________________
૮૩૦ ]
દર્શન અને ચિંતન
સાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેથી આ વસ્તુ અછાની નથી. રામરાવણ, ક'સ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લોકકથા પુરાણામાં એક રૂપે હાય તા જન પર’પરામાં તે સહેજ ખીજે રૂપે હાય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જ રીતે હાય, કાઈ એક જ પરપરાના જુદા જુદા લેખા પણ ઘણીવાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તે નાભિમદેવીના નદન ઋષભદેવની વાત જૈન પર પરાથી કાંઈક જુદી હેાય એ સમજી શકાય તેવુ છે, પણ જૈન પર’પરાના દિગબર—શ્વેતાંબર જેવા બે કવિલેખક પણ ઋષભદેવની કથા વિશે સથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકે કે પ્રચારને ઉદ્દેશ પાતપોતાની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાને હોય છે. એ ઉદ્દેશ તેમને તત્કાલીન આકર્ષક બાને કથામાં સમાવવા ગેરે છે, તે તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડેઘણા ફેર પડી જ જાય છે. શિખિએ ખાજથી પારેવાનું રક્ષણ કરવા પેાતાનું શરીર અર્ષ્યાની કથા મહાભારતના વનમાં છે. એધિસત્ત્વે પણ પ્રાણીરક્ષણ માટે હિસ્ર પશુને પોતાના દેહ અર્પી એવી વાત વ્યાઘ્રીજાતકમાં છે. સેાળમા તીર્થંકર શાંતિનાથે મેધરથ રાજાના ભવમાં ખાજના પંજામાંથી પારેવાને બચાવવા પેાતાને દેહ અર્ષ્યાની વાત છે. સિંહના પામાંથી સુરભિનું રક્ષણ કરવા દિલીપના દેહાણની વાત પણ કાનમાં આવી છે. આ બધી વાર્તા. આમાં પાત્રા અને પ્રસગા ભલે જુદાં હોય, પણ તેમાં પ્રાણી-રક્ષણની ધર્મોચિત કે ક્ષત્રિયાચિત જવાબદારી અદા કરવાને પ્રાણુ તે એક જ ધબકી રહ્યો છે. મહાભારતમાં મિથિલાના અનાસક્ત કયોગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતત્કામાં મહાજનક એક જાતક છે, તેમાં મિથિલાનરેશ તરીકે મહાજનક નામનું ખેાધિસત્ત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નિમરાજ ઋષીશ્વરની કથા છે. તે પણ અમુક પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ, પેાતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવાની કશી જ ચિંતા સેવ્યા વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે. આ જુદાજુદા દેખાતા કથા ઉદ્ગમે. મૂળમાં કાઈ એક જ બીજનાં પરિણામ છે, અગર તો એકનાં સ્ત્રીજા સુધારેલાં અનુકરણા છે. ઉદયન વત્સરાજ જેવી ઐતિહાસિક વ્યક્તિનુ આલેખન કરતી કથાઓ પણ ઉપર સૂચવેલ બ્રાહ્મણ-શ્રમણ પર પરાતમાં કાંઈક ને કાંઈક જુદો જુદો આકાર ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણુવા પૂરતી કરી છે કે પ્રાચીન કાળમાં અને મધ્ય ફાળમાં પણ એક સામાન્ય કથાના ખાખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org