SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેષ્ટા 1.૮૩૫ લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાનીમોટી નવલે અને નવલિકાઓ જનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા. ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમ–યુગનું અિતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલે જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું-વિચાર્યું હોવું જોઈએ. જયદેવ” એ પણ ઐતિહાસિક ઘટનાવાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યને ઠીક ઠીક પરિચય સાધ્ય ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દષ્ટિએ પરિશીલન કર્યું ન હોય ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એનો વાંચનાર એવી છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલને લેખક વૈષ્ણવ હોય તો ના નહિ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગેવાયેલી શંગારભક્તિ જાણીતી છે. જ્યારે “જયદેવના સૌંદર્યપૂજા” પ્રકરણમાં વાચક એ શુંગારભાતિના તને જુએ છે ત્યારે તો એની એ છાપ વધારે દઢ બને છે. પણ આ વિજ્યમાં હું મારા વલણને નિર્દેશ કરું તે તે અસ્થાને નહિ લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગેપી-કૃષ્ણના, કુમારસંભવમાંને ઉમામહાદેવના, અને ગીતગોવિંદમના રાધા-કૃષ્ણના ગમે તેવા કાવ્યમય પણ નગ્ન સંગારને નથી માનતે ભક્તિના સાધક કે નથી માનતિ તરુણેને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પિષક! તેથી સહેજે જ જયભિખ્ખએ લખેલ “જયદેવ’ નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્તમને ચર્ચા કરી તેમની દૃષ્ટિકોણ જાણી લીધું. મેં મારે પણ દૃષ્ટિકોણ તેમની સામે મૂક્યો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખુ એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરણું પેઢીની વૃત્તિને પંપાળે એવા શંગારી લેખને વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દૃઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણુવર્ધક કાંઈક નવું જ આપશે. જૈન કથા-સાહિત્ય માટે અતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાનીમેથી વાર્તાઓમાંથી જયભિખ્ખએ આધુનિક સચિને પિષે અને તેણે એવું નવ-નવલિકા સાહિત્ય સર્જી બેવડે ઉપકાર (જે એને ઉપાકર કહે હેય તે) કર્યો છે. જૈનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકે એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249244
Book TitleAnadhikar Cheshta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Story
File Size359 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy