________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનો સર્વાધિક દેઢ ભાગ “અપરાજિત આયતન' નામે ઓળખાતો હતો, અને એની અંદરના ભાગમાં ‘વિભુ નામના મહાકક્ષની રચના કરવામાં આવતી હતી. એમ કૌષીતકિ બ્રાહ્મણ ઉપનિષદ(૧-૫)થી સ્પષ્ટ થાય છે. આ સંદર્ભમાં સર જોન માર્શલ લખે છે કે આ વેદકાલીન) સ્થાપત્યોથી તેના નિર્માતાઓના અદ્વિતીય નિર્માણકૌશલ, તેમની સૂક્ષ્મતા અને પૂર્ણતા પ્રગટ થયેલાં જોવા મળે છે. એ સ્થપતિઓ અહીં આજે પણ હયાત હોત તો આધુનિક યુગની વાસ્તુકલામાંથી એમને ભાગ્યે જ કશું શીખવા યોગ્ય મળ્યું હોત.
પ્રસિદ્ધ વેદજ્ઞ પંડિત વીરસેન વેદશ્રમીએ વૈદિક સાહિત્યમાં પ્રયુક્ત વિવિધ પ્રકારના ગૃહો અને ગૃહવિભાગોની માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ વેદકાલીન ગૃહોની વિશેષતા નીચે મુજબ છે.
(૧) ગય-ધાર્મિક અને માંગલિક કર્મોના અનુષ્ઠાન માટે નિર્મિત પવિત્ર સ્થાન અતવા ગૃહ. (૨) ગર્ત- નિવાસ અને શયનની સુવિધાવાળું ચલગૃહ. (૩) અસ્ત- ગુપ્ત આશ્રયસ્થાન અથવા ભૂમિગૃહ, (૪) નીડ- નિશ્ચિત રીતે રહી શકાય તેવું નિત્યશયનનું સ્થાન, (૫) સ્વસર- અનેક પ્રયોજન સાધક ગૃહ. (૬) કૃતિ- ઔષધાલય. (૭) યોનિ-પ્રસૂતિગૃહ કે ખાણગૃહ (૮) શરણ- આશ્રયગૃહ (૯) છદિ-દરવાજા વગરનું ઘર (૧૦) છાયા- માત્રી છતવાળું થોભલાયુક્ત ખુલ્લું ઘર. (૧૧) શર્મ- યુધ્ધકાલીન આશ્રયગૃહ (૧૨) અજમ- લોકોપકાર માટે નિર્મિત આશ્રયગૃહ-પથિકાલય (૧૩) કુદર- અન્નભંડારગૃહ (૧૪) વરૂથ- ગુપ્ત ગૃહ.
વેદકાળમાં વાસ્તુ-પતિ ત્વષ્ટાની કલ્પનાનો આરંભ થઈ ચૂક્યો હોવાનું ઋગ્વદ (પ-૪૧-૮) પરથી જણાય છે. ત્વષ્ટા નિર્માણકર્મનો અધિકઠાતા હોવાનું સમજાય છે. કેટલાક વિદ્વાનો વિશ્વકર્માને જ ત્વષ્ટા માને છે. વિશ્વકર્મા વાસ્તુવિદ્યાના આદ્ય આચાર્ય હોવાનું મનાય છે. તેઓ વાસ્તુવિદ્યાના આદ્ય પ્રવર્તક અને વિશ્વકર્મા પરંપરાના જનક મનાયા છે. મહાભારત પણ તેમનો ઉલ્લેખ દેવશિલ્પી તરીકે કરે છે. આમ છતાં પ્રાપ્ત ઉલ્લેખો એવું દર્શાવે છે કે વેદકાળમાં વાસ્તુકલાનો શાસ્ત્રીય ચર્ચા મળતી નથી. આમ છતાં વેદકાળમાં એક વિશિષ્ટ વાસ્તુશૈલીનો વિકાસ તો અવશ્ય થઈ ચૂક્યો હતો. વૈદિક સાહિત્યના ઉલ્લેખો દર્શાવે છે કે વૈદિક આર્યોને વાસ્તવિદ્યામાં વિશેષ અભિરૂચિ ન હતી. આમ છતાં પરવર્તી યુગની વાસ્તુકલાના વિકાસ પર ગાઢ પ્રભાવ પાડવાની દૃષ્ટિએ વિદ્વાનો વૈદિક વાસ્તુશૈલીનું મહત્ત્વ સ્વીકારે છે જ. આ સંદર્ભમાં એમ. રોનાલ્ડ કહે છે.-The chief importance of the Vedic period lies in the development of the architecture as a science and the invention of types that survive in later Hindu and Buddhist architecture.'
વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત ઉલ્લેખોથી એવું સિદ્ધ થાય છે કે વૈદિકકાળમાં ગ્રામ પુરી (પુર), નગર પત્તન અને ક્ષેત્ર આદિની કલ્પના બરાબર નિશ્ચિત થઈ ચૂકી હતી. જ્યાં લોકો સમૂહમાં વસતા હોય તેવું નાનું એકમ “ગ્રામ કહેવાતું. જ્યાં કેવળ સુસંસ્કૃત લોકો વસતા હોય તેને “નગર અને સંરક્ષક સાધનોથી પરિપૂર્ણ વસતીને પુર” કે “પુરી તરીકે ઓળખવામાં આવતાં છાંદોગ્ય ઉપનિષદ (૮-૧-૧-૨)માં પ્રયુક્ત પુર' શબ્દ 'કિલ્લો' યાં ‘કિલ્લાથી સુરક્ષિત નગરનો આર્થ આપે છે. પર્વતના શિખર પર બાંધવામાં આવતો કિલ્લો “દુર્ગ તરીકે ઓળખાતો હોવાનું કઠી ઉપનિષદ (૨-૧-૪) પરથી સમજાય છે. અથર્વવેદ (૧૦-૨-૩૧)માં “પુર' અર્થાત્ નગરનો ઉલ્લેખ કરતાં કહેવામાં
પથિક મે, ૧૯૯૮ ૦૮
For Private and Personal Use Only