________________
અધિકાર ચેષ્ટા
[ ૮૧
માથું મૂંડાવેલ, એક પગ ઉંબરામાં તે એક પગ બહાર મૂકેલ,‘આંખમાં આંસુ સારેલ ઇત્યાદિ લક્ષણવાળી કાઈ સ્ત્રી ભિક્ષા આપે તે જ પારણું કરવું—એવા અભિગ્રહ કથામાં વવાયા છે. આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે ખેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની દેહસ્થિતિ, આંસુ વગેરેના ભિક્ષા દેવા કે લેવા સાથે શૈા સબંધ છે? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હાય, ભિક્ષા નિર્દોષ હોય અને લેનાર સાત્વિક હાય—એટલું જ ભિક્ષા લેવા દેવા વચ્ચે અપેક્ષિત છે. ા આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી ? આ પ્રશ્નને યભિખ્ખુએ બુદ્ધિગમ્ય ખુલાસા કર્યાં છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જ્વન તેમ જ જૈન સિદ્ધાન્તની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન અતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂદ્ધ તેમ જ પ્રતિષ્ઠિત હતી, એ ખીના અતિહાસિકાને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપમ્યના સિદ્ધાંતમાં માનતા અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણ પણે મથતા. તિગત ઉચ્ચનીચભાવ કે ગરીખી– તવંગરીકૃત દાસ-વામિભાવ એ આત્મૌપમ્યના સિદ્ધાંતનુ મોટું આવરણ છે. એ આવરણુ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમના અભિપ્ર આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના સ્થૂલ રૂપમાં અહં ન હતા, પણ તેમને અભિગ્રહ લેકેમાં તુચ્છ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકા જેવાં જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવુ' એ સૂક્ષ્મ રૂપમાં સમા હતા. જયભિખ્ખુએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂક્ષ્મ રૂપે વ્યક્ત કરી એના સ્થૂલ રૂપમાં દેખાતા કઢગાપણાને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે.
‘ મત્સ્ય-ગલાગલ ’ શબ્દ ઘણાને અપરિચિત જેવા લાગવાને સંભવ છે, પણ વસ્તુતઃ એ હુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણાએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે.
આ ઉપરથી એ આખતા સ્પષ્ટ સૂચિત થાય છે: એક તો એ કે સબળાને બ્રસે, એ વસ્તુ તે કાળે પણ કેટલી વિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જન-સમાજે કેવા અવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતા સરલ શબ્દ વ્યવહારમાં આણેલે. વ્યાકરણ શાસ્ત્રમાં તિમિનિ, મશિન અને મત્સ્ય-વિશિષ્ઠ જેવાં ઉદાહરણા ટાંકળ્યાં છે. તિમિ એ નાનામાં નાનું ભાલ્લું, તેને જરાક મેઢુ માછલું ગળી જાય. એ મત્સ્યને વળી એનાથી મેટું માલું ગળે, તે એને પણ એનાથી મોટું ગળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org