SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યું છે કે, “આ દેવોની અયોધ્યા નગરી છે, આ નગરીના કિલ્લાની દિવાલો પર આઠ (સંરક્ષક) ચક્રો ગોઠવવામાં આવેલાં છે. કિલ્લાની દીવાલમાં નવ દ્વાર છે, જેમાં સુવર્ણકોશ છે,જે નગર તેજથી ઘેરાયેલું સ્વર્ગ જ છે. આ વિવિધ ગ્રામ-નગર-પુરી પરસ્પર નાનામોટા માર્ગથી જોડાયેલાં હોવાના ઉલ્લેખો વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. છાંદોગ્ય ઉપ. (૮-૬-વગેરે) મુજબ માર્ગ “પથ' તરીકે અને વિશાળ માર્ગ (હાય-વે) “મહાપથ' તરીકે ઓળખાતા હતા. ઋગ્વદ (પ-પર-૧૦,૧૩,૧૭વગેરે)માં સૈનિકો માટેના ચાર પ્રકારના માર્ગોનું વર્ણન છે. મુંડક ઉપ. (૨-૨-૫) અને શ્વેતાશ્વતર ઉપ. (૬-૧૯) વગેરેમાં નદીઓ ઉપર બાંધવામાં આવતા સેતુઓનું નિરૂપણ પ્રાપ્ત થાય છે. આમ વૈદિક સાહિત્યમાં વાસ્તુકલાના આરંભ અને વિકાસ વિષયક મૂલ્યવાન સામગ્રી પ્રાપ્ત થાય છે, આના આધારે એમ નિસંદિગ્ધપણે કહી શકાય કે ભારતીય વાસ્તુકલાનો પ્રારંભિક ઈતિહાસ અને વિકાસ સુવર્ણમય છે, કિન્તુ પાશ્ચાત્ય પ્રભાવથી અંજાઈ ગયેલા આપણે તેનું યથાર્થ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયા છીએ. આ સંદર્ભમાં ભારતના મહાન શિક્ષાશાસ્ત્રી ડૉ. દૌલતસિંહ કોઠારી લખે છે : “મને ખેદ છે કે ભારતના બૌધ્ધિક જીવનનું કેન્દ્ર ભારતની બહાર છે. આપણે પ્રાયઃ વિદેશી વિચારધારાથી પ્રભાવિત થઈએ છીએ, આપણાં વિશ્વવિદ્યાલયો બહારથી લાવીને રોપી દેવામાં આવ્યાં છે અને હજુ સુધી આ દેશની ધરતીમાં તેઓ મૂળ નાખી શક્યાં નથી. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં સુરક્ષિત વિચારધારાને આ દેશના વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમોમાં સ્થાન પ્રાપ્ત થયું નથી. આ દેશે પોતાની પ્રાચીન ધરોહરને શોધી કાઢવી આવશ્યક છે, અને જો આમ થશે તો ભારતના સંદર્ભમાં જે પ્રાચીન ઉક્તિ છે: ‘ગુરૂપદે અપિષ્ઠિત' અર્થાતુ ભારત વિશ્વના ગુરુપદે જગદગુરૂપદે રહેલું છે-તે નિઃસંદિગ્ધપણે યથાર્થ બનશે, એ વાત નિઃશંક છે. પાદટીપ ૧. ડૉ. કૃષ્ણલાલ સંપાદિત, વૈદિક સંહિતાઓમેં વિવિધ વિદ્યાર્થે નામનો લેખસંગ્રહ, જે.પી. પબ્લિશિંગ હાઉસ, દિલ્હી. પ્રથમ સંસ્કરણ, ૧૯૯૩ અંતર્ગત પં. વિદ્યાનન્દ સરસ્વતી લિખિત ભૂમિકા, પૃ-૧૯-૨૦, ૨. ડૉ. રામજી ઉપાધ્યાય, પ્રાચીન ભારતીય સાહિત્યકી સાંસ્કૃતિક ભૂમિકા, વેદભારતી-લોકભારતી પ્રકાશન, ઈલાહાબાદ, પ્રથમ સંસ્કરણ, ૧૯૬૬, પૃ. ૮૬૫-૮૬૬. ૩. જુઓ, પાદટીપ નં-૧ અન્તર્ગત, વૈદિક સંહિતાઓ મેં શિલ્પવિજ્ઞાન' નામનો લેખ, પૃ. ૨૭૫-૨૭૬. ૪. વૈદિક સંપદા, ગોવિન્દરામ પાસાનન્દ, દિલ્હી, પ્રથમ સંસ્કરણ ૧૯૬૭, પૃ. ૧૭૮-૧૪૧. ૫. આર્ટ એન્ડ આર્કિટેક્ટર, પૃ.૨૩ ૬. જુઓ, પાદટીપ નં.૧, પૃ. ૨૬. પથિક' મે, ૧૯૯૮ • ૯ For Private and Personal Use Only
SR No.535464
Book TitlePathik 1999 Vol 39 Ank 08
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy