SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજસત્તા જ્યારે આમન્યા રાખી ન શકે ત્યારે બગાવત કે ક્રાંતિ થવાની જ. સર ભગવત જેવા શાણા રાજવીની સીતમ ચક્કી પણ ૬-૧૦-૧૯૨૮ નાં “સૌરાષ્ટ્રનાં ચોથા પાના પર ચમકી અને ગોંજલની જેલની લોખંડી દિવાલો પાછળ પલાતા ધોરાજીના રાજદ્વારી કેદીઓનાં સમાચારથી ખળભળાટ મચી ઉઠેલો ત્યારે સર ભગવતની શાંતિ પણ ઘડીભર સંશ્રધ્ધ થતી દેખાઈ ક્રાંતિને જન્મ આપનારી આવી ઘટનાઓ નિમિત બની રહે છે. વડી ધારાસભામાં બોંબ ફેંકનાર ભગવતસિંહ અને બી. કે. દત્તે “ક્રાંતિ દીર્ધાયુ હો"ની ઘોષણા કરી પછી નીચલી કોર્ટમાં ક્રાંતિનો અર્થ તેમને પુછવામાં આવતાં ખ્યાલ મળેલો. ક્રાંતિ એટલે કેવળ ખૂનખાર લડાઈઓ જ નહિ તેમ તેમાં વ્યક્તિગત કિન્નાખોરીને પણ સ્થાન નથી. ક્રાંતિ એટલે ઉઘાડા ગેરઇન્સાફ ઉપર રચાયેલી અત્યારની સમાજરચનાનું પરિવર્તન. ગાંધીજીનાં અહિંસાવાદનું આપ્રતિબિંબ પાડતી વિચાર ધારા નથી શું ? રાજકોટની લડાઈઓને ગાંધીજીનો આવો સથિયારો સંયોગવશાત નહિ ભાગ્યવશાત મળી ગયો. પ્રજાવત્સલ શ્રી લાખાજીરાજબાપુએ પ્રજાસ્મિતને પોપ્યું હતું. વાણી સ્વાતંત્ર્યનો પ્રાણવાયુ છૂટથી લેવા દીધો હતો. જન્મ ૧૮૮૫ માં અને બાલ્યાવસ્થામાં જ પિતાનું અવસાન થતાં તેમનો રાજ્યાભિષેક ૧૮૯૦ માં થતાં રાજકોટમાં સગીર વહીવટ દાખલ થયો. ૧૯૦૭ માં ૨૧ વર્ષ પૂરા થતાં તેમને કુલ અખત્યાર સોંપવામાં આવ્યો. પછી ત્રીજે વરસે ૧૯૧૦ માં કાઉન્સીલ વહીવટની પ્રથા એમણે દાખલ કરી, જેમાં રાજયના મુખ્ય અમલદારો એકત્ર થઈ રાજકાજની મંત્રણા કરી વહીવટી કાર્યો કરતાં. રાજકોટને બેજીયમ એટલે ઉદ્યોગોથી ધમધમતું બનાવવાની તેમની અભિલાષા હતી ૧૯૨૦ માં સ્થપાયેલી કાઠીયાવાડ રાજકિય પરિષદના પ્રમુખ સ્થાને શ્રી વિઠ્ઠલભાઈ પટેલ હતાં અને કર્નલ વડની આંખ ઉંચી થાય તો પણ દરબારી ગાદી ડગમગી ઉઠતી એવા કારમાં સંયોગોમાં મરદાઈ બનાવીને આ લાખાજીરાજે પરિષદને પોતાના આંગણે નોતરી એટલું જ નહિ વિઠ્ઠલભાઈનાં માનમાં ખુલ્લેઆમ નીડરપણે ગાર્ડન પાર્ટી યોજતી અદમ્ય ખુમારીનાં દર્શન કરાવ્યા ને બ્ધિથી રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર કાઠિયાવાડમાં સાચી પ્રજા જાગ્રતિનાં શ્રીગણેશ મંડાયા ૧૯૨૩ માં એમણે પ્રજાપ્રતિનિધિ સભાની જાહેરાત કરી તેમણે જામનગર જુઠ્ઠાણા ચલાવ્યા વગર સાચા માર્ગે પ્રયાણ કર્યું. ૯૦ સભ્યોની સભામાં પ્રમુખની વરણી પ્રશ્નોત્તરીની સત્તા, બજેટ ચર્ચાની સત્તા આપી શ્રી લીલાધર અમૃતલાલ સહેતા પ્રથમ પ્રમુખ ચુંટાયા પ્રેસ એક્ટ પણ રદ કર્યો. ૧૯૨૪ માં તેમને વિદેશ યાત્રા-વિલાયત-યુરોપ જવાનું થતાં વિકલ્પ રાજયવહીવટ માટે પ્રજાકિય-પીપલ્સ કાઉન્સીલ સ્થાપી પ્રજાપ્રતિનિધિ સભાનાં પણ અગ્રગણ્ય સભ્યો શ્રી લીલાધર અમૃતલાલ મહેતા શ્રી હરિશંકર પંડ્યા અને રામજી ગોરધનદાસને સત્તા સોંપી આ હરિશંકર પંડ્યા રાજકોટ સ્ટેટનાં રેવન્યુ ઍન્ડ જનરલ સેક્રેટરી શ્રી ત્રિભુવન પુરુષોત્તમ ભટ્ટ બંન્ને ગુજરાતી શ્રી ગીડમાળવીય બ્રાહ્મણ જ્ઞાતિનાં હતાં. જ્યારે રાજકોટ સ્ટેટનાં અમરસિંહજી સેક્રેટરીયેટમાંથી તા. ૨૧-૧-૩૯ નાં ૬૧ નંબરનાં અને ર૭-૧૧૯૩૯ નાં ૭૪ નં.નાં નોટીફીકેશનમાં આંશિક સુધારો કરને ૨૦-૫-૩૯નાં રોજ જે ૮૮ નંબરનું નોટીફીકેશન બહાર પડાયું તે મુજબ વીરાવાળા દરબાર બાબતે થયેલ સંવાદીતા પછી ઠાકોર ધર્મેદ્રસિંહજી એ દશ સજ્જનોની એક માસનાં ગાળામાં તેમને અહેવાલ આપવા માટે સમિતિ નીમી હતી, તેમાં દરબાર શ્રી વીરાવાળા પ્રમુખ સ્થાને હતા જયારે બીજા સદસ્ય શ્રી જન્માશંકર મોરારજી પંડયા હતાં. તેઓ પણ ગુજરાતી શ્રી ગૌડ માલવીય બ્રાહ્મણ હતાં રાજકોટમાં શાસ્ત્રી મેદાન સામે લીમડા ચોકમાં ડૉ. ટોલીયાની હોસ્પિટલ ભાડે બેસતી. એ “મણી ભુવન નામનું કાટખૂણાનું મકાન તેમનું હતું. જ્યાં આજે આલીશાન ઇમારત ઊભી થઈ ગઈ છે. રાજકોટની ડિરેક્ટરની આજ્ઞા સંગ્રહગ્રંથની હારમાળા કઠીન પરિશ્રમથી તૈયાર કરનારામાં એક શ્રી ત્રિભુવન પુરુષોતમ ભટ્ટ હતાં. તેમનાં પુત્ર શાંતિલાલભાઈના પુત્ર શ્રી નીલકંઠભાઈએ પોતાનું રાજકોટની ભટ્ટશેરીવાળું મજીયારૂ મકાન વેચીને નવલનગરમાં રહેવા ગયા ત્યારે આવી ડીરેક્ટરી અને ગેઝેટ્સ જેવા મહામૂલ્ય ગ્રંથો મને રાજકોટ વિષે કંઈક પ્રગટ થાય અને દાદાજીનું નામ સ્મરણરૂપે જળવાઈ રહે એવા આશયમાત્રથી મને સોંપી દીધા, તો વીરપુરનાં શ્રી વજુભાઈ ગઢીયા એ “સૌરાષ્ટ્ર” ની જુની મહામોલી ફાઇલ મને આપી દીધી જે બંન્નેની સાભાર અને ઋણસહિત અહીં કદરદાનીપૂર્વક નોંધ લઈને આગળ વધીશ તો માનો ધર્મ બજાવ્યો ગણાશે. પથિક' • મે, ૧૯૯૮ ૦ ૧૪ For Private and Personal Use Only
SR No.535464
Book TitlePathik 1999 Vol 39 Ank 08
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy