________________
અધિકાર ચેષ્ઠા
[ ૮૩૩
ડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી. અને છતાંય તેમણે વિવિધ પ્રકારનુ જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કાઈ ને પણ થયા વિના ન રહે, એમ હુ સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણોની યાદી તે બહુ મોટી છે, તેમ છતાં ડઝનેક જેટલી નાનીમોટી નવલા તે અર્ધો ડઝન જેટલા લઘુવાસ ગ્રહે એટલું પણ એમની લેખનકળાની હથોટી સિદ્ધ કરવા પૂરતુ છે. એમણે લખવાની શરૂઆત તા લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં કરી. એ શરૂઆત મૂળે તે આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યક્તા ઠીક ઠીફ સતીષી પણ ખરી. અને પછી તે એમના એ રસ-વ્યવસાય જ થઈ ગયા છે. શરૂઆતમાં એમણે વિદ્યાર્થી વાચનમાળા ’ જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પુત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિએ જન્મતી ગઈ, તેમ તેમ તેમાં વધારે રસ અને વિચાર--પ્રેરકતાનાં તત્ત્વો પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રવ્ય ધડાતી ચાલી. એની પ્રતીતિ કાવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલે જોતાં થાય છે. જયભિખ્ખુની એક નવલ નામે - પ્રેમભક્ત કવિ જયદેવ ' ઉપરથી કળાકાર શ્રી. કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ‘ ગીતગોવિંદ’ નામે ચિત્રપટ પણ તૈયાર થયું અને તે રીક ઠીક પસ ંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજાબંધુના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારાની કળાનું ખીજી દશામાં ધ્યાન ખેંચવા લખેલું :
<
..
આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સાલકી યુગને નમસ્કાર કરી હવે સેનાપતિ ( આચાર્ય ) અને • ભગવાન ઋષસદૈવ ( જયભિખ્ખુ ) ની જેમ, વિશેષ સફળતાર્થી, નવા યુગોમાં વિહાર કરે'
:
*
,
ગુજરાતી સાહિત્ય સભા તરફથી થતી ચાલીસના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશ'કર મ. જોશીએ · સ્થૂલિભદ્ર ' વિશે જે લખ્યું છે તે લખાણ–ભયને સંકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્ધૃત કરવું યોગ્ય સમજું છું:
“ જયભિખ્ખુ કૃત “ સ્થૂલિભદ્ર માં નવલકથામાં ઐતિહાસિક ધ કથાને ઉચિત કલાથી ગૂંથવાના સફળ ચહ્ન થયા છે. પ્રેમકથા, મુત્સદ્દીગીરી કે સાહસયાઓની પુનરુક્તિથી અકળાતા લેખકને કથાને રુચિર સ્વરૂપે ગૂંથવાનું ક્ષેત્ર હછ અણખેડાયેલુ અને ભાવિ સમૃદ્ધિભર્યું` જણારો. સાંપ્રદાયિક તત્ત્વો આ કથામાં
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org