Book Title: Anadhikar Cheshta
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અનધિકાર ચેષ્ટા [ ૮ર. (ઘર) છેડી અનગાર (ભિલાવી) થયેલા તેવા અનેક પ્રકારના શ્રમણે પણ પિતાની સમગ્ર પ્રવૃત્તિ અને સંગ્રહકારી વૃત્તિ કથા-વાર્તા દ્વારા પિતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તે બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા–ઊતરતા બધા જ સ્તરેવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનારા બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ, ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય, એમ ભાસે છે. વાર્તાને સર્જન અને પ્રચાર-પ્રવાહ તો નદીના અખંડ સ્ત્રોતની પેઠે વહેતો જ આવ્યો છે. કેઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે નવ આકર્ષક વાર્તા–મહેલ ઊભા કરે છે. પછી લેકચિ કાંઈક નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લેકચિ નવા વાર્તાકારને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લેકચિ અને લેકસચિથી પુનર્નવસર્જન ઘડાતાં જ ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા–સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જેવા પામીએ છીએ. આજે તે વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે, અને તે એટલી બધી વિકસી છે કે તેના જ્યોર્જ બર્નાર્ડ શે, પર્લ બક, ગાલ્સવધીં, આનાલ ફ્રાન્સ જેવા સર્જકને નોબેલ પ્રાઈઝ સુધ્ધાં મળ્યું છે. અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડ૫માં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણું બધાંની દષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણું જાય છે, અને સ્વયંવર તો આપેઆપ જ સર્જાય છે. લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષામાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્ય સંસ્કૃતિને પડે પાડતી અનેક નવલ-નવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયા અને પછી તે અનેક લેખકો વાર્તાની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશનયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાળનું અંતર જ લુપ્ત થયું. એ સૂચવે છે કે વાર્તાતત્વ મૂળે જ વ્યાપક છે, એ કૃત્રિમ બંધનેથી પર છે. ભારતને પોતાનું કથા-સાહિત્ય છે, અને તે જેવું તેવું નહિ, પણ અસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19