________________
૮૪૨ ]
દર્શન અને ચિંતન આ બીના ઉક્ત ઉદાહરણોમાં સચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર “મસ્ય-ગલાગલ” છે. એટલે જયભિખુએ નવલનું નામ ચર્યું છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ તે અર્થવાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આલેખતાં એ ભાવ દૂબહૂ સ્પષ્ટ કર્યો છે. (પ્રકરણ ૧મું “સબળ નિર્બળને ખાય'} પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પિતાના નિવેદનમાં બહુ સચેટપણે
અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચક સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે.
શરૂઆતમાં આપેલ વચન પ્રમાણે, પિતાને અનધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી, એને ખુલાસો મારે કરે રહે છે. ખુલાસામાં મુખ્ય તત્ત્વ તે લેખક પ્રત્યે બહુ મેડું મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણે એક તે લેખકની મેં જાણેલી નિર્ભય સાહસિક વૃતિ, અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ. આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તે અમદાવાદમાં સળસત્તર વર્ષ થયાં, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. છતાં કહી શકાય એવો પરિચય તે ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશે આકર્ષવારી હકીકત તે છેડા વખત પહેલાં જ જાણવા પામે. નૈતિક બળને આધારે, કશા પણ જોખમને કે અગવડને વિચાર કર્યા સિવાય, પિતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિકાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃતિ, એ મને આકર્ષના જયભિખ્ખના જીવનનું પ્રથમ તસ્વ. લગભગ બેંતાલીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્રો સાથે મારે જે સ્થિતિને સામનો કરે પડેલે, તેવી જ સ્થિતિને અને તે જ વર્ગ સામે, સામને પિતાના મિત્રો સાથે જયભિખુને કરવો પડ્યો, એ અમારી સમશીલતા. પણ એથીયે વધારે આકર્ષણ તો તેમનામાં આર્વિભાવ પામેલા વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે.
હકીકત એ છે કે જયભિખુ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ નામે શિવલાલ ઠાકરશી દેસાઈ, કાશીમાં મારી સાથે હતા. મારા પહેલાં તેમણે પિતાને આશ્રય આપનાર અને પિતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળ કરેલે, અને પૂરેપૂરી અગવડમાં મુકવા છતાં જરાય નમતું નહિ તળેલું. એ દશ્ય આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org