________________
૮ર૮]
દર્શન અને ચિંતન ધારણ કાર્તેિ છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય બુઝર્ગ પણ હેય. ભારતે એટલા બધા દાનવીરે, રણવીર અને ધર્મવીરે પેદા કર્યો છે કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતું જતું સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તે ભારતીય સાહિત્યના કાંઈકા પાડી ન શકાય; ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ઘણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણને લીધે ભારતીય કથા-સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય ઃ ૧. વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જેન.
વૈદિક અને પૌરાણિક ગણાતા કથા-સાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા બે પ્રવાહોથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુરસંગ્રામની. દેવો અને અસુરે મૂળ કેણ હતા, તેમને સંગ્રામ ક્યારે અને કયે નિમિત્તે તેમ જ ક્યાં થયેલ–એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના ક્યારેક વાર્તામાં દાખલ થઈ પછી તે એ કલ્પના વ્યાસ અને પૌરાણિક માટે કામદુધા ધેનુ બની ગઈ એ કપનાની ભૂમિકા ઉપર એટલું બધું વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે તે જોતાં આશ્ચર્યમાં ગરક થઈ જવાય છે. અતય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર-સંગ્રામને સંક્ત એક રીતે છે, જ્યારે છોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેને ઉપયોગ કથારૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયો છે. અને મહાભારત જેવાં મહાકાવ્ય અને પુરાણોમાં તો એ કલ્પના વિના જાણે વ્યાસો આગળ જ વધી શક્તા નથી. મહાદેવને ઉમા સાથે પરણાવવા હોય કે કંસ જેવાને વધ કરાવ હેય કે લેખકે પિતે માની લીધેલા બૌદ્ધ-જન જેવા નાસ્તિક અસુરેને નરકે એકલી વૈદિક
આસ્તિક દેવનું રાજ્ય સ્થાપવું હોય કે ભાર્ગવ જેવા વંશને અસુર કેટીમાં મૂક હોય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એકમાત્ર દેવાસુર-સંગ્રામની કલ્પનાનો આશ્રય કરી તેને આધારે નાનામેટાં કેટલાં વાર્તાઓ, આખ્યાનો ને આખ્યાયિકાઓ રચાયાં છે, એ જે કંઈ સર્વાગીણ શેધપૂર્વક લખે તે તે ખાતરીથી પીએચ. ડિી. ની ડિગ્રી મેળવે અને તેમાં રસ પણ જે તે નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલું છે. એટલે વૈદિક કે પૌરાણિક કથા-સાહિત્યમાં તે કઈ ને કઈ રૂપે ભાગ ભજવ્યા વિના રહેતા જ નથી.
બૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણથી નેખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ છે બેધિસત્ત્વની પારમિતાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org