સરદારને અમદાવાદનાં સુબા બાકરખાને છીનવી લીધું. સાહેબજીનાં કુંવર બાભણીયાજીએ ઈ.સ.૧૬૭૫ થી ૧૬૯૬ નાં ૨૧ વરસ સુધી રાજકોટની ગાદીની સત્તા દરમ્યાન સરદાર પાછું લઈને રાજકોટને રાજધાની બનાવી. ઈ.સ.૧૭૨૦ રાજકીય અને સરદારનાં બંને પરગણા સોરઠનાં નાયબ ફોજદાર માસુમ ખાને બાંભણીયામાતનાં રાજકંવર ભેરામણજીલીનીનાં સમયમાં જીતીને બે વરસ બાદ ૧૭૨૨ ની સાલમાં રાજકોટને નવું માસુમાબાદ એવું નામાભિકરણ આપ્યું, તો તુરત જ મેરામણજીનાં કુંવર રણમલજીએ માસુમ ખાનને મારીને રાજકોટની ગાદી સર કરી. ૨૪ વરસ સત્તા ભોગવ્યા બાદ ૧૭૪૬ ની સાલથી ૧૭૯૬ ની સાલનાં ગાળા દરમ્યાન લાખાજી ઠાકોરનાં પુત્ર મેરામણજી ત્રીજાને લાખાજી ઠાકોર તેમની હયાતીમાં ગાદીનો વહીવટ સુપરત કરી દીધો. તેમનાં અવસાન પછી લાખાજી ઠાકોર પોતાના હસ્તક વહીવટ લઈ લીધેલો. “પ્રવીણ સાગર” નામનાં ઉત્કર્ષ ગ્રંથની રચના આ મેરામણજી ત્રીજાએ કરેલી. જેનું પ્રકાશન ફરીથી રાજકોટ એસ.ટી.ડેપો સામે આવેલા પ્રવીણ પ્રકાશનવાળા ગોપાલભાઈ અને (ઉપા) ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માંકડીયાએ કર્યું છે. ઈ.સ. ૧૭૯૬ થી ૧૮૨૫ સુધી નાં ૨૯ વરસ સુધી રણમલજી (ભાભાજી) ગાદી પર આરૂઢ રહ્યાં પણ એમનાં રાજગાદીનાં ભોગવટા છેલ્લા ત્રણ વરસો બાકી હતા ત્યાં ૧૮૨૨ માં રાજકોટ રાજય પાસેથી અંગ્રેજોએ કેટલીક જગા ભાડે લીધીને ત્યાં લશ્કરી છાવણી નાંખી અને કાઠીયાવાડ એજન્સીનાં આ રીતે પાયા નંખાયા. ઈ.સ. ૧૮૨૫ થી ૧૮૪૪ સુધી ઠાકોર સુરાજીએ અને ૧૮૪૪ થી ૧૮૬૨ નાં ૧૮વરસ સુધી મેરામણજીએ ચોથાએ રાજય કર્યું. અને ૧૮૬૨ થી ૧૮૯૦ સુધી ઠાકોરની બાવાજીરાજે રાજ્યધૂરા વહન કરી.' ૧૮૯૦ ની ૧૮ એપ્રિલે બાવાજીરાજ સાહેબનું ૩૪ વરસની ઉમરે અવસાન થયું ત્યારે તેમનાં કુંવર લાખાજીરાજજી માત્ર પાંચ વરસનાં હતાં. રાજકોટ-રાજયનો એક રાજકીય તબક્કો આમ પૂરો થયો ગણાય. ટૂંકમાં ઈ.સ. ૧૫૯૨ અથવા તો વિક્રમ સવંત ગણીએ તો ૧૯૪૮ માં ભૂચરમોરીનાં યુદ્ધમાં જામનગરના રાજવી જશાજીનાં પથિક' • મે, ૧૯૯૮ • ૧૧ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંવર અજાજી (શ્રાવણ વદ સાતમ, બુધવારે) શરીદ થયાં બાદ તેમનાં બે કુંવરો પૈકીનાં લાખાજી ઠાકોરને જામનગરની ગાટી અને બીજા કુંવર વિભાજીને કાલાવડ પરગણાતાં બારગામો ઈ.સ. ૧૬૦૭ માં ગરાસમાં મળ્યાં તેમાંથી એક ચીભડા ગામને રાખીને ૧૧ ગામો જામનગરને કુંવરપછેડામાં પાછા આપ્યા ચીભડાનાં શાશન દરમ્યાન જ વિભાજીએ ૧૬૧૧ ની સાલમાં રાજકોટ વસાવ્યું ત્યારથી માંડીને ૧૮૯૦ સુધીમાં કુલ ૨૭૯ વરસનો આ સુદીર્ધ તબક્કો કાળની ગનોમાં લુપ્ત થયો. (દસ્તાવેજ-૧ અને-૨) બ્રિટિશ શાસન દરમ્યાન નાના મોટા દેશી રજવાડાઓ જે રીતે પોતપોતાનાં આગવા ચલણી સીક્કાઓ, પોતાની ટપાલ ટિકિટો, પોસ્ટલ સ્ટેદાનરી તેમજ કોર્ટમીતી ચુકવણી માટેનાં સ્ટેમ્પસ (ફીસ્કલ સ્ટેમ્પસ) બહારપાડનાં તેમાં રાજકોટનાં જાડેજા રાજવીઓ લાખાજીરાજબાપ તથા ઠાકોર સાહે વિવિધ છબીઓ દર્શાવતી ફીસ્કલ સ્ટેમ્પણ પણ બહાર પડેલી આવી ફીસ્કલ સ્ટેપ્સની આજકાલ ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ રહ્યો છે. તેમનાં રૂઆબદાર દેપાના ચહેરાઓ તેમના અતીતનાં વૈભવની યાદ તાજી કરાવે છે. જુની પેઠી તેમનાં પ્રત્યે ખૂબ આદર ભાવથી જુએ છે. પ્રજા મન એવો છે કે “ભારતનાં ભૂતપૂર્વ રાજવીઓ આઝાદી પછીનાં લોકોએ ચૂંટેલા ટૂંકાગાળાનાં “રાજાઓ કરતાં વધુ વહીવટ કુશળ અને દૂરદર્શી હતાં. લાખાજીરાજબાપુ તખ્તનશીન થયા એ ગાળો રાજકોટનાં રાજકિય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલો છે. તેમનાં અવસાન પછી તેમના મોટા પુત્ર ધર્મેન્દ્રસિંહજી ઠાકોર બન્યાં. તેઓ નિઃસંતાન હોવાથી તેમના અવસાન પછી ધર્મેન્દ્રસિંહજીનાં નાનાભાઈ પ્રદ્યુમનસિંહજી ઠાકોર બનેલા. તેમનાં સૌથી મોટા પુત્ર મનોહરસિંહજી અને પુત્રી પ્રેમીલારાજેને વસીયતનામા દ્વારા પોતાની મિલકતનાં વહીવટદાર તરીકે પ્રદ્યુમનસિંહજીએ નિયુક્ત કરેલાં રાજકોટ રાજયનાં મોહિનીકુમારીબામાંથી જયરઘુરાજસિંહજીનું નિધન થતાં ગંસ્વ. ગીતાકુમારીબા અને અંબિકા પ્રતાપસિંહજી વારસાઈ હક્ક માટે રણજિતસિંહ પેલેસ સહિતની કરોડો રૂ.ની મિલકતની કોર્ટમાં દાવો કરેલ છે. એક સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્થાપના કાળે એ જયાં બેસતી તે લાખાજી રાજ લાયબ્રેરી અને લાખાજીરાજનાં પૂતળા સામેના કરણસિંહજી હાઈસ્કૂલને જોડતા રોડ ઉપર હતી તે ધરમપુરના ઉતારાવાળી જમીન મિલકત પ્રદ્યુમનસિંહજીએ પ્રહલાદસિંહજીને કપાળ ગરાસમાં આપેલી. તેથી તેમનાં કાયદેસરના વારસદારો તરીકે પુત્ર અનિરૂદ્ધસિંહજીએ પણ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલો. માર્ચ-૯૮ માં ગુજરાત હાઈકોર્ટથી અંબિકાપ્રસાદનીધાના પ્રત્યુત્તરમાં શ્રી મનોહરસિંહજી, શ્રી પ્રેમીલારાજે પ્રહલાદસિંહજી, મોહિનીકુમારીબા ગં.સ્વ. ગીતા-કુમારીબા-જયરઘુરાજસિંહ તથા જિતેન્દ્ર જયરઘુરાજસિંહની સામે મિલ્કત અંગેનાં કામમાં મનાઈ હુકમ આપેલો. મનોહરસિંહજી જાડેજા ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્ય તરીકે બેલ્ટ પાર્લામેન્ટરીયનનું બીરૂદ મેળવી ચુકેલા છે. ગુજરાત સરકારમાં તેઓ આરોગ્યમંત્રી, નાણામંત્રી વિ. પદ પર રહીને બાહોશ વહીવટ આપેલો છે, પરંતુ એ બધા કરતાં તેઓ શ્રી “રવિ-પિયુ”નાં ઉપનામથી કાવ્યો લખે છે “કલ્પના વાટે” તેમનો પ્રથમ છતાં માતબર કાવ્ય સંગ્રહ છે. તેમના પુત્ર માધાનાસિંહ તેમનાં રાજવીઓ સાહિત્ય વારસદાર છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં “દાદા' તરીકે સુપરિચિત એવા શ્રી મનોહરસિંહજીનાં જાહેરજીવનમાં રાજકોટ યુવરાજ શ્રી મયૂરધ્વજસિંહજી ઘણું સક્રિય પ્રદાન કરતાં આવ્યા છે. દેશી રાજ્યો, રાજકોટ અને મહાત્મા ગાંધીજી : ગાંધીજીએ ૧૯૩૦ ની ૧ લી, ર જી એપ્રિલે અંકલેશ્વરની જાહેરસભામાં કહેલું કે “આજનું દેશી રાજ્ય એ અંગ્રેજ સલ્તનનો જ વિભાગ છે. દેશી રાજ્યમાં સ્વરાજય હોવાનો ખોટો સંતોષ હું ન લઈ શકે. સ્વરાજય એ અવશ્ય સુરાજય હોવું જોઈએ. સ્વરાજયમાં સુરાજ્યનો સંયોગ હોવો જ જોઈએ. દેશી રાજ્યની પ્રજાબળ કેળવી બ્રીટીશહિન્દનું અનુકરણ કરી શકે છે.” આવું ગાંધીજીનું નિવેદન આજનાં કુલછાબનાં પુરોગામી નીડર પત્રકારત્વ માટે વખણાયેલા “સૌરાષ્ટ્રનાં ૨૪/૧૯૩૦ નાં ખાસ વધારામાં પ્રગટ થયું. તેના સ્થાપકપદે શ્રી અમૃતલાલ શેઠ હતાં. જેઓ ગાંધીજી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતાં. ફુલસ્કેપ કાગળના કદ જેવડું “ટેબ્લોઈડ પત્રને મળતાં આવતાં “સૌરાષ્ટ્રમાં “આપણા નરેન્દ્રો” શીર્ષક હેઠળ જુદા જુદા દેશી રાજવીઓ અને રાજ્યોને લગતી ઘટનાઓ પ્રગટ થતી. ૨૩-૫-૨૫ના અંકમાં શ્રી અમૃતલાલ શેઠે “નામદાર જામસાહેબને ચરણે પથિક - મે, ૧૯૯૮ • ૧૨ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખ છાપી તેમના વૈભવી ખર્ચા બનાવી લોકહિતમાં નાણું વાપરતા જણાવ્યું તો દોઢ અઠવાડિયા પછી ૬-૬-૨૫ ના સૌરાષ્ટ્રનાં લેખમાં એક બોક્સ આઇટેમ ન્યુઝ તરીકે રાજકોટનાં રાજવીને દારૂબંધીનો આદેશ બહાર પાડવ નિવેદન કર્યું અને લખ્યું “દારૂની કમાણી એ પાપની કમાણી છે”. પાપનો સંચય પ્રભુતાનો નાશ કરે છે. અને આપનાં ધન્ય મનોરથ તો રાજકોટની પ્રજાનાં સાચા પ્રભુ થવાના છે તો તો આપે દારૂને દેશવટો દેવો જ પડશે. એ ક્યારે થશે ? રાજના આ સૌરાષ્ટ્ર રાજવીઓની ખફગીને કારણે ૧૯૩૧-૩૨ માં બંધ થયા પછી અને કાર્યાલયને સીલ લાગી ગયા પછી ૧૯૩૨ માં ફુલછાબ સાપ્તાહિક શરૂં થયું પછીથી તેનું સંપાદન શ્રી ઝવેરચંદભાઈ મેંઘાણીનાં હસ્તક શરૂ થયું. ટેબ્લીઇડ કદનાં ચોવીશ પાનાનાં આ સાપ્તાહિકની કિંમત દોઢ આનો હતી ! ગાંધીજ્યંતિએ તંત્રીસ્થાનેથી ભવ્ય અંજલીઓ ગાંધીજીને મળવા લાગી ૧૯૨૬ માં મેઘાણી તંત્રી બન્યાં દેશી રાજ્યોમાં ઉછામા કરનારા લોકો ‘ઓડાડીયા’ થી ઓળકાતાં તેવા અનેક કારણો થી ૧૯૩૯ થી ૪૧ નાં બે વરસ દરમ્યાન કેટલાક દેશી રાજ્યોએ ‘ફુલછાબ’ ને હદપાર કરેલું ૧૯૨૫ ની સાલમાં રામનવમીનાં દિવસે સૌરાષ્ટ્ર કાર્યાલયમાં ઉતારો કરી ગાંધીજીએ ‘ફુલછાબ’ની નિર્ભિકતાને બીરદાવેલી॰ ગાંધીજીનાં ૧૯૩૧ ની સાલનાં ૧૨ થી ૨૭ ઓગસ્ટનાં પંદર દિવસ સુધી મેઘાણી પોતાનાં આત્માનાં સાથી રહ્યા હોય તેવું પ્રતીત થતું હોવાનું શ્રી સહદેવભાઈ દેસાઈએ “છેલ્લો કટોરો” કાવ્ય કે ગીત પછી જણાવેલું કલમનાં આ કૌવતને પારખીને જ ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનુ બીરૂદ આપેલું.' આમ થોડું વિષયાંતર થયું હોવાનો વાંચકને આભાસ થાય ખરો પણ રાજકોટની લડતોમાં ગાંધીજી મેઘાણી ‘ફુલછાબ' તેનું પુરોગામી ‘સૌરાષ્ટ્ર', શ્રી અમૃતલાલ શેઠનું સીધુ કે આડકતરું ઘણું મોટું પ્રદાન પડ્યું છે. ૧૯૩૮-૩૯ માં રાજકોટનાં દીવાનનાં જુલ્મી નિર્ણયો સામે રાજકોટની પ્રજાએ કરેલા સત્યાગ્રહમાં ગાંધીજી પણ જોડાયેલા તેની અંતર્ગત પ્રભાત ફેરીથી માંડીને સરધસ સુધી મેઘાણીનાં જ ગીતો ગવાતાં અને જન અસર ઘણી જ વ્યાપક અને પ્રત્યાવેગી હતી. રાજકોટની પ્રજાને દીવાનનાં આવા કાળા કામોથી માહિતગાર મેઘાણીએ જ પોતાનાં કાવ્યો દ્વારા કરયા સો ભાષણોની અસર જેટલી અસર મેઘાણીનાં એક કાવ્યથી પ્રજા પર થતી હતી. રાજકોટનાં સત્યાગ્રહીમાં બીકાનેરનાં રાજા સર ગંગાસિંહ પ્રજા માટે ઘણા વિઘ્નો ઊભા કરતાં હતાં. તેની આ કુટીલનીતિને દર્શાવતું અને તેની ચાડીખાતુ ગીત રાજકોટની પ્રજા ઉમંગભેર ગાતી (૧૯૩૯) વીરાવાલાની શાન ઠેકાણે લાવ્યે પાર ! “હશીયારી લે લો આયો મે રાજા બીકાનેર કો ફીશીયારી લે લો આયો મહારાજા બીકાનેર કો ગંગાજી રે ને......રેને..કિનારે અશો ખુંમારો ખાશું રાજકોટની ગાંધીસેના બી જારો કે આ શું ? હશીયારી લે લો આયો છોગાળો બીકાનેર કો ફીશીયારી લે લો મુછડ ગુચ્છાળો બીકાનેર કો” સત્યાગ્રહીઓનાં ટોળાનાં ટોળા રાજકોટની ભોમકા પર ઠલવાયે જતાં હતાં તેમને કચડના એક કડક એવા પોલીસ અમલદાર ખાનસાહેબને રાજકોટ રાજ્યે બોલાવાલા મેઘાણી ઉશ્કેરાઈ ગયા ને ખાનસાહેબ માટે કટાક્ષકાવ્ય બનાવ્યું વેળા રે હોય તો વાંચજો રે, મારો કટકો કાગળીયો ખાંસાહેબ કટકો કાગળીયો, જંગ બહાર તમે જોરમાં રે જો, પેટની પીડાયું કયાંય ના કે, જો મૂછને બે ઝાઝાં ગૂંચલા દે જો ફેર ઘોડે ચડિયો ! વેપારે (૧૯૩૯) લૉર્ડ સર જેમ્સ મેસ્ટન ર્જ પ્રાંતમાં લેફ્ટેનન્ટ ગવર્નર હતા, ત્યારે ભોપાલનાં નામદાર બેગમે તેમને કહેલું કે “સફળ ક્રાંતિ માટે બે મહત્ત્વની વસ્તુઓ જોઈએ ભૂખમરો વેઠતો લોકવર્ગ અને અસંતુષ્ટ શિષ્ટવર્ગ પડખોપડખ હોય એટલે થયું” આવું વાતાવરણ વીરાવાળાએ સામે ચાલીને પ્રજામાં ઊભું કર્યું જ હતું. ધર્મસત્તારૂપી સંગિની કે મેરૂદંડની ‘પથિક’♦ મે, ૧૯૯૮ + ૧૩ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજસત્તા જ્યારે આમન્યા રાખી ન શકે ત્યારે બગાવત કે ક્રાંતિ થવાની જ. સર ભગવત જેવા શાણા રાજવીની સીતમ ચક્કી પણ ૬-૧૦-૧૯૨૮ નાં “સૌરાષ્ટ્રનાં ચોથા પાના પર ચમકી અને ગોંજલની જેલની લોખંડી દિવાલો પાછળ પલાતા ધોરાજીના રાજદ્વારી કેદીઓનાં સમાચારથી ખળભળાટ મચી ઉઠેલો ત્યારે સર ભગવતની શાંતિ પણ ઘડીભર સંશ્રધ્ધ થતી દેખાઈ ક્રાંતિને જન્મ આપનારી આવી ઘટનાઓ નિમિત બની રહે છે. વડી ધારાસભામાં બોંબ ફેંકનાર ભગવતસિંહ અને બી. કે. દત્તે “ક્રાંતિ દીર્ધાયુ હો"ની ઘોષણા કરી પછી નીચલી કોર્ટમાં ક્રાંતિનો અર્થ તેમને પુછવામાં આવતાં ખ્યાલ મળેલો. ક્રાંતિ એટલે કેવળ ખૂનખાર લડાઈઓ જ નહિ તેમ તેમાં વ્યક્તિગત કિન્નાખોરીને પણ સ્થાન નથી. ક્રાંતિ એટલે ઉઘાડા ગેરઇન્સાફ ઉપર રચાયેલી અત્યારની સમાજરચનાનું પરિવર્તન. ગાંધીજીનાં અહિંસાવાદનું આપ્રતિબિંબ પાડતી વિચાર ધારા નથી શું ? રાજકોટની લડાઈઓને ગાંધીજીનો આવો સથિયારો સંયોગવશાત નહિ ભાગ્યવશાત મળી ગયો. પ્રજાવત્સલ શ્રી લાખાજીરાજબાપુએ પ્રજાસ્મિતને પોપ્યું હતું. વાણી સ્વાતંત્ર્યનો પ્રાણવાયુ છૂટથી લેવા દીધો હતો. જન્મ ૧૮૮૫ માં અને બાલ્યાવસ્થામાં જ પિતાનું અવસાન થતાં તેમનો રાજ્યાભિષેક ૧૮૯૦ માં થતાં રાજકોટમાં સગીર વહીવટ દાખલ થયો. ૧૯૦૭ માં ૨૧ વર્ષ પૂરા થતાં તેમને કુલ અખત્યાર સોંપવામાં આવ્યો. પછી ત્રીજે વરસે ૧૯૧૦ માં કાઉન્સીલ વહીવટની પ્રથા એમણે દાખલ કરી, જેમાં રાજયના મુખ્ય અમલદારો એકત્ર થઈ રાજકાજની મંત્રણા કરી વહીવટી કાર્યો કરતાં. રાજકોટને બેજીયમ એટલે ઉદ્યોગોથી ધમધમતું બનાવવાની તેમની અભિલાષા હતી ૧૯૨૦ માં સ્થપાયેલી કાઠીયાવાડ રાજકિય પરિષદના પ્રમુખ સ્થાને શ્રી વિઠ્ઠલભાઈ પટેલ હતાં અને કર્નલ વડની આંખ ઉંચી થાય તો પણ દરબારી ગાદી ડગમગી ઉઠતી એવા કારમાં સંયોગોમાં મરદાઈ બનાવીને આ લાખાજીરાજે પરિષદને પોતાના આંગણે નોતરી એટલું જ નહિ વિઠ્ઠલભાઈનાં માનમાં ખુલ્લેઆમ નીડરપણે ગાર્ડન પાર્ટી યોજતી અદમ્ય ખુમારીનાં દર્શન કરાવ્યા ને બ્ધિથી રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર કાઠિયાવાડમાં સાચી પ્રજા જાગ્રતિનાં શ્રીગણેશ મંડાયા ૧૯૨૩ માં એમણે પ્રજાપ્રતિનિધિ સભાની જાહેરાત કરી તેમણે જામનગર જુઠ્ઠાણા ચલાવ્યા વગર સાચા માર્ગે પ્રયાણ કર્યું. ૯૦ સભ્યોની સભામાં પ્રમુખની વરણી પ્રશ્નોત્તરીની સત્તા, બજેટ ચર્ચાની સત્તા આપી શ્રી લીલાધર અમૃતલાલ સહેતા પ્રથમ પ્રમુખ ચુંટાયા પ્રેસ એક્ટ પણ રદ કર્યો. ૧૯૨૪ માં તેમને વિદેશ યાત્રા-વિલાયત-યુરોપ જવાનું થતાં વિકલ્પ રાજયવહીવટ માટે પ્રજાકિય-પીપલ્સ કાઉન્સીલ સ્થાપી પ્રજાપ્રતિનિધિ સભાનાં પણ અગ્રગણ્ય સભ્યો શ્રી લીલાધર અમૃતલાલ મહેતા શ્રી હરિશંકર પંડ્યા અને રામજી ગોરધનદાસને સત્તા સોંપી આ હરિશંકર પંડ્યા રાજકોટ સ્ટેટનાં રેવન્યુ ઍન્ડ જનરલ સેક્રેટરી શ્રી ત્રિભુવન પુરુષોત્તમ ભટ્ટ બંન્ને ગુજરાતી શ્રી ગીડમાળવીય બ્રાહ્મણ જ્ઞાતિનાં હતાં. જ્યારે રાજકોટ સ્ટેટનાં અમરસિંહજી સેક્રેટરીયેટમાંથી તા. ૨૧-૧-૩૯ નાં ૬૧ નંબરનાં અને ર૭-૧૧૯૩૯ નાં ૭૪ નં.નાં નોટીફીકેશનમાં આંશિક સુધારો કરને ૨૦-૫-૩૯નાં રોજ જે ૮૮ નંબરનું નોટીફીકેશન બહાર પડાયું તે મુજબ વીરાવાળા દરબાર બાબતે થયેલ સંવાદીતા પછી ઠાકોર ધર્મેદ્રસિંહજી એ દશ સજ્જનોની એક માસનાં ગાળામાં તેમને અહેવાલ આપવા માટે સમિતિ નીમી હતી, તેમાં દરબાર શ્રી વીરાવાળા પ્રમુખ સ્થાને હતા જયારે બીજા સદસ્ય શ્રી જન્માશંકર મોરારજી પંડયા હતાં. તેઓ પણ ગુજરાતી શ્રી ગૌડ માલવીય બ્રાહ્મણ હતાં રાજકોટમાં શાસ્ત્રી મેદાન સામે લીમડા ચોકમાં ડૉ. ટોલીયાની હોસ્પિટલ ભાડે બેસતી. એ “મણી ભુવન નામનું કાટખૂણાનું મકાન તેમનું હતું. જ્યાં આજે આલીશાન ઇમારત ઊભી થઈ ગઈ છે. રાજકોટની ડિરેક્ટરની આજ્ઞા સંગ્રહગ્રંથની હારમાળા કઠીન પરિશ્રમથી તૈયાર કરનારામાં એક શ્રી ત્રિભુવન પુરુષોતમ ભટ્ટ હતાં. તેમનાં પુત્ર શાંતિલાલભાઈના પુત્ર શ્રી નીલકંઠભાઈએ પોતાનું રાજકોટની ભટ્ટશેરીવાળું મજીયારૂ મકાન વેચીને નવલનગરમાં રહેવા ગયા ત્યારે આવી ડીરેક્ટરી અને ગેઝેટ્સ જેવા મહામૂલ્ય ગ્રંથો મને રાજકોટ વિષે કંઈક પ્રગટ થાય અને દાદાજીનું નામ સ્મરણરૂપે જળવાઈ રહે એવા આશયમાત્રથી મને સોંપી દીધા, તો વીરપુરનાં શ્રી વજુભાઈ ગઢીયા એ “સૌરાષ્ટ્ર” ની જુની મહામોલી ફાઇલ મને આપી દીધી જે બંન્નેની સાભાર અને ઋણસહિત અહીં કદરદાનીપૂર્વક નોંધ લઈને આગળ વધીશ તો માનો ધર્મ બજાવ્યો ગણાશે. પથિક' • મે, ૧૯૯૮ ૦ ૧૪ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઠીયાવાડ યુવક પરિષદ ઉપરાંતનો લાખાજીરાજનો બીજે નીડર નિર્ણય રાજકોટમાં ગાંધીજીની પધરામણીના કર્યો. બ્રીટીશ સલ્તનત સામે ગાંધીજી લડતમાં મોખરે હતાં અને કોઈ રાજા તેમની સાથે વાત કરવાની પણ હિમ્મત કરી શકતો નહિ ત્યારે ૧૯૨૪-૨૫ માં લાખાજીરાજે મહાત્માજીને રાજઅતિથિ તરીકે રાજકોટની ધરતી પર અને પોતાને આંગણે સત્કારેલાં એજન્સીનો લોખંડી પંજો તેમનાં પર ઉગામાયેલો જ હતો છતાં લાખાજીરાજ મર્યાદાથી પર ન હતા કે ન રહી શક્યા પોતાનાં જ કેટલાક દુરાગ્રહોને લીધે પ્રજાપ્રતિનિધિ સભા ફારસ જેવી બની ગઈ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી યુસુફની સામે પ્રજાની અનેક કડવી ફરીયાદો છતાં લાખાજીરાજે તેમને છાવર્યા કર્યા અને ખાલડભાણા ચાલુ રાખ્યાં, યુવરાજનાં છડેચોક દૂરાચારો સામેના પ્રજાપોકાર સમક્ષ પણ તેઓ નિષ્ક્રિય જ રહ્યા ખેડૂતોનાં બરડા ઉપરનો બોજ વધતો ગયો પણ પ્રજાવત્સલના આગળ આ વહીવટી નબળાઈઓ ઘણી નાની બની ગઈ. ભાવનગર અધિવેશન વખતે કાઠીયાવાડની પ્રજાએ આપેલું માનપત્ર તેની સાક્ષી પૂરી પાડે છે અને ૩૦-૩-૩૭ નું પ્રજાનું ધર્મેન્દ્રસિંહજીને માનપુત્ર તેનો પુરાવો છે." રાજકોટ સત્યાગ્રહ - ૧૯૨૧ માં રાજકોટમાં કાઠીયાવાડ રાજકિય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયા બાદ ૧૯૨૪ માં રવીન્દ્રનાથ ટાગોરે રાજકોટની મુલાકાત લીધી. ૧૯૨૫ માં રાષ્ટ્રીય શાળાના ઉદ્ઘાટન સમારોહમાં મહાત્મા ગાંધી પણ આવ્યા. પછીનાં ગાળામાં હિન્દુસ્તાનનાં વાઇસ રૉય લૉર્ડ ઈરવીન આવ્યા. મહદ્અંશે રાજકોટમાં લાખાજીરાજ બાપુ યશનાં અધિકારી જ રહ્યા. કલા ગાંધીએ રાજકોટ રાજયમાં દીવાન તરીકે પોતાની યશસ્વી સેવાઓ આપી હતી છતાં વિધિની વિચિત્રતા તો એ હતી કે દીવાન વીરાવાળા દરબારની નીતિરીતિ અને પ્રજા વિરોધી વલણને કારણે ૧૯૩૯ માં ખુદ ગાંધીજીએ ત્રીજી માર્ચથી ૭મી માર્ચ સુધી પાંચ દિવસનાં ઉપવાસ રાષ્ટ્રિય શાળામાં કર્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને આ નિર્ણયથી નહીં અકળાવાનું પણ ગાંધીજીએ જણાવી દીધું. “ઈશ્વરનો પ્રેર્યો હું વર્યો છું”." આવા તેમનાં શબ્દો હતાં લાખાજીરાજનાં અનુગામી ઠાકોર ધર્મેન્દ્રસિંહજી શરાબી બની જતાં તેમનો સંપૂર્ણ કાર્યભાર (કારભાર) દીવાન વીરાવાળાએ હસ્તગત કરી લીધો. વૈભવવિલાસી જીવનથી ખર્ચ વધી ગયેલો રાજયનો રાજકોષ સમાપ્ત થવાની અણીએ હતો. આવકનાં નવા સ્રોત શોધવા વીરાવાળા એ દીવાસળી ખાંડનાં એકાધિકાર આપીને માર્ગ કાઢયો. દાણાબજારનું મકાન વેચવા કાઢી નાખ્યું. એ જમાનાની જગાર રમાડતી કે કંપની કર્નિવલને રાજયમાં બોલાવી, જુગારને કાયદેસરનો પરવાનો અપાયો. ખેડૂતો પર કરવેરાનો કોરડો વીંઝાયો. ટૂંકમાં અનીતિના રસ્તે વાજતેગાજતે તેણે પ્રયાણ કરી દીધેલું. “પ્રજાને જુલ્મો સહેવા પડતા રાષ્ટ્રિય શાળા, સેવાસંઘ સંસ્થા વગેરે પ્રજાહિતનાં કામોમાં પરોવાયેલી રહેતી. શ્રી ઉછરંગરાયભાઈ ઢેબર તથા શ્રી જેઠાલાલભાઈ જોષી શ્રી છગનબાપા જોષી આ અન્યાયીની સામે સક્રિય બનીને પ્રજાને જાગ્રત કરવામાં લાગી ગયા, બળતામાં ઘી હોમાય તેમ રાજ્ય હસ્તકની કાપડમીલમાં કામદારોનું શોષણ ચરમસીમાએ પહોંચ્યું. આ કામદારોએ હડતાલનો આશ્રય લીધો વિશ દિવસ બાદ રાજયે નમતું જોખ્યું. કામદારોના વિજયને મેઘાણીએ પણ બીરદાવ્યો. * હવે પ્રજાનો ઇતરવર્ગ પણ બેઠો થયો. પ્રજાપ્રતિનિધિ સભાની બેઠક મળી તેમાં બેચરભાઈ વાલજીભાઈ વાઢેર નામનાં બુઝર્ગ છતાં બાહોશ આગેવાને વીરાવાળાનાં સાત સાત વરસનાં સીતમોનું સરવૈયું પ્રજા સમક્ષ સચોટ રીતે રજૂ કર્યું. કાર્નિવલ જુગારનો વિરોધ કરવા ૧૯૩૮ ની ૧૫ મી ઑગસ્ટ એજન્સીની હદમાં જ એક જાહેરસભાનું આયોજન થયું. પોલીસે કરેલા નિર્દય એવા લાઠીચાર્જથી અકળાઈ ઉઠેલા શ્રી ઢેબરભાઈએ એજન્સીનાં મેજી. સ્ટ્રેટ જહોન સમક્ષ પોતાનો ઈરાદો જાહેર કર્યો કે “લડત તમારી સામે નથી છતાં તમે અન્યાયી વર્તન કરશો તમારી સામે પણ લડત ચાલુ કરીશું.