Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005073/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ [ સચપસેટીયું - બીજું ઉપાંગર - ગુર્જરછાયા | મ | વર્ગ અનુકમ | પૃષ્ઠક સૂયભદેવ વિવરણ 1-47 ] 378-409 પ્રદેશ રાજા-વિવરણ 48-85 ] 409-430 Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [378] नमो नमो निम्पल देसणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ 2222222 . રાયસેણિય રાયપ ઉરંગસૂત્ર-૨-ગુર્જરછાયા I - - - -- ---- -- અિરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ, લોકમાં રહેલ સર્વ સાધુને નમસ્કાર થાઓ. [1] તે કાલે તે સમય આમલકપ્પા નામે નગરી હતી. એ આમલકપ્પા નગરીમાં ધન અને ધાન્ય વગેરેની વિભૂતિ પરિપૂર્ણ હતી, યાવતું દર્શનીય, મનોહર, પ્રાસાદિક અને અસાધારણ સૌંદર્ય ભાવતું વાળી હતી. ચિએવી એ આમલકપ્પા નગરીથી બહાર ઈશાન ખૂણામાં અંબસાલવણ નામનું એક ચેત્ય હતું. એ ચૈત્ય ઘણા લાંબા કાળનું પુરાણું, યાવતુ એ વનખંડ જોતાં જાણે કે મેઘનો સમૂહ જ ન હોય એવો ભાસ જોનારને થતો હતો. ચિત્યની ચારે બાજુ પથરાએલા એ પહોળા વનખંડમાં વચ્ચોવચ્ચ એક મોટું ઉંચું અશોકનું વૃક્ષ હતું, આંખને ઠારે એવું પ્રસન્નતા પમાડનારું ઘણું સુશોભિત હતું. 1 [4] એ નગરીમાં રાજા શ્રેણિક અને રાણી ધારિણીનું રાજ્ય હતું. શ્રમણભગવંત મહાવીર સમોસા - પર્ષદા નીકળી પાવતુ રાજા એ પરિઉપાસના કરો આ સર્વે વાત ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવી. ] જે સમયે શ્રમણ ભગવાન મહાવીર આમલકપ્પા નગરીની બહાર આવેલા અંબાલવણ ચૈત્યના સમવસરણ માં બિરાજતા હતા તે કાલે તે સમયે સૌધર્મકલ્પમાં સૂયભવિમાનમાં સુધમાં નામની સભામાં સૂયાભસિહાસન ઉપર બેઠેલા સૂયભદેવ પોતાના વિપુલ અવધિવડે સમગ્ર જંબુદ્વીપ તરફ નજર નાંખી તેને બરાબર નિરખી રહ્યો હતો.એ સૂયભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દેવો. પોતપોતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સૂર્યાભિવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવો અને દેવીઓ હતાં. સૂયભસિંહાસના ઉપર બેઠેલો તે સપરિવાર સૂર્યદેવ - નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીર્જા વિવિધ વાજાંઓ અને વાદનકળામાં દક્ષ પુરુષ જેને વગાડે છે એવો મેઘની પેઠે ગાજતો, મૃદંગ અદિ બધાંમાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતો સાંભળતો દિવ્ય ભોગોને ભોગવતો રહેતો હતો. સૂયભદેવે સમગ્ર જંબૂઢીપને નિરખતાં નિરખતાં ભારતવર્ષમાં આમલકપ્પા નગરીની બહાર અંબાલવણ ચેત્યમાં આવી રહેલા અને યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ Page #12 -------------------------------------------------------------------------- ________________ 25 - 3 % અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા. ભગવાનનું દર્શન કરીને તે સુભદેવ હર્ષવાળો, તોષવાળો અને આનંદિત ચિત્તવાળો થયો તથા ભગવાન તરફ એના મનમાં પ્રીતિ થઈ-પરમ સૌમનસ્ય થયું. હર્ષના આવેગથી તેનું હૃદય ધબકવા લાગ્યું. એનાં કમળ જેવાં ઉત્તમ નેત્રો ખીલી ઉઠ્યાં, આનંદના વેગથી એનાં ઉત્તમ કડાં બેરખાં કેયૂર મુગટ બને કુંડલો અને સુંદર હારથી સુશોભિત છાતી-એ બધું ચલાયમાન-થઈ ગયું. નીચે સુધી લટકતા પ્રલંબને અને કંપાયમાન થએલાં બીજાં આભૂષણોને ધારણ કરતો તે સૂયભિદેવ ભગવાન મહાવીરને જોતાંજ સંભ્રમ સાથે ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસનથી ઊભો થઈ ગયો, પછી તેણે પાદપીઠ ઉપર ચડી પાદુકાઓ મોજડીઓ-કાઢી નાખી અને તીર્થકરની સામે સાત આઠ પગલાં જઈ ડાબો ઘૂંટણ ઉંચો કરી જમણો ઘુંટણ ધરણી ઉપર ઢાળી મસ્તકને ત્રણ વાર ધરણી ઉપર નમાવવું. પછી જરાક માથાને ઉચું કરી કડાં અને બેરખાંથી સ્તબ્ધ થએલી ભુજાઓને ભેગી કરી, દશે નખ એક બીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી શિરસાવત પૂર્વક મસ્તકે અંજલિ જોડી તે આ પ્રમાણે બોલ્યોઃ અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, ધર્મના આદિકર, તિર્થંકર સ્વયં સંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ પરિસસીહ પરિષવરપુંડરિક, પુરુષોમાં ગંધહસ્તિ લોકમાં ઉત્તમ, લોકનાથ, લોક હિતવાળા, લોકમાં પ્રદીપ, લોકમાં પ્રધાન કરનાર. અભય-ચક્ષુ- માર્ગજીવ-શરણ-બોધિ અને ધર્મને દેનારા, ધર્મદિશક, ધર્મનાયક, ઘર્મવરચારિતચક્રવર્તી, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શન ધારક, છદ્મસ્થપણું ચાલ્યુગણું છે તેવા જિન, તરનાર, તારનાર, બોધ પામેલા બોધ પમાડનારા મુકત થયેલો, મુકત કરનારા, સર્વજ્ઞ સર્વદશી, કલ્યાણ, અચલ, અરુજ અનંત અક્ષય અવ્યાબાધ જેને ફરી જન્મ લેવાનો નથી તેવા સિદ્ધિ ગતિ ને પામેલા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ, અહીં રહેલો હું ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને વાંદુ છું, ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલા મને જાએ છે? એમ કરીને તે સયભિદેવ ભગવાનને વાંદી નમી પાછો પૂર્વાભિમુખ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. [૬]ત્યારપછી તે સુભદેવના આત્મામાં ચિંતન રૂપ, અભિલાષપ આ આ પ્રકારનો મનોગત સંકલ્પ-વિચાર-ઉત્પન્ન થયો “યોગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપના ભારતવર્ષમાં અમલ કપ્પા નગરીની બહાર અંબસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે તે મારે માટે શ્રેયરુપ છે. “તેવા પ્રકારના અરહંત ભગવંતોનાં માત્ર નામ ગોત્ર કાને પડે તોપણ તે મહાફલસ્પ છે, તો પછી તેમની સામે જવાનો, તેમને વાંદવાનો, નમસ્કાર કરવાનો, તેમની પાસેથી કેટલાક ખુલાસા પૂછવાનો અને તેમની ઉપાસના કરવાનો પ્રસંગ મળે તો તો કહેવું જ શું? આર્ય પુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તોપણ તે મહાફલરુપ છે, તો પછી તેમની પાસેથી વિપુલ અર્થ-મેળવવાનો પ્રસંગ સાંપડે તો તો કહેવું જ શું? તો હું શ્રમણભગવાન મહાવીરને વાંદવા,નમવા,તેમનો સત્કાર કરવા, સન્માન કરવા તથા તે કલ્યાણ, મંગળ, ત્યરુપ અને દેવરુપ શ્રમણ ભગવાન મહા વીરની પથુપાસના કરવા જાઉં.“શ્રમણ ભગવાન મહાવીરની એ પર્યાપાસના મારે માટેજન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષેમકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે”: Page #13 -------------------------------------------------------------------------- ________________ 380 રાયધ્યસેવિયં-(૬) એમ તે સૂર્યદેવ વિચાર કરે છે. એ પ્રમાણે ગંભીરપણે વિચારીને તેણે પોતાના આભિયોગિક દેવોને બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું : [૭]"હે દેવાનુપ્રિયો ! એમ છે કે, યોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલકપ્પા નગરીની બહાર અંબસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે. તો હે દેવાનુપ્રિયો ! તમે ત્યાં જાઓ અને અંબાલવણ ચૈત્યમાં બિરાજતા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંદો, નમો અને પછી તમારાં નામ અને ગોત્રો તેમને કહી સંભળાવો. તથા શ્રમણ ભગવાન મહાવીરના ઉતારાની આસપાસ ચારે બાજુ યોજન-પ્રમાણ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે જે કાંઈ પડ્યું હોય તેને ત્યાંથી ઉઠાવી દૂર કરો અને એ જમીનને તદ્દન ચોકખી કરો. વળી, તેટલી જમીન ઉપર સુગંધી પાણીનો છંટકાવ એવી રીતે કરો જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી, જેની જ જરા પણ ઉડતી નથી એવી જમીન ઉપર જલજ અને સ્થલજ એવાં પાંચ પ્રકારનાં સુગંધી પુષ્પોનો વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુષ્પો ચત્તાંજ પડે, તેમનાં હિંટિયાં નીચે રહે અને એ પુષ્પો બધે જમીનથી ઉચે એક એક-જાનુહાથ-સુધી ઉપરાઉપર ખીચો ખીચ રહે. આ ઉપરાંત તે જમીનને કાળો અગરૂ, ઉત્તમ કિનારૂ અને હુક્કના સુગંધી ધૂપથી મધમધિત કરો અને એ રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો- જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુંગધીમાં સુગંધી અને પવિત્ર બનાવો-આમ કરી કરાવીને પછી મને શીધ્ર સમાચાર પણ આપો.” [8] આભિયોગિક દેવોએ “શ્રીમાન દેવ જે કહે છે તે બરાબર છે' એમ કહી સૂયાભદેવની એ આજ્ઞાને તે સહર્ષ વિનયપૂર્વક હાથ જોડીને સ્વીકારી અને પછી તેઓ ઈશાન કોણ તરફ જવા નીકળ્યા. ઈશાન કોણ તરફ જઈ વૈક્રિયસમુદ્દાત વડે તેમણે સંખ્યેય યોજન લાંબો દંડ કાઢ્યો અથતુ એ દ્વારા તે દેવોએ રત્ન, વજ, વૈડુર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભપુદ્ગલ, સૌગંધિત, જ્યોતિરસ, અંજનપુલક, અંજન, રજત, જાત રુપ, અંક, સ્ફટિક અને રિષ્ટનાં મોટાં-જાડાં પગલો દૂર કરી સૂક્ષ્મ પગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમદ્દઘાત કરી તેમણે પોતાનાં ઉત્તર વૈક્રિયપો બનાવ્યાં. આ રીતે તેઓ-પોતાનાં રુપોને બનાવી ઘણી જ ત્વરાવાળી, વિશેષ વેગ વાળી, અતિશય શીઘા તાવાળી, વધુમાં વધુ ચાલતાવાળી, પ્રચંડ દિવ્ય ગતિથી તીરછી દિશામાં જવા ઉપડ્યા. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતા તેઓ જેબૂદ્વીપના ભારતવર્ષમાં આવી પહોંચ્યા પછી ત્યાં આમલકપ્પા નગરીની બહાર જે તરફ અંબસા લવણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા તે તરફ જઈ તે આભિયોગિક દેવોએ ભગવાન મહાવીરની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી. તેમને વાંધા, નમસ્કાર કર્યો અને પછી તેઓ આ પ્રમાણે બોલ્યા: “હે ભગવાન ! અમે સૂયભદેવના આભિયોગિક દેવો છીએ, આપ દેવાનુપ્રિયને વાંદીએ છીએ, નમીએ છીએ. સત્કારીએ છીએ, સન્માનીએ છીએ અને કલ્યાણપ, મંગળ૫ દેવરુપ અને ચૈત્યરુપ એવા આપ દેવાનુપ્રિયની પÚપાસના કરીએ છીએ.” [9] હે દેવો' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તે દેવોને આ પ્રમાણે કહ્યું: “હે Page #14 -------------------------------------------------------------------------- ________________ 381 દેવો ! એ પુરાતન છે, હે દેવો ! એ ત્યરુપ છે, હે દેવો! એ કરણીયરુપ છે, હે દેવી! એ આચણ છે, અને હે દેવો! એ સંમત મનાએલું છે કે ભવનપતિ, વાનવંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે અને તેમ કરી પોતપોતાનાં નામ-ગોત્રો કહી સંભળાવે છે. એ પુરાતન પદ્ધતિ છે અને તે સમ્મત થએલી છે.” [10] ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરે જેમને ઉક્ત રીતે કહેલું છે એવા તે આભિયોગિક દેવો હર્ષિત થયા અને યાવતુ પ્રફુલ હૃદયવાળા થયા. તેમણે શ્રમણ ભગ વાનને વાંદી નમી ઉત્તરપૂર્વના ખૂણા તરફ જઈ વૈક્રિસમુદ્રઘાત કર્યો. તે દ્વારા સંખ્યય યોજન લાંબો દંડ કાઢ્યો અર્થાતું એ સમુદ્ધાતદ્વારા તે દેવોએ મોટાં- જાડાં - પગલોને દૂર કરી સૂક્ષ્મ પગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમઘાત કરી તે દેવોએ સંવર્તક વાયુની રચના કરી અને તે વાયુદ્વારા શ્રમણ ભગવાન મહાવીરનો જે સ્થળે ઊતારો હતો તે સ્થળની આસપાસ ચારે બાજુ એક યોજના સુધીમાં જે કાંઈ અપવિત્ર- સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે પડ્યું હતું તે બધું ત્યાંથી ઉઠાવી દૂર કરી યોજના પ્રમાણ ભૂમંડલને સ્વચ્છ કર્યું. વળી, ફરીવાર વૈક્રિયસમુઘાત કરી તે દ્વારા તે દેવોએ પાણી ભરેલો વાદળની રચના કરી. જેમ કોઈ કુશળ છંટારો પાણી ભરેલા મોટા ઘડા દ્વારા કોઈ બગીચાને છાંટે અને તેને શાંતરજ-શીતળ કરે તેમ તે દેવોએ એ પાણી ભરેલાં વાદળદ્વારા એ સ્વચ્છ કરેલ ભૂમંડળ ઉપર સુગંધી પાણી વરસાવી-છાંટી ત્યાં ઉડતી ધૂળને બેસાડી દીધી-તેને શાંતજ-શીતળ બનાવી દીધું. પાણીને વરસાવતો મેઘ જેમ ગાજે છે અને વીજળીથી ઝબકે છે તેમ તે દેવોએ રચેલું એ પાણીભરેલું વાદળ પણ પાણીને વરસાવતું ગાજતું હતું અને વીજળીથી ચમકતું હતું. વળી, ત્રીજી વાર વૈક્રિય સમુઘાત કરી તે દ્વારા તે દેવોએ ફૂલભરેલાં વાદળની રચના કરી. જેમ કોઈ માળીનો કુશળ યુવાન પુત્ર ક્લભરેલી અંગેરીઓ દ્વારા રાજસભાને પુષ્પોથી મધમધિત કરી દે તેમ તે દેવોએ મેઘની પેઠે ગાજતા અને વીજળીથી ઝબકતા એ ફૂલભરેલાં વાદળદ્વારા પાણીથી સુગંધિત કરેલી એ ભૂમિ ઉપર પાંચ પ્રકારનાં પુષ્પોને વરસાવી તેને ચારે બાજાથી હેક કરી મૂકી અને જમીનથી ઉંચે એકએક જાન- સુધી ઉપરા ઉપર પુષ્પોથી ખીચોખીચ ભરી દીધી. તે પુષ્પો પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુખનું ડિટિયું નીચું રહે અને કળીઓવાળો ભાગ ઉપર રહે. ત્યારપછી, પુષ્પોથી મધમધતા એ ભૂમંડળને કેમ જાણે સુગંધનો મહાસાગર ન બનાવવો હોય તેમ એ દેવોએ ત્યાં ચારે બાજુ ઉત્તમ કાળો અગર, ઉત્તમ કિનારૂ અને તુક્કનો સુગંધી ધૂપ મૂકી તેને ઘણું જ સુગંધિત કરી મૂકર્યું અને એવી રીતે કરી તે સ્થળે દેવો પણ આવી શકે એવું તેને આકર્ષક બનાવી દીધું. હવે આ બધું ભૂમિશુદ્ધિને લગતું કામ પતાવી તે દેવો શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યા, ત્યાં આવી તેમને વાંદી નમી ત્યાંથી પોતાના સ્થાન ભણી જવા નીકળ્યા. જે જાતની વેગવતી પ્રચંડ ગતિથી તેઓ આવ્યા હતા તેજ ગતિદ્વારા જતા તેઓ સૌધર્મકલ્પને સત્વર પહોંચી ગયા. ત્યાં જે તરફ સૂયભિનામનું વિમાન હતું અને સુધમાં સભામાં જે તરફ સૂયભિદેવ બિરાજેલો હતો ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક હાથ જોડી માથું નમાવી “સૂયભદેવનો જય થાઓ-વિજય થાઓ” એવો પ્રઘોષ કર્યો અને તેમણે તેને જણાવ્યું કે "હે મહારાજ! આપે અમને ભગવાન મહાવીરના ઊતારાની આસપાસના ભૂમંડળને શુદ્ધ અને સુગંધિત Page #15 -------------------------------------------------------------------------- ________________ 382 રાયખ્યસેવિયં-(૧૦) કરવાની જે આજ્ઞા આપી હતી. તે પ્રમાણે અમે બધું કરી આવ્યા છીએ [૧૧]ત્યારપછી તે સૂર્યાભદેવ, એ અભિયોગિક દેવો પાસેથી તેમણે કહેલી ઉકત હકીકતને સાંભળીને અવધારીને હર્ષિત થયો, તુષ્ટ થયો યાવતુ પ્રફુલ્લ હૃદયવાળો થયો. ત્યારબાદ તેણે પોતાના સેનાપતિ દેવને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે દેવાનુપ્રિય ! સૂયભવિમાનમાં આવેલી સુધમ સભામાં એક મોટી સારા રણકારવાળી ઘંટા ટાંગેલી છે, જેનો ઘેરાવો યોજન પ્રમાણ છે અને જે મેઘની પેઠે ગંભીર અને મધુર રણકો કરે છે તે ઘંટાને તું શીધ્ર ઉલાળતો ઉલાળતો-ઉંચા ઘોષથી ઉદ્યોષણ કરતો કરતો આ હકીકતને જાહેર કરઃ હે દેવો ! સૂયભવિમાનમાં રહેનારા પ્રત્યેક દેવદેવીઓને સૂયભદેવ આજ્ઞા કરે છે કે હે દેવો ! જમ્બુદ્વીપના ભારતવર્ષમાં આવેલી આમલકપ્પા નગરીના અંબસાલ વણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમોસયાં છે, તેને વાંદવા માટે સૂર્યાભદેવ જનાર છે તો હે દેવાનુપ્રિયો! તમે પણ તમારી સર્વ શોભા-ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે અને પોતપોતાના પરિવાર સાથે સંપારિવૃત થઈ પોતપોતાનાં યાન વિમાન ઉપર ચડી તેની સાથે જવા તૈયાર થાઓઃ આ માટે વિલંબ ન કરતાં તમે બધાં સૂર્યદેવની સમક્ષ હાજર થઈ જાઓ.” ૧૨]એ પ્રકારની આજ્ઞા કરવાની સૂયભદેવની સૂચના સાંભળીને તે સેનાપતિદેવ હર્ષિત થયો અને તે આજ્ઞા કરવાની સૂચનાને તેણે વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સેનાપતિદેવ સૂયભિવિમાનમાં આવેલી સુધમાં સભામાં આવ્યો અને જ્યાં તે મોટી સારા રણકારાવાળી અને વગાડતાંજ મેઘની પેઠે ગાજતી એવી યોજનપ્રમાણ ઘેરાવા વાળી ઘંટા ટાંગેલી છે ત્યાં જઈ તેણે તેને ત્રણ વાર ઉલાળી. એ ઘંટાને ત્રણ વાર ઉલાળતાંજ સૂયભવિમાનમાં એક મોટો જબરદસ્ત અવાજ થયો. તે અવાજ થતાંજ તે વિમાનમાં રહેલા બધા મહેલો અવાજના પડછંદાથી ગાજી ઉઠ્યા. એ મહેલોમાં રહેનારા દેવો અને દેવીઓ પરસ્પર કીડામાં મશગુલ હતાં, રીતિમાં આસકત હતાં અને અનેક પ્રકારના વિલાસોમાં તલ્લીન હતાં; તે બધાં એ ઘંટાનો અવાજ સાંભળી એકકાન થઈ ગયાં, ઘંટાનો અવાજ સાંભળી તે બધાંને કુતૂહલ થયું. ઘંટાનો અવાજ શાંત થયા પછી તે દેવો અને દેવીઓએ “સૌએ ભગવાન મહાવીરને વાંદવા માટે જનારા સૂયભિદેવ સાથે જવા તૈયાર થવું અને બરાબર વખતસર પોતપોતાનાં વાહનવાનો સાથે સૂયભદેવની સમક્ષ હાજર થવું' એવી એ સેનાપતિદેવે સૂચવેલી સૂર્યા ભદેવની આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળી. [13] સેનાપતિદેવે સંભળાવેલી સૂયભદેવની આજ્ઞાને સાંભળીને એ બધાં દેવો અને દેવીઓ હર્ષિત થયાં. એમાંનાં કેટલાંકને તો ભગવાન મહાવીરને વાંદવાની વૃત્તિ થઈ આવી, કેટલાંક તો ભગવાન મહાવીરને પૂજવા માટે ઉત્સુક થઈ ગયાં. કેટલાંકને ભગવાન તરફ સત્કારનો ભાવ ઊપજ્યો, કેટલોક ભગવંત તરફ સન્માનવૃત્તિવાળાં થયાં, કેટલાંક માત્ર કુતૂહળ વૃત્તિથી જ ભગવાનની પાસે જવાને તૈયાર થવા લાગ્યાં, કેટલાંકને એમ થયું કે ભગવાન પાસે જશું તો જેવું આજસુધી નથી સાંભળ્યું તેવું નવું સાંભળશું, કેટલાંક એવું વિચારવા લાગ્યા કે ભગવાન પાસે જશું તો અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછવાનો પ્રસંગ મળશે, બીજાં કેટલાંક માત્ર સૂયભ દેવની આજ્ઞાની ખાતર જ તૈયાર થવા માંડ્યાં, કેટલાંક વળી પરસ્પરના અનુરાગથી ભગવાન પાસે જવાની તૈયારી કરવા લાગ્યાં, કેટલાંક જિનભક્તિના રાગને લીધે અને Page #16 -------------------------------------------------------------------------- ________________ સત્ર 13 383 કેટલાંક ભગવાન પાસે જવાનો પોતાનો ધર્મ છે, આચાર છે, એમ સમજીને સજ્જ થવા લાગ્યાં. આ પ્રમાણે અનેક પ્રકારની વૃત્તિથી ઉત્સાહિત થએલાં તે દેવો અને દેવીઓ પોતપોતાની ઋદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે તૈયાર થઈ પોતપોતાના યાન વિમાન સજ્જ કરી બરાબર વખતસર સૂયભિદેવની સમક્ષ હાજર થયાં. [૧૪]પોતે કરેલી સૂચના પ્રમાણે બરાબર વખતસર હાજર થએલાં તે દેવો અને દેવીઓને જોઈને સુભદેવ ખુશખુશ થઈ ગયો. પછી તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે દેવાનુપ્રિયો ! લાખ યોજનના વિસ્તારવાળું એક મોટું. યાન વિમાન તમે જલદી તયાર કરો. એ મોટા વિસ્તારવાળા યાનમાં સેંકડો તંભો ગોઠ વવાના છે, એમાં જાત જાતના હાવભાવવાળી અનેક પૂતળીઓ જડવાની છે, જ્યાં ત્યાં શોભે એ રીતે વરુ, વૃષભ-બળદ, ઘોડા, મનુષ્યમગર, પક્ષી, સર્પ કે વાઘ, કિન્નર, શરમ, ચમરી ગાય, હાથી, વનવેલો અને કમળવેલો એ બધું ચીતરવાનું છે, થાંભલાઓ ઉપર વજની વેદિકાઓ બનાવવાની છે, વિદ્યાધર અને વિદ્યાધરીનું જોડલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રો તે વિમાનમાં ગોઠવવાનાં છે. હજારો કિરણોથી સૂર્યની પેઠે ઝગારા મારે એવું હજારો રુપકોથી યુક્ત એવું તે વિમાન રચવાનું છે, અને જોનારની આંખને શિતળ કરે એવું. અડકનારના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું ટાંગેલી અનેક ઘંટડીઓના મધુર રણકારાવાળું દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિ વાળું એવું એ યાન વિમાન શીધ્ર તૈયાર કરવાનું છે. હે દેવો! તેવા તે યાન વિમાનને તૈયાર કરીને તમે મને જલદી સમાચાર આપો.” [૧૫]આભિયોગિક દેવોને સુયટિવે પૂર્વોક્ત પ્રકારનું યાન વિમાન બનાવવાની આજ્ઞા કરી તેથી તેઓ ખુશ થયા અને એ આજ્ઞાને તેમણે વિનયપૂર્વક માથે ચડાવી. પછી તેઓ ઉત્તરપૂર્વના ખૂણા તરફ ગયા, ત્યાં જઈને તેમણે વૈક્રિયસમુદ્દઘાત કર્યો અને તે દ્વારા સંખ્યય યોજના લાંબો દંડ કાઢ્યો, ડાં પુદ્ગલોને મૂકી સૂક્ષ્મ પુદ્ગલોને લીધાં, વળી, ફરીવાર પણ વૈક્રિયસમુદ્રઘાત કર્યો અને પછી તે આભિયોગિક દેવો દિવ્ય એવા તે વિમાન બનાવવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યા. તે દેવોએ એ દિવ્ય યાન વિમાનની ત્રણ બાજુઓ ત્રણ મોટા સુંદર સોપાન ગોઠવ્યો H એક સોપાન પૂર્વમાં, બીજાં ઘક્ષિણમાં અને ત્રીજાં ઉત્તરમાં. તે સોપાનોની ભોંય વધુમય બનાવી તેનાં પ્રતિષ્ઠાનો રિઝરત્નોનાં બનાવ્યાં, ટેકા માટે મૂકેલા સ્તંભો વૈડુર્યરત્નમાંથી ઘડ્યા. સોપાનોનાં પાટિયો સોનાપામય રચ્યાં, કઠેડામાં આવેલી સૂઈઓ લોહિતાક્ષરત્નોમાંથી નીપજાવી સાંધાના ભાગો વજથી જડ્યા, અવલંબનોને અનેક પ્રકારનાં મણિઓમાંથી બનાવ્યાં, અવલંબન બાહુઓને-સોપાનોની બન્ને બાજુની કઠેડાવાળી ભીંતોને પણ મણિઓ માંથી જ રચ્યાં. આ પ્રકારે તે દેવોએ યાન વિમાનની ત્રણ બાજુએ મૂકેલાં સોપાનો અતિ આકર્ષક, જોનારના ચિત્તને પ્રસાદ ઉપજાવે એવાં અને ઘણાં મનોહર બનાવ્યાં. તે ત્રણે સુંદર સોપાનોની આગળ સુંદર તોરણો બાંધ્યાં. તે તોરણો પણ ચંદ્રકાંત. અને સૂર્યકાંત વગેરે અનેક મણિઓથી ભરેલાં હતાં, મણિમય તંભો ઉપર ગોઠવેલાં હોવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મોતીઓ મૂકીને અનેક પ્રકારની ભાતો પાડેલી હતી, હાથી, ઘોડા, મગર, પક્ષી, વનવેલો અને કમળવેલો વગેરે અનેક પ્રકારનાં ચિત્રો એ તોરણોમાં કોરેલાં હતાં, ફરતી પૂતળી જેવાં યંત્રો પણ એમાં ભરેલાં હતાં અથવા Page #17 -------------------------------------------------------------------------- ________________ 384 રાયપ્પનિય (15) ગોઠવેલાં હતાં, એ બધાં તોરણો ખૂબ પ્રકાશમાન હતાં, જોનારની આંખને અડકનારના હાથને સુખ ઉપજાવે એવાં પ્રાસાદિક હતાં.વળી, તે તોરણોની ઉપર તે આભિયોગિક દેવો એ સાથીઓ,શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાક, ભદ્રાસન, કલશ, મત્સ્ય-માછલી અને દર્પણ એ આઠ આઠ મંગલો ગોઠવ્યાં. ઉપરાંત વજમાંથી બનાવેલાં ડાંડીવાળાં કાળાં ચામર, ધોળા ચામર વગેરે અનેક રંગનાં ચામરોની ધજાઓ પણ તે તોરણો ઉપર લટ કાવેલી હતી. વળી, તે તોરણો ઉપર, છત્ર ઉપર છત્ર હોય તે ઘાટે અનેક છત્રો, એ પ્રમાણે અનેકઘંટડીઓ,પતાકાઓ,સર્વરત્નમયઉત્પલના,કુમુદના,નલિનના,સો. પાંખડીવાળા કમળના અને હજાર પાંખડીવાળા કમળના અનેક ગુચ્છાઓ ગોઠવેલા હતા. હવે તેઆભિયોગિક દેવો, એ સોપાનો અને તેને લગતી બીજી બધી સુંદર રચના પૂરી કરી તે દિવ્યયાન વિમાનની અંદરના ભૂમિભાગને સુંદરમાં સુંદર રીતે સજાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા. તે દિવ્ય યાન વિમાનની અંદરનો ભૂમિભાગ, તે દેવોએ સર્વ પ્રકારે અત્યંત સમ બનાવ્યો હતો. જેમ ઢોલનો ઉપરનો ભાગ, મૃદંગનો ઉપરનો ભાગ, સરોવરનો ઉપરતળનો ભાગ, હાથની હથેળીનો ભાગ, ચંદ્રના મંડળનો ભાગ, સૂર્યના મંડળનો ભાગ, આરીસાનો ઉપરનો ભાગ જેવો સર્વ પ્રકારે સરખો હોય છે-કયાંય ઊંચો નીચો નથી હોતો, એ પ્રકારે તે વિમાનની અંદરનો ભૂભાગ સર્વ પ્રકારે સમ કરેલો હતો. વળી, જેમ ઘેટાનું, બળદનું વરાહ, સિંહનું, વાઘનું હરણનું બકરાનું અને દીપડાનું ચામડું સર્વ બાજાઓથી શંકુ શંકુ જેવડા ખીલાઓ ભરાવી ખેંચતાં જેવું એકસરખું થઈ જાય છે તેવો તે વિમાનનો અંદરનો ભૂભાગ સમ બનાવેલો હતો. તે ભૂભાગમાં, કાળા, નીલા, રાતા,પીળા અને ધોળા એવા અનેક મણિઓ જડેલા હતા. તેમાંના કેટલાક અવિત વાળા, પ્રત્યાવર્તવાળા, શ્રેણિ અને પ્રશ્રેણિવાળા હતા, કેટલાક વળી સ્વસ્તિક જેવા, પુષ્પ માણવ જેવા, શરાવસંપુટ જેવા હતા. તે મણિઓમાં બીજા કેટલાક માછલાનાં ઈંડા જેવા અને મગરનાં ઈંડાં જેવા જણાતા હતા. કેટલાક મણિઓમાં ફૂલવેલ, કમળપત્ર, સમુદ્ર તરંગ, વાસંતીલતા, કમળવેલ વગેરે જેવાં ઘણાં બીજાં સુંદર ચિત્રો કોરલાં હોય એમ દેખાતું હતું. તે ભૂભાગમાં જડેલા બધા મણિઓ ભારે ચકચકાટવાળા, અનેક કિરણો વાળા, ઉત્કટ પ્રભાવાળા અને તેના અંબારથી ભરેલા હતા. એ મણિઓમાં જે કાળા મણિ હા તે મેઘ જેવા, આંજણ જેવા, દીવાની મેશ જેવા, કાજળ જેલા, પાડાના શિંગડા જેવા, પાડાના શિંગડામાંથી બનાવેલી ગોળી જેવા, ભમરા જેવા, ભમરાની હાર જેવા, ભમરાની પાંખના સારાભાગ જેવા, જાંબૂડા જેવા, કાગડાના નાના બચ્ચા જેવા, કોયલ જેવા, હાથીના બચ્ચા જેવા, કાળા સાપ જેવા, કાળા બકુલ જેવા, શરદ ઋતુના વાદળા જેવા, કાળા અશોક જેવા, કાળી કણેર જેવા અને કાળા બપોરીયા જેવા કાળા હતા. શું તે કાળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કાળા હતા ? એ અર્થ સમર્થ નથી અર્થાત્ એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે કાળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર, અને મનોજ્ઞ કાળા વર્ણવાળા હતા. એ મણિ ઓમાં જે નીલા મણિ હતા તે ભૃગ જેવા, ભૂગની પાંખ જેવા, પોપટ જેવા, પોપટની પાંખ જેવા, ચાષ પક્ષી. જેવા, ચાષના પીંછા જેવા, ગળી જેવા, ગળીના અંદરના ભાગ જેવા, ગળીની ગોળી જેવા, બળદેવે પહેરેલા લીલા કપડા જેવા, મોરની ડોક જેવા, અળસીના ફૂલ જેવા, બાણના ફૂલ જેવા, અંજનકેશીના ફૂલ જેવા, લીલા કમળ જેવ, લીલા અશોક Page #18 -------------------------------------------------------------------------- ________________ 385 સુત્ર-૧૫ જેવા, લીલા બપોરીયા જેવા, અને લીલી કણેર જેવા લીલા હતા. શું તે મણિઓ, એ આપેલી. ઉપમાઓ જેવાજ ખરેખર લીલા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપ માઓ છે; પણ તે લીલા મણિઓ તોતે બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ લીલા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે રાતા મણિ હતા તે ઘેટાના લોહી જેવા, સસલાના લોહી જેવા, માણસના લોહી જેવા, વરાહના લોહી જેવા, પાડાના લોહી જેવા, નાના ઈંદ્રગોપ જેવા, ઉગતા સૂર્ય જેવા, સંધ્યાના લાલ રંગ જેવા, ચણોઠીના અડધા-લાલ ભાગ જેવા, જાસુદ ના ફૂલ જેવા, કેસુડાના ફૂલ જેવા, પારિજાતકના ફૂલ જેલા, ઉંચા હિંગળોક જેવા, પરવાળા જેવા, પરવાળાના અંકુર જેવા, લોહિતાક્ષમણિ જેવા, લાખના રસ જેવા, કૃમિના રંગથી રંગેલા કામળા જેવા, ચણાના લોટના ઢગલા જેવા, રાતા કમળ જેવા, રાતા અશોક જેવા, રાતી કણેર જેવા અને રાતા બપોરીયા જેવા રાતા હતા. શું તે શતા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર રાતા હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે રાતા મણિઓ તોતે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ રાતા વર્ણવાળા હતા. એ મણિમાં જે પીળા મણિ હતા તે સોનાચંપા જેવા, સોનાચંપાની છાલ જેવા, સોનાચંપાના અંદરના ભાગ જેવા, હળદર જેવા, હળદરની અંદરના ભાગ જેવા, હળદરની ગોળી જેવા, હરતાળ જેવા, હરતાળની અંદરના ભાગ જેવા, ઉત્તમ સોના જેવા, ઉત્તમ સોનાની રેખા જેવા, વાસુદેવે પહેરેલા પીળા કપડા જેવા, અલ્લકીના ફ્લ જેવા, ચંપાના ફૂલ જેવા, કોળાના ફૂલ જેવા, સહિ રણ્યના ફૂલ જેવા, પીળા અશોક જેવા, પીળી કણેર જેલા અને પીળા બપોરીયા જેવા પીળા હતા. શું તે પીળા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર પીળા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે પણ તે પીળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ પીળા વર્ણવાળા હતા. એ મણિઓમાં જે ધોળા મણિ હા તે અંક રત્ન જેવા, શંખ જેવા, ચંદ્ર જેવા, કુંદના ફૂલ જેવા, શુદ્ધ દાંત જેવા, કમળ ઉપરના પાણીના મોતીયા જેવા, શુદ્ધ પાણીના બિંદુ જેવા, દહીં જેવા, કપૂર જેવા, ગાયના દૂધ જેવા, હંસોની શ્રેણિ જેવા, કૌંચોની શ્રેણિ જેવા, હારોની શ્રેણિ જેવા, ચંદ્રોની શ્રેણિ જેવા, શરઋતુના મેઘ જેવા, ધમેલા અને ચોકખા કરેલા પાના પતરા જેવા, ચોખાના લોટના ઢગલા જેવા, કુંદના ફૂલના ઢગલા જેવા, કુમુદના ઢગલા જેવા, વાલની સૂકી શિંગો જેવા, મોર-પીછની વચ્ચે આવેલા ચંદ્રક જેવા, બિસતંતુ જેવા, મૃણાલિકા જેવા, હાથીદાંત જેવા, લવંગના ફૂલ જેવા, પુંડરીક કમળ જેવા, ધોળા અશોક જેવા, ધોળી કણેર જેવા અને ધોળા બપોરીયા જેવા ઊજળા હતા. શું તે ધોળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર ઉજળા હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે ધોળા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ ધોળા વર્ણવાળા હતા. એ દિવ્ય વાન ' વિમાનની અંદરના ભૂભાગમાં અનેક રંગવાળા ચકચકિત જે મણિઓ જડેલા હતા તે માત્ર દેખાવમાં સુંદર હતા એટલું જ નહિ પણ સુગંધી પણ હતા. એ મણિઓમાંથી એવી સરસ સુગંધ ફેલાતી કે જાણે એ ભૂભાગમાં કોષ્ઠોનાં, તગરનાં, એલાનાં, સુગંધી ચૂઆનાં. ચંપાનાં, દમણાનાં, કુંકુમનાં, ચંદનનાં, સુગંધી વાળાનાં, મરવાનાં, જાઈનાં, 2i5 Page #19 -------------------------------------------------------------------------- ________________ 38 રાયપરિયું (15) જૂઈનાં, મલ્લિકાનાં, સ્નાનમલ્લિકાનાં, કેતકીનાં, પાટલનાં, નવમાલિકાનાં, અગરનાં, લવંગનાં, કપૂરનાં, વાસકપૂરનાં પુટો-પડિઆએ-અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લાં પડેલાં ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યોમાંનાં ખાંડવા જેવાં દ્રવ્યો ખંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય, એ જાતની ઉદાર, મનોજ્ઞ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ વરસ્યા કરે છે - ઝર્યા કરે છે. શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર સુગંધી હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે સુગંધી મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ સુગંધવાળા હતા. તે મણિઓનો રંગ અને ગંધ જેવો ઉત્તમ હતો તેવો જ તેમનો સ્પર્શ પણ ઉત્ત મોસમ હતો. કેમ જાણે ત્યાં જમીન ઉપર કોમળ ચામડું જ ન પાથર્યું હોય. જ ન ભરેલું હોય માખણ જ ન લગાડેલું હોય, હંસગર્ભના થી ભરેલી એવી તળાઈઓ જ ન પાથ રેલી હોય. સરસડાનાં ફૂલોના જાણે ઢગલા જ ન કર્યા હોય અને કોમળ કમળોનાં પાંદડાં ન વેરેલાં હોય, એવો તે મણિઓનો કોમળ-કોમળતર સ્પર્શ હતો. શું કોમળ સ્પર્શવાળા તે મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કોમળ હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે કોમળ મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ કોમળ સ્પર્શવાળા હતા. ત્યારપછી તે આભિ. યોગિક દેવોએ પૂર્વવર્ણિત દિવ્ય યાન વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડની રચના કરી. એ દેવોએ એ મંડપને અનેક સ્તંભો ઉપર ઊભો કર્યો, ઉંચી વેદિકાઓ તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત બનાવ્યો. એમાં રમણીય ઘાટવાળો વિમળ અને પ્રશસ્ત વૈડુર્યરત્નો જડયાં, તે મંડપના જુદા જુદ્ધ ભાગોમાં બીજા પણ અનેક પ્રકારના મણિઓ જડી તેને વિશેષ ચળકતો બનાવ્યો, તેમાં પૂર્વોક્ત બળદ, ઘોડો, હાથી, મગર, નર, વનવેલ વગેરેનાં ચિત્રો કોય સુવર્ણમય અને રત્ન મય અનેક તૂપો ઊભા કર્યા અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી તેના શિખરને શણગાર્યું એ મંડપ એટલો બધો ચકચકતો હતો કે જોનારને તે જાણે હલતો હોય તેવો ચપલ જણાતો, એમાંથી કિરણોની ધારા છૂટતી હોય એમ લાગતું. તેના-મંડપના બધા ભાગો લીંપીગૂંપીને ચકચકતા અને સંવાળા કરેલા હતા, મંડપમાં બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યોના થાપા મારેલા હતા, જ્યાં ત્યાં ચંદનના કલશો ગોઠવેલા હતા, બારણાના ટોડલાઓ ચંદનના કલશોથી શોભાયમાન એવાં તોરણોથી સુશોભિત કરેલા હતા, જ્યાં ત્યાં લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલી હતી, પંચ રંગી પુષ્પોના તો ઢગ ઢગ ભરેલા હતા, અગર વગેરેના પૂર્વોક્ત સુગંધી ધૂપોથી એ મંડપ મધમધી રહ્યો હતો, જાણે કે સુગંધોનો કોઈ ખાસ ઓરડો ન હોય? મંડપમાં ચારે તરફ વાજાંઓવાગી રહ્યાં હતાં અનેઅસરાઓનાં ટોળેટોળાંઆમથીતેમ ફરતાં જણાતાં હતાં. એ આભિયોગિક દેવોએએ પ્રેક્ષાગૃહમંડપને હમણાં કહ્યો એવો સુંદર, પ્રસનતાવર્ધક, દર્શનીય-અને અનુપમ બનાવ્યો હતો. તે મંડપની અંદરની ભૂમી વિમાનની ભોં જેવી તદન લીસી-બનાવી હતી અને તેમાં સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પલતાઓ ભરેલી છે એવો એક મોટો સારામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ 380 સારો ચંદરવો તે મંડપમાં બાંધેલો હતો. તે મંડપના એ લીસા ભૂભાગની વચ્ચોવચ્ચ તે દેવોએ એક મોટો વજય અખાડો બનાવ્યો, એ અખાડાની વચ્ચોવચ્ચ, આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી એક મોટી સ્વચ્છ, સુંવાળી, મણિમય મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન સ્થાપિત કર્યું. સિંહાસન ઉપરના ચાકળા સુવર્ણમય તાર ઝીક અને સતારાથી ઝગ ઝગતા હતા; સિંહો રત્નના, પાયા સોનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિ ઓના, ગાત્રો જંબૂનદનો, સાંધા ઓ વજના અને સિંહાસનમાં ઘોડો, હાથી, મગર વગેરે પૂવક્ત અનેક ચિત્રો કરેલાં હતાં. સિંહાસન આગળનું પાદપીઠ મણિમય અને રત્નમય હતું તે પાદપીઠ ઉપરનું પગ રાખવાનું મસૂરિયું સુંવાળા અસ્તરથી ઢાંકેલું હતું અને તે મસૂરિયાની લટકતી ઝાલર કોમળ કેસરતંતુ જેવી જણાતી હતી. સિંહાસન ઉપર રજ ન પડે માટે તેને સારા શીવેલા રસ્ત્રાણથી ઢાંકેલું હતું, ચોકખા કપાસમાંથી બનેલું ચોકખું સૂતરાઉકપડું તે રજસ્ત્રાણ ઉપર ગોઠવેલું હતું અને તે આખા સિંહાસન ઉપર એક રાતું વસ્ત્ર ઢાંકેલું હતું એ રીતે રમ્ય, સુંવાળું અને સર્વ પ્રકારે પ્રાસાદિક બનાવેલું હતું. એ સુંદર સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, કંદ, જલબિંદુ અને સમુદ્ર ફીણ જેવું ધોળું તેમાં ભરેલાં રત્નોથી ઝગમગતું. ઝીણું અને સુંદર એક મોટું વિજયદુષ્ય બાંધેલું હતું. એ વિજયદૂષ્યની બરોબર વચ્ચોવચ્ચ એક મોટો વજમય અંકુશ-ટાંગેલો હતો. એ સળીયામાં ઘડા જેવડું એક મોટું મુક્તાદામ-લટકાવેલું હતું અને તે મોતીના ઝૂમખાની ચારે બાજુ અધઘડા જેવડાં બીજાં ચાર મોતીદામ પરોવેલાં હતાં. આ રીતે એ સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજય દૂષ્યમાં એક મોટું મોતીનું ઝુમ્મર શોભતું હતું. એ ઝુમ્મરનાં મોતીઓ સોનાની પાંદડી વાળાં બીર્જા અનેક લંબૂસગોથી શોભતાં હતાં તેમજ અનેકવિધ મણિઓ, જાતજાતના હાર, અર્ધહારો અને રત્નોથી ચમકતાં હતાં. હવે જ્યારે પૂર્વનો, પશ્ચિમનો, દક્ષિણનો કે ઉત્તરનો વાયુ ચાલતો ત્યારે એ મોતીઓ ધીરે ધીરે હલતાં હતાં. હલતાં હતાં તેઓ જયારે એક બીજા સાથે અફળાતાં ત્યારે તેમાંથી કાનને મધુર લાગે તેવું અને મનને પરમ શાંતિ પમાડે તેવું ઉદાર-મનોહર ગુંજન નીકળતું હતું. એ સુંદર દિવ્ય ગુંજનથી સિંહાસનની ચારે બાજુ, ગુંજાયમાન થઈ રહેતી હતી. તે સિંહાસનની આસપાસ વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઈશાન ખૂણામાં સૂયાં ભદેવના ચાર હજાર સામાનિક દેવોને બેસવા માટે એક એક હાર-કુલ ચાર હજાર બીજાં સુંદર ભદ્રાસનો એ આભિયોગિક દેવોએ માંડી દીધાં. સૂયભિદેવની ચાર પરા ણીઓ અને તેના પરિવારને બેસવા માટે પૂર્વના ભાગમાં ચાર હજાર ભદ્રાસનો ગોઠવાઈ ગયાં. સૂયભદેવની અંતરંગ સભાના આઠ હજાર સભ્યોને બેસવા માટે અગ્નિ ખૂણામાં આઠ હજાર ભદ્રાસનો નંખાઈ ગયાં. એજ પ્રમાણે વચલી સભાના દસ હજાર સભ્યોને બેસવા માટે દસ હજાર ભદ્રાસનો દક્ષિણના ભાગમાં, બાહ્ય સભાના બાર હજાર સભ્યોને માટે બાર હાર ભદ્રાસનો નૈઋત્ય ખૂણામાં અને સાત સેનાપતિ ઓને માટે સાત ભદ્રાસનો પશ્ચિમના ભાગમાં હારબંધ નાખવામાં આવ્યાં. આ ઉપરાંત સૂયભદેવની ચોકી કરનારા અંગરક્ષક દેવો માટે એ સિંહાસનની પર્વમાં ચાર હજાર, દક્ષિણમાં ચાર હજાર, પશ્ચિમમાં ચાર હજાર અને ઉત્તરમાં ચાર હજાર એમ કુલ બીજાં સોળ હજાર ભદ્રાસનો ગોઠવવામાં આવ્યાં. હવે આ રીતે તે યાન Page #21 -------------------------------------------------------------------------- ________________ 388 રાયuસેયિં-(૧૬) વિમાન પૂર્ણપણે તૈયાર થઈ ગયું. જેમ તાજો ઉગેલો હેમંત ઋતુનો બાળસૂર્ય. અંધારી રાતે સળગાવેલી ખેરના અંગારા, જપાકુસુમનું વન, કેસુડાંનું વન વા પારિજાતકનું વન રાતું ચોળ જેવું લાગે તેમ તે દિવ્ય યાન વિમાન રાતું ચોળ ચકચકતું હતું. શું તે યાન વિમાન, એને બાળસૂર્ય વગેરેની આપેલી ઉપમાઓ જેવું જ ખરેખર લાલચોળ હતું? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે થાન વિમાન તો એ બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ લાલ વર્ણવાળું હતું. તેનો ગંધ અને સ્પર્શ પણ પૂર્વોક્ત મણિઓની પેઠે ઘણો સુગંધી અને અતિશય સુંવાળો હતો. એ આભિ યોગિક દેવોએ પોતાના સ્વામી સૂર્યાભ દેવની આજ્ઞા પ્રમાણે પૂર્વે વર્ણવેલું એવું સુંદર દિવ્યયાન વિમાન સજધજ કર્યું અને એની પૂર્ણાહુતિના સમાચાર તેમણે વિનયપૂર્વક સૂયભદેવને જણાવી તેની આજ્ઞા તેને પાછી સોંપી. ૧૬]પોતાની ધારણા પ્રમાણે એ દિવ્ય યાન વિમાનની તૈયારીના સમાચાર જાણી સૂર્યાભદેવને આનંદ થયો. હવે તેણે પોતાના રુપને જિનેંદ્ર પાસે જવા જેવું યોગ્ય કર્યું. મોટા પરિવારવાળા પોતાની ચાર પટ્ટરાણી અને ગાંધર્વોનું તથા નાટકી વાઓનું મોટું લશકર એ બધા સાથે એ સુભદેવે તે દિવ્ય યાન વિમાનની પ્રદક્ષિણા કરી અને પછી પૂર્વ દિશાના સોપાન દ્વારા તે, એ યાન વિમાન ઉપર ચડી તેમાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી તેના ચાર હજાર સામાનિક દેવો, એ યાન વિમાનની પ્રદક્ષિણા કરી ઉત્તર દિશાના સોપાન દ્વારા એના ઉપર ચડયા અને પૂર્વે ગોકલેલાં પોતપોતાનાં આસનો ઉપર બેઠા. તથા બીજા દેવો અને દેવીઓ પણ યાન વિમાનની પ્રદક્ષિણાપૂર્વક દક્ષિણ દિશાના સોપાનદ્વારા વિમાન ઉપર ચડી પોતપોતાનાં જુદાં જુદાં આસનો ઉપર ગોઠવાઈ ગયાં. એ યાન વિમાનની સવારીમાં સૌથી પ્રથમ આગળ અષ્ટમંડળ- અનુક્રમે ગોઠ વાએલાં હતાં. તેમાં પહેલો સ્વસતિક, બીજો શ્રીવત્સ, ત્રીજો નંદાવર્ત, ચોથું અર્ધ માનક, પાંચમું ભદ્રાસન, છઠ્ઠો કળશ, સાતમું મત્સ્યયુગલ અને આઠમું દર્પણ-એવી ગોઠવણી હતી. ત્યારપછી પૂર્ણ કલશ, ભંગાર, દિવ્ય છત્ર અને ચામરો ચાલતાં હતાં. આ સાથે ગગનતલનો સ્પર્શ કરતી, અતિશય સુંદર અને વાયુથી ફરફરતી એક મોટી ઊંચી વિજય વૈજયંતી નામની પતાકા ચાલતી હતી. ત્યારપછી વૈર્યના ચકચકતા દાંડા વાળું, માળા ઓથી સુશોભિત, ચંદ્ર જેવું ઉજ્જવળ-ધોળું ઉંચું છત્ર ચાલતું હતું. પછી જેના ઉપર પાવડીઓની સુંદર જોડી અને પાદપીઠ મૂકેલાં છે એવું મણિ અને રત્નની કારી ગરીથી આશ્ચર્ય પમાડનારું ઉત્તમ સિંહાસન અનેક દાસ દેવોના ખભા ઉપર ચાલતું હતું. ત્યારબાદ વજમાંથી બનાવેલો પચરંગી નાની નાની હજારો ધજાઓથી શોભતો, છત્રાકારે ગોઠવાએલી વિજયવૈજયંતી પતાકાથી યુક્ત, અતિશય ઉંચો- હજાર યોજન ઉંચો માટે જ આકાશને અડકતો મોટામાં મોટો ઈદ્રધ્વજ ચાલતો હતો. એની પછવાડે સુંદર વેષભૂષાવાળા, સજધજ થએલા, સર્વ પ્રકારના અલંકારોથી વિશેષ દેખાવડા લાગતા પાંચ સેનાધિપતિઓ તેમના મોટા સુભટસમુદાય સાથે બેઠેલા હતા. એમની પાછળ પોતપોતાનાં ટોળાં સાથે, પોતપોતાના નેજા સાથે, પોતાપોતાની વિશિષ્ટ વેષભૂષા સાથે એ માભિયોગિક દેવો અને તેમની દેવીઓ ગોઠવાએલી હતી. ત્યારબાદ છેક છેલ્લે તે સૂયભવિમાનમાં રહેનારાં બીજા દેવો અને દેવીઓ પોત પોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧ 389 સિદ્ધિ, ધૃતિ બળ. વેષભૂષા અને પરિવાર સાથે એ યાન વિમાનની સવારીમાં જોડાયેલાં હતાં : આ રીતે વિમાનના સ્વામી સૂર્યાભદેવની આગળ પાછળ અને બને બાજાએ અનેક દેવ દેવીઓ ગોઠવાએલાં હતાં અને એ યાન વિમાન એ બધાંને ઉપાડી. વેગબંધ ગાજતું ગતિ કરતું હતું.' [17] એ રીતે સજધજ થએલો સૂયભિદેવ, પોતાના એ દિવ્ય ઠાઠમાઠને બતા વતો બતાવતો સૌધર્મકલ્પની વચ્ચે થઈને નીકળ્યો, અને સૌધર્મકલ્યથી ઉત્તરમાં આવેલા નીચે આવવાનામનિર્માણમાર્ગ તરફ તેણે પોતાના એ યાન વિમાનને હંકાર્યું. તે એ નિયણિમાને પહોંચતાં લાખ યોજનની વેગવાળી ગતિથી ઝપાટાબંધ ભારતવર્ષ તરફ આવવા લાગ્યો. આ તરફ આવતાં આવતાં તેને અસંખ્ય દ્વીપો અને સમુદ્રો ઉલ્લે ઘવા પડયા. એ રીતે વેગબંધ ગતિ કરતો એ સૂયભદેવ નંદીશ્વર દ્વીપ સુધી આવી પહોંચ્યો અને ત્યાં અગ્નિકોણમાં આવેલા રતિકર પર્વત પાસે આવી લાગ્યો. આ રતિ કર પર્વત પાસે આવીને એ સૂયભદેવે પૂર્વે વર્ણવેલી પોતાની દેવમાયા સંકેલી લીધી અને જંબૂઢીપના ભારતવર્ષમાં પહોંચવા જેવી સાધારણ વ્યવસ્થા કરી લીધી. હવે તે રતિકર પર્વતથી જંબૂઢીપ ભણી આવવાના માર્ગે પોતાના યાન વિમાનને હંકારવા લાગ્યો અને સુરતમાંજ ભારતવર્ષમાં પહોંચ્યો. ત્યાં પહોંચી તેણે આમલકપ્પાનો રસ્તો લીધો અને ઝપાટામાંજ આમલકપ્પાના અંબસાલવણ ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ઊતર્યા છે ત્યાં આવી લાગ્યો. ત્યાં આવતાં જ તેણે એ દિવ્ય યાન વિમાન સાથે શ્રમણભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી અને ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાંતેણે એ યાનવિમાનને ધરતીથી ચાર આંગળ અધર રાખી ઊભું રાખ્યું. મોટા પરિવાર વાળી પોતાની ચાર પટ્ટરાણીઓ, ગાંધર્વોનું અને નાટકીયા ઓનું ટોળું એ બધા સાથે એ સૂયભદેવ એ યાન વિમાન ઉપરથી ઊતરી નીચે આવ્યો. ત્યારબાદ સૂયભદેવના ચાર હાર સામાનિક દેવો અને એ યાન વિમાનમાં આવેલા બીજા બધા દેવો અને દેવીઓ ક્રમશઃ નીચે આવ્યાં. એવા મોટા પરિવારથી વીંટાએલો સુભદેવ. પોતાની સર્વ પ્રકારની દિવ્ય –દ્ધિ સાથે. દેવવાદ્યોના મધુર ઘોષ સાથે ચાલતો ચાલતો શ્રમણ. ભગવાન મહાવીર તરફ આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમી તેમને વિનયનમ્ર રીતે કહેવા લાગ્યોઃ [18] “હે ભગવન્! હું સૂયભદેવ મારા સકલ પરિવાર સમેત, આપ દેવાનું પ્રિયને વંદન કરું છું, નમન કરું છું અને આપની પર્યાપાસના કરું છું.” શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું: “હે સૂયભ! એ પુરાતન છે, હે સૂયભ! એ જીત છે, હે સૂયબ ! એ કૃત્ય છે, હે સૂર્યાભ! એ કરણીય છે, હે સૂયભિ ! એ આચરાએલું છે અને હે સૂર્યાભ! એ સંમત થએલું છે કે “ભવનપતિના, વાનધ્યેતરના, જ્યોતિષિકના અને વૈમાનિક વર્ગના દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે, અને પછી પોતપોતાનાં નામ ગોત્રો કહે છે, તો હે સૂયભદેવ! તું જે કરે છે તે પુરાતન છે સંમત થએલું છે.” [૧૯]શ્રમણ ભગવાન મહાવીરનું કથન સાંભળી સૂયભદેવ બહુ હર્ષિત થયો, પ્રફુલ્લ થયો અને ઘણોજ સંતુષ્ટ થયો; પછી તેમને વાંદી નમી તેમનાથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ, એવી રીતે બેસી તે સૂર્યાભદેવ તેમની શુશ્રુષા કરતો સામો રહી વિનય પૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પર્યાપાસના કરવા લાગ્યો. Page #23 -------------------------------------------------------------------------- ________________ 090 રાયuસેયિં-(૨૦). [2] તે વખતે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના દર્શનાર્થે આવેલા સૂયભ દેવને આમલકપાના રાજ રાણીને તથા આમલકપ્પામાંથી આવેલી મોટી જનસભાને ધમદિશના સંભળાવી. દેશના સાંભળી જનતા તો પોતપોતાને સ્થાને ચાલી ગઈ. ૨૧દેશના સાંભળીને પ્રસાદ પામેલા અને આલ્હાદિત હૃદયવાળા સૂયભદેવે ઊભા થઈને પ્રણામપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! શું સયભદેવ ભવસિદ્ધિક-ભવ્ય છે કે અભવસિદ્ધિક અભવ્ય છે? સમ્યગ્દષ્ટિવાળો છે કે મિથ્યા દષ્ટિવાળો છે ? સંસારમાં પરિમિતપણે ભમનારો છે કે અનંત કાળ સુધી ભમ નારી છે? બોધિની પ્રાપ્તિ થવી તેને સુલભ છે કે દુર્લભ છે? શું તે આરાધક છે કે વિરાધક છે? તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી છે? હે સૂયભ!' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તેને નીચે પ્રમાણે ઉત્તર આપ્યોઃ - હે સુભ! તું ભવ્ય છો, સમ્યગ્દષ્ટિ વાળો છો. સંસારમાં પરિમિતપણે ભમનારો છો, તને બોધિની પ્રાપ્તિ થવી સુલભ છે, તું આરાધક છો અને તું ચરમ શરીર છો. [22] ભગવાને આપેલો ઉત્તર સાંભળીને સૂર્યાભદેવનું ચિત્ત આનંદિત થયું અને પરમ સૌમનસ્યયુક્ત થયું. ભગવાનનો ઉત્તર સાંભળ્યા પછી એ સૂયભિદેવે ભગવાનને વાં નમી આ પ્રમાણે વિનંતી કરી : “હે ભગવન્! તમે બધું જાણો છો અને જુઓ છો, સર્વ કાળના બનાવોને જાણો છો અને જુઓ છો, સર્વ ભાવોને તમે જાણો છો અને જુઓ છો, મારી દિવ્ય ઋદ્વિસિદ્ધિને, મેં પ્રાપ્ત કરેલી દિવ્ય દેવદ્યુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી તમે જાણો છો અને જુઓ છો, તો હે ભગવન્! આપ દેવાનુપ્રિય તરની મારી ભક્તિને લીધે હું એવી ઈચ્છા કરું છું કે મારી દિવ્ય દ્વિસિદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટ્યકળા આ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને દેખાડું.” [૨૩]શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવની ઉપર્યુક્ત વિનંતીને આદર ન આપ્યો, અનુમતિ ન આપી અને તે તરફ મૌન રાખ્યું. ત્યારપછી બીજીવાર, ત્રીજીવાર પણ સૂયભદેવે એવી જ વિનંતી કરી અને તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે તેનો આદર ન કરતાં માત્ર મૌન જ ધરી રાખ્યું. છેવટે તે સૂયભદેવ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, વાંચી નમી ઉત્તર પૂર્વની દિશા તરફ ગયો. ઈશાન ખૂણામાં જઈ તેણે વૈક્રિય સમદ્ઘાત કર્યો. તે દ્વારા તેણે સંખ્યય યોજન સુધીના લાંબા દંડને બહાર કાઢ્યો. જાડાં મોટાં યુગલો તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂક્ષ્મ પુદ્ગલોનો સંચય કર્યો. વળી, બીજીવાર વૈદિયસમુદ્દઘાત કરી તેણે નરઘાના ઉપરના ભાગ જેવો સર્વ પ્રકારે સર્વ બાજૂથી એકસરખો એવો એક ભૂભાગ સર્યોતેમાં રુપ, રસ,ગંધ અને સ્પર્શથી સુશોભિત પૂર્વે વર્ણવેલા એવા અનેક મણિઓ જડી દીધા, સર્વ બાજુથી એકસરખા ભૂમંડ ળમાં વચ્ચોવચ્ચ તેણે એક પ્રેક્ષાગૃહ રચ્યું-નાટક-શાળા ખડી કરી. એ નાટકશાળા, તેમાં બાંધેલો ઉલ્લોચચંદરવો, અખાડો અને મણિની પેઢલી તથા મણિની એ પેઢલી ઉપર સિહાસન, છત્ર વગેરે જે આગળ વર્ણવાઈ ગયું છે તે બધું બરાબર ગોઠવી દીધું. ત્યારપછી એ સૂર્યાભિદેવ શ્રમણ ભગવાન મહાવીરના દેખતાં તેમને પ્રણામ કરે છે અને “ભગવાન મને અનુજ્ઞા આપો’ એમ કહી પોતે બાંધેલી નાટકશાળામાં તેમનીતીર્થકરની સામે ઉત્તમ સિંહાસનમાં બેસે છે. ત્યારબાદ બેસતાં વેંત તેણે અનેક Page #24 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩ 391 પ્રકારનાં મણિમય કનકમય રત્નમય વિમલ અને ચકચકતાં કડાં પોંચી બેરખાં વગેરે આભૂષણોથી દીપતો ઊજળો પુષ્ટ અને લાંબો એવો પોતાનો જમણો હાથ પસાર્યો. એના એ જમણા હાથમાંથી સરખા વય લાવણ્યરુપ અને યૌવનવંતા, સરખાં નાટકીય ઉપકરણો અને વસ્ત્રાભૂષણોથી સજેલા, ખભાની બન્ને બાજામાં ઉત્તરીય વસથી યુક્ત ડોકમાં કોટિયું અને શરીરે કંચક પહેરેલા, ટીલાં અને છોગ લગાવેલા, ચિત્ર વિચિત્ર પટ્ટાવાળા અને ફુદડી. ફરતાં જેના છેડા ફેણ જેવા ઉંચા થાય એવી છે-કોરે મૂકેલી ઝાલર વાળાં રંગબેરંગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કંઠમાં પડેલા એકાવળ હારોથી શોભાયમાન અને નાચ કરવાની પૂરી તૈયારીવાળા એકસો ને આઠ દેવકુમારો નીકળ્યા. એજ પ્રમાણે સૂર્યાભદેવે પસારેલા ડાબા હાથમાંથી ચંદ્રમુખી, ચંદ્રાઈસમાન લલાટપટ્ટ વાળી, ખરતા તારાની જેમ ચમકતી આકૃતિ વેશ અને ચારુ શંગારથી શોભતી, હસવે બોલવે ચાલવે વિવિધવિલાસે લલિત સંલાપે અને યોગ્ય ઉપચારે કુશળ, હાથમાં વાવાળી, નાચ કરવાની પૂરી તૈયારીવાળી અને બરાબર એ દેવ કુમારોની જોડીરુપ એવી એકસો ને આઠ દેવકુમારીઓ નીકળી. પછી એ સૂયભદેવે શંખો રણશિંગાં શંખલીઓ, ખરમુખીઓ પેયાઓ પરિપી રિકાઓ પણવો-પહો- ઢક્કાઓ-મોટી ઢક્ક ઓ-ભેરીઓ, ઝાલરી. દૂભીઓ, સાંકડ મુખીઓ મોટામાદળો મૃદંગો નંદી મૃદંગો આલિંગો, કુતુંબો. વીણાઓ, ભમરીવાળી વીઓ છ ભમરીવાળી વીણાઓ, સાત તારની વીણાઓ,બબ્બીસો, સુઘોષા ઘંટાઓ નિંદીઘોષા ઘંટાઓ સો તારની મોટી વીણાઓ કાચબી વીણાઓ ચિત્રવીણાઓ, આમો દો, ઝાંઝો નકુલો, તૂણો, તુંબડાવાળી વીણાઓ, મુકું, હુડુક્કો વિચિક્કીઓ કરટીઓ ડિડિમો કિણિતો કડવાંઓ દર્ટરો દદરિકાઓ કુસ્તંબુઓ કલશીઓ કલશો તાલો. કાંસાના તાલો રિગિરિસિકો અંગરિકાઓ શિશુમારિકાઓ વાંસના પાવાઓ બાલી ઓ વેણુઓવાંસળીઓ પરિલ્લીઓ અને બકો એમ ઓગણપચાસે જાતનાં એકસો ને આઠ આઠ વાજાંઓ બનાવ્યાં અને એકસો ને આઠ આઠ તે દરેક વાજાને વગાડનારા બનાવ્યા. પછી એ સુભદેવે પોતાના હાથમાંથી સરજેલા તે દેવકુમારો અને દેવ કુમારીઓને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિયો ! તમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઓ અને તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-નમન કરીએ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને તે દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવાનુભાવવાળું બત્રીશ પ્રકારનું નાટક ભજવી બતાવો.” [24] સુભદેવની આજ્ઞા થતાં જ તેને માથે ચઢાવી હૃષ્ટતુષ્ટ થએલાં એ દેવકુમાર અને દેવકુમારીઓ શ્રમણ ભગવાન મહાવીર તરફ જઈ તેમને વાંદી-નમી જે તરફ ગૌતમાદિક શ્રમણનિગ્રંથો હતા તે તરફ વળ્યાં અને એક સાથે જ એક હારમાં ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી પાછું સાથે જ તેઓ પોતાનાં માથાં ઉંચાં કરી ટટ્ટાર ઊભા રહ્યાં. એજ પ્રમાણે સાહિતપણે અને સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભા રહ્યા, પછી સાથે જ ટટ્ટાર ઊભા રહી ફેલાઈ ગયાં અને પોતપોતાનાં નાચગાનનાં ઉપકરણો હાથપગમાં બરાબર ગોઠવી રાખી એક સાથે જ વગાડવા લાગ્યાં, નાચવા લાગ્યાં અને ગાવા લાગ્યાં. તેમનું સંગીત ઉપરથી શરૂ થતાં ઉઠાવમાં ધી મંદ મંદ, મૂધમાં આવતાં તારસ્વરવાળું અને પછી કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું, એમ ત્રિવિધ હતું. જયારે Page #25 -------------------------------------------------------------------------- ________________ 392 રાયપ્રસેવિયં-(૨૪) એ બધાં ગાતાં હતાં ત્યારે તેનો મધુર પડછંદો નાટકશાળામાં આખાય પ્રેક્ષાગૃહવાળા મંડપમાં પડતો હતો. જે જાતના રાગનું ગાણું હતું તેને જ અનુકૂળ એમનું સંગીત હતું. ગાનારાઓનાં ઉર મૂઘ અને કંઠ એ ત્રણે સ્થાનો અને એ સ્થાનોનાં કિરણો વિશદ્ધ હતાં. વળી, ગુંજતો વાંસનો પાવો અને વીણાના સ્વર સાથે ભળતું. એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું. એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું વીણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી જે તાનમાં પાવો વગેરે વાગતાં હતાં તેને અનુરુપ એવું એમનું સંગીત કોયલના ટહુકા જેવું મધુરું હતું. વળી, એ સર્વ પ્રકારે સમ, સલલિત-કાનને કોમળ, મનોહર, મૃદુપદસંચારી, શ્રોતાઓને રતિકર, છેવટમાં પણ સુરસ એવું તે નાચનારાઓનું નાચસજજ વિશિષ્ટ પ્રકારનું ઉત્તમોત્તમ સંગીત હતું. જ્યારે એ મધુરું મધુરું સંગીત ચાલતું હતું ત્યારે શંખ રણશિંગું શંખલી ખરમુખી પૈયા અને પીરી પીરિકાને વગાડનારા તે દેવો તેમને ધમતા, પણવ પટ ઉપર આઘાત કરતા, ભંભા મોટી ડાકોને અફળાવતા, ભેરી ઝાલર દુંદુભીઓ ઉપર તાડન કરતા, મુરજ મૃદંગ નંદીમૃદંગોનો આલાપ લેતા, આલિંગ કુતુંબ ગોમુખી માદળ ઉપર ઉત્તાડન કરતા, વીણા વિરંચી વલ્લકાઓને મૂછવતા, સો તારની મોટી વીણા કાચબી વીણા ચિત્ર વીણાને કૂટતા, બદ્ધીસ સુઘોષા નંદીઘોષાનું સારણ કરતા, ભ્રામરી પડુભ્રામરી પરિવાદનીનું સ્ફોટન કરતા, તૃણ તુંબવીણાને છબછબતા, આમોદ ઝાંઝ કુંભ નકુલોનું આમોટન કરતા-પરસ્પર અફળાવતા,મૃદંગ હુક્કી વિચિક્કીઓને છેડતા, કેરટી ડિંડમ કિસિત કડવાંને બજાવતા, દર્દક દદરિકાઓ કુસ્તંબુરુ કલશીઓ મઠ્ઠઓ ઉપર અતિ શય તાડન કરતા, તલ તાલ કાંસાના તાલો ઉપર થોડું થોડું તાડન કરતા-પરસ્પર ઘસતા, રિગિરિકા લત્તિકા મકરિકા શિશુમારિકાનું ઘટ્ટન કરતા અને બંસી વેણુ બાલી પરિલ્લી તથા બદ્ધકોને ફૂંકતા હતા. એ રીતે એ ગીત નૃત્ય અને વાદ્ય દિવ્ય મનોજ્ઞ મનહર અને શૃંગારરસથી તરબોળ બન્યાં હતાં, અદ્ભુત થયાં હતાં, બધાનાં ચિત્તનો આક્ષેપક નીવ ડ્યાં હતાં. એ સંગીતને સાંભળનારા અને નૃત્યને જોનારા દ્વારા ઉછળતા વાહવાહ ના કોલાહલથી એ નાટકશાળા ગાજી રહી હતી. એમ એ દેવોની દિવ્ય રમત પ્રવૃત્ત થયેલી હતી. એ રમતમાં મસ્ત બનેલા તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વસ્તિક શ્રીવત્સ નંદાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિનયો કરીએ મંગળરુપ પ્રથમ નાટક ભજવી દેખાડ્યું હતું. વળી, એ દેવકુમારો અને દેવકુમારીઓ બીજાં નાટક ભજવી બતાવવા પૂર્વે જણા વેલી રીતે એકસાથે એક હારમાં ભેગાં થઈ ગાવા નાચવા અને વાજાં વગાડવા લાગ્યાં તથા એ અદૂભુત દેવરમતમાં મશગુલ બની ગયાં. આ બીજા નાટકમાં તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સામે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણિ પ્રશ્રેણિ સ્વસ્તિક પુસમાણગ વર્ધમાનક મસ્યાંડક જાર માર પુષ્પાવલી પાપત્ર સાગરતરંગ વસંતીલતા અને પાલ તાના અભિનયો કરી દેખાડી બીજું નાટક પૂરું કર્યું. પછી ત્રીજાં નાટક ભજવી બતાવવા. ભેગાં થયેલાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે ઈહા મૃગ બળદ ઘોડો માનવ મગર વિહગ-પક્ષી વ્યાલ કિન્નર રુરુ શરભ અમર કુંજર Page #26 -------------------------------------------------------------------------- ________________ - - - - સત્ર-૨૪ વનલતા અને પાલતાના અભિનયો કરી દેખાડ્યા. ચોથું નાટક દેખાડતાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે એકક્ષકદ્વિઘાચક્ર એકતશ્ચક વાલ દ્વિઘાચક્રવાલ એમ ચક્રાધ અને ચક્રવાલનો અભિનય ભજવી બતાવ્યો. પાંચમું નાટક ભજવતાં તેમણે આવલિકાઓનો અભિનય કર્યો. એમાં એમણે ચંદ્રાવલિકા વલયાવલિકા હંસાવલિકા સૂયવલિકા એકાવલિકા તારાવલિકા મુક્તાવલિકા કનકાવ લિકા અને રત્નાવલિકાઓના દેખાવો કરી બતાવ્યા. છઠ્ઠ નાટક શરૂ કરતાં તેમણે ઉદ્ગ ગમનોના એટલે ચંદ્ર ઊગવાનાં અને સૂર્ય ઊગવાનાં દશ્યો ખડાં કયાં. સાતમાં નાટકમાં આગમનના અર્થાતુ ચંદ્રના આગમનના અને સૂર્યના આગમનના દેખાવો કરી બતાવવામાં આવ્યા. આઠમા નાટકમાં તેઓએ આવરણના-ચંદ્રના અને સૂર્યના આવરણના દેખાવો કરી દેખાડ્યા. નવમા નાટકમાં અસમનના દેખાવો આવ્યા એટલે જ્યારે ચંદ્ર અને સૂર્ય આથમી જાય છે ત્યારે જગતમાં અને આકાશમાં જે જે ઘટનાઓબને છે તે બધી નજરોનજર ખડી કરવામાં આવી. દસમું નાટક ચંદ્રમંડલ સૂર્યમંડલ નાગમંડલ યક્ષ મંડલ ભૂતમંડલ રાક્ષસમંડલ અને ગાંધર્વમંડલનાઅભિનયોમાં પૂરું થયું. એમાં ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ અને ગાંધર્વ સંબંધી મંડલોના ભાવો ભજવી બતાવ્યા. અગ્યારમું નાટક કુતવિલંબિત અભિનયને લગતું હતું, તેમાં વૃષભની અને સિંહની લલિત ગતિ, ઘોડાની અને ગજની વિલંબિત ગતિ, મત્ત ઘોડો અને મત્ત હાથીની વિલસિત ગતિ કરી બતાવવામાં આવી. બારમા નાટકમાં સાગર અને નગરના આકારોને અભિનયમાં કરી બતાવ્યા. તેરમું દિવ્ય નાટક નંદા અને ચંપાના અભિનયને લગતું હતું. ચૌદમા નાટકમાં મસ્યાંડ મુકરાંડ જાર મારની આકૃતિઓના અભિનયો હતા. પન્નરમા નાટકમાં ક ખ ગ ઘ અને ડ ના ઘાટના અભિનય કરી બતાવ્યા. પછીનાં ચાર નાટકો અનુક્રમે ચ છ જ ઝ ગ ના, ટ ઠ ડ ઢ ણ ના, ત થ દ ધ ન નાં, અને પ ફ બ ભ મ ના ઘાટના અભિનયોને લગતાં હતાં. વીસમું નાટક અશોક આંબો જંબડો અને કોસંબના પલ્લવ સંબંધી અભિનયોને લગતું હતું. ૨૧મું નાટક લતાના દેખાવો કરવાને માટે હતું. તેમાં પા નાગ અશોક ચંપો આમ્ર વન વાસંતી કુંદ અતિમુક્તક અને શ્યામની વેલડી ઓના અભિનયો હતા.પછી અનુક્રમે 22 કુત 23 વિલંબીત ૨૪-ક્ત વિલંબિત ૨૫અંચિત ૨૬રિભિત ર૭-અંચિતરિભિત 28 આર ભટ 29 ભસોલ અને 30 આરભટ ભસોલના અભિનયોને લગતાં નવ નાટકો કરી બતાવ્યાં. 31 મા નાટકમાં ઉત્પાત નિપાત સંકુચિત પ્રસારિત રચારઈય ભ્રાંત અને સંભ્રાંતની ક્રિયાઓને લગતા અભિનયો દેખાડવામાં આવ્યા. ૩ર દેવરમણમાં એક સાથે એક હારમાં ભેગાં થએલાં દેવરમણમાં તલ્લીન બનેલાં દેવકુમારો અને દેવકુમારી ઓએ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવ સંબંધી ચરિત્રને લગતા બનાવોના અભિનયો ભજવી બતાવ્યા અને પછી તેમનાજ વર્તમાન જીવનસંબંધી પણ જે મોટા બનાવો બન્યા હતા તે દરેકને અભિનયોમાં કરી દેખાડ્યા-તેમાં તેમનું ચ્યવન, ગર્ભસ હરણ, જન્મસમયના બનાવો, અભિષેકનોપ્રસંગ, બાલકકીડા, યૌવનદશા, કામ ભોગની લીલા, નિષ્ક્રમણનો પ્રસંગ, તપશ્ચચરણની અવ સ્થા, જ્ઞાની થયાની પરિસ્થિતિ, તીર્થપ્રર્વતનની ઘટનાને લગતા અભિનયો હતા અને પછી છેલ્લા અભિનયમાં ભગવાન મહાવીરના નિવણનું ચિત્ર પણ ઊતારવામાં આવ્યું હતું. આમ એ ચરમ છેલ્લું બત્રીશમું નાટક પૂરું થયું. Page #27 -------------------------------------------------------------------------- ________________ 794 રાયuસેયિં-(૨૪) નાટકોમાં તે દેવકુમારો અને દેવકુમારીઓએ ઢોલ વગેરે પહોળાં, વીણા વગેરે તાંતવાળાં,ઝાંઝવગેરેનકર અને શંખ વગેરે પોલાં એમચારજીતનાંવાજાં વગાડેલાંઉન્સિ પ્ત પાદ વૃદ્ધ મંદ અને રોચિત એમચારપ્રકારે નૃત્ય કરેલું. દાર્શતિકપ્રત્યંતિક સામાન્ય તોપનિપાતનિક અને લોકમધ્યાવસાનિક એમ ચાર જતના અભિનયો ભજવી બતા વેલા.હવે તેદેવકુમાર અને દેવકુમારીઓ ગૌતમાદિક શ્રમણ નિગોને એ બત્રીશે પ્રકાર નું દિવ્ય નાટક દેખાડી તથા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રક્રિયા દઈ તેમને વાંદી નમી જે તરફ પોતાનો અધિપતિ સૂર્યાભદેવ હતો તે તરફ ગયાં અને હાથ જોડી પોતાના એ અધિપતિને જય વિજયથી વધાવી તેઓએ જણાવ્યું કે આપે કરેલી આજ્ઞા પ્રમાણે અમેશ્રમણભગવાન મહાવીર પાસે જઈ બત્રીશે પ્રકારનું એ દિવ્ય નાટક દેખાડી આવ્યાં. રિપીત્યારબાદ એ સૂયભદેવ પોતાની તે દિવ્ય દેવમાયાને સંકેલી લઈ એક ક્ષણમાં હતો તેવો એકાકી બની ગયો. પછી તે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદી નમી પોતાના પૂર્વોક્ત પરિવાર સાથે એ દિવ્ય યાન વિમાન ઉપર ચડી જ્યાંથી આવ્યો હતો ત્યાં જ પાછો ચાલ્યો ગયો. 2i] એના ગયા પછી ભગવાન મહાવીરને વાંદી નમીને નમ્રપણે ગૌતમ આ પ્રમાણે બોલ્યા: હે ભગવન્! તે સૂયભિદેવની એ દિવ્ય દેવમયા, એ દિવ્ય દેવદ્યુતિ. એ દિવ્ય દેવાનુભાવ કયાં ગયો? કયાં સમાઈ ગયો? –હે ગૌતમ! સૂર્યાભદેવે સર્જેલી એ દેવમાયા તેના શરીરમાં ગઈ, હે ભગવનું તે કયા કારણથી એમ બન્યું? - હે ગૌતમ ! બહાર અને અંદર છાણ વગેરેથી લીંપેલી પેલી ફરતી વંડીવાળી બંધ બારણાવાળી ઉડી અને પવન ન ભરાય એવી જેમ કોઈ એક મોટી શિખરબંધી શાળા હોય,એ શાળાની પાસે માણસોનું એક મોટું ટોળું ઊભું હોય અને એ વખતે એ ટોળું આકાશમાં એક મોટું પાણીભર્યું વાદળું જૂએ તથા એ વાદળું હમણાં જ વરસશે એમ ટોળાને લાગે તો જેમ એ ટોળું પાસેની એ શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ અથવા એ શાળા બહાર ઊભેલું ટોળું પોતાની સામે ચડી આવતા. વંટોળિયાને જુએ તોપણ જેમ એ પાસેની શાળામાં પેસી જાય, તેમ એ દેવમાયા સૂયભના શરીરમાં સમાઈ ગઈ એમ મેં કહ્યું છે. વળી, ગૌતમે પૂછ્યું કે - [27]- ભગવન્! સૂયભિદેવનું સૂયભવિમાન કયાં જણાવેલું છે? હે ગૌતમ! જબૂદીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણે આ રત્નપ્રભા 101 નામની પૃથ્વી છે, તેનાં રમણીય સમતલ ભૂભાગથી ઉંચે ચંદ્ર સૂર્ય ગ્રહણ નક્ષત્ર અને તારકાઓ આવેલાં છે, ત્યાંથી આગળ ઘણાં યોજના સેંકડો યોજનો હજારો યોજનો લાખો યોજનો કરોડો યોજનો અને લાખ કરોડો યોજનો ઉંચે ઉંચે દૂર જઈએ ત્યારે ત્યાં સૌધર્મકલ્પ નામનો કલ્પ જણાવેલો છે, એ કલ્પ પૂર્વ પશ્ચિમ લાંબો, ઉત્તર દક્ષિણ પહોળો, આકારે અર્ધચંદ્રસમાન સંસ્થિત છે, કિરણોના પ્રકાશથી ઝગઝગતો છે. તેની લંબાઈ પહોળાઈ અસંખ્ય કોયનુકોટિ યોજન છે અને તેનો ઘેરાવો પણ તેટલોજ છે. એ સૌધર્મકલ્પમાં સૌધર્મ દેવોમાં બત્રીસ લાખ વિમાનાવાસો હોય છે એમ કહ્યું છે. એ બધા વિમાનાવાસો સર્વરત્નમય દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે. તે વિમાનોની વચ્ચોવચ્ચ પાંચ અવતંસકો જણાવેલા છે ? અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતસક, ચૂતક અવતંસક અને વચ્ચે સૌધમવતંસક. એ પાંચે અવતંસકો પણ સર્વરત્નમય Page #28 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૭ 395 સુંદરતમ છે. એમાંના તે સૌધમવતંસક મહાવિમાનથી પૂર્વે તીરછું અસંખ્ય લાખ યોજન આગળ વધીએ ત્યારે ત્યાં સુભદેવનું સૂયભિ નામનું વિમાન જણાવેલું છે. એ વિમાનની લંબાઈ પહોળાઈ સાડાબાર લાખ યોજન છે અને ઘેરાવો ઓગણચાળીશ. લાખ બાવન હજાર આઠ સો અડતાલીશ યોજન છે. સૂયભિદેવનો એ વિમાનની ફરતો ચારે બાજ એક મોટો પ્રાકાર-ગઢ છે, એ ગઢ ત્રણસે યોજનાની ઉંચાઈએ છે. મૂળમાં તેની પહોળાઈ સો યોજન, વચ્ચે પચાસ યોજન અને છેક ઉપર પચીસ યોજન છે અથતું એ ગઢ મૂળમાં પહોળો વચ્ચે સાંકડો અને છેક ઉપર વધારે પાતળો છે. ગઢનો આકાર ગાયના પૂંછડા જેવો છે અને તે આખોય ગઢ સર્વકનકમય અચ્છો મનોહર છે. એ ગઢના કાંગરાં અનેક પ્રકારના કાળા નીલા લાલ પીળા અને ધોળા એમ પાંચે રંગોથી શોભિતાં છે. તે એક એક કાંગારું લંબાઈમાં એક યોજન, પહોળાઈમાં અરધું યોજન, અને યોજન ઉંચાઈમાં છે. તે બધાં કાંગરાં સર્વ પ્રકાર નાં રત્નોમાંથી બનાવેલાં છે-બહુ રમણીય છે. સૂર્યાભદેવના તે વિમાનની એક એક બાજૂએ હજાર હાર બારણાં હોય છે એમ કહેલું છે અર્થાત તે વિમાનને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજાનાં મળીને ચાર હજાર બારણાં હોય છે. એક એક બારણું ઉંચાઈએ પાંચસો યોજન છે, પહોળાઈએ અને પ્રવેશે અઢીસો યોજન છે. તે બધો બારણાં ધોળાં છે, તેમની ઉપરનાં શિખરો સોનાનાં છે, એ શિખરોમાં વૃષભ મગર વિહગ માનવ કુંજર કિન્નર પદ્મલતા વગેરેનાં ચિત્રો કોરેલાં, એમના સ્તંભ ઉપરની વેદિકાઓ વજમય-એ બધાં હજારો કિરણોથી ઝળહળે છે, એવાં એ આંખને ઠારે એવાં સુખસ્પર્શવાળા છે. તે દરેક બારણાની નેમો વમય, મૂળ પાયા રિરત્નના, થાંભલી ઓ વૈદુર્યની અને તેનું તળ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ડેલીઓ હંસગર્ભ રત્નની, ઈદ્રકીલો મેદના, બારસાખો લોહિતાક્ષરત્નની, ઓતરંગો જ્યોતિરસ રત્નના સૂઈઓ-ખીલીઓ-લોહિતાક્ષરત્નની, સાંધાઓ વજના, ખીલી ઓની ટોપીઓ વિવિધ મણિમય, આંગળિયો અને તેનું અટકણ વજનું, આવર્તનપીઠ રતનું બારણા નો ઉત્તર પડખાં અંક રત્નનાં : એવી એ બારણાંઓની શોભાવાળી રચના છે. તેનાં કમાડ લગાર પણ આંતરા વિનાનાં ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. બારણાંની ભીંતોમાં બને પડખે એકસો અડસઠ ભીંતગોળીઓ છે અને તેટલીજ ગોકાણસીઓ છે. વિવિધ મણિરત્નોથી રમતી પૂતળીઓ બારણાંઓમાં ખોડેલી છે. તેનો માઢ વજનો અને માઢનું શિખર રુપાનું છે. બારણાના ઉપલા ભાગો સુવર્ણમય, મણિમય જાળીવાળા ગોખલાઓ, પડખાં અને પડખાંની બાજુઓ અંકરન્નમય અને વાંસડાઓ ખપાટો તથા નળિયાં જ્યોતિરસરત્નમય છે. તેની પાટીઓ પાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને યટીઓ વજમય છે. એ જાતનાં તે બારણાં શંખના ઉપલા ભાગ જેવાં અને ક્ષાના ઢગલા જેવાં ધોળાં લાગે છે. તે બારણાંઓ ઉપર અનેક પ્રકારનાં તિલકો-ટીલાં અને અર્ધ ચંદ્રો કોરેલાં છે, મણિની માળાઓ ટાંગેલી છે. બારણાં બહાર અને અંદર સુંવાળાં છે, તેના ઉપરની રંગની ભૂકી સોનાની વેળમય છેઃ એવાં એ બારણાં સુંદર, સારા સ્પર્શ વાળાં, ડી શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે. [28] એ બારણાંની બને બાજુની બેઠકોમાં કમળ ઉપર કોરેલા એવા ચંદનના સોળ સોળ કળશોની હારો, તેઓમાં સુગંધી પાણી ભરેલાં, તેમના કાંઠાઓમાં રાતાં Page #29 -------------------------------------------------------------------------- ________________ 396 રાયખસેલિય- (28) સૂતર નાંખેલાં અને તેનાં ઢાંકણાં પવોત્પલનાં એવા એ સર્વરત્નમય ઘડાઓ. હે દીર્ઘ જીવી શ્રમણ ! ઈન્દ્રકુંભની જેવા વિશેષ રમણીય જણાવેલા છે. વળી, તે બારણાંઓની બન્ને બાજાની બેઠકોમાં સોળ સોળ નાગદતોની- હારી આવેલી છે. તે દરેક નાગદેતો ઉપર નાની નાની ઝણઝણતી ઘંટડીઓ લટકેલી, એઓ ભીંતમાં બરાબર બેઠેલા, એમનો આગલો ભાગ ભીંતથી સારી રીતે બહાર પડતો- એવા એ સાપના અડધા. ભાગ જેવા દેખાતા વજમય સીધા લાંબા નાગદતો, મોટા મોટા ગજતના આકાર જેવા સુંવાળા અને શોભાજનક છે. વળી, એ નાગદતોમાં કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા સૂતરથી પરોવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી, એ માળાઓના લંબૂસકોસોનાનાં, એ ફૂમ તાંની અડખેપડખે જડેલી સોનાના પતરાની પાંદડીઓ છે, જ્યારે દક્ષિણનો ઉત્તરનો પૂર્વનો અને પશ્ચિમનો મંદ મંદ પવન વાય ત્યારે તે ધીરે ધીરે હલતી હલતી પાંદડીઓ માંથી કાન અને મનને શાંતિ આપે એલું મધુરું સંગીત નીકળે છે. વળી, હે આયુષ્યમનું શ્રમણ ! એ નાગદંતોની ઉપર બીજા સોળ સોળ નાગદૂતોની હારો આવેલી છે, તેઓ પણ ગજદેતના આકાર જેવા સુંવાળા અતિરમણીય છે. ઉપરના આ નાગદંતનોમાં રજતમય શિંકાં ટાંગેલાં છે, એ દરેક ર્શિકામાં વૈર્યની ધૂપઘડીઓ મૂકેલી છે, એ ધૂપઘડીઓમાં ઉત્તમ કાળો અગર કિનજી અને તુક્કનો સુગંધી ધૂપ મધમધી રહ્યો છે, એવી એ સુગંધી વાટ જેવી મધમધતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનોહારી સુગંધ ધ્રાણ અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કોર ફેલાતી રહે છે. ( [૨]વળી, એ બારણાંઓની બને પડખેની બેઠકોમાં સોળ સોળ પૂતળીઓની હારો જણાવેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની લીલાઓવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણગારેલી, રંગબેરંગી વચ્ચે પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શોભાય માન છે. એમનો કટિભાગ મૂઠીમાં આવી જાય એવો પાતળો, અંબોડો ઉંડો અને કઠણ પીવર-ભરાવઘર-છાતી, આંખના ખૂણા રાતા, વાળા કાળા કોમળ અને શોભનિક છે. અશોક વૃક્ષ ઉપર તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. જાણે દેવોનાં. મનને હરી ન લેતી હોય, એક બીજા સામું જોતી એ, જાણે પરસ્પર ખીજતી ન હોય, એવી જણાય છે. એ બધી બનેલી છે તો માટીમાંથી-પણ નિત્ય રહેનારી છે. એમનું મુખ ચંદ્ર જેવું લલાટ ચંદ્રાઈ જેવું અને દેખાવ ચંદ્ર જેવો સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેઘની વીજળીનો ઝબકારો અને પ્રખર સૂર્યનો ચમકાટ એ કરતાં ય તેઓ વધુ ઝબકે છે-એવી એ પૂતળીઓ ગારે આકાર અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનોહર છે. વળી, એ બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સર્વરત્નમય સુંદર જાળીવાળાં સોળ સોળ રમણીય સ્થાનો છે. બન્ને પડખેની બે બેઠકોમાં સોળ સોળ ઘંટાની હારો ટાંગેલી જણાવેલી છે. એ ઘંટાઓ સુવર્ણમય, તેમના લોકો વજમય, ઘંટાનાં બન્ને પડખાં વિવિધ મણિમય, ઘંટાની સાંકળો સોનાની અને દોરીઓ રુપાની છે. તેમનો રણકો મેઘના ગડગડાટ જેવો, સિંહની ત્રાડ જેવો, દુંદુભિના નાદ જેવો, હંસના સ્વર જેવો મંજુ છેઃ એવા-એ કાન અને મનને ઠારે-તેવા રણકાવડે તે ઘંટાઓની આસ પાસનો પ્રદેશ પણ ગાજતો રહે છે. વળી, એ, બારણાંઓની બન્ને બાજાની બેઠકોમાં સોળ સોળ વનરાઈઓ છે. એ વનરાઇઓમાં વૃક્ષો વેલો ફણગા અને પાંદડાં મણિમય છે, એમના ઉપર ભમરાઓ Page #30 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૯ 397 ગુંજતા રહે છેઃ એવી એ વનરાઈઓ ટાઢી હિમ જેવી શીતળ અને પ્રાસાદિક છે. વળી, તે બને પડખેની બેઠકોમાં વજમય સોળ સોળ પ્રકંઠકો-છે. તે દરેકની લંબાઈ પહોળાઈ અઢીસો યોજન અને જાડાઇ સવાસો યોજન છે. તે તે એક એક પ્રકંઠક ઉપર એક એક મોટો ઉંચો મહેલ આવેલો છે, તે દરેક મહેલ અઢીસો યોજન ઉંચો અને સવાસો યોજન પહોળો છે. જાણે પ્રભાના પુંજ ન હોય એવા એ મહેલો વિવિધ મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન વિજય વૈજયંતી પતાકાઓ એ મહેલો ઉપર પવનથી ફરફરતી રહે છે. એના મણિકનકમય શિખરો ઉંચા આભને અડતાં છે. મહેલોની ભીંતોમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાંઓ મૂકેલાં છે. બારણામાં પેસતાંજ વિકાસમાન પુંડરીક કમળો અને ભીંતોમાં વિધવિધ તિલકો તથા અર્ધ ચંદ્રકો કોરેલા છે. મહેલો અંદર અને બહાર લીસા સોનેરી વેળથી લીંપેલા સુંદરતમ છે. જે પ્રકંઠકો ઉપર તે મહેલો છે તે પ્રકંઠકો પણ છત્રોથી શોભતી ધજાઓથી રમણીય છે. એ મહેલોનાં બારણાંની બન્ને બાજુ સોળ સોળ તોરણો જણાવેલાં છે. એ મણિમય તોરણો મણિમય થાંભલાઓ ઉપર બેસાડેલાં છે, તેમના ઉપર પદ્મ વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે. તે એક એક તોરણની આગળ પૂર્વે વર્ણવેલા એવા નાગદતો તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે. તેજ રીતે દરેક તોરણની આગળ એક એક બાજા સર્વરત્નમય ઘોડા હાથી માનવ કિનર કિપુરુષ મહો રગ ગાંધર્વ અને વૃષભની હારો આવેલી છે, તેજ પ્રકારે નિત્ય પુષ્પવાળી સર્વરત્નમય પઘલતા વગેરેની શ્રેણિઓ આવેલી છે. એ રીતે, દિશાસ્વસ્તિક ચંદનકલશ અને મત્તગજના મુખની જેવા ભંગારની બે બે હારો ગોઠવેલી છે. વળી, તે તોરણની આગળ બબ બબે આરિતા હોવાનું જણાવેલું છે. એ આરિસાના ચોકઠાં સુણર્વમય, મંડળો એકરત્નમય અને એમાં પડતાં પ્રતિબિંબો નિર્મલાતિનિર્મળ છે.હે દીર્ઘજીવીશ્રમણચંદ્રમંડળજેવાએનિર્મળઆરિસા અધિકાપ્રમાણ જણાવેલા છે. વળી, એ તોરણોની આગળ વજના બબે થાળો જણાવેલા છે. એ રથના પૈડા જેવા મોટા થાળો જાણે કે ત્રણવાર છડેલા આખા ચોખાથી ભરેલા જ હોય એવા ભાસે છે. વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણી અને તાજાં લીલાં ફળોથી ભરેલી બે બે પાત્રીએ મૂકેલી જણાવેલી છે. એ બે બે પાત્રીઓ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવડી મોટી સર્વરત્નમય અને શોભનાતિશોભન છે. વળી, એ તોરણોની આગળ નાના વિધ ભાંડોથી ભરેલા સર્વરત્નમય બે બે સુપ્રતિષ્ઠકો છે, બે બે પેઢલીઓ છે. એ પેઢલી. ઓમાં સોનાનાં અને રુપાનાં અનેક પાટિયાંઓ જણાવેલા છે, એ નાગદતો ઉપર વજ મય શિકાં છે, એ લિંક ઉપર કાળા નીલા રાતા પીળા અને ધોળા સૂતરના પડદાવાળા પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટો વૈદુર્યમય સુંદર છે. વળી, એ તોરણોની આગળ રતનથી ભરેલા બળે કરંડિયાઓ છે. ચક્રવર્તીના રત્નપૂર્ણ કરડિ યાની જેમ એ કરંડિયાઓ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી ચકચકતી કરી મૂકે છે. વળી, એ તોરણોની આગળ વમય બબે હયકંઠા ગજકંઠા ગંજકંઠા નરકંઠા કિન્નરકંઠા જિંપુલકંઠા મહોરગકંઠા ગાંધર્મકા અને ધર્વકંઠા અને વૃષભકંઠા છે. તેઓમાં સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરત્નમય પુષ્પ માળા ચૂર્ણ વસ્ત્ર આભરણ સરસવ અને પીંછીઓ મૂકેલી છે. વળી, એ તોરણોની આગળ બબ્બે સિંહાસનો અને બન્ને છત્રો હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈર્યના, ઝૂલ સોનાની, Page #31 -------------------------------------------------------------------------- ________________ 398 રાણાખરેલિય-(૨૯). સાંધા વજના. મોતીથી પરોવેલી સોનાની આઠ હજાર સળીઓ અને ચંદન જેવી શીતળ, સુગંધી છાયા છે. મંગળ૫ ચિત્રોથી આલેખેલાં ચંદ્રના ઘાટ જેવાં એ સર્વ છત્રો અતિશોભનિક છે. વળી, એ તોરણોની આગળ બે બે ચામરોની હયાતી છે. એ ચામરોના હાથા વૈર્યના અને એમાં વિવિધ મણિરતનની કોરણી કોરેલી છે. ક્ષીરસાગરના ફીણ જેવાં પાતળા વાળવાળો સર્વરત્નમય એ ચામરો બહુ સુશોભિત દેખાય છે. તે તોરણોની આગળ તેલ, કુઠ, પત્ર, ચૂઆ, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણસિલ અને અંજન ના બબે કુડલાઓની અસ્તિછે.એ કુડલા ઓ સર્વરત્નમય અને અનુપમ શોભાવાળા છે. ૩૦]વળી, એ સૂયભવિમાનના એક એક બારણા ઉપર ચક્રની નીશાનીવાળા એકસો ને આઠ ધ્વજો છે; એ જ પ્રમાણે મૃગ, ગરુડ, છત્ર, પીંછું, પક્ષી, સિંહ, વૃષભ, ચાર દંતો હાથી અને ઉત્તમ નાગની નીશાનીવાળા એકસો ને આઠ આઠ ધ્વજો છે, અથતુ એ પ્રત્યેક બારણા ઉપર એક હજાર અને એંશી ધ્વજ લહેરી રહ્યા છે. એ સૂયભવિમાનમાં ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભૌમ છે. એ ભીમોની બરાબર વચ્ચે એક એક સિંહાસન માંડેલું છે, બાકીના ભૌમો ઉપર એક એક ભદ્રાસન માંડેલું છે. વિમાનમાં બારણાંઓનાં ઓતરંગો સોળ પ્રકારનાં રત્નો થી ઘડેલાં છે. બારણાંઓ ઉપર ધજ અને છત્રોથી શોભતાં આઠ આઠ મંગલો આવેલો છે ? એ રીતે વિમાનની ચારેબાજાનાં તે બધાં બારણાંઓ એવી ઉત્તમોત્તમ શોભાવાળાં છે. એ સૂયભવિમાનની આસપાસ પાંચસે પાંચસે યોજન મૂકીને ચાર દિશામાં ચાર વખંડો આવેલા છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સાદડવનપશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં ચૂતકવન. એ વનખંડોની લંબાઈ સાડાબાર લાખ યોજનથી કાંઈક વધારે અને પહોળાઈ પાંચસો યોજન છે, તે દરેકની ફરતો એક એક કોટ છે. એમ એ ચારે વનખંડો લીલાછમ જેવા, ટાઢા હિમ જેવા, જેનારની આંખને ઠારે એવા શીતળ છે. [૩૧]તે વનખંડોનું ભોંતળ તદ્દન સમ-છે, તે ઉપર અનેક પ્રકારના મણિઓ અને તૃણો શોભી રહ્યાં છે, તેમનો સ્પર્શ અને ગંધ મનગમતો આકર્ષક છે. હે ભગવન્! પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના વાયરા વાય છે ત્યારે મંદ મંદ હલતા પરસ્પર અથડાતા એવા તે તૃણોનો અને મણિઓનો કેવો અવાજ થાય છે ? હે ગૌતમ ! એમનો અવાજ શ્રમહર શ્રુતિમધુર અને શ્રુતિને અત્યંત તૃપ્તિ આપનારો થાય છે. છત્ર, ધજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત એક સુંદર રથ હોય, જેની ચારે બાજુ, નાની નાની ટોકરીઓ જડેલી હોય, હિમાલયમાં ઉગેલા તિનિશના લાકડામાંથી બનાવેલો હોય. આરા અને ઘોંસરું બરાબર બેસાડેલાં હોય, પૈડા ઉપરનો લોઢાનો પાટો મજબૂત હોય, કુલીન ઘોડાની જોડ જોડેલી હોય, હાંકનારો સારથિ અતિકુશળ હોય અને અનેક પ્રકારનાં હથીઆરી કવચો ભાથાઓ વગેરે યુદ્ધોપકરણોથી જે ભરેલો હોય, એવો એ રથ, મણિઓથી બાંધેલા રાજાના ભવ્ય આંગણામાં વારંવાર ચાલતો હોય, વારંવાર આવતો જતો હોય, ત્યારે તેનો જે મધુરધ્વનિ સંભળાય છે, તેના જેવો તે તૃણોનો અને મણિઓનો ધ્વનિ છે? ગૌતમ! ના, એના જેવો એમનો ધ્વનિ નથી પણ તે કરતાં વિશેષ મધુર છે. વાદનકુશળ નર કે નારીદ્વારા રાત્રીના છેલ્લે પહોરે વાગતી ચડતી ઉતરતી મૂછનાવાળી એલી વૈકાલિક વીણાનો જે મધુર અવાજ સંભળાય છે તેવો અવાજ, તે તૃણોનો અને Page #32 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૧ 999 મણિઓનો છે? ગૌતમ! ના, એવો પણ નથી કરતાં સવિશેષ મધુર છે. ભદ્રશાળ નંદન સોમનસ કે પાંડકવનમાં અથવા હિમાલય મલય કે મંદ ગિરિની ગુફાઓમાં રહેતા, ગાનતાનની સહેલ કરવા સાથે મળેલા કિન્નરો કિંગુરુષો મહોરગો અને ગાંધ નો જેવો વિશ૮ મધુર ગીતધ્વનિ ગુંજે છે, તેવો ધ્વનિ પરસ્પર અથડાતા એ મણિ ઓનો અને તૃણોનો છે? ગૌતમ ! હા, તે મણિઓનો અને તૃણોનો એલો મધુરાતિમધુર ધ્વનિ નીકળે છે. ૩૨]વળી, એ વનખંડોમાં ઠેકઠેકાણે નાની મોટી નાનામાં નાની અને મોટામાં મોટી એવી અનેક ચોરસ વાવો, ગોળ પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી ચુકી વહેતી નદીઓ અને ફૂલોથી ઢાંકેલાં એવાં હારબંધ આવેલાં અનેક સરોવરો તથા હારબંધ શોભતા અનેક કૂવાઓ આવેલા છે. એ બધાંના કાંઠા રજતમય, કાંઠાના ભાગો ખાડાખડિયા વિનાના એકસરખા છે. એમની અંદરના પાણાઓ વસ્મય અને વેળુ સુવર્ણ-૨જતમય છે. વાવો વગેરે એ બધાં જલાશયો સુંવાળા સોનાના તળિયાવાળાં છે, એમાં ઊતરવાનાં અને નીકળવાનાં સાધનો સારી રીતે ગોઠવાયેલાં છે, એમના ઘાટો અનેક પ્રકારના મણિઓથી જડેલા છે. ચાર ખૂણાવાળાં એ જલાશયોમાં પાણી અગાધ અને અતિશીતળ છે. જેમની ઉપર ભમરા ભમરીઓ ગુંજી રહ્યાં છે એવાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પીંડરીક, સો અને હજાર પાંખડીવાળાં ખીલે લાં કમળોથી અને બિસપત્ર તથા મૃણાલના દડોથી એ બધાં જલાશયો ઢંકાએલાં છે. જેમની અંદર ભમતા મલ્યો અને કાચબાઓ કલ્લોલ કરી રહ્યા છે અને જેમને કાંઠે અનેક પ્રકારનાં પક્ષીઓ વિચારી રહ્યાં છે એવાં એ સ્વચ્છતિસ્વચ્છ જળથી છલકતાં જલાશયો તે વનખંડોમાં શોભી રહ્યાં છે. એ જલાશયોમાં કેટલાંકમાં આસવ જેવાં પાણી છે, કેટલાંકમાં શેરડીના રસ જેવાં, કેટલાંકમાં ઘી જેવાં કેટલાંકમાં દૂધ જેવાં કેટલાંકમાં ખારા ઉસ જેવાં અને કેટલાંક માં સામાન્ય પાણી જેવાં પાણી ભરેલાં છે. તેવા વાવો અને કૂવા વગેરે પ્રત્યેક જલાશ થોની ફરતાં ચારે દિશામાં ત્રણ ત્રણ સોપાનો છે, તે સોપનો ઉપર તોરણો ધજાઓ અને છત્રો છે. તેમાં નાની નાની વાવોની અને કૂવાની હારોમાં વચ્ચેવચ્ચે ઘણા ઉત્પાતપર્વતો નિયતિપર્વતો જગતપર્વતો ધરુપર્વતો છે તથા કોઈ ઊંચા કે નીચા એવા દકમંડપો દકના લકો અને દકમંચો ઊભા કરેલા છે. વળી ત્યાં મનુષ્યોને હિંચવાલાયક હિંચકા જેવા કેટલાક હિંચકાઓ ગોઠવાએલા છે, તેમ પક્ષીઓને ઝૂલવાલાયક ઝૂલા જેવા કેટલાયે ઝૂલાઓ ઝૂલી રહ્યા છે. એ બધા હિંચકાઓ અને ઝૂલાઓ સર્વરત્નમય હોવાથી અધિ કાધિક પ્રકાશમાન અને મનોહર છે. વચ્ચે વચ્ચે આવેલા તે પર્વતો ઉપર અને હિંચ કાઓ ઉપર સર્વરત્નમય એવાં અનેક હસાસનો, ઠોંચાસનો, ગરુડાસનો, ઉન્નત ઢળતાં અને લાંબાં આસનો, પસ્યાસનો, ભદ્રાસનો, વૃષભાસનો, સિંહાસનો, પદ્માસનો અને સ્વસ્તિ કાસનો સજાએલાં છે. વળી, તે વનખંડોમાં સર્વરત્નય ઝળહળાયમાન એવાંઆલિગૃહો, માલિગૃહો, કદલીગૃહો, લતાગૃહો, આસનગૃહો, પ્રેક્ષણગૃહો, મંડનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શોલાગૃહો, જાળીવાળાગૃહો, ચિત્રગૃહો, કુસુમગૃહો, ગંધગૃહો. આરિસા ભવનો શોશી રહ્યાં છે અને તે પ્રત્યેક ગૃહમાં પૂર્વે કહ્યા પ્રમાણે હંસાનો વગેરે આરામ Page #33 -------------------------------------------------------------------------- ________________ Yoo રાથપ્પલિય- (32) આપનારાં આસનો માંડેલાં છે. વળી, તે વનખંડોમાં જ્યાં ત્યાં સર્વરત્નમય એવા ઝળાં ઝળાં થતા જાઈની વેલોના મંડપો, જૂઈની વેલોના મંડપો, મલ્લિકા, નવમાલિકા, વાસંતી, દધિવાસુકા, સૂસલ્ડિ-સૂરજમુખી, નાગરવેલ, નાગ, અતિમુક્તક, અપ્લેયા અને માલુ કાની લતાઓના મંડપો ફેલાએલા છે. તે પ્રત્યેક મંડપમાં હંસ અને ગઇ વગેરેના ઘાટના, ઉંચા ઢળતા અને લાંબા એવા કેટલાય સર્વરત્નમય શિલાપટ્ટકો ઢાળેલા છે. તે બધાય શિલાપટ્ટકો માખણ જેવા સુંવાળા કોમળઅનેદેદીપ્યમાન છે.હે ચિરંજીવ શ્રમણ તે સ્થળે અનેક દેવો અને દેવીઓ બેસે છે, સૂએ છે, વિહરે છે, હસે છે, રમે છે, રતિક્રીડા કરે છે અને એ રીતે પોતે પૂર્વે ઉપાર્જેલાં શુભ કલ્યાણમય મંગળરુપ પુણ્ય કર્મોના ફલ વિપાકોને ભોગવતા આનંદપૂર્વક વિચારે છે. [33] વળી, તે વનખંડોની વચ્ચોવચ્ચ પાંચસે યોજન ઊંચા અને અઢીસો યોજન પહોળા એવા ચાર મોટા પ્રાસાદો શોભી રહ્યા છે. એ પ્રાસાદોનાં ભોંયતળિયાં તદ્દન સપાટ છે અને તેમાં ચંદરવા સિંહાસનો વગેરે ઉપકરણો યથાસ્થાને ગોઠવાયેલાં છે. તેમાંના એક પ્રાસાદમાં અશોકદેવ, બીજામાં સપ્તપર્ણદેવ, ત્રીજામાં ચંપકદેવ અને ચોથામાં ચૂતકદેવ એમ ચાર દેવોનો નિવાસ છે. એ ચારે દેવો મોટી દિવ્ય સમૃદ્ધિવાળા અને પલ્યોપમપ્રમાણ આયુષ્યવાળા છે. જેની આસપાસ ચારે બાજુ એવડો મોટો અને અતિશય સુંદર વનખંડ શોભી રહ્યો છે એવા તે સૂયભનામના દેવવિમાનનો અંદરનો ભૂભાગ તદ્દન સપાટ અને અત્યંત રમણીય છે. ત્યાં પણ ઘણા દેવો અને દેવીઓ ફરે છે, બેસે છે, હસે છે, રતિક્રીડા કરે છે અને આનંદ માણતા વિચરે છે. તે વિમાનના એ ભૂભાગની વચ્ચોવચ્ચ લાખ યોજન લાંબું પહોળું એવું એક મોટું ઉપકારિકાલયન છે, તેનો ઘેરાવો ત્રણ લાખ સોળહજાર બસે સત્તાવીસ યોજન, ત્રણ કોશ, અઠ્ઠાવીસસે ધનુષ, તેર આંગળ અને ઉપર ઓછું વધતું અડધું આગળ છે. એ એવું મોટું લયન આખુંય સુવર્ણમય છે અને અત્યંત મનોહરમાં મનોહર છે. [૩૪]એ લયનની ચારે બાજુ અડધું યોજન ઊંચી અને પાંચ ધનુષ પહોળી એવી એક મોટી પાવરવેદિકા છે અને એટલાજ માપનો એક મોટો વનખંડ તે લયનને ઘેરી રહેલો છે. તે વેદિકાના થાંભલા, પાટિયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, વાંસડા, વાંસડા ઉપરનાં નળિયાં, પાટીઓ, મોભીયાં, ઢાંકણાં અને તેનાં જાળિયાં ગોખલા વગેરે એ બધું વિવિધ રત્નમય મણિમય વિજય અને સુવર્ણરજતમય છે. એના કેટલાંક જાળિયાં નાની નાની ટોકરીઓવાળાં, મોતીના પડદાવાળાં અને મોટી મોટી લટકતી માળાવાળાં છે. એ વેદિકામાં જ્યાં ત્યાં સર્વરત્નમય ઘોડાની વૃષભની અને સિંહ વગેરેની જોડો શોભી રહી છે. હે ભંતે ! એ વેદિકાને પદ્મવરવેદિકા કહેવાનું શું કારણ ? ગૌતમ ! એ વેદિકાના થાંભલા, પાટીયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, મોભ અને જાળિયાં વગેરે દરેક ભાગમાં, ચોમાસાના પડતા પાણીને રોકી શકે એવાં છત્રાકાર અનેક પ્રકારનાં સર્વરત્નમય સુંદર ઉત્પલો, કુમુદો, નલિનો, પુંડરીકો વિગેરે નાના પ્રકાર નાં ખીલેલાં પો શોભી રહ્યાં છે, માટે તેને પદ્મવરવેદિકા કહેલી છે. ' હે ભગવન્! વર્ણવેલી પદ્રવ રવેદિકા શું શાશ્વત છે કે અશાશ્વત છે? ગૌતમ! દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તો એ વેદિકા શાશ્વત છે, પણ હે ગૌતમ ! તે વેદિકાના વણે, ગંધો, રસો અને સ્પશની દષ્ટિએ જોતાં અથતુ વણદિ પયયોની અપેક્ષાએ તો તે Page #34 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૩ર 401 વેદિકા અશાશ્વત છે, માટે તેને શાશ્વત પણ કહી છે અને અશાશ્વત પણ કહી છે. હે ભગવન્! ઉપર વર્ણવેલી વેદિકા, શું ત્યાં કાયમ રહેવાની છે? હે ગૌતમ! એ વેદિકા, ત્યાં કોઈ દિવસ નહતી, નથી કે નહિ હશે એમ તો ન કહેવાય, પણ એ ત્યાં હમેશાંને માટે હતી, છે અને હશે એમ કહેવાય, માટે તે ત્યાં ધ્રુવ, શાશ્વત, અવ્યય, નિત્ય અને સદા અવસ્થિત છે એમ માનવું જોઈએ. ઉપકારિકાલયની ફરતો જે વનખંડ વર્ણવેલો છે તેનો ચક્રવાલવિખંભ બે યોજનથી કાંઈક ઓછો છે અને તેનો ઘેરાવો તો તે લયનના જેટલો જ છે. એ વનખંડમાં પણ અનેક દેવો અને દેવીઓ ફરે છે, હસે છે, બેસે છે, સૂએ છે અને રતિક્રીડા કરતાં વિહરે છે. એ લયનની ફરતાં ચારે દિશામાં ચાર ચાર સોપાનો ગોઠવેલાં છે. એ સોપાનો ઉપર તોરણો ધ્વજો અને છત્રો વગેરે ઘણા મનહર પદાર્થો ઝૂલી રહ્યા છે. લયનનું ભોંયતળ, મણિરત્ન અને વજ વગેરે બહુમૂલ્ય ધાતુઓથી બાંધેલું છે અને વળી તે તદ્દન સપાટ અને ચારે બાજુ ઝગારા મારતું શોભી કહ્યું છે. [૩૫]લયનના તે સમતળ ભૂભાગની વચ્ચોવચ્ચ પાંચસે યોજન ઉંચો અને અઢીસો યોજન પહોળો એવો એક મોટો મુખ્ય પ્રાસાદ આવેલો છે. તે મુખ્ય પ્રાસાદની ફરતા અને તેના કરતાં ઊંચાઈ અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર પ્રાસાદોની આવી રહેલા છે. વળી, એ આજુબાજુ આવેલા ચાર પ્રાસાદની આસપાસ તેમને વીંટળાઈને તેમના કરતાં ઉંચાઈએ અને પહોળાઈએ અડધા એવા બીજા ચાર મહાલયો સોહામણા આવેલા છે. વળી, સોહામણા એ ચાર મહાલયોને ઘેરીને ઊભેલા પણ માપમાં તેના કરતાં અડધા એવા બીજા ચાર મહાલયો ત્યાં દીપી રહેલા છે. આ છેલ્લા ચાર મહાલયોની ઊંચાઈ કરા યોજન અને પહોળાઈ એકત્રીશ યોજન ઉપર એક કોશ છે. એ બધાય પ્રાસાદોની અંદર ચંદરવા સિંહાસન વગેરે શોભાનિક ઉપકરણો ગોઠવા એલાં છે અને ઉપર ધજાઓ તોરણો અને આઠઆઠ મંગળો ઝૂલી રહ્યાં છે. [36] એમ અનેક પ્રાસાદોથી વીંટાએલા તે મૂળ પ્રાસાદથી ઉત્તરપૂર્વમાં એક મોટી સુધમાં સભા આવેલી છે. એની લંબાઈ સો યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઉંચાઈ બેહોંતેર યોજન છે. જેમની ઉપર અનેક પ્રકારનાં તોરણો પૂતળીઓ અને અપ્સરા ઓનાં ઝુંડો કોરેલાં છે એવા અનેક મનહર સ્તંભો ઉપર એ સભા રચાએલી છે. એ સભાને પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દ્વારા મૂકેલાં છે. તે એક એક દ્વાર સોળ. યોજન ઉંચું અને આઠ યોજન પહોળું છે, તેમ તે દરેકનો પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. એ ત્રણે દ્વારો ધોળાં દૂધ જેવાં, સુવર્ણમય સૂપવાળાં અને ઉપર આઠ આઠ મંગળોથી વિરાજિત છે. તે પ્રત્યેક દ્વારની સામે એક એક મુખ્ય મંડપ છે. એ મંડપની લંબાઈ સો યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઉંચાઈ સોળ યોજન કરતાં વધારે છે. એ મંડપને પણ પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ બારસાખ પાડેલાં છે. તે પ્રત્યેક બારસાખ ઊંચાઈમાં સોળ યોજન, પહોળાઈમાં આઠ યોજન છે અને તે દરેકનો પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. તે બધાં બારણાંઓ ચંદરવા વગેરેથી સુશોભિત છે અને તેમની ઉપર ધજાઓ અને આઠ આઠ મંગળો છે. વળી, તે પ્રત્યેક મુખમંડપની સામે તેમની જેવાજ સુંદર પ્રેક્ષાગૃહમંડપો આવેલા છે અને તે એક એક પ્રેક્ષાગૃહમંડપના સમતળ ભૂભાગની વચ્ચે એક મોટો વજય અખાડો શોભી રહ્યો છે. તે એક એક અખાડાની વચ્ચોવચ્ચ આઠ યોજન લાંબી પહોળી, [26] Page #35 -------------------------------------------------------------------------- ________________ 402 રાયખસેજિયં-(૩૬) ચાર યોજન જાડી અને નાના પ્રકારનાં મણિરત્નોથી બાંધેલી એવી એક મોટી મણિપીઠિકા સોહી રહી છે, એ મણિપીઠિકા ઉપર સિંહાસન વગેરે આરામની સામગ્રી ગોઠવી છે. વળી, જ્યાં પ્રેક્ષાગૃહમંડપો વર્ણવેલા છે ત્યાં તે પ્રત્યેક મંડપની સામે પણ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સુંદર મણિપીઠિકાઓ ઢાળેલી છે. તે દરેક ઠિકાની ઉપર સોળ યોજન લાંબા પહોળા અને તે કરતાં ઉંચાઈમાં કાંઈક વધારે ઉંચા તથા સર્વ પ્રકારનાં રત્નોથી ચણેલા ધોળા શંખ જેવા ઊજળા એવા અનેક સ્તૂપો બાંધેલા છે. એ દરેક સ્તૂપો ઉપર ધજાઓ તોરણો અને આઠ આઠ મંગળો છે. તથા, એ એક એક સ્તૂપની ફરતી ચારે દિશામાં વળી બીજી મણિપીઠિકાઓ આવેલી છે. તે પીઠિકાઓની લંબાઈ પહોળાઈ આઠ યોજના અને જાડાઈચાર યોજન છે. એ પીઠિકાઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મેલી અતિશય રમણીય છે, એમની ઉપર અને એ સ્તૂપોની બરાબર સામે ચાર જિનપ્રતિમાઓ બિરાજેલી છે, એ પ્રતિમાઓ જિનની ઊંચાઈએ ઊંચી અને પર્યકાસને બેઠેલી છે. તેમાંની એક સભની, બીજી વર્ધમાનની, ત્રીજી ચંદ્રાનનની અને ચોથી વારિણની એિ ચાર ભગવંતોની શાશ્વત પ્રતિમા છે. વળી, તે સ્તૂપોની સામે સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