________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટાભાગના રાજમહેલો, નગરશેઠની હવેલીઓ તેમજ સાધારણ મનુષ્યના રહેઠાણમાં કાષ્ઠનો ઉપયોગ થતો રહ્યો છે. સૌ પ્રથમ દેવ મંદિરો, પછી રાજમહેલો, હવેલીઓ અને છેલ્લે મકાનોમાં કાષ્ટકોતરણી અને કાષ્ઠશિલ્પના સુશોભનો થવા લાગ્યા. મૈત્રક કાલના ઉત્તરાર્ધથી આવા કાષ્ઠશિલ્યો મૂકવાની પ્રથા શરૂ થઈ જાય છે. આ કાષ્ઠશિલ્પો મોટેભાગે એ કાલની લોકકલાના સુંદર નમૂનાઓ હતા. શૃંગાર મૂર્તિઓને શિલ્પશાસ્ત્રનાં બંધનો ખાસ નડતા નથી. એટલે કાષ્ઠ શૃંગાર મૂર્તિઓ જે તે કાલની લોકકલાના ઉત્કર્ષ પ્રતીક સમી બની રહી. આ કાષ્ઠ શિલ્પોના વસ્ત્રો, આભૂષણો અને વસ્ત્રપરિધાનમાં લોકકલાની ઝાંખી થયા વિના રહેતી નથી.
છેક આદિકાલથી અદ્યપર્યત બધા જ શિલ્પો ઉપર સમય સમયની અસર થયા વિના રહી નથી. હડપ્પા, લોથલ વગેરે જેવા સિંધુ સંસ્કૃતિના કેન્દ્રો તથા હૂણ, મૈત્રક, ચાપોત્કટ પ્રતિહાર, સોલંકી, દક્ષિણના ચાલુક્ય, મુસ્લિમ, મરાઠા અને બ્રિટિશકાળની મૂર્તિઓ અને એમાં ખાસ કાષ્ઠ કલાના નમૂનાઓ ઉપર લોકકલાની સ્પષ્ટ અસર દેખાય છે. મહાલયો, હવેલીઓ, ઘરોમાં કાર્ડ શિલ્પો કોતરવામાં આવતાં જ પણ એ ઉપરાંત ઘર વપરાશમાં લેવાતાં કોઠલા, મંજૂષા, પટારા, પેટીઓ, દીવઓ ઝુમ્મરો વગેરે પર પણ થતાં કાષ્ઠ શિલ્પોમાં તે સમયની લોકકલા સંપૂર્ણપણે દષ્ટિગોચર થાય છે. જેના નમૂનાઓ આજે પણ ભારતના અને ગુજરાતના સંગ્રહાલયોમાં માનવસંસ્કૃતિની ઓળખ આપતાં પ્રદર્શિત થયેલા જોઈ શકાય છે.
આદિવાસી તેમજ અમુક પછાત કોમોમાં પોતાના કુળદેવતાઓની મૂર્તિઓ કાષ્ઠની બનાવવામાં આવે છે. જેને “ફળા” કહે છે. આદિવાસીના બાબલા દેવની મૂર્તિઓ મોટે ભાગે કાઠમાંથી જ બનેલી છે. આદિવાસીઓ પોતાના દેવની મૂર્તિઓ પોતાને હાથે જ બનાવે છે એટલે એ મૂર્તિઓમાં ભારોભાર લોકશિલ્પકલાના દર્શન થાય છે. આ બધી મૂર્તિઓ લોકશિલ્યના પરિપાકરૂપે કોતરાયેલી જણાય છે.
બૌદ્ધધર્મના પ્રચાર પછી ધાર્મિક ઉત્સવો વિશેષ થવા માંડ્યા. બૌદ્ધધર્મના અસ્ત પછી પણ કેટલાક ઉત્સવો હિંદુધર્મ-સંપ્રદાયોમાં ચાલુ રહ્યા. આવા ઉત્સવ પ્રસંગે વપરાતા રથ, પાલખીઓ, ડોળીઓ વગેરે ઉપર વિવિધ લોકશિલ્પો કાષ્ઠમાં કોતરવામાં આવતા, જે આજે પણ પરંપરાગત જૂના મંદિરોમાં સચવાયેલા નજરે પડે છે. આ કાછશિલ્પોના. કોતરકામમાં લોકશિલ્પની ઠીક ઠીક અસર દેખાય છે. આમ કાષ્ઠનો ઉપયોગ વિવિધ જરૂરિયાતોને લઈને વિશિષ્ટ રીતે થતો હોઈ કાષ્ઠકારીગરોને કાયમ કામ મળતું. જેને લઈને કાઇ ઉપર રૂપકામથી માંડીને ફૂલવેલ, ભૌમિતિક આકારો, સમાજજીવનની આકૃતિઓ વગેરે પ્રકારના કોતરકામ થવા લાગે . જેને લઈને આ કામમાં લોકકલાનો સારો એવો વિકાસ થયો. આમ વારસાગત કાઇકામમાં ઉપરાંત કારીગરની પોતાની આગવી શૈલી અને ભાવના કોતરકામ ઉમેરાતા ગયા. જેને લઈને કાષ્ઠના રૂપકામો કે ઇતર કોતરકામ એજ્યાં વારસાગત કે રૂઢીગત ન રહેતા લોકકલાના ઢાળવાળા બન્યા છે.
ગુજરાતમાંથી પ્રાપ્ત કાછશિલ્પોમાં દેવી-દેવીઓ, અપ્સરાઓ, નર્તકીઓ, વાદ્યવાદકો-વાદિનીઓ, કૃષ્ણલીલાના દૃશ્યો, રામાયણ-મહાભારતના પ્રસંગોના અંકનો, દેવવાહનો જેવા કે ગરૂડ, નંદી, હંસ, વાઘ, સિંહ, લોકદેવીઓ, લોકમાતૃકાઓ ઉપરાંત બાલશિલ્પોનું વૈવિધ્ય જોવા મળે છે.
ગુજરાતમાં સોલંકીકાલ પછીના સમયના કેટલાક કાઇ મહાલયો બચી જવા પામ્યા છે. આવા મહાલયોમાં કાષ્ઠશિલ્પ ઉત્તમ નમૂનાઓ જળવાયા છે. આ મહાલયોના દ્વારશાખ અને ઓતરંગમાં વિવિધ દેવ-દેવીઓના કાષ્ઠશિલ્પો કંડરેલા છે. ગવાક્ષોમાં ફૂલવેલ અને કળશ, છતમાં ઝૂમર અને ક્યાંક ક્યાંક રાસલીલાના શિલ્પો ઉપરાંત દાણલીલા, નાગદમન, ગજલક્ષ્મી, ગરુડ, મયૂર, ઊડતા પંખીઓ, પ્રાસમુખો વગેરેના કાછશિલ્પો જોઈ શકાય છે. કાઇ કોતરકામમાં ક્યારેક કામસૂત્રના દશ્યો પણ નજરે પડે છે. વસોની દેશાઈની હવેલીમાં આવા કેટલાક કાછશિલ્પોના નમૂનાઓ દષ્ટિગોચર થાય છે.
સત્તરમાં સૈકાની લોકકલાથી સભર એવા કાષ્ઠ શિલ્પોના ઉત્તમ નમૂનાઓ હળવદના પુરાણા રાજયમહેલમાં
પથિક' - મે, ૧૯૯૮ - ૪
For Private and Personal Use Only