SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદકાલીન વાસ્તુકલા ડૉ. કાન્તિલાલ રા. દવે ભારતીય પરંપરાગત દષ્ટિ વેદને સંપૂર્ણ જ્ઞાનની શબ્દમયી અભિવ્યક્તિના સ્વરૂપે પિછાણી ઘોષણા કરે છે કે ભૂત ભવ્ય ભવિષ્યચ્ચ સર્વ વેદાત પ્રસિધ્યતિ'. મનુનો તો સ્પષ્ટ મત છે કે “સ સર્વોડભિહિતો વેદે સર્વજ્ઞાનમયો હિ સઃ “ (મનુ. ર૭) સમસ્ત વિદ્યાઓનું મૂળ વેદ છે', એવું યાજ્ઞવલ્કયનું વચન અક્ષરશઃ સત્ય છે. વૈદિક વાડ્મયના જેટલા જેટલા મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે તે સઘળા કોઈને કોઈ સ્વરૂપે વેદ સાથે જોડાયેલા છે... આ મુખ્ય ગ્રંથોમાં વ્યાવહારિક તથા પારમાર્થિક સર્વ શાસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે... એવો એક પણ વિષય નથી, જેનું જ્ઞાન મનુષ્યના વૈયક્તિક અથવા સામૂહિક તથા ઐહિક કે પારલૌકિક જીવન માટે આવશ્યક હોય, અને વેદમાં ઉપલબ્ધ ન હોય.' વાસ્તુકલા અથવા વાસ્તુશાસ્ત્ર આવો જ એક વિષય છે, જેનું મનુષ્ય જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ભારતીય વાસ્તુવિદ્યાનો ઇતિહાસ વેદકાળથી પણ પ્રાચીન હોવાનું પુરવાર થયું છે. સિંધ અને પંજાબના ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલાં પાંચ હજાર વર્ષ જૂના ઇમારતોના ખંડિયેરોના આધારે એમ કહી શકાય કે તત્કાલીન ભારતીય સભ્યતા અત્યંત સમૃદ્ધ અને સુવિકસિત હતી. ઇમારતો બનાવવાની આટલી સુંદર અને પ્રાચીન પરંપરા સંસારમાં ક્યાંય અસ્તિત્વમાં ન હતી એવું વિદ્વાનો માને છે. સિંધુ સભ્યતાકાલીન ગૃહવિન્યાસનો પરિચય પ્રધાનતઃ મોહેંજો દડો અને હડપ્પા એ બે નગરોથી મળે છે. સિન્ધઘાટીનાં નગરોની રચના નદી તટ પર છે. નદીની રેલ અને શત્રુથી રક્ષા માટે ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. જે નીચે ૪૦ ફૂટ અને ઉપર ૩૫ ફૂટ પહોળી હતી...કેટલાંક ઘર બે માળનાં હતાં.દીવાલો પાકી ઈંટોની બનાવવામાં આવતી. પ્રત્યેક ઘરમાં પ્રાંગણની ચારે તરફ બે, ત્રણ યા અનેક ખંડો બનાવવામાં આવતા. એક નાનાગાર, યુનિવર્સિટી, સ્ટાફ કોલોની, વલ્લભ વિદ્યાનગર બનાવવામાં આવતું. જેનું ધરાતલ ઇંટ વડે બનાવી તેમાંથી કાઢવામાં આવેલી એક નાલિકા ગલીની નીચે વહેતી. મોટી નાલિકા (ગટર) માં જઈને મળતી હતી. જેમાં નગરના એક વિભાગમાં મજૂરો માટેની વસતી હતી. જેના ઘરની લંબાઈ ૨૦ ફૂટ અને પહોળાઈ ૧૨ ફૂટ હતી અને પ્રત્યેક ઘરમાં બે ખંડ હતા. જેમાં એક ખંડ બીજાથી બમણો મોટો રહેતો. નગરમાં સાર્વજનિક ઉપયોગ માટે ભવનોનું નિર્માણ કરવામાં આવતું, જે સંભવતઃ શિક્ષણ, શાસન યા ધર્મસભાઓ કે પૂજા માટે ઉપયોગમાં લેવાતાં. નગર નિર્માણની આ વૈજ્ઞાનિકતા જોતાં એમ ચોક્કસ પ્રતીત થાય છે કે તત્કાલીન નગરની રચના કોઈ વિશિષ્ટ સમિતિની અધ્યક્ષતામાં કરવામાં આવતી હશે. એ કાળમાં ઉચ્ચ કોટિના સ્થપતિઓ અને એંજિનિયરો પણ અવશ્ય હશે જ. - વાસ્તુવિદ્યાની હડપ્પાકાલીન પરંપરા ક્રમબદ્ધ રહી હોવા છતાં એનું યથાર્થ ચિત્ર આજે ઉપલબ્ધ નથી, સિંધુઘાટીની વાસ્તુકલા બાદ વૈદિક સાહિત્યના ઉલ્લેખોના આધારે વેદકાલીન વાસ્તુવિદ્યાની વિગતો પ્રાપ્ત થાય છે. આ વાસ્તુવિદ્યા સિન્થસભ્યતાની વાસ્તુવિદ્યા જેટલી ઉન્નત ન હતી એ વાત સાચી હોવા છતાં, પ્રાપ્ત ઉલ્લેખો સૂચવે છે તેમ, વેદકાલીન વાસ્તુવિદ્યા, કેટલાક પશ્ચિમપ્રિય પૂર્વગ્રહી વિદ્વાનો માને છે તેવી “અર્ધવન્ય સભ્યતા” પણ ન હતી. આ સંદર્ભમાં શ્રી. વિશ્વભર પ્રસાદ “ગુપ્ત બન્યુ લખે છે : જેમણે અંગ્રેજીના ભ્રષ્ટ અનુવાદો દ્વારા વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા ઘણાબધા લોકોની એવી કલ્પના છે કે પ્રાચીન ઋષિઓ... અર્ધવન્ય અવસ્થામાં રહેતા હતા. વૈદિક સભ્યતા જેવું કંઈક હશે તો તે અર્ધવન્ય સભ્યતા જ હશે, એવી અધિક કશું જ નહીં, તેમના મતાનુસાર મોહેં જો-દડોની અને હડપ્પાની સભ્યતા તો વૈદિકતર સભ્યતા હતી. પરંતુ વૈદિક સંહિતાઓ પર વિચાર કરતાં પ્રતીત થાય છે કે વૈદિક સભ્યતા ઉત્કૃષ્ટ કોટિની સભ્યતા હતી. આ અર્ધવન્ય માનવોની નહીં, ઉચ્ચ સમાજની અવસ્થામાં જ હોવાનું સંભવિત છે, વશિષ્ઠ ઋષિ કહે છે, “મા અહં મૃમયે ગૃહ ગમમ્ (ઋ.૭.૮૭-૧) અર્થાત્ “હું માટીના ઘરમાં જઈને નહીં રહું. તેઓ કહે છે, “બૃહન્ને માન સહસ્ત્રધાર ગૃહે જગમ્' (૭-૮૮-૫) અર્થા, વિશાળ પ્રશસ્ત હજાર વારવાળા H-8, યુનિવર્સિટી સ્ટાફ કોલોની, વલ્લભ વિદ્યાનગર પથિક' • મે, ૧૯૯૮ • ૬ For Private and Personal Use Only
SR No.535464
Book TitlePathik 1999 Vol 39 Ank 08
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy