SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અનધિકાર ચેષ્ટા [ ૮ર૯ બુદ્ધવની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બેધિસત્વ. બૌદ્ધ પરંપરા અવતારવાદ કે વઅસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી, પણ તે સત-અસત્ વૃત્તિનાં અથવા દૈવી–આસુરી વૃત્તિનાં દૂધને અવલંબી જડતા, પ્રમાદ, ધ જેવી આસુરી વૃત્તિઓને પ્રજ્ઞા, પુક્ષાર્થ અને ક્ષમા જેવી “વી. વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે અને દર્શાવે છે કે જે વ્યક્તિ દેવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા-પારમિતા સાધે છે તે જ બધિસત્ત્વ, અને તે જ ક્રમે બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદને આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડે મનોરંજક કથાઓ રચીછે, જે જાતકકથા નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ સિવાય પણ બૌદ્ધ પાલિવાડ્મયમાં સ્થાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તે જાતક કથાઓ જ ખેંચે છે. જૈન પરંપરાનું કથા-વાલ્મય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુઃખનાં તડકા-છાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વરનિર્મિત કે નથી દેવપ્રેરિત, નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર. તેને આધાર જીવની પિતાની સ-અસત્ વૃતિ એ જ છે. જેવી વૃત્તિ એટલે કે બુદ્ધિ અને પુરુ પાર્થ તેવી જ કર્મચેતના, અને તેવી જ ફળચેતના. માણસ પોતે જે. છે તે તેના પૂર્વ-સંચિત સંસ્કાર અને વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે. તે જે થવા માગે તે સ્વપુસ્નાર્થથી બની શકે. આખું ભાવિ એના પિતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દૃષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે. લે કાને મઢે મોઢે અને ઘરે ઘરે રમતું લોકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલ્યું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ પોતપોતાની માન્યતા ને પિષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા પિતતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટને આકાર આપ્યા છે. કથા મૂળ એક જ હોય, પણ તે વ્યાસના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષુકે અને જૈન નિગ્રંથને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249244
Book TitleAnadhikar Cheshta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Story
File Size359 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy