Book Title: Anadhikar Cheshta
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ અનધિકાર ચેષ્ટા યાદ આપવા અને ધર્મયુતિનું ભાન કરાવવા મેતારજ પાત્રની આસપાસ કથાગૂંકન કર્યું છે. તેમણે પિતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યું છે કે એને પ્રશંસતા રૂઢિને ગુલામ જેનોને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચનીચભાવમાં માનનાર બધા જ વર્ગોને એકસરખો બધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે, પાત્ર કેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ. આ લેભી અને કંગાળ વૃત્તિને માણસ પણ કાઈને ઉદાત્ત અને સાવિક ત્યાગ જોઈ ક્ષણમાત્રમાં કેવી રીતે બદલાઈ જાય છે, દીન-હીન મટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે દેવદૂષ્યની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડયા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને તે વ્યંગ્ય સમજાઈ જાય છે. હવે બહુ લંબાવ્યા સિવાય પ્રસ્તુત મિસ્ય-ગલાગલ" નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. સત્ય એ છે : લૌકિક અથવા માયિક સત્ય અને લોકેસર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગત પહેલા જ સત્યને આદર કરી તેમાં રસ લે છે. તેને લીધે જ્યારે તે વિડંબનામાં સંડાવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા અંધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા કાઈ ને કાઈ મંગળમૂર્તિ લેકોત્તર સત્ય, વિચારને વર્તનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશ માર્ગમાંથી ઘણું આશ્વાસન મેળવે છે ને વળી પાછું સામાન્ય જગત તે પુરાણ ચાલેલ ચાલે–અંધકારની દિશામાં જ ગતિ કરે છે. આમલૌકિકને લેકેર (બંને સત્યનું ચક્ર વારાફરતી પોતપોતાનું કામ કરે જાય છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિને મેહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તથી પ્રેરાયેલ કોઈ સબળ હમેશાં પિતાનાથી નિર્બળ સામે જ બળને પંજે અજમાવે છે. અને પિતાથી વધારે સમર્થ કે બળશાળી સામે પાછો દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લેકોત્તર સત્ય સાક્ષાત થાય છે તેનાં વિચાર અને વર્તન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે અયોગ્ય રીતે નમતું નથી આપતે અને નિર્બળને માત્ર એની નબળાઈને કારણે દબાવતે કે સતાવતું પણ નથી. ઊલટું, તે પિતાના સમગ્ર બળને ઉપગ નિર્બળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સબળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના બળને વિધિવત વિનિયોગ કરવામાં કરે છે. સમયે સમયે આવી લેકર વિભૂતિઓને ઈતિહાસે જોઈ છે. એ વિશે કોઈને સદેહ હેય તે, જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19