________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌરાષ્ટ્રમાં પોતાનું રાજ્ય મહાત્માજીનાં ચરણે ધરીને કર્યું. જયારે જામનગરના જામ સાહેબનો પ્રજા પ્રવૃત્તિ સામે રોષ હતો. સ્વ. દિગ્વીજયસિંહ રાજા હતાં અને કુનેહબાઈ શ્રી ગુલાબ કુંવરબા મહારાણી હતાં તેમનાં નામે રાજનીતિ ઘડાય પણ તેમનાંથી વધારે અધિકાર તેમના પિતાશ્રી પ્રતાપસિંહ ભોગવતા. લોકોની સ્વાતંત્ર્યભક્તિને તોડવા બધા જ પ્રયત્નો અને પ્રયાસો અહીં થયેલા. આમ છતાં રાજકોટ સત્યાગ્રહને મજબૂત બનાવવા જામનગર જિલ્લાની પ્રજા થનગની ઊઠી.
અહીંથી અનેક સ્વાતંત્ર્ય સૈનિકો રાજકોટ સત્યાગ્રહમાં ગયા તેમજ વ્યાપારીઓએ રાજકોટ સત્યાગ્રહને સહકાર આપવા આર્થિક તેમજ નૈતિક ભાવના પ્રત્યક્ષ સ્વરૂપે આપી. જામનગરની પ્રજાએ સત્યાગ્રહી ઓને રાજકોટ મોકલતી વખતે ઉત્સાહભેર વિદાય આપી હતી. ૧૯૩૯ ની ૮મી જાન્યુઆરીએ ત્યાં “જામનગર પ્રજામંડળ”ની સ્થાપના થતાં જ જામશાહીનો કોરડો વીંઝાવાની શરૂઆત થઈ ચૂકી.
બ્રિટિશ રીસાયતોમાં સૌરાષ્ટ્રનાં ઇતિહાસમાં રાજકોટ જિલ્લા)નું સ્થાન કેન્દ્રવર્તી બની ગયું. કારણ ખૂબ જ સ્પષ્ટ હતું કે સૌરાષ્ટ્રનાં ૨૦૨ દેશી રજવાડાઓ અને એજન્સીની હકૂમત નીચેનાં પ્રદેશોનું કેન્દ્ર સ્થાન રાજકોટ હતું. સરકાર તરફથી રાજકોટમાં એ.જી.જી. એજન્ટ ટુ ધી ગર્વનર જનરલનો કેમ્પ-પડાવ રહેતો. તેને લીધે અંગ્રેજોનાં સમયનો સર્વદેશીય ઇતિહાસ રાજકોટે સજર્યો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિનાં દોષનો ભય રહેતો નથી."
રાજકોટ જિલ્લામાં ૧૯૭૭ ની યાદી મુજબ ૨૮૮ જેટલાં આઝાદીનાં સરવૈયાઓનાં નામ, સરનામાં પ્રાપ્ત થયેલા ભાવનગર જિલ્લામાં ૮૨, મહેસાણા જિલ્લામાં ૫૪, જામનગર જિલ્લામાં ૭૪, બનાસકાંઠામાં ૨૧, જૂનાગઢ૪૪, સાબરકાંઠા ૨૨, અમરેલ્લી જિલ્લામાં ૨૭, વલસાડ ૧૫૭ ઉપરાંત તામ્રપત્ર મેળવેલ ૫૦ સ્વાતંત્ર્ય સૈનિકોનાં મળેલા. આઝાદીમાં ફાળો આપનારા આઝાદીના લડવૈયા વગેરેએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