૧૭ જીમખાના પાછળનાં આજના શાસ્ત્રી મેદાનમાં પછી જાહેરસભાનાં મંચ પરથી જહોને જનતાની ક્ષમા માગી થોડા સમય માટે એ મેદાન “માફીમેદાન” તરીકે પણ ઓળખાયું. કુટીલ વીરાવાળાને આ ઘટના આંખના કણાની જેમ ખૂંચવા લાગી. પ્રજાપ્રતિનિધિનાં દશ સભ્યોમાંથી સાત સભ્યોની નિયુક્તિ બાબતે વાંધાવચકા તેણે કાઢવાનું આહ્વાહન આપ્યું. સામે પક્ષે વીરાવાળાએ રાજસત્તાને પણ પ્રજાના પ્રતિકાર માટે કામે લગાડી શ્રી ઢેબરભાઈ શ્રી વજુભાઈ શુક્લને ગીરફતાર કરી સભાબંધીનાં ફરમાનો બહાર પાડવા છતાં સાંજે રાત્રે સભાઓ ભરાતી હતી તેમાંથી પકડી પકડીને ખટારામાં દૂર દૂર નિર્જન સ્થળોએ તેમને ઉતારી આવવામાં આવતા આ સાંભળી ૩-૨-૧૯૩૯ નાં પથિક મે, ૧૯૯૮ - ૧૫ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોજ કસ્તૂરબા રાજકોટ આવી પહોચ્યા. આ પહેલા ઠાકોર સાહેબ અને વીરાબાળા વિલાયત જતાં ગોરા અમલદાર કેડલને દીવાન પદે મૂકતાં ગયા હતા. શ્રી જેઠાલાલભાઈ જોષીની આગેવાની હેઠળ લડત ચાલુ રાખવામાં જ આવી હતી. કસ્તુરબા સાથે મણિબહેન પટેલ પણ રાજકોટ આવેલા. તેમને રાજકોટથી સોળ કી.મી.નાં અંતરે આવેલા સણોસરામાં દરબારનાં ઉતારામાં નજરકેદ રાખવામાં આવ્યા. કસ્તુરબાને પણ ૧૯૩૯ માં ૧૧ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધી ૨૪ દિવસ નજરકેદ રખાયેલા હતાં. બંન્ને મહિલાઓને સત્કારવા માટે રેલ્વે સ્ટેશને લોકોની ભીડ જામી હતી. તેમણે સરધસ પણ કાઢયું. રાજકોટમાં એજન્સીની હદ પૂરી થતાં જ વીરાવાળાએ સરઘસને ત્યાં જ અટકાવી દીધું.૧૮ છતાં બંન્ને વીરાંગનાઓએ કૂચ આગળ ધપાવવાનું સરઘસને જણાવતાં સ્ટેટનાં ઓર્ડર મુજબ કુમાર વાલેરાવાળાએ તેમની ધરપકડ કરી. શરૂઆતમાં વાંકાનેર પાસેનાં સણોસરા બન્નેને નજરકેદ રાખી, પછીથી મણીબહેનને રાજ્યની જેલમાં આ કસ્તુરબાને ત્રંબામાં દરબારી ગેસ્ટ હાઉસમાં નજરકેદ રખાયા અને ગરેડાયાકુવા આંગણવાચોક, કરણપરા ચોક, છેબર ચોક અને દરબારગઢનાં ચોકમાં ઉત્તેજના ફેલાઈ ચૂકી. આ બાજુ ત્રંબાનું દરબારી ગેસ્ટહાઉસ ગામને છેવાડે હતું. ત્રંબા દરબાર મદારસિંહ બાપુની માલિકીનાં આ ગેસ્ટ હાઉસમાં મજબૂત બારીબારણાવાળા અને પીત્તળનાં સળીયા ફીટ કરાયેલી વિશાળ બારીઓ વાળા ચાર ખંડો હતાં. પ્રવેશદ્વારે સશસ્ત્ર પોલીસની સતત ૨૪ કલાક પહેરાં ચાલુ રહેતા. ગેસ્ટ હાઉસની આસપાસ ખેતરો આવેલાં હતાં. કસ્તુરબા સાથે થોડા પરિચયમાં આવેલા ત્રંબાનાં ૮૪ વર્ષનાં વયોવૃદ્ધ ભવાનભાઈ પટેલ આ વાર્તાને વાગોળતાં અને રસિક વર્ગ તેમની વાત શાંતિ અને કુતૂહલથી સાંભળતા. સાંજે થોડી વાર આંગણામાં કસ્તુરબાને બેસવાની પરવાનગી હતી. એક અહેવાલ પ્રમાણે કુ. મૃદુલાબેન એ. સાયભાઈ પણ સાથે જ નજરકેદ હતાં. સત્યાગ્રહો ઉપર થતાં જુલ્મની વિગતો સાંભળી ગાંધીજી પણ રાજકોટ આવ્યા. એજન્સીનાં પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ ફતેહમામદખાનને વીરાવાળાએ રાજ્યની કાઉન્સીલનું પ્રથમ સભ્યપદ આપી આખીયે લોકલડતને બેરહમથી ચડી નાંખવાની સંપૂર્ણ સત્તા આપેલી. તેણે નાકે નાકે રાજોટમાં પોલીસ ગોઠવી દીધી. તેથી આવતાવેત જ ગાંધીજી ફતેહ મામદખાન, સીવીલ સર્જન, કર્નલ એસ્પીલોન પોલીટીકલ એજન્ટ ડેલી વગેરેને સાથે લઈને જેલો જોવા ગયા હતા. જેલમાં સ્વાતંત્ર્ય સેનાઓની સ્થિતિ જાણવા શ્રી ઢેબરભાઈ, શ્રી વજીભાઈ શુક્લ, સૌભાગ્ય ચંદભાઈ મોદી તથા જેઠાલાલભાઈ જોષીની તપાસ સમિતિની નિમણૂક કરતો પત્ર ગાંધીજીએ ઠાકોરસાહેબને લખ્યો. કોઈ પ્રત્યુત્તર ન મળતાં ૧૯૩૯ ની ત્રીજી માર્ચથી ગાંધીજી ઉપવાસ પર ઉતરી ગયાં. રાષ્ટ્રસમગ્ર આ ઉપવાસે ખળભળાટ મચાવી મૂક્યો. ગોરાદીન કેડલે એટલા અત્યાચારો કર્યા કે આખું રાજકોટ રણમેદાન જેવું બની ગયું. તીજોરી તળીયા ઝાટક થઈ જતા ઠાકોર ધર્મેન્દ્રસિંહજીએ સરદાર પટેલને સમાધાન માટે નોતર્યા. આ સમાધાનથી બ્રિટિશ તાજનાં પ્રતિનિધિ રેસીડેન્ટ ગીલ્ડ ચોંકી ઊઠ્યા. ૨૮ ડિસેમ્બર ૧૯૩૮ નાં દિવસે વીરાવાળાને પોતાનાં બંગલે આ સમાધાન તોડી પાડવાનું જણાવ્યું, તેથી સરદારપટેલે સાતમાંથી ચાર સભ્યોનાં મોકલેલા નામો ઉડાડી દીધા અને પ્રજારોષ ભભૂકી ઊઠ્યો. ન્ ટૂંકમાં જુલ્મોની પરાકાષ્ઠાની વેળાએ જ ગાંધીજી ઘણા સમય પછી જ ઉપવાસ પર ધીરજપૂર્વક વિચારીને ઉતર્યા હતાં. ઉપવાસનાં ચોથા દિવસે ૭-૩-૩૯ નાં રોજ વાઇસ રૉય પ્રેસીડેન્સ ગીબ્સન મારફત ગાંધીજીને ઉપવાસ છોડી દેવાની વિનંતી કરતો સંદેશો મળ્યો અને સમાધાન તથા વચન ભંગનાં અન્યાયનું અર્થઘટન દેશનાં વડા ન્યાયાધીશ સર મોરીસ ગ્વાયર મારફતે કરવાનું સમજાવ્યું. ગાંધીજીએ વિશ્વાસ રાખીને ઉપવાસ છોડ્યા. તેમનો ચુકાદો પ્રજાપક્ષો રહ્યો, પણ વીરાવાળેએ તેની પ્રપંચલીલાઓ ન છોડી તે ન જ છોડી.” રાજ્યનાં ભાયાતો અને મુસલમાનોને તેણે ગાંધીજી સમક્ષ પ્રતિનિધિત્વનો હક્ક ઉઠાવવા માટે ઉશ્કેરી મૂક્યા અને પરિણામ એ આવ્યું કે ૧૬-૪-૩૯ નાં દિવસે ૬૦૦ જેટલા ભાયાતો અને મુસલમાનોએ કાળા કપડામાં સજ્જ થઈ ગાંધીજીને ઘેરો ઘાલ્યા. શ્રી છેલભાઈ દવેએ મહામહેનતે ગાંધીજીને આ વિફરેલા ટોળામાંથી બહાર કાઢ્યાં. વીરાવાળાનું કાવત્રુ ખુલ્લું પડી ગયેલું સમાધાન પડી ભાંગ્યું. સ્વાતંત્ર્ય સૈનિકોને હિન્દનાં વડા ન્યાયમૂર્તિનો ચુકાદો છોડી દેવા જણાવ્યું. એક ભયંકર હતાશા અને નિરાશાનું મોજું ફેલાઈ ગયું. અન્ય રાજ્યોમાં ચાલતી લડાઈઓ પર તેની માઠી અસરો પડી. (ક્રમશઃ) ‘પથિક’♦ મે, ૧૯૯૮ + ૧૬ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે '99 Reg. No. GAMC-19 વ્યાજલીદાન અને ઉત્તસુ કામ, મિનલલાવે.સમૃધિભર્યુવાન. સિંપર IG 1 ( કુદરતી ખાતર છે •કિ.ગ્રા. પોલિયેસ્ટર પાઉથ પેકમાં * 5 અને 50 કિ.ગ્રા. એસ.ડી.પી.ઈ, બેગમાં MINZYME SUPER PLANT GROWTH PROMOTEA || YCH MATURATE 2240057 LOL & AGRO INDUFTED વિશિષ્ટ યુરિયા કોટિંગ પાવડર, નુકશાનરહિત, જંતુ-પ્રતિરોધક, હર્બલ અને બાયોડીગ્રેડેબલ છે. વનસ્પતિ વૃદ્ધિવર્ધક 100, 200, 500 મી.લી. 1 લીટર અને 5 લીટરના પેકમાં 500 ગ્રામ અને 1 કિગ્રા. પોલિયેસ્ટર પાઉચ પેમાં તીવ્ર એઝાડિરેક્ટીન (હર્બલ પ્રોડક્ટસ) પ્રવાહી અને દાણાદાર 100, 500 મી.લી., લીટર અને 5 લીટરના પેમાં વધુ જાણકારી મારી આમિનલ માઈલન્ડરોઈ 'મો મળ ક્લર રેડ, અમદાવાદ-૯ રન : મહ૫૭૫ 233 જcoફી For Private and Personal Use Only