________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાસમાં જઈને અમે રહીશું, હજાર દ્વાર જેમાં હોય તે ઘરમાં બસો-ત્રણસો ખંડતો અવશ્ય હશે જ એ નિઃશંક છે.
વેદકાલીન આર્યો કૃષક અને પશુપાલક હોવાથી તેમના ઘરમાં પશુઓના માટે અલાયદા ખંડોની વ્યવસ્થા હતી. જેમકે “પસ્યા' નામના ઘર યા ગૃહખંડનું નિર્માણ અશ્વો માટે કરવામાં આવતું હોવાના નિર્દેશો ઋગ્વદ ૯૯૭-૧૮, ૯-૮૯-૪૧) અને અથર્વવેદ (દ.૭૭.૧ તથા ૧૯-૫૫-૧)માં પ્રાપ્ત થાય છે. વૈદિક સાહિત્યમાં પ્રયુક્ત કેટલાંક વિશેષણો તત્કાલીન આર્યોના ઘરની દઢતા અને સ્થિરતા દર્શાવે છે, ઋવેદ (૧-૭૩-૪)માં પ્રયુક્ત “ક્ષિતિષ યુવાસુ” શબ્દપ્રયોગ ઘરની ધ્રુવતા દર્શાવે છે. અથર્વવેદ (૬.૩૨.૩)માં ઘર માટે પ્રયુક્ત પ્રતિષ્ઠા’ શબ્દ તેની સ્થિરતાનો ઘોતક છે. ઋગ્વદ (૧.૫૧.૧૫ તથા ૭-૮૨-૧)માં ઘર માટે પ્રયુક્ત પર્યાય “શર્મ' (=સુખપ્રદ સ્થાન) તત્કાલીન ઘરો સુખ સુવિધા સંપન્ન હોવાનું સૂચવે છે. આ ઘરોને અને ઘરોના સમૂહને સુરક્ષિત બનાવવા માટે ચારે તરફ “વપ્ર’ નામે ઓળખાતી ઊંચી પહોળી મજબૂત દીવાલની રચના કરવામાં આવતી હોવાનું અથવું. (૭-૭૧-૧) વગેરેથી સૂચવાય છે. આ ઘરોની ચોતરફ ક્યારેક વાડનું પણ નિર્માણ કરવામાં આવતું હતું. એમ છાંદોગ્ય ઉપ. (૭-૨૪-૨)માં પ્રયુક્ત આયતન શબ્દથી સમજાય છે. સામાન્યતઃ તત્કાલીન ઘરનાં દ્વાર વિશાળ અને ભવ્ય બનાવવામાં આવતાં એવું ઋગ્વદ (૩-૧-૧૮, ૪-૧૩-૧) વગેરે ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે. વૈદિકકાળમાં ગણ્યાગાંઠ્યાં સાધન-સંપન્ન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં ઘર અતિશય વિશાળ હોવાનું અનુમાન, મિત્ર અને વરૂણના સહગ્ન સ્તષ્ણ અને સહગ્ન દ્વારોવાળા ભવનોના ઋગ્વદ (૭-૮૮-૫ અને ૨-૪૧-૫)માં પ્રાપ્ત ઉલ્લેખોથી કરી શકાય તેમ છે. ઋગ્વદ (૬.૪૬૯)માં પ્રાપ્ત એક ઉલ્લેખ દર્શાવે છે તેમ સંપન્ન લોકોનાં ઘર ઈંટ, પત્થર અને લાકડું એ ‘ત્રિધાતુથી બનાવવામાં આવતાં અને આવાં ઘરો ઠંડી, ગરમી અને વર્ષોથી રક્ષણ આપવામાં પૂર્ણ રીતે સમર્થ હતાં.
