Book Title: Anadhikar Cheshta
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ અનધિકાર ચેષ્ટા [[૨૧]. પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઈચ્છું તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યું. તે વખતે વિષયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે ક્યાં લખવું છે ? જ્યારે લખવું હશે ત્યારે સામે પાંગ વાંચીશું અને વિચારીશું. પણ એ અવસર આવ્યે જ નહિ, અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યું છે. વેલ, ઉપન્યાસ, કાદંબરી ને ગલ્પ જેવાં નામોથી પ્રસિદ્ધ થતું કથાવાત્મય મેં સાંભળ્યું જ નથી, એમ કહું તે જરાય અયુક્તિ નથી. વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમોત્તમ વાર્તાઓ વિશે પણ એમ જ બન્યું છે. તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાને માટે અનધિકાર સમજું છું. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાય છું તે-અનધિકાર ચેષ્ટા-ને ખુલાસે અંતમાં થઈ જશે. મનુષ્યજાતિનાં વ્યાવર્તક કે વિશિષ્ટ લક્ષણે અનેક છે. તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેને કથા-વાર્તાને વારસો છે. નાનામેટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એક ક્યાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તેય જણાઈ આવશે કે કુટુંબનાં બાળકે અને વડીલ વચ્ચેનું અનુસંધાનકારી તત્ત્વ એ વાર્તાઓ છે. માતા કે દાદી, બાપ કે દાદે નાનામેટાં પિતાનાં બાળકને વાત ન કહે, તેમનું મન નવાનવા વિષયમાં ન કેળવે, તે એ બાળકે ભાષાવિનાના અને વિચાર વિનાના પશુ જ રહે. વડીલેને પોતે જાણેલી વાતે કે હકીકતે કહ્યા વિના ચેન નથી પડતું, અને ઊછરતાં બાળકેને એ સાંભળ્યા વિના બેચેની રહે છે. આ પરસ્પરને આકર્ષવાર અને જોડનાર જિજ્ઞાસા-તત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસો મેળવ્યા અને કેળવ્યું છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રબળ શ્રદ્ધા જોઈએ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયંસિદ્ધ છે. જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષે પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધને પણ કાંઈ ઓછાં નથી. અને તે નવાં નવાં શોધાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 19