________________
ર૬ ]
દર્શન અને ચિંતન તેમ જ ઉમેરાતાં જાય છે. એ બધાંમાં સરલ અને સર્વગમ્ય જ્ઞાનવિનિમયનું સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાં એકસરખી રીતે ઉપયોગી થાય, કંટાળા વિના વધારે ને વધારે જિજ્ઞાસા પળે જાય અને જ્ઞાન લેનાર ને દેનાર બંનેને શાંતિ અને સ્વસ્થતાને અનુભવ કરાવે એવું સાધન એકમાત્ર કથા-વાર્તા છે. તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવું સાહિત્ય એક અથવા બીજી રીતે
ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલે જૂનો અને જેટલે વિશાળ તેટલું જ તેનું કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની ભારત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમ જ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાગતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે.
| સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક કોઈ પણ બનાવ કે ઘટના હેય તો તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હોય તેનું તેવું ચિત્રણ એ ઇતિહાસ છે, પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સંબંધો અને દૂર દૂર દેશના સંબંધો વર્તમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વર્તમાનની સાંકળ મોટેભાગે કથા-વાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કેઈએ કરી નથી, કોઈથી થઈ શકી પણ નથી.
કથા-વાર્તા શ્રવ્ય તો છે જ, પણ એની કપ્રિયતાએ એને અનેક રીતે દશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતું, ત્યારે પણ “મુંબઈ દેખો, કાશી દેખો, દેખે મથુરાકા ઘાટ” એમ કહી માથે ફલકની પિટી લઈ ઘેર ઘેર ફરનાર મંખલીપુત્રો-ચિત્રપ્રદર્શ કો હતા જ, નાટક—ભવાઈ તે હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ–સ્થાપત્યમાં વાર્તાઓ ઉત્કીર્ણ મળી આવે છે. એ બધું તેની લોકપ્રિયતા જ સૂચવે છે.
" જ્યાં આવી લે કપ્રિયતા હોય, ત્યાં તેને વાહક એક વિશિષ્ટ વર્ગ હેવાને જ. વ્યાસો માત્ર કથા જ ન કરતા કે પુરાણ જ ન સંભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવનવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેને પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટની કામનું તે એ જ કામ ! ભેજક, તરગાળાઓમાં પણ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org