SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંવર અજાજી (શ્રાવણ વદ સાતમ, બુધવારે) શરીદ થયાં બાદ તેમનાં બે કુંવરો પૈકીનાં લાખાજી ઠાકોરને જામનગરની ગાટી અને બીજા કુંવર વિભાજીને કાલાવડ પરગણાતાં બારગામો ઈ.સ. ૧૬૦૭ માં ગરાસમાં મળ્યાં તેમાંથી એક ચીભડા ગામને રાખીને ૧૧ ગામો જામનગરને કુંવરપછેડામાં પાછા આપ્યા ચીભડાનાં શાશન દરમ્યાન જ વિભાજીએ ૧૬૧૧ ની સાલમાં રાજકોટ વસાવ્યું ત્યારથી માંડીને ૧૮૯૦ સુધીમાં કુલ ૨૭૯ વરસનો આ સુદીર્ધ તબક્કો કાળની ગનોમાં લુપ્ત થયો. (દસ્તાવેજ-૧ અને-૨) બ્રિટિશ શાસન દરમ્યાન નાના મોટા દેશી રજવાડાઓ જે રીતે પોતપોતાનાં આગવા ચલણી સીક્કાઓ, પોતાની ટપાલ ટિકિટો, પોસ્ટલ સ્ટેદાનરી તેમજ કોર્ટમીતી ચુકવણી માટેનાં સ્ટેમ્પસ (ફીસ્કલ સ્ટેમ્પસ) બહારપાડનાં તેમાં રાજકોટનાં જાડેજા રાજવીઓ લાખાજીરાજબાપ તથા ઠાકોર સાહે વિવિધ છબીઓ દર્શાવતી ફીસ્કલ સ્ટેમ્પણ પણ બહાર પડેલી આવી ફીસ્કલ સ્ટેપ્સની આજકાલ ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ રહ્યો છે. તેમનાં રૂઆબદાર દેપાના ચહેરાઓ તેમના અતીતનાં વૈભવની યાદ તાજી કરાવે છે. જુની પેઠી તેમનાં પ્રત્યે ખૂબ આદર ભાવથી જુએ છે. પ્રજા મન એવો છે કે “ભારતનાં ભૂતપૂર્વ રાજવીઓ આઝાદી પછીનાં લોકોએ ચૂંટેલા ટૂંકાગાળાનાં “રાજાઓ કરતાં વધુ વહીવટ કુશળ અને દૂરદર્શી હતાં. લાખાજીરાજબાપુ તખ્તનશીન થયા એ ગાળો રાજકોટનાં રાજકિય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલો છે. તેમનાં અવસાન પછી તેમના મોટા પુત્ર ધર્મેન્દ્રસિંહજી ઠાકોર બન્યાં. તેઓ નિઃસંતાન હોવાથી તેમના અવસાન પછી ધર્મેન્દ્રસિંહજીનાં નાનાભાઈ પ્રદ્યુમનસિંહજી ઠાકોર બનેલા. તેમનાં સૌથી મોટા પુત્ર મનોહરસિંહજી અને પુત્રી પ્રેમીલારાજેને વસીયતનામા દ્વારા પોતાની મિલકતનાં વહીવટદાર તરીકે પ્રદ્યુમનસિંહજીએ નિયુક્ત કરેલાં રાજકોટ રાજયનાં મોહિનીકુમારીબામાંથી જયરઘુરાજસિંહજીનું નિધન થતાં ગંસ્વ. ગીતાકુમારીબા અને અંબિકા પ્રતાપસિંહજી વારસાઈ હક્ક માટે રણજિતસિંહ પેલેસ સહિતની કરોડો રૂ.ની મિલકતની કોર્ટમાં દાવો કરેલ છે. એક સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સ્થાપના કાળે એ જયાં બેસતી તે લાખાજી રાજ લાયબ્રેરી અને લાખાજીરાજનાં પૂતળા સામેના કરણસિંહજી હાઈસ્કૂલને જોડતા રોડ ઉપર હતી તે ધરમપુરના ઉતારાવાળી જમીન મિલકત પ્રદ્યુમનસિંહજીએ પ્રહલાદસિંહજીને કપાળ ગરાસમાં આપેલી. તેથી તેમનાં કાયદેસરના વારસદારો તરીકે પુત્ર અનિરૂદ્ધસિંહજીએ પણ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલો. માર્ચ-૯૮ માં ગુજરાત હાઈકોર્ટથી અંબિકાપ્રસાદનીધાના પ્રત્યુત્તરમાં શ્રી મનોહરસિંહજી, શ્રી પ્રેમીલારાજે પ્રહલાદસિંહજી, મોહિનીકુમારીબા ગં.સ્વ. ગીતા-કુમારીબા-જયરઘુરાજસિંહ તથા જિતેન્દ્ર જયરઘુરાજસિંહની સામે મિલ્કત અંગેનાં કામમાં મનાઈ હુકમ આપેલો. મનોહરસિંહજી જાડેજા ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્ય તરીકે બેલ્ટ પાર્લામેન્ટરીયનનું બીરૂદ મેળવી ચુકેલા છે. ગુજરાત સરકારમાં તેઓ આરોગ્યમંત્રી, નાણામંત્રી વિ. પદ પર રહીને બાહોશ વહીવટ આપેલો છે, પરંતુ એ બધા કરતાં તેઓ શ્રી “રવિ-પિયુ”નાં ઉપનામથી કાવ્યો લખે છે “કલ્પના વાટે” તેમનો પ્રથમ છતાં માતબર કાવ્ય સંગ્રહ છે. તેમના પુત્ર માધાનાસિંહ તેમનાં રાજવીઓ સાહિત્ય વારસદાર છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં “દાદા' તરીકે સુપરિચિત એવા શ્રી મનોહરસિંહજીનાં જાહેરજીવનમાં રાજકોટ યુવરાજ શ્રી મયૂરધ્વજસિંહજી ઘણું સક્રિય પ્રદાન કરતાં આવ્યા છે. દેશી રાજ્યો, રાજકોટ અને મહાત્મા ગાંધીજી : ગાંધીજીએ ૧૯૩૦ ની ૧ લી, ર જી એપ્રિલે અંકલેશ્વરની જાહેરસભામાં કહેલું કે “આજનું દેશી રાજ્ય એ અંગ્રેજ સલ્તનનો જ વિભાગ છે. દેશી રાજ્યમાં સ્વરાજય હોવાનો ખોટો સંતોષ હું ન લઈ શકે. સ્વરાજય એ અવશ્ય સુરાજય હોવું જોઈએ. સ્વરાજયમાં સુરાજ્યનો સંયોગ હોવો જ જોઈએ. દેશી રાજ્યની પ્રજાબળ કેળવી બ્રીટીશહિન્દનું અનુકરણ કરી શકે છે.” આવું ગાંધીજીનું નિવેદન આજનાં કુલછાબનાં પુરોગામી નીડર પત્રકારત્વ માટે વખણાયેલા “સૌરાષ્ટ્રનાં ૨૪/૧૯૩૦ નાં ખાસ વધારામાં પ્રગટ થયું. તેના સ્થાપકપદે શ્રી અમૃતલાલ શેઠ હતાં. જેઓ ગાંધીજી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતાં. ફુલસ્કેપ કાગળના કદ જેવડું “ટેબ્લોઈડ પત્રને મળતાં આવતાં “સૌરાષ્ટ્રમાં “આપણા નરેન્દ્રો” શીર્ષક હેઠળ જુદા જુદા દેશી રાજવીઓ અને રાજ્યોને લગતી ઘટનાઓ પ્રગટ થતી. ૨૩-૫-૨૫ના અંકમાં શ્રી અમૃતલાલ શેઠે “નામદાર જામસાહેબને ચરણે પથિક - મે, ૧૯૯૮ • ૧૨ For Private and Personal Use Only
SR No.535464
Book TitlePathik 1999 Vol 39 Ank 08
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy