________________
૮૩૮ ]
દર્શન અને ચિંતન
<
*
અતર કરવા અને પારખવાની વિવેકદૃષ્ટિ વિકસવી જ જોઈ એ. જે સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવુ હાય છતાં બુદ્ધિ માટે ખાજરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાનીમોટી વાર્તાઓ વાચકને ઉપયાગી થશે એમ મને લાગે છે. દા. ત. પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ ’ નવલનું પ્રકરણ · ભરીને માળવા લેવાની રીત ' જીઓ, એમાં ગાંધીજીના હૃદય-પરિવર્તનના અથવા એમ કહા કે પ્રાચીન · અવેરેણુ ય વેરાણિ ' ને સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકદ્ધ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ્ કરી, નિર્ભયપણું, પોતાને હડાહડ વિધી માનતા ચડપ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે ખરાખર ઉપયુક્ત સ્થાને આવે છે.
જયભિખ્ખુની વાર્તાઓમાં અનેકવાર દીઘ તપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પથદૃષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય કે જયભિખ્ખુની દૃષ્ટિ માત્ર મહાવીરમાં બહુ છે, પણ મને એમના સાહિત્યને પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસ ́રકાર-પરિચિત નિગ્રંથનાથ મહાવીરને તે માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીકરૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ હિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરાના આદર્શ રજૂ કરે છે. આપણે વાચકે અને સમાલોચકાએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય આંધવા જોઈ એ, હે કે નામ અને પરપરાને આધારે ! કાઈ કૃષ્ણ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલા બીજા કાઈ ને આદર કરતા નથી. આવી કલ્પના પાતે જ પથદૃષ્ટિની સૂચક છે.
વાર્તા નાની હાય કે મેટી, લેખક એની જમાવટ અમુક રીતે, અમુક પ્રસંગ લઈ કરે છે, પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્યની વ્યજનાની સિદ્ધિમાં છે, જો મૂળ વક્તવ્ય વાચકના હૃદ્ય ઉપર વ્યક્ત થાય તે એની સિદ્ધિ કહેવાય. આ દૃષ્ટિએ પણ જયભિખ્ખુની વાર્તાઓ સફળ છે. દા.ત. એકવાર દૃઢપણે કરેલા શુદ્ધ સકલ્પ હજાર પ્રલોભના સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને ખરાખર સ્ફુટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણાનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણુ વને જ નહિ પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થયા તેના વારસા જ પાછા એના પજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચનીચપણાના ભૂતની ભાવના સામે બળવેલ કરનાર પર પરા પણ એ ભૂતની દાસ અની. જયભિખ્ખુંએ ‘ મહર્ષિ મેતારજ ' માં જૈનોને તેમની મૂળ ભાવનાની
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org