Book Title: Anadhikar Cheshta Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249244/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [[૨૧]. પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઈચ્છું તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યું. તે વખતે વિષયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે ક્યાં લખવું છે ? જ્યારે લખવું હશે ત્યારે સામે પાંગ વાંચીશું અને વિચારીશું. પણ એ અવસર આવ્યે જ નહિ, અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યું છે. વેલ, ઉપન્યાસ, કાદંબરી ને ગલ્પ જેવાં નામોથી પ્રસિદ્ધ થતું કથાવાત્મય મેં સાંભળ્યું જ નથી, એમ કહું તે જરાય અયુક્તિ નથી. વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમોત્તમ વાર્તાઓ વિશે પણ એમ જ બન્યું છે. તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાને માટે અનધિકાર સમજું છું. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાય છું તે-અનધિકાર ચેષ્ટા-ને ખુલાસે અંતમાં થઈ જશે. મનુષ્યજાતિનાં વ્યાવર્તક કે વિશિષ્ટ લક્ષણે અનેક છે. તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેને કથા-વાર્તાને વારસો છે. નાનામેટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એક ક્યાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તેય જણાઈ આવશે કે કુટુંબનાં બાળકે અને વડીલ વચ્ચેનું અનુસંધાનકારી તત્ત્વ એ વાર્તાઓ છે. માતા કે દાદી, બાપ કે દાદે નાનામેટાં પિતાનાં બાળકને વાત ન કહે, તેમનું મન નવાનવા વિષયમાં ન કેળવે, તે એ બાળકે ભાષાવિનાના અને વિચાર વિનાના પશુ જ રહે. વડીલેને પોતે જાણેલી વાતે કે હકીકતે કહ્યા વિના ચેન નથી પડતું, અને ઊછરતાં બાળકેને એ સાંભળ્યા વિના બેચેની રહે છે. આ પરસ્પરને આકર્ષવાર અને જોડનાર જિજ્ઞાસા-તત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસો મેળવ્યા અને કેળવ્યું છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રબળ શ્રદ્ધા જોઈએ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયંસિદ્ધ છે. જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષે પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધને પણ કાંઈ ઓછાં નથી. અને તે નવાં નવાં શોધાતાં Page #2 -------------------------------------------------------------------------- ________________ ર૬ ] દર્શન અને ચિંતન તેમ જ ઉમેરાતાં જાય છે. એ બધાંમાં સરલ અને સર્વગમ્ય જ્ઞાનવિનિમયનું સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાં એકસરખી રીતે ઉપયોગી થાય, કંટાળા વિના વધારે ને વધારે જિજ્ઞાસા પળે જાય અને જ્ઞાન લેનાર ને દેનાર બંનેને શાંતિ અને સ્વસ્થતાને અનુભવ કરાવે એવું સાધન એકમાત્ર કથા-વાર્તા છે. તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવું સાહિત્ય એક અથવા બીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલે જૂનો અને જેટલે વિશાળ તેટલું જ તેનું કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની ભારત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમ જ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાગતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે. | સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક કોઈ પણ બનાવ કે ઘટના હેય તો તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હોય તેનું તેવું ચિત્રણ એ ઇતિહાસ છે, પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સંબંધો અને દૂર દૂર દેશના સંબંધો વર્તમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વર્તમાનની સાંકળ મોટેભાગે કથા-વાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કેઈએ કરી નથી, કોઈથી થઈ શકી પણ નથી. કથા-વાર્તા શ્રવ્ય તો છે જ, પણ એની કપ્રિયતાએ એને અનેક રીતે દશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતું, ત્યારે પણ “મુંબઈ દેખો, કાશી દેખો, દેખે મથુરાકા ઘાટ” એમ કહી માથે ફલકની પિટી લઈ ઘેર ઘેર ફરનાર મંખલીપુત્રો-ચિત્રપ્રદર્શ કો હતા જ, નાટક—ભવાઈ તે હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ–સ્થાપત્યમાં વાર્તાઓ ઉત્કીર્ણ મળી આવે છે. એ બધું તેની લોકપ્રિયતા જ સૂચવે છે. " જ્યાં આવી લે કપ્રિયતા હોય, ત્યાં તેને વાહક એક વિશિષ્ટ વર્ગ હેવાને જ. વ્યાસો માત્ર કથા જ ન કરતા કે પુરાણ જ ન સંભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવનવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેને પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટની કામનું તે એ જ કામ ! ભેજક, તરગાળાઓમાં પણ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર Page #3 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮ર. (ઘર) છેડી અનગાર (ભિલાવી) થયેલા તેવા અનેક પ્રકારના શ્રમણે પણ પિતાની સમગ્ર પ્રવૃત્તિ અને સંગ્રહકારી વૃત્તિ કથા-વાર્તા દ્વારા પિતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તે બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા–ઊતરતા બધા જ સ્તરેવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનારા બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ, ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય, એમ ભાસે છે. વાર્તાને સર્જન અને પ્રચાર-પ્રવાહ તો નદીના અખંડ સ્ત્રોતની પેઠે વહેતો જ આવ્યો છે. કેઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે નવ આકર્ષક વાર્તા–મહેલ ઊભા કરે છે. પછી લેકચિ કાંઈક નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લેકચિ નવા વાર્તાકારને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લેકચિ અને લેકસચિથી પુનર્નવસર્જન ઘડાતાં જ ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા–સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જેવા પામીએ છીએ. આજે તે વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે, અને તે એટલી બધી વિકસી છે કે તેના જ્યોર્જ બર્નાર્ડ શે, પર્લ બક, ગાલ્સવધીં, આનાલ ફ્રાન્સ જેવા સર્જકને નોબેલ પ્રાઈઝ સુધ્ધાં મળ્યું છે. અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડ૫માં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણું બધાંની દષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણું જાય છે, અને સ્વયંવર તો આપેઆપ જ સર્જાય છે. લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષામાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્ય સંસ્કૃતિને પડે પાડતી અનેક નવલ-નવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયા અને પછી તે અનેક લેખકો વાર્તાની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશનયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાળનું અંતર જ લુપ્ત થયું. એ સૂચવે છે કે વાર્તાતત્વ મૂળે જ વ્યાપક છે, એ કૃત્રિમ બંધનેથી પર છે. ભારતને પોતાનું કથા-સાહિત્ય છે, અને તે જેવું તેવું નહિ, પણ અસા Page #4 -------------------------------------------------------------------------- ________________ ૮ર૮] દર્શન અને ચિંતન ધારણ કાર્તેિ છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય બુઝર્ગ પણ હેય. ભારતે એટલા બધા દાનવીરે, રણવીર અને ધર્મવીરે પેદા કર્યો છે કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતું જતું સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તે ભારતીય સાહિત્યના કાંઈકા પાડી ન શકાય; ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ઘણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણને લીધે ભારતીય કથા-સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય ઃ ૧. વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જેન. વૈદિક અને પૌરાણિક ગણાતા કથા-સાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા બે પ્રવાહોથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુરસંગ્રામની. દેવો અને અસુરે મૂળ કેણ હતા, તેમને સંગ્રામ ક્યારે અને કયે નિમિત્તે તેમ જ ક્યાં થયેલ–એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના ક્યારેક વાર્તામાં દાખલ થઈ પછી તે એ કલ્પના વ્યાસ અને પૌરાણિક માટે કામદુધા ધેનુ બની ગઈ એ કપનાની ભૂમિકા ઉપર એટલું બધું વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે તે જોતાં આશ્ચર્યમાં ગરક થઈ જવાય છે. અતય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર-સંગ્રામને સંક્ત એક રીતે છે, જ્યારે છોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેને ઉપયોગ કથારૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયો છે. અને મહાભારત જેવાં મહાકાવ્ય અને પુરાણોમાં તો એ કલ્પના વિના જાણે વ્યાસો આગળ જ વધી શક્તા નથી. મહાદેવને ઉમા સાથે પરણાવવા હોય કે કંસ જેવાને વધ કરાવ હેય કે લેખકે પિતે માની લીધેલા બૌદ્ધ-જન જેવા નાસ્તિક અસુરેને નરકે એકલી વૈદિક આસ્તિક દેવનું રાજ્ય સ્થાપવું હોય કે ભાર્ગવ જેવા વંશને અસુર કેટીમાં મૂક હોય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એકમાત્ર દેવાસુર-સંગ્રામની કલ્પનાનો આશ્રય કરી તેને આધારે નાનામેટાં કેટલાં વાર્તાઓ, આખ્યાનો ને આખ્યાયિકાઓ રચાયાં છે, એ જે કંઈ સર્વાગીણ શેધપૂર્વક લખે તે તે ખાતરીથી પીએચ. ડિી. ની ડિગ્રી મેળવે અને તેમાં રસ પણ જે તે નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલું છે. એટલે વૈદિક કે પૌરાણિક કથા-સાહિત્યમાં તે કઈ ને કઈ રૂપે ભાગ ભજવ્યા વિના રહેતા જ નથી. બૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણથી નેખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ છે બેધિસત્ત્વની પારમિતાઓ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા [ ૮ર૯ બુદ્ધવની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બેધિસત્વ. બૌદ્ધ પરંપરા અવતારવાદ કે વઅસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી, પણ તે સત-અસત્ વૃત્તિનાં અથવા દૈવી–આસુરી વૃત્તિનાં દૂધને અવલંબી જડતા, પ્રમાદ, ધ જેવી આસુરી વૃત્તિઓને પ્રજ્ઞા, પુક્ષાર્થ અને ક્ષમા જેવી “વી. વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે અને દર્શાવે છે કે જે વ્યક્તિ દેવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા-પારમિતા સાધે છે તે જ બધિસત્ત્વ, અને તે જ ક્રમે બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદને આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડે મનોરંજક કથાઓ રચીછે, જે જાતકકથા નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ સિવાય પણ બૌદ્ધ પાલિવાડ્મયમાં સ્થાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તે જાતક કથાઓ જ ખેંચે છે. જૈન પરંપરાનું કથા-વાલ્મય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુઃખનાં તડકા-છાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વરનિર્મિત કે નથી દેવપ્રેરિત, નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર. તેને આધાર જીવની પિતાની સ-અસત્ વૃતિ એ જ છે. જેવી વૃત્તિ એટલે કે બુદ્ધિ અને પુરુ પાર્થ તેવી જ કર્મચેતના, અને તેવી જ ફળચેતના. માણસ પોતે જે. છે તે તેના પૂર્વ-સંચિત સંસ્કાર અને વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે. તે જે થવા માગે તે સ્વપુસ્નાર્થથી બની શકે. આખું ભાવિ એના પિતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દૃષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે. લે કાને મઢે મોઢે અને ઘરે ઘરે રમતું લોકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલ્યું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ પોતપોતાની માન્યતા ને પિષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા પિતતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટને આકાર આપ્યા છે. કથા મૂળ એક જ હોય, પણ તે વ્યાસના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષુકે અને જૈન નિગ્રંથને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ] દર્શન અને ચિંતન સાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેથી આ વસ્તુ અછાની નથી. રામરાવણ, ક'સ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લોકકથા પુરાણામાં એક રૂપે હાય તા જન પર’પરામાં તે સહેજ ખીજે રૂપે હાય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જ રીતે હાય, કાઈ એક જ પરપરાના જુદા જુદા લેખા પણ ઘણીવાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તે નાભિમદેવીના નદન ઋષભદેવની વાત જૈન પર પરાથી કાંઈક જુદી હેાય એ સમજી શકાય તેવુ છે, પણ જૈન પર’પરાના દિગબર—શ્વેતાંબર જેવા બે કવિલેખક પણ ઋષભદેવની કથા વિશે સથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકે કે પ્રચારને ઉદ્દેશ પાતપોતાની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાને હોય છે. એ ઉદ્દેશ તેમને તત્કાલીન આકર્ષક બાને કથામાં સમાવવા ગેરે છે, તે તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડેઘણા ફેર પડી જ જાય છે. શિખિએ ખાજથી પારેવાનું રક્ષણ કરવા પેાતાનું શરીર અર્ષ્યાની કથા મહાભારતના વનમાં છે. એધિસત્ત્વે પણ પ્રાણીરક્ષણ માટે હિસ્ર પશુને પોતાના દેહ અર્પી એવી વાત વ્યાઘ્રીજાતકમાં છે. સેાળમા તીર્થંકર શાંતિનાથે મેધરથ રાજાના ભવમાં ખાજના પંજામાંથી પારેવાને બચાવવા પેાતાને દેહ અર્ષ્યાની વાત છે. સિંહના પામાંથી સુરભિનું રક્ષણ કરવા દિલીપના દેહાણની વાત પણ કાનમાં આવી છે. આ બધી વાર્તા. આમાં પાત્રા અને પ્રસગા ભલે જુદાં હોય, પણ તેમાં પ્રાણી-રક્ષણની ધર્મોચિત કે ક્ષત્રિયાચિત જવાબદારી અદા કરવાને પ્રાણુ તે એક જ ધબકી રહ્યો છે. મહાભારતમાં મિથિલાના અનાસક્ત કયોગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતત્કામાં મહાજનક એક જાતક છે, તેમાં મિથિલાનરેશ તરીકે મહાજનક નામનું ખેાધિસત્ત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નિમરાજ ઋષીશ્વરની કથા છે. તે પણ અમુક પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ, પેાતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવાની કશી જ ચિંતા સેવ્યા વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે. આ જુદાજુદા દેખાતા કથા ઉદ્ગમે. મૂળમાં કાઈ એક જ બીજનાં પરિણામ છે, અગર તો એકનાં સ્ત્રીજા સુધારેલાં અનુકરણા છે. ઉદયન વત્સરાજ જેવી ઐતિહાસિક વ્યક્તિનુ આલેખન કરતી કથાઓ પણ ઉપર સૂચવેલ બ્રાહ્મણ-શ્રમણ પર પરાતમાં કાંઈક ને કાંઈક જુદો જુદો આકાર ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણુવા પૂરતી કરી છે કે પ્રાચીન કાળમાં અને મધ્ય ફાળમાં પણ એક સામાન્ય કથાના ખાખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી Page #7 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ઠા શક્તિ ધરાવનારા લેખકા કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા. આપણે ઉપર જોયુ તેમ, એક સસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્ભવેલી સંપ્રદાય–ભેદની છાયાવાળી કથાત્રિવેણી ભારતીય વાડ્મયના પટ પર તેા વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવા લાયક મહત્ત્વના ભેદ છે. ખૌદ્ધ ભિક્ષુકાને ન નડતુતિબંધન કે ન નડતા વિહારને સખત પ્રતિબંધ. તેથી તે ભારતની ભૂમિ એળગી તે સમયમાં જાણીતી ઍવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહેાંચવા મથ્યા. સાથે પોતાનુ અણુમાલું કથાસાહિત્ય પણ લેતા ગયા. અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય, ખાસ કરીને જાતકસાહિત્ય, અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનુ ધ્યાન તેણે મુદ્દભૂમિ પ્રત્યે આકળ્યુ. વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુશ્કેલી હતી. વ્યાસા ને પૌરાણિકા વાર્ તે વાટુ કાંઈ ઓછા નહિ, પ્રચાર-ઉત્સાહ પણ જેવા તેવા નહિ, પણ તેમને નડતુ. મુખ્યપણે જાતિનું ચેકાળધન. તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું એ ખરું; પણ ભારતમાં તે એ દરેક રીતે ફૂલ્યું-ફાલ્યું અને ધરે ધરે આવકાર પામ્યું. એક તે બ્રાહ્મણવ જ વિશાળ, ખીજું તે વ્રુદ્ધિપ્રધાન અને માત્ર બુદ્દિવી, ત્રીજું એ લાક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને, એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન ઢાય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડધા પડતા જ રહ્યા છે. જૈન કથા--સાહિત્યના પ્રશ્ન સાવ નિરાળા છે. જોકે જૈન ભિક્ષુકાને યથેચ્છ વિહારમાં જાતિ ધનનું ડામણુ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્માંના ઉગ્ર નિયમે મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારને સંભવ જ લગભગ ન હતા. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતા, છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણે પૈકી મુખ્ય કારણુ જન ભિક્ષુકાની પેાતાની ધર્માંસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે ના પોતાના ધર્મસ્થાનમાં જતા-આવતા રહે અને કથા શ્રવણ કરે તે તે આછેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા, પણ જે એ રીતે ટેવાયેલા ન હેાય તેવા જૈના પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જૈન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે તે સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે.: જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હમેશાં લોકરુચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારા– વધારા પણ થતા રહે છે. જેના પ્રચાર નહિ અથવા એછે તેમાં કાઈ સારું i r Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ] દર્શન અને ચિંતન તત્વ હેય તેય તે આંખે વળગે અને કાનને પકડે એવી રીતે ઉઠાવ પામતું નથી, અને કેાઈ તત્ત્વ ખટકે એવું હોય તો તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જન કથાઓની બાબતમાં કાંઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક સ્થાઓ એવી આકર્ષક અને માનવતાના. ઉત્કર્ષની દષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જે તે સુયોગ્ય લેખકની કળાના નવનવ સંસ્કાર પામતી રહે તો, કયારેય પણ વાસી ન થાય અને સદાય. પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે. કુશળ લેખક પિતાના અનુભવનાં નાનાંવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિત-અકલ્પિત મિશ્ર પાના આલેખન દ્વારા એવી ઉઠાવદાર કળાથી તેમ જ રસસંભૂત છટાથી રજૂ કરે છે કે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસા સ્વાદ દ્વારા વાચક કે શ્રેતાને ન થાય શ્રમને અનુભવ કે ન રહે સમય વીયાનું ભાન ! વાર્તા સામાન્યનું મારી દષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મેરી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તો એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રેતામાં વિવેક તેમ જ સાહસ પ્રગટાવે તેવી જ હોય. એવી કળા વિનાનાં. લખાણે છેવટે વાચક કે શ્રેતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે –એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે, અને હજી રચાયે જાય છે. એણે વાચકોને ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોને આલંબનવાળું જે નવલનવલિકા સાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તો તે મારી જાણ મુજબ એકમાત્ર “સુશીલે” કર્યું છે, અને તેમની તે કૃતિ તે “અર્પણ” નામક નવલિકાઓને સંગ્રહ. ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની, નાનીમોટી કથાઓનો આધાર લઈ, તેનાં અતિહાસિક કે કલ્પિત પાત્રાના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું ત્યાં સુધી, જયભિખ્ખું” એ એક જ છે. જયભિખુ” ભણતરની ચાલુ ડાકેરી છાપ પ્રમાણે તે નથી ભણ્યા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કોલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખા Page #9 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ઠા [ ૮૩૩ ડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી. અને છતાંય તેમણે વિવિધ પ્રકારનુ જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કાઈ ને પણ થયા વિના ન રહે, એમ હુ સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણોની યાદી તે બહુ મોટી છે, તેમ છતાં ડઝનેક જેટલી નાનીમોટી નવલા તે અર્ધો ડઝન જેટલા લઘુવાસ ગ્રહે એટલું પણ એમની લેખનકળાની હથોટી સિદ્ધ કરવા પૂરતુ છે. એમણે લખવાની શરૂઆત તા લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં કરી. એ શરૂઆત મૂળે તે આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યક્તા ઠીક ઠીફ સતીષી પણ ખરી. અને પછી તે એમના એ રસ-વ્યવસાય જ થઈ ગયા છે. શરૂઆતમાં એમણે વિદ્યાર્થી વાચનમાળા ’ જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પુત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિએ જન્મતી ગઈ, તેમ તેમ તેમાં વધારે રસ અને વિચાર--પ્રેરકતાનાં તત્ત્વો પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રવ્ય ધડાતી ચાલી. એની પ્રતીતિ કાવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલે જોતાં થાય છે. જયભિખ્ખુની એક નવલ નામે - પ્રેમભક્ત કવિ જયદેવ ' ઉપરથી કળાકાર શ્રી. કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ‘ ગીતગોવિંદ’ નામે ચિત્રપટ પણ તૈયાર થયું અને તે રીક ઠીક પસ ંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજાબંધુના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારાની કળાનું ખીજી દશામાં ધ્યાન ખેંચવા લખેલું : < .. આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સાલકી યુગને નમસ્કાર કરી હવે સેનાપતિ ( આચાર્ય ) અને • ભગવાન ઋષસદૈવ ( જયભિખ્ખુ ) ની જેમ, વિશેષ સફળતાર્થી, નવા યુગોમાં વિહાર કરે' : * , ગુજરાતી સાહિત્ય સભા તરફથી થતી ચાલીસના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશ'કર મ. જોશીએ · સ્થૂલિભદ્ર ' વિશે જે લખ્યું છે તે લખાણ–ભયને સંકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્ધૃત કરવું યોગ્ય સમજું છું: “ જયભિખ્ખુ કૃત “ સ્થૂલિભદ્ર માં નવલકથામાં ઐતિહાસિક ધ કથાને ઉચિત કલાથી ગૂંથવાના સફળ ચહ્ન થયા છે. પ્રેમકથા, મુત્સદ્દીગીરી કે સાહસયાઓની પુનરુક્તિથી અકળાતા લેખકને કથાને રુચિર સ્વરૂપે ગૂંથવાનું ક્ષેત્ર હછ અણખેડાયેલુ અને ભાવિ સમૃદ્ધિભર્યું` જણારો. સાંપ્રદાયિક તત્ત્વો આ કથામાં ૫૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] દર્શન અને થિતન ' વિશાળ માનવતત્ત્વામાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલિભદ્ર, કૈાશા, વિષ્ણુયુસ, વરચિ વગેરે પાત્રો અને ‘કાશાના વિલાસ’, ‘ સ્થૂલિભદ્રા સન્યાસ ’, ‘ અજબ અનુભવા’, કામવિજેતા ' વગેરે પ્રકરણા હૃદયસ્પર્શી છે. વસ્તુ સુત છે, પ્રસગામાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે. અને ધાર્મિક તત્ત્વા વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીય નવલને સુવાચ્ચ મનાવી મૂકે છે, 27 એકતાલીસ-બેંતાલીસના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષાકરતાં કવિ શ્રી. સુંદરમે - મહર્ષિ મેતારજ * વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓને! તટસ્થ નિર્દેશ ' કરીને છેવટે લખ્યું છે કે “આ લેખકે જૈન ધર્મમાંથી વિધા લઈ તે પર નવલકથા લખવા જે શુભ આરંભ કર્યા છે, તે ખરેખર આદરણીય છે. અને આ કાર્યો માટે તેમની પાસે પૂરતી સ ́ક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્ર સૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રા જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રાહણેયનાં છે... ગૂજરાતી સાહિત્યમાં મહાર્વીરનુ આવું સજ્જ ચિત્ર ખીન્નુ ભાગ્યે હશે...... કથાના સૌથી ઉત્તમ ક્લાશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસગે છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છટાએ પહેાંચી શકયા છે, અને પેાતાના અભ્યાસને પિાક તથા કલ્પનાની સૌ દસક શક્તિ તાવી શકયા છે.” ગુજરાતના વયેવૃદ્ધ સાક્ષર શ્રી. કૃષ્ણલાલ મા. ઝવેરીએ જયભિખ્ખુનાં કેટલાંક પુસ્તકોનો સ્વીકાર કરતાં જવાખનાં જે લખ્યું છે, તેમાંથી એક કડકા અત્રે ઉદ્ધૃત કરવાના લાભ રાકી શકાતા નથીઃ * સસ્કૃતનું આવુ ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાનું પણ, અને કલ્પનાથી પૂર સર્જના, Imagination in a large digree suplemented by creation facutly, એ ખાસ મને મહત્ત્વનાં લાગ્યાં. Imaginative અનાવાને મૂર્તસ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ ખીને પ્રશ્નસાયુક્ત ગુણ, ( ૮-૬-૪૭ ) ' લેખનના પ્રારભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી, ચારિત્રવિજય. [ ઈ. સ. ૧૯૭૬ ] એની નિર્ભય સમાલોચના એક પત્રમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરેલી, તેમાં તેમણે લેખકને ધણી માકિ સૂચનાએ કરી છે; પણ તેમની લેખનશક્તિ વિશે અભિપ્રાય ટૂંકમાં આ છેઃ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા 1.૮૩૫ લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાનીમોટી નવલે અને નવલિકાઓ જનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા. ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમ–યુગનું અિતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલે જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું-વિચાર્યું હોવું જોઈએ. જયદેવ” એ પણ ઐતિહાસિક ઘટનાવાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યને ઠીક ઠીક પરિચય સાધ્ય ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દષ્ટિએ પરિશીલન કર્યું ન હોય ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એનો વાંચનાર એવી છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલને લેખક વૈષ્ણવ હોય તો ના નહિ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગેવાયેલી શંગારભક્તિ જાણીતી છે. જ્યારે “જયદેવના સૌંદર્યપૂજા” પ્રકરણમાં વાચક એ શુંગારભાતિના તને જુએ છે ત્યારે તો એની એ છાપ વધારે દઢ બને છે. પણ આ વિજ્યમાં હું મારા વલણને નિર્દેશ કરું તે તે અસ્થાને નહિ લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગેપી-કૃષ્ણના, કુમારસંભવમાંને ઉમામહાદેવના, અને ગીતગોવિંદમના રાધા-કૃષ્ણના ગમે તેવા કાવ્યમય પણ નગ્ન સંગારને નથી માનતે ભક્તિના સાધક કે નથી માનતિ તરુણેને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પિષક! તેથી સહેજે જ જયભિખ્ખએ લખેલ “જયદેવ’ નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્તમને ચર્ચા કરી તેમની દૃષ્ટિકોણ જાણી લીધું. મેં મારે પણ દૃષ્ટિકોણ તેમની સામે મૂક્યો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખુ એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરણું પેઢીની વૃત્તિને પંપાળે એવા શંગારી લેખને વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દૃઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણુવર્ધક કાંઈક નવું જ આપશે. જૈન કથા-સાહિત્ય માટે અતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાનીમેથી વાર્તાઓમાંથી જયભિખ્ખએ આધુનિક સચિને પિષે અને તેણે એવું નવ-નવલિકા સાહિત્ય સર્જી બેવડે ઉપકાર (જે એને ઉપાકર કહે હેય તે) કર્યો છે. જૈનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકે એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય Page #12 -------------------------------------------------------------------------- ________________ 23* ] દર્શન અને ચિંતન કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથા-વસ્તુ મળી જાય છે, ને તે ઉપર તેએ પાતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જૂની કથા-વસ્તુ નવે રૂપે પ્રચારમાં આવે છે. આવા શોધક લેખકેાતે જૈન કથા-સાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જૈન કથાસાહિત્ય એક રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના આવરણ તેમજ ભડાર અને પંથ દૃષ્ટિના અંધિયારખાનામાં ગોંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક અને એવી કથાવસ્તુ સુયૅગ્ય લેખકાના હાથમાં પડી નથી. બીજી બાજુએ જે ગણ્યાગાંયા જૈન લેખકા ાય અને કાંઈક નવ-દૃષ્ટિને આધારે કથાસર્જન કરવા ઇચ્છતા હોય તેમની સામે પંથની સ’કુચિત દૃષ્ટિ ઘુરતી હોય છે. જૂના વાધા અદલ્યા વિના પ્રાચીન કથા-વસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે, અને એ વાધાએમાં સહેજ પણ લખાણ ટૂં કાણું કે સૌંસ્કાર થયા ત્યાં તે રૂઢિની ભૂતાવળ જાગી ઊઠે ! પરિણામે એણે ગમે તેવું લખ્યુ હાય તાય જૈનો ખરીદવા ન લલચાય, અને જૈનેતર જગતમાં એને પ્રવેશ મુશ્કેલ બને. એટલે છેવટે લેખક-પ્રકાશકને ખીજી દિશા સ્વીકારે જ છૂટકા. આ અને આનાં જેવાં બીજાં કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખ્ખુએ પોતાનાં લખાણોથી એ અને લક્ષ્ય સિદ્ધ કર્યાં છે. તેમણે જૈનેતર સુલેખા સામે જૈન કથાસાહિત્ય માંથી સારી સારી કથાવસ્તુએ રજૂ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે કે તમને જે રૂઢિ ધના નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તે કાઈ પણ કથા કે વાર્તા ત્રણે કાળમાં એકરૂપ હોતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખા પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવા નવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખ્ખુએ ખતે લક્ષ્યા કેટલા પ્રમાણમાં સિદ્ધ કર્યો છે એની સાબિતી એમના સાહિત્યના વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જૈનેતર જગતમાં એમનાં લખાણો બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે ખીજી તરફથી જૈન પર પરાના રૂઢિચુસ્તો પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ કર્યાં જ કરે છે, Page #13 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ટા [ ૮૩૭ સહેજે એમ ૫થદૃષ્ટિમાં અદ્દ મેં ઉપર કહ્યું જ છે કે જયભિખ્ખુ મુખ્યપણે જૈન કથાસાહિત્યના આશ્રય લઈ અનેક સર્જતા કરતા રહ્યા છે, પણ આ ઉપરથી લાગવાના સંભવ છે કે ત્યારે એ તે સાંપ્રદાયિક દૃષ્ટિ અગર હેશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે મારે! એ ભ્રમ ભાંગ્યા. એમણે જૈન પરપરામાં પ્રસિદ્ધ અને જૈન સમાજમાં ઢમૂળ એવી અનેક બાબત પેાતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી, પણ એ તે પ્રસંગ વર્ણનનું જમાવટ પૂરતું સ્થૂલ ખાખુ છે. જ્યારે તે કાઈ સિદ્દાન્તની અને માન્યતાની ચર્ચા કરે છે ત્યારે જ તેમની પથમુક્ત દ્રષ્ટિ જોવા પામીએ છીએ. દા. ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મ પ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કાઈ સત્તાધારીને રીઝવવા બ્રાહ્મણે અને બૌદ્ધ ભિક્ષુકાની પેઠે વિવિધ પ્રયત્ન કરતા. જૈન પરપરામાં પેસી ગયેલ ધર્મપ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાની મેાળપ સામે જયભિખ્ખુએ ભાગ્યનિર્માણ' માં ઠીક ટીક ટકાર કરી છે. એ ઐતિહાસિક સત્ય છે કે વિદ્વાને અને ત્યાગીઓ એક અથવા ખીજા બહાના તળે સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને જતે દિવસે તેમણે પોતાની વિદ્યા અને પેાતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું, અને ધર્મને નામે પથા પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પથના અનુયાયીઓ પણ સમયનું હિત વિસારી ખડ ખડ ખની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તો કાઈ એક જ પંથના વાડાઓમાં પણ કલેશદ્વેષના દાવાનલ પ્રગટયો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું ખળ તૂટયું, મહાજનના મેાભે ગયા, શેડાઈ માત્ર વારસાગત રહી અને માટે ભાગે તે દલિત, ગરીમા ને અસહાયની વહારે આવવાને અધ્યે તેમને જ વધારે કચરવા લાગી. એ સત્યને જાણે જયભિખ્ખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે, હેમુને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન જતિની ઠીક ઠીક સમાલેાચના કરી છે, અને સૂચવ્યું છે કે જો કાઈ ધમ માગ સ્વીકારશે તો પછી એને જ. રસ્તે ચાલો, અને અધર્મના કાંટા-ઝાંખરાને ધમતા આંખે સમજવાની ભૂલ ન કા, ન ખીજાને ભૂલમાં રાખો. મારી દષ્ટિએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધ પર્`પરાઓને એમની ચેતવણી ખાસ ઉપયોગી છે. " : જયભિખ્ખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કાઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત-અસત્ વચ્ચેનું Page #14 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ ] દર્શન અને ચિંતન < * અતર કરવા અને પારખવાની વિવેકદૃષ્ટિ વિકસવી જ જોઈ એ. જે સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવુ હાય છતાં બુદ્ધિ માટે ખાજરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાનીમોટી વાર્તાઓ વાચકને ઉપયાગી થશે એમ મને લાગે છે. દા. ત. પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ ’ નવલનું પ્રકરણ · ભરીને માળવા લેવાની રીત ' જીઓ, એમાં ગાંધીજીના હૃદય-પરિવર્તનના અથવા એમ કહા કે પ્રાચીન · અવેરેણુ ય વેરાણિ ' ને સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકદ્ધ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ્ કરી, નિર્ભયપણું, પોતાને હડાહડ વિધી માનતા ચડપ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે ખરાખર ઉપયુક્ત સ્થાને આવે છે. જયભિખ્ખુની વાર્તાઓમાં અનેકવાર દીઘ તપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પથદૃષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય કે જયભિખ્ખુની દૃષ્ટિ માત્ર મહાવીરમાં બહુ છે, પણ મને એમના સાહિત્યને પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસ ́રકાર-પરિચિત નિગ્રંથનાથ મહાવીરને તે માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીકરૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ હિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરાના આદર્શ રજૂ કરે છે. આપણે વાચકે અને સમાલોચકાએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય આંધવા જોઈ એ, હે કે નામ અને પરપરાને આધારે ! કાઈ કૃષ્ણ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલા બીજા કાઈ ને આદર કરતા નથી. આવી કલ્પના પાતે જ પથદૃષ્ટિની સૂચક છે. વાર્તા નાની હાય કે મેટી, લેખક એની જમાવટ અમુક રીતે, અમુક પ્રસંગ લઈ કરે છે, પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્યની વ્યજનાની સિદ્ધિમાં છે, જો મૂળ વક્તવ્ય વાચકના હૃદ્ય ઉપર વ્યક્ત થાય તે એની સિદ્ધિ કહેવાય. આ દૃષ્ટિએ પણ જયભિખ્ખુની વાર્તાઓ સફળ છે. દા.ત. એકવાર દૃઢપણે કરેલા શુદ્ધ સકલ્પ હજાર પ્રલોભના સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને ખરાખર સ્ફુટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણાનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણુ વને જ નહિ પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થયા તેના વારસા જ પાછા એના પજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચનીચપણાના ભૂતની ભાવના સામે બળવેલ કરનાર પર પરા પણ એ ભૂતની દાસ અની. જયભિખ્ખુંએ ‘ મહર્ષિ મેતારજ ' માં જૈનોને તેમની મૂળ ભાવનાની > Page #15 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા યાદ આપવા અને ધર્મયુતિનું ભાન કરાવવા મેતારજ પાત્રની આસપાસ કથાગૂંકન કર્યું છે. તેમણે પિતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યું છે કે એને પ્રશંસતા રૂઢિને ગુલામ જેનોને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચનીચભાવમાં માનનાર બધા જ વર્ગોને એકસરખો બધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે, પાત્ર કેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ. આ લેભી અને કંગાળ વૃત્તિને માણસ પણ કાઈને ઉદાત્ત અને સાવિક ત્યાગ જોઈ ક્ષણમાત્રમાં કેવી રીતે બદલાઈ જાય છે, દીન-હીન મટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે દેવદૂષ્યની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડયા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને તે વ્યંગ્ય સમજાઈ જાય છે. હવે બહુ લંબાવ્યા સિવાય પ્રસ્તુત મિસ્ય-ગલાગલ" નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. સત્ય એ છે : લૌકિક અથવા માયિક સત્ય અને લોકેસર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગત પહેલા જ સત્યને આદર કરી તેમાં રસ લે છે. તેને લીધે જ્યારે તે વિડંબનામાં સંડાવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા અંધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા કાઈ ને કાઈ મંગળમૂર્તિ લેકોત્તર સત્ય, વિચારને વર્તનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશ માર્ગમાંથી ઘણું આશ્વાસન મેળવે છે ને વળી પાછું સામાન્ય જગત તે પુરાણ ચાલેલ ચાલે–અંધકારની દિશામાં જ ગતિ કરે છે. આમલૌકિકને લેકેર (બંને સત્યનું ચક્ર વારાફરતી પોતપોતાનું કામ કરે જાય છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિને મેહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તથી પ્રેરાયેલ કોઈ સબળ હમેશાં પિતાનાથી નિર્બળ સામે જ બળને પંજે અજમાવે છે. અને પિતાથી વધારે સમર્થ કે બળશાળી સામે પાછો દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લેકોત્તર સત્ય સાક્ષાત થાય છે તેનાં વિચાર અને વર્તન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે અયોગ્ય રીતે નમતું નથી આપતે અને નિર્બળને માત્ર એની નબળાઈને કારણે દબાવતે કે સતાવતું પણ નથી. ઊલટું, તે પિતાના સમગ્ર બળને ઉપગ નિર્બળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સબળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના બળને વિધિવત વિનિયોગ કરવામાં કરે છે. સમયે સમયે આવી લેકર વિભૂતિઓને ઈતિહાસે જોઈ છે. એ વિશે કોઈને સદેહ હેય તે, જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ ] દર્શન અને ચિંતન હાય !——તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તે લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પી છે. ૮ મત્સ્ય-ગલાગલને અથ ભાસ્ત્રી—ન્યાય' શબ્દથી પ્રગટ થતા આવ્યા છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતા છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જાનું છે. લેખકે માત્સ્યી-ન્યાય દર્શાવવા તિાસપ્રસિદ્ધ પાત્રા અને કથાનકાને આશ્રય લીધો છે. એ પાત્રા અને કથાનકા માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે એમ નથી, પણ તે રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણુ સાહિત્યમાં પણ મળી આવે છે. નિશ્રયનાથ મહાવીર તે ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક—જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં—તે જૈન સાહિત્યમાં અતિપ્રસિદ્ધ છે. ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રી જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યેય સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈ માં માહ્યી-ન્યાય કેવી રીતે પ્રવર્તો અને કૌરવ-પાંડવાની પેઠે પોતાની ખાનદાની તેમ જ દાદરનું સગપણ વિસારી ક્ષત્રિયત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું, તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકાત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કા સાધક અને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂ થણી દ્વારા સ્પષ્ટ થાય છે, અને વાંચનારને એમ લાગે છે કે જોકે સત્ર માસ્મી-ન્યાય પ્રવર્તે છે, છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લોકાત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માલ્યી-ન્યાયનાં બળેા જોઈ નિરાશ. ન થતાં ઊલટા આશાવાન બને છે, અને સત્પુરુષાર્થ કરવાની પ્રેરણા પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણા જન્માવવી અને પરાક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી—એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે. જયભિખ્ખુની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અવાહી છે તે એના વાચકવર્ગથી અજાણ્યું નથી, પણ એમની આ સ્થળે એક જણાવવા જેવી વિશેષતા મને એ પણ લાગે છે કે તે પ્રણાલિકાઅદ્ધ, છતાં તર્ક અને બુદ્ધિથી પ્રાદ્ય ન બને એવી કેટલીક કલ્પનાઓને બુદ્ધિશ્રાદ્ઘ થઈ શકે તેમ જ જીવનમાં ઉપયાગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા. ત. ભગવાન મહાવીરે લાંબા ઉપવાસાને પારણે એક દુઃપૂર અભિગ્રહ અર્થાત્ સંકલ્પ કર્યોની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહ કે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ, Page #17 -------------------------------------------------------------------------- ________________ અધિકાર ચેષ્ટા [ ૮૧ માથું મૂંડાવેલ, એક પગ ઉંબરામાં તે એક પગ બહાર મૂકેલ,‘આંખમાં આંસુ સારેલ ઇત્યાદિ લક્ષણવાળી કાઈ સ્ત્રી ભિક્ષા આપે તે જ પારણું કરવું—એવા અભિગ્રહ કથામાં વવાયા છે. આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે ખેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની દેહસ્થિતિ, આંસુ વગેરેના ભિક્ષા દેવા કે લેવા સાથે શૈા સબંધ છે? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હાય, ભિક્ષા નિર્દોષ હોય અને લેનાર સાત્વિક હાય—એટલું જ ભિક્ષા લેવા દેવા વચ્ચે અપેક્ષિત છે. ા આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી ? આ પ્રશ્નને યભિખ્ખુએ બુદ્ધિગમ્ય ખુલાસા કર્યાં છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જ્વન તેમ જ જૈન સિદ્ધાન્તની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન અતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂદ્ધ તેમ જ પ્રતિષ્ઠિત હતી, એ ખીના અતિહાસિકાને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપમ્યના સિદ્ધાંતમાં માનતા અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણ પણે મથતા. તિગત ઉચ્ચનીચભાવ કે ગરીખી– તવંગરીકૃત દાસ-વામિભાવ એ આત્મૌપમ્યના સિદ્ધાંતનુ મોટું આવરણ છે. એ આવરણુ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમના અભિપ્ર આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના સ્થૂલ રૂપમાં અહં ન હતા, પણ તેમને અભિગ્રહ લેકેમાં તુચ્છ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકા જેવાં જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવુ' એ સૂક્ષ્મ રૂપમાં સમા હતા. જયભિખ્ખુએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂક્ષ્મ રૂપે વ્યક્ત કરી એના સ્થૂલ રૂપમાં દેખાતા કઢગાપણાને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે. ‘ મત્સ્ય-ગલાગલ ’ શબ્દ ઘણાને અપરિચિત જેવા લાગવાને સંભવ છે, પણ વસ્તુતઃ એ હુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણાએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપરથી એ આખતા સ્પષ્ટ સૂચિત થાય છે: એક તો એ કે સબળાને બ્રસે, એ વસ્તુ તે કાળે પણ કેટલી વિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જન-સમાજે કેવા અવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતા સરલ શબ્દ વ્યવહારમાં આણેલે. વ્યાકરણ શાસ્ત્રમાં તિમિનિ, મશિન અને મત્સ્ય-વિશિષ્ઠ જેવાં ઉદાહરણા ટાંકળ્યાં છે. તિમિ એ નાનામાં નાનું ભાલ્લું, તેને જરાક મેઢુ માછલું ગળી જાય. એ મત્સ્યને વળી એનાથી મેટું માલું ગળે, તે એને પણ એનાથી મોટું ગળે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ] દર્શન અને ચિંતન આ બીના ઉક્ત ઉદાહરણોમાં સચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર “મસ્ય-ગલાગલ” છે. એટલે જયભિખુએ નવલનું નામ ચર્યું છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ તે અર્થવાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આલેખતાં એ ભાવ દૂબહૂ સ્પષ્ટ કર્યો છે. (પ્રકરણ ૧મું “સબળ નિર્બળને ખાય'} પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પિતાના નિવેદનમાં બહુ સચેટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચક સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે. શરૂઆતમાં આપેલ વચન પ્રમાણે, પિતાને અનધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી, એને ખુલાસો મારે કરે રહે છે. ખુલાસામાં મુખ્ય તત્ત્વ તે લેખક પ્રત્યે બહુ મેડું મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણે એક તે લેખકની મેં જાણેલી નિર્ભય સાહસિક વૃતિ, અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ. આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તે અમદાવાદમાં સળસત્તર વર્ષ થયાં, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. છતાં કહી શકાય એવો પરિચય તે ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશે આકર્ષવારી હકીકત તે છેડા વખત પહેલાં જ જાણવા પામે. નૈતિક બળને આધારે, કશા પણ જોખમને કે અગવડને વિચાર કર્યા સિવાય, પિતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિકાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃતિ, એ મને આકર્ષના જયભિખ્ખના જીવનનું પ્રથમ તસ્વ. લગભગ બેંતાલીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્રો સાથે મારે જે સ્થિતિને સામનો કરે પડેલે, તેવી જ સ્થિતિને અને તે જ વર્ગ સામે, સામને પિતાના મિત્રો સાથે જયભિખુને કરવો પડ્યો, એ અમારી સમશીલતા. પણ એથીયે વધારે આકર્ષણ તો તેમનામાં આર્વિભાવ પામેલા વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે. હકીકત એ છે કે જયભિખુ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ નામે શિવલાલ ઠાકરશી દેસાઈ, કાશીમાં મારી સાથે હતા. મારા પહેલાં તેમણે પિતાને આશ્રય આપનાર અને પિતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળ કરેલે, અને પૂરેપૂરી અગવડમાં મુકવા છતાં જરાય નમતું નહિ તળેલું. એ દશ્ય આજે Page #19 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર રેષ્ટા [ 843 પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે, અને મને પણ એજ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણું મળેલી. જ્યારે મને માલૂમ પડ્યું કે બાલાભાઈ એ તે ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ અને વધારામાં એ માલૂમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળ કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખુ પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે કે શિવલાલ ઠાકરસી. દેસાઈને બળવા વખતે જયભિખુને જન્મ પણ થયો ન હતે. આકર્ષનારી બીજી બાબત એ—જયભિખુની સાહિત્ય પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન જોડાયેલું છે. આ બીજી સમશીલતા. જયભિખુએ એ વૃત્તિના બળે અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પ કરેલા છે કે જે પુરુષાથી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ આ સ્થળે લખવાને મારે (જો અધિકાર કહી શકાય તે) મુખ્ય અધિકાર છે.* * શ્રી, જયભિખુની નવલકથા “મસ્ય-ગલામાલની પ્રસ્તાવના.