રાજકોટ રાજ્ય અને શહેરનો પૂર્વઈતિહાસ - આજથી ૩૮૭ વરસ પહેલાં ઈ.સ. ૧૯૧૧ની સાલમાં વિભાજી ઠાકોરે રાજકોટને વસાવેલું. વિભાજીનાં કુંવર શ્રી મેરામણજી સાહેબે સરદારની ગાદી પર ૧૬૩૫ થી ૧૬૫૬ સુધી ૨૧ વરસ શાસન કર્યું. અને બીજા કુંવર શ્રી કુંભાજીએ ગોંડલ પર રાજ કર્યું. તેમાંથી સરદારને અમદાવાદનાં સુબા બાકરખાને છીનવી લીધું. સાહેબજીનાં કુંવર બાભણીયાજીએ ઈ.સ.૧૬૭૫ થી ૧૬૯૬ નાં ૨૧ વરસ સુધી રાજકોટની ગાદીની સત્તા દરમ્યાન સરદાર પાછું લઈને રાજકોટને રાજધાની બનાવી. ઈ.સ.૧૭૨૦ રાજકીય અને સરદારનાં બંને પરગણા સોરઠનાં નાયબ ફોજદાર માસુમ ખાને બાંભણીયામાતનાં રાજકંવર ભેરામણજીલીનીનાં સમયમાં જીતીને બે વરસ બાદ ૧૭૨૨ ની સાલમાં રાજકોટને નવું માસુમાબાદ એવું નામાભિકરણ આપ્યું, તો તુરત જ મેરામણજીનાં કુંવર રણમલજીએ માસુમ ખાનને મારીને રાજકોટની ગાદી સર કરી. ૨૪ વરસ સત્તા ભોગવ્યા બાદ ૧૭૪૬ ની સાલથી ૧૭૯૬ ની સાલનાં ગાળા દરમ્યાન લાખાજી ઠાકોરનાં પુત્ર મેરામણજી ત્રીજાને લાખાજી ઠાકોર તેમની હયાતીમાં ગાદીનો વહીવટ સુપરત કરી દીધો. તેમનાં અવસાન પછી લાખાજી ઠાકોર પોતાના હસ્તક વહીવટ લઈ લીધેલો. “પ્રવીણ સાગર” નામનાં ઉત્કર્ષ ગ્રંથની રચના આ મેરામણજી ત્રીજાએ કરેલી. જેનું પ્રકાશન ફરીથી રાજકોટ એસ.ટી.ડેપો સામે આવેલા પ્રવીણ પ્રકાશનવાળા ગોપાલભાઈ અને (ઉપા) ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માંકડીયાએ કર્યું છે. ઈ.સ. ૧૭૯૬ થી ૧૮૨૫ સુધી નાં ૨૯ વરસ સુધી રણમલજી (ભાભાજી) ગાદી પર આરૂઢ રહ્યાં પણ એમનાં રાજગાદીનાં ભોગવટા છેલ્લા ત્રણ વરસો બાકી હતા ત્યાં ૧૮૨૨ માં રાજકોટ રાજય પાસેથી અંગ્રેજોએ કેટલીક જગા ભાડે લીધીને ત્યાં લશ્કરી છાવણી નાંખી અને કાઠીયાવાડ એજન્સીનાં આ રીતે પાયા નંખાયા. ઈ.સ. ૧૮૨૫ થી ૧૮૪૪ સુધી ઠાકોર સુરાજીએ અને ૧૮૪૪ થી ૧૮૬૨ નાં ૧૮વરસ સુધી મેરામણજીએ ચોથાએ રાજય કર્યું. અને ૧૮૬૨ થી ૧૮૯૦ સુધી ઠાકોરની બાવાજીરાજે રાજ્યધૂરા વહન કરી.'
૧૮૯૦ ની ૧૮ એપ્રિલે બાવાજીરાજ સાહેબનું ૩૪ વરસની ઉમરે અવસાન થયું ત્યારે તેમનાં કુંવર લાખાજીરાજજી માત્ર પાંચ વરસનાં હતાં. રાજકોટ-રાજયનો એક રાજકીય તબક્કો આમ પૂરો થયો ગણાય. ટૂંકમાં ઈ.સ. ૧૫૯૨ અથવા તો વિક્રમ સવંત ગણીએ તો ૧૯૪૮ માં ભૂચરમોરીનાં યુદ્ધમાં જામનગરના રાજવી જશાજીનાં
પથિક' • મે, ૧૯૯૮ • ૧૧
For Private and Personal Use Only