________________
૮૪૦ ]
દર્શન અને ચિંતન
હાય !——તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તે લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પી છે. ૮ મત્સ્ય-ગલાગલને અથ ભાસ્ત્રી—ન્યાય' શબ્દથી પ્રગટ થતા આવ્યા છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતા છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જાનું છે. લેખકે માત્સ્યી-ન્યાય દર્શાવવા તિાસપ્રસિદ્ધ પાત્રા અને કથાનકાને આશ્રય લીધો છે. એ પાત્રા અને કથાનકા માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે એમ નથી, પણ તે રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણુ સાહિત્યમાં પણ મળી આવે છે. નિશ્રયનાથ મહાવીર તે ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક—જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં—તે જૈન સાહિત્યમાં અતિપ્રસિદ્ધ છે.
ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રી જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યેય સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈ માં માહ્યી-ન્યાય કેવી રીતે પ્રવર્તો અને કૌરવ-પાંડવાની પેઠે પોતાની ખાનદાની તેમ જ દાદરનું સગપણ વિસારી ક્ષત્રિયત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું, તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકાત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કા સાધક અને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂ થણી દ્વારા સ્પષ્ટ થાય છે, અને વાંચનારને એમ લાગે છે કે જોકે સત્ર માસ્મી-ન્યાય પ્રવર્તે છે, છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લોકાત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માલ્યી-ન્યાયનાં બળેા જોઈ નિરાશ. ન થતાં ઊલટા આશાવાન બને છે, અને સત્પુરુષાર્થ કરવાની પ્રેરણા પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણા જન્માવવી અને પરાક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી—એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે.
જયભિખ્ખુની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અવાહી છે તે એના વાચકવર્ગથી અજાણ્યું નથી, પણ એમની આ સ્થળે એક જણાવવા જેવી વિશેષતા મને એ પણ લાગે છે કે તે પ્રણાલિકાઅદ્ધ, છતાં તર્ક અને બુદ્ધિથી પ્રાદ્ય ન બને એવી કેટલીક કલ્પનાઓને બુદ્ધિશ્રાદ્ઘ થઈ શકે તેમ જ જીવનમાં ઉપયાગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા. ત. ભગવાન મહાવીરે લાંબા ઉપવાસાને પારણે એક દુઃપૂર અભિગ્રહ અર્થાત્ સંકલ્પ કર્યોની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહ કે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org