________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવેલા છે. અહીં સ્તંભના અને છતના ટેકા ઉપર કોતરાયેલ કૃષ્ણલીલાના શિલ્પો લોકકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરા. પાડે છે. તત્કાલીન સમયનાં શ્રીમંતોનો પહેરવેશ, ઘરેણા, અંગભંગીઓ કેવા પ્રકારના હતા તેનો ખ્યાલ એ કાષ્ઠ શિલ્પો પરથી આવે છે.
મકાનના કઠેડાના બહારના ભાગે ઢાળવાળા નેજવા કે છજા ઉપર કોતરીને મૂકાયેલા લાંબા પાટા ઉપર બારમા સૈકાથી માંડીને ઓગણીસમા સૈકા સુધી વિવિધ પ્રકારનાં ફૂલબુટ્ટાઓ, ફૂલવેલો, ભૌમિતિક આકારો, ભરતકામમાં જોવા મળતી વિવિધ ભાતો વગેરે કંડરાતા. આ પ્રકારના કોતરકામમાં લોકશૈલીની સીધી અસર પડેલી દેખાય છે. આ શૈલીનો ઉત્તમ નમૂનો ધંધૂકા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંતની હવેલીના કઠેડા હાલ મોજૂદ છે.
મરાઠાકાલ દરમ્યાન ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ. આ સંપ્રદાયના મંદિરો, સાધુસંતોની હવેલીઓ અને દરવાજાઓ કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ ગણાય છે. અમદાવાદના કાલુપુર વિસ્તારના સ્વામીનારાયણ મંદિરની હવેલીના સ્તંભોના ટેકાઓ ઉપર કોતરાયેલ સંખ્યાબંધ કાછશિલ્પો ઉપરાંત વડતાલ, મૂળી, ગઢળા, ગોંડલ, સૂરત વગેરે સ્થળોના આવા મંદિરની હવેલીઓમાં લોકકલાથી સભર કાષ્ઠશિલ્પો નજરે પડે છે.
સોળમા, સત્તરમા અને અઢારમા સૈકામાં બંધાયેલ સિદ્ધપુર અને પાટણના વોરા કુટુંબના મકાનોનું કાઇકોતરકામ કાષ્ઠકલા કારીગરીના ઉત્તમ નમૂના ગણાવી શકાય. આ કોતરકામને કોમવાદની જરાય અસર થઈ નથી. અહીં કોતરકામ કરનાર હિંદુ કારીગરોએ દિલ દઈને કાઇ શિલ્યોનો વિકાસ સાધ્યો છે. આ મકાનોના કાષ્ઠશિલ્પોનો વિકાસ સાધ્યો છે. આ મકાનોના કાછશિમાં ત્રણ સદીઓના લોક જીવનનાં દર્શન થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં આસ્ટોડિયા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં મહુવા બંદર, ખંભાત અને ભરૂચની વોરવાડમાં આ શૈલીની અસરવાળા મકાનો આજે પણ મોજૂદ છે.
નવરાત્રીમાં બનતી માંડવીઓ ઉપર કેટલાક કાષ્ઠશિલ્પો કંડારવામાં આવે છે. આ શિલ્પો સીધા લોકકલામાંથી ઉતરી આવેલા દેખાય છે, પક્ષીઓને દાણા-પાણી મળે તેવા સંખ્યાબંધ ચબૂતરા-પરબડીઓ ગુજરાતમાં અનેક સ્થળોએ જોવા મળે છે. આવા ચબૂતરા કાં તો કાઇ અથવા પથ્થરના બનાવાય છે. કાષ્ઠના ચબૂતરાનાં નાના ટેકાઓ, કઠેડાઓ વગેરે ઉપર કાઇ શિલ્પો કોતરાયેલા હોય છે.
મૂર્તિવિધાનના ગ્રંથો, પુરાણો વગેરેમાં વિવિધ પ્રકારના પદાર્થોમાંથી મૂર્તિઓ બનાવવી કે કોતરાવવાનું વિધાન અપાયું છે, પરંતુ મૂર્તિ-શિલ્પો વિશેષતઃ કાષ્ઠ,ધાતુ અને પથ્થર ઉપર કોતરાયાં છે. આ ત્રણે પદાર્થોમાં કાષ્ઠ સહુથી ઓછુ ટકાઉ હોવા છતાં અનેક પ્રકારની કાષ્ઠકલાના ઉત્કૃષ્ઠ નમૂનાઓ જગતભરની આપ્યા છે. ભારત દેશમાં મૈસુર, કાશ્મીર અને ગુજરાત કાછશિલ્પોના મુખ્ય કેન્દ્રો ગણાય છે. આ ત્રણેય પ્રાંતોએ લોકકલાના લક્ષણવાળા ઉત્તમ કાછશિલ્પો જગત સમક્ષ મૂકી આપ્યા છે.
આમ, ગુજરાતની કાછશિલ્પ અને કાષ્ઠકામ એક આગવી લોકશૈલી ગણાય છે. કાષ્ઠશિલ્પોમાં આભૂષણો તથા પહેરવેશ, રાસલીલામાં ગરબા, ગરબી વગેરેની અંગભંગીઓ લોકશૈલીની સાક્ષી પૂરે છે. ફૂલવેલોના કોતરકામમાં લોકભારતની અસર દેખાય છે. નાળીઓના કોતરકામમાં લોકભરત ઉપરાંત ગૂંથણકલાનો ઓપ અપાયેલો જણાય છે. મકાનના છજા, જાખીયા, ગોખ, ઝરૂખા, સભા ખંડો, ડેલીઓ, કઠેડાઓ વગેરેના શૃંગારના કાષ્ઠ અંગો લોકકલાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડે છે.
પથિક' • મે, ૧૯૯૮ • ૫
For Private and Personal Use Only