ગૃહોના નિર્માણ વિષયમાં અથર્વવેદ (૯-૩-૧) માં એમ જણાવવામાં આવ્યું છે કે ઘરનું નિર્માણ એવી રીતે કરવું જોઈએ કે જે પ્રશંસનીય હોય, અને સુદૃઢ હોય. અથર્વવેદ (૯-૩-૭) માં તત્કાલીન ગૃહની આંતરિક રચના પર પ્રકાશ પાડતાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ઘરમાં હોમ કરવા માટે અગ્નિ શાળા, પતી માટેનો અલાયદો ખંડ, અને દેવસ્થાન અવશ્ય હોવાં જોઈએ. આ સંદર્ભમાં માર્ગદર્શન આપતાં આથર્વ (૯-૩-૧૯) જણાવે છે કે આદર્શ ગૃહનું નિર્માણ વેદજ્ઞ વિદ્વાનની અભિરૂચિ અને માર્ગદર્શન મુજબ કરવું જોઈએ, અને વિદ્વાન શિલ્પી સ્થપતિઓ એ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેની રચના કરવી જોઈએ. અથર્વવેદ (૯-૩-૨૧)માં મળતા બે, ચાર, છ, આઠ અને દશ મજલાવાળા એકાધિક ખંડોથી યુક્ત વિશાળ ભવનોના ઉલ્લેખોને તત્કાલીન વાસ્તુવિદ્યાના વિકાસના ઘોતક માની શકાય.
વૈદિક સાહિત્યમાં ‘ગૃહ' અથવા “નિવાસ સ્થાન માટે પ્રયુક્ત શબ્દપ્રયોગોથી સ્પષ્ટ થાય છે કે વેદકાલીન ઘર અથવા ગૃહખંડ વિવિધ પ્રયોજનોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવતાં હતાં. ત્રસ્વેદ (૭-૮૮-૧)માં મૃમય (=માટીનાં) “ઓક્સ' નામે ઓળખાતાં ઘરનો ઉલ્લેખ મળે છે. રાજા કે શ્રીમંતો જેવા સમાજના સંપન્ન વર્ગની વ્યક્તિઓનાં વિશાળ અને અતિશય મોકળાશવાળાં હર્પ' નામે ઓળખાતા ભવનોનો ઋવેદ (૭-૫૬-૧૬ વગેરે)માં ઉલ્લેખ મળે છે વૈદિક કાળમાં આર્યોતર ‘દાસ' જાતિના “દુર્ગ” નામે ઓળખાતાં વિશાળ ભવનોનો ઉલ્લેખ મળે છે. દાસરાજ શંબર પાસે આવા ૧૦૦ દુર્ગો હતા. આવા જ દુર્ગો પિમુ ચુમુરિ, ધુનિ આદિ દાસનેતાઓ પાસે હોવાના ઉલ્લેખો ઋગ્વદ (૧-૫૧-૫, ૧-૧૩૦-૭, ૨-૧૯૯૬ ૨-૧૪-૬, ૨-૨૪-૨ તથા ૬-૧૦-૮ અને ૬-ર૦-૭) માં પ્રાપ્ત થાય છે. સામાન્ય અને વિશાળ મકાનો “વેમ્' તરીકે ઓળખાતાં હોવાનું છાંદોગ્ય ઉપ. (૮-૧-૧.૨) પરથી કહી શકાય. મૈત્રાયણી ઉપ. (૨-૩) માં ઘર માટે મંદિર' શબ્દનો પ્રયોગ થયેલો છે. પૂર્વજોની સ્મૃતિમાં બનાવવામાં આવતા “તૂપ નામના સ્થાપત્યનો પ્રાચીનતમ અને સર્વ પ્રથમ ઉલ્લેખ શતપથ બા. ૧૩-૮-૧,૫ અને ૧૩-૮-૨૧, ૨)માં પ્રાપ્ત થાય છે. ઋગ્વદ (૭-૮૮-૫ વગેરે)માં પ્રયુક્ત દુર્યા અને ‘દુરોણ’ શબ્દો વિશાળ ધારવાળું ઘર' એવો અર્થ આપે છે. “મોટાં વિશાળ ઘર'ના અર્થમાં ઉપનિષદોમાં મહાશાલા શબ્દનો પ્રયોગ પ્રાપ્ત થાય છે તો, બૃહદારણ્યક ઉપ. (૪-૩-૩૭,૩૮)માં “આવસથ’ નામે ઓળખાતાં આજની ધર્મશાળા કે “અતિથિશાળા' ભવનોનો પરિચય મળે છે. પ્રત્યેક ગામ કે નગરમાં આવાં આવસથોનું નિર્માણ કરવામાં આવતું, જેમાં વિશાળ સંમેલનો. ભોજનોત્સવો અને યજ્ઞોત્સવોનું આયોજન કરવામાં આવતું હતું. ઉપનિષત્કાળમાં “સંસ્થાન' નામે ઓળખાતાં ભવનોનો ઉલ્લેખ મળે છે,
પથિક' • મે, ૧૯૯૮ • ૭
For Private and Personal Use Only