SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઠીયાવાડ યુવક પરિષદ ઉપરાંતનો લાખાજીરાજનો બીજે નીડર નિર્ણય રાજકોટમાં ગાંધીજીની પધરામણીના કર્યો. બ્રીટીશ સલ્તનત સામે ગાંધીજી લડતમાં મોખરે હતાં અને કોઈ રાજા તેમની સાથે વાત કરવાની પણ હિમ્મત કરી શકતો નહિ ત્યારે ૧૯૨૪-૨૫ માં લાખાજીરાજે મહાત્માજીને રાજઅતિથિ તરીકે રાજકોટની ધરતી પર અને પોતાને આંગણે સત્કારેલાં એજન્સીનો લોખંડી પંજો તેમનાં પર ઉગામાયેલો જ હતો છતાં લાખાજીરાજ મર્યાદાથી પર ન હતા કે ન રહી શક્યા પોતાનાં જ કેટલાક દુરાગ્રહોને લીધે પ્રજાપ્રતિનિધિ સભા ફારસ જેવી બની ગઈ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી યુસુફની સામે પ્રજાની અનેક કડવી ફરીયાદો છતાં લાખાજીરાજે તેમને છાવર્યા કર્યા અને ખાલડભાણા ચાલુ રાખ્યાં, યુવરાજનાં છડેચોક દૂરાચારો સામેના પ્રજાપોકાર સમક્ષ પણ તેઓ નિષ્ક્રિય જ રહ્યા ખેડૂતોનાં બરડા ઉપરનો બોજ વધતો ગયો પણ પ્રજાવત્સલના આગળ આ વહીવટી નબળાઈઓ ઘણી નાની બની ગઈ. ભાવનગર અધિવેશન વખતે કાઠીયાવાડની પ્રજાએ આપેલું માનપત્ર તેની સાક્ષી પૂરી પાડે છે અને ૩૦-૩-૩૭ નું પ્રજાનું ધર્મેન્દ્રસિંહજીને માનપુત્ર તેનો પુરાવો છે." રાજકોટ સત્યાગ્રહ - ૧૯૨૧ માં રાજકોટમાં કાઠીયાવાડ રાજકિય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયા બાદ ૧૯૨૪ માં રવીન્દ્રનાથ ટાગોરે રાજકોટની મુલાકાત લીધી. ૧૯૨૫ માં રાષ્ટ્રીય શાળાના ઉદ્ઘાટન સમારોહમાં મહાત્મા ગાંધી પણ આવ્યા. પછીનાં ગાળામાં હિન્દુસ્તાનનાં વાઇસ રૉય લૉર્ડ ઈરવીન આવ્યા. મહદ્અંશે રાજકોટમાં લાખાજીરાજ બાપુ યશનાં અધિકારી જ રહ્યા. કલા ગાંધીએ રાજકોટ રાજયમાં દીવાન તરીકે પોતાની યશસ્વી સેવાઓ આપી હતી છતાં વિધિની વિચિત્રતા તો એ હતી કે દીવાન વીરાવાળા દરબારની નીતિરીતિ અને પ્રજા વિરોધી વલણને કારણે ૧૯૩૯ માં ખુદ ગાંધીજીએ ત્રીજી માર્ચથી ૭મી માર્ચ સુધી પાંચ દિવસનાં ઉપવાસ રાષ્ટ્રિય શાળામાં કર્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને આ નિર્ણયથી નહીં અકળાવાનું પણ ગાંધીજીએ જણાવી દીધું. “ઈશ્વરનો પ્રેર્યો હું વર્યો છું”." આવા તેમનાં શબ્દો હતાં લાખાજીરાજનાં અનુગામી ઠાકોર ધર્મેન્દ્રસિંહજી શરાબી બની જતાં તેમનો સંપૂર્ણ કાર્યભાર (કારભાર) દીવાન વીરાવાળાએ હસ્તગત કરી લીધો. વૈભવવિલાસી જીવનથી ખર્ચ વધી ગયેલો રાજયનો રાજકોષ સમાપ્ત થવાની અણીએ હતો. આવકનાં નવા સ્રોત શોધવા વીરાવાળા એ દીવાસળી ખાંડનાં એકાધિકાર આપીને માર્ગ કાઢયો. દાણાબજારનું મકાન વેચવા કાઢી નાખ્યું. એ જમાનાની જગાર રમાડતી કે કંપની કર્નિવલને રાજયમાં બોલાવી, જુગારને કાયદેસરનો પરવાનો અપાયો. ખેડૂતો પર કરવેરાનો કોરડો વીંઝાયો. ટૂંકમાં અનીતિના રસ્તે વાજતેગાજતે તેણે પ્રયાણ કરી દીધેલું. “પ્રજાને જુલ્મો સહેવા પડતા રાષ્ટ્રિય શાળા, સેવાસંઘ સંસ્થા વગેરે પ્રજાહિતનાં કામોમાં પરોવાયેલી રહેતી. શ્રી ઉછરંગરાયભાઈ ઢેબર તથા શ્રી જેઠાલાલભાઈ જોષી શ્રી છગનબાપા જોષી આ અન્યાયીની સામે સક્રિય બનીને પ્રજાને જાગ્રત કરવામાં લાગી ગયા, બળતામાં ઘી હોમાય તેમ રાજ્ય હસ્તકની કાપડમીલમાં કામદારોનું શોષણ ચરમસીમાએ પહોંચ્યું. આ કામદારોએ હડતાલનો આશ્રય લીધો વિશ દિવસ બાદ રાજયે નમતું જોખ્યું. કામદારોના વિજયને મેઘાણીએ પણ બીરદાવ્યો. * હવે પ્રજાનો ઇતરવર્ગ પણ બેઠો થયો. પ્રજાપ્રતિનિધિ સભાની બેઠક મળી તેમાં બેચરભાઈ વાલજીભાઈ વાઢેર નામનાં બુઝર્ગ છતાં બાહોશ આગેવાને વીરાવાળાનાં સાત સાત વરસનાં સીતમોનું સરવૈયું પ્રજા સમક્ષ સચોટ રીતે રજૂ કર્યું. કાર્નિવલ જુગારનો વિરોધ કરવા ૧૯૩૮ ની ૧૫ મી ઑગસ્ટ એજન્સીની હદમાં જ એક જાહેરસભાનું આયોજન થયું. પોલીસે કરેલા નિર્દય એવા લાઠીચાર્જથી અકળાઈ ઉઠેલા શ્રી ઢેબરભાઈએ એજન્સીનાં મેજી. સ્ટ્રેટ જહોન સમક્ષ પોતાનો ઈરાદો જાહેર કર્યો કે “લડત તમારી સામે નથી છતાં તમે અન્યાયી વર્તન કરશો તમારી સામે પણ લડત ચાલુ કરીશું.૧૭ જીમખાના પાછળનાં આજના શાસ્ત્રી મેદાનમાં પછી જાહેરસભાનાં મંચ પરથી જહોને જનતાની ક્ષમા માગી થોડા સમય માટે એ મેદાન “માફીમેદાન” તરીકે પણ ઓળખાયું. કુટીલ વીરાવાળાને આ ઘટના આંખના કણાની જેમ ખૂંચવા લાગી. પ્રજાપ્રતિનિધિનાં દશ સભ્યોમાંથી સાત સભ્યોની નિયુક્તિ બાબતે વાંધાવચકા તેણે કાઢવાનું આહ્વાહન આપ્યું. સામે પક્ષે વીરાવાળાએ રાજસત્તાને પણ પ્રજાના પ્રતિકાર માટે કામે લગાડી શ્રી ઢેબરભાઈ શ્રી વજુભાઈ શુક્લને ગીરફતાર કરી સભાબંધીનાં ફરમાનો બહાર પાડવા છતાં સાંજે રાત્રે સભાઓ ભરાતી હતી તેમાંથી પકડી પકડીને ખટારામાં દૂર દૂર નિર્જન સ્થળોએ તેમને ઉતારી આવવામાં આવતા આ સાંભળી ૩-૨-૧૯૩૯ નાં પથિક મે, ૧૯૯૮ - ૧૫ For Private and Personal Use Only
SR No.535464
Book TitlePathik 1999 Vol 39 Ank 08
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy