________________
23* ]
દર્શન અને ચિંતન
કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથા-વસ્તુ મળી જાય છે, ને તે ઉપર તેએ પાતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જૂની કથા-વસ્તુ નવે રૂપે પ્રચારમાં આવે છે. આવા શોધક લેખકેાતે જૈન કથા-સાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જૈન કથાસાહિત્ય એક રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના આવરણ તેમજ ભડાર અને પંથ દૃષ્ટિના અંધિયારખાનામાં ગોંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક અને એવી કથાવસ્તુ સુયૅગ્ય લેખકાના હાથમાં પડી નથી. બીજી બાજુએ જે ગણ્યાગાંયા જૈન લેખકા ાય અને કાંઈક નવ-દૃષ્ટિને આધારે કથાસર્જન કરવા ઇચ્છતા હોય તેમની સામે પંથની સ’કુચિત દૃષ્ટિ ઘુરતી હોય છે. જૂના વાધા અદલ્યા વિના પ્રાચીન કથા-વસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે, અને એ વાધાએમાં સહેજ પણ લખાણ ટૂં કાણું કે સૌંસ્કાર થયા ત્યાં તે રૂઢિની ભૂતાવળ જાગી ઊઠે ! પરિણામે એણે ગમે તેવું લખ્યુ હાય તાય જૈનો ખરીદવા ન લલચાય, અને જૈનેતર જગતમાં એને પ્રવેશ મુશ્કેલ બને. એટલે છેવટે લેખક-પ્રકાશકને ખીજી દિશા સ્વીકારે જ છૂટકા.
આ અને આનાં જેવાં બીજાં કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખ્ખુએ પોતાનાં લખાણોથી એ અને લક્ષ્ય સિદ્ધ કર્યાં છે. તેમણે જૈનેતર સુલેખા સામે જૈન કથાસાહિત્ય માંથી સારી સારી કથાવસ્તુએ રજૂ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે કે તમને જે રૂઢિ ધના નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તે કાઈ પણ કથા કે વાર્તા ત્રણે કાળમાં એકરૂપ હોતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખા પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવા નવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખ્ખુએ ખતે લક્ષ્યા કેટલા પ્રમાણમાં સિદ્ધ કર્યો છે એની સાબિતી એમના સાહિત્યના વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જૈનેતર જગતમાં એમનાં લખાણો બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે ખીજી તરફથી જૈન પર પરાના રૂઢિચુસ્તો પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ કર્યાં જ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org