SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ચેષ્ટા [ ૮૩૭ સહેજે એમ ૫થદૃષ્ટિમાં અદ્દ મેં ઉપર કહ્યું જ છે કે જયભિખ્ખુ મુખ્યપણે જૈન કથાસાહિત્યના આશ્રય લઈ અનેક સર્જતા કરતા રહ્યા છે, પણ આ ઉપરથી લાગવાના સંભવ છે કે ત્યારે એ તે સાંપ્રદાયિક દૃષ્ટિ અગર હેશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે મારે! એ ભ્રમ ભાંગ્યા. એમણે જૈન પરપરામાં પ્રસિદ્ધ અને જૈન સમાજમાં ઢમૂળ એવી અનેક બાબત પેાતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી, પણ એ તે પ્રસંગ વર્ણનનું જમાવટ પૂરતું સ્થૂલ ખાખુ છે. જ્યારે તે કાઈ સિદ્દાન્તની અને માન્યતાની ચર્ચા કરે છે ત્યારે જ તેમની પથમુક્ત દ્રષ્ટિ જોવા પામીએ છીએ. દા. ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મ પ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કાઈ સત્તાધારીને રીઝવવા બ્રાહ્મણે અને બૌદ્ધ ભિક્ષુકાની પેઠે વિવિધ પ્રયત્ન કરતા. જૈન પરપરામાં પેસી ગયેલ ધર્મપ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાની મેાળપ સામે જયભિખ્ખુએ ભાગ્યનિર્માણ' માં ઠીક ટીક ટકાર કરી છે. એ ઐતિહાસિક સત્ય છે કે વિદ્વાને અને ત્યાગીઓ એક અથવા ખીજા બહાના તળે સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને જતે દિવસે તેમણે પોતાની વિદ્યા અને પેાતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું, અને ધર્મને નામે પથા પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પથના અનુયાયીઓ પણ સમયનું હિત વિસારી ખડ ખડ ખની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તો કાઈ એક જ પંથના વાડાઓમાં પણ કલેશદ્વેષના દાવાનલ પ્રગટયો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું ખળ તૂટયું, મહાજનના મેાભે ગયા, શેડાઈ માત્ર વારસાગત રહી અને માટે ભાગે તે દલિત, ગરીમા ને અસહાયની વહારે આવવાને અધ્યે તેમને જ વધારે કચરવા લાગી. એ સત્યને જાણે જયભિખ્ખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે, હેમુને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન જતિની ઠીક ઠીક સમાલેાચના કરી છે, અને સૂચવ્યું છે કે જો કાઈ ધમ માગ સ્વીકારશે તો પછી એને જ. રસ્તે ચાલો, અને અધર્મના કાંટા-ઝાંખરાને ધમતા આંખે સમજવાની ભૂલ ન કા, ન ખીજાને ભૂલમાં રાખો. મારી દષ્ટિએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધ પર્`પરાઓને એમની ચેતવણી ખાસ ઉપયોગી છે. " : જયભિખ્ખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કાઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત-અસત્ વચ્ચેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249244
Book TitleAnadhikar Cheshta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Story
File Size359 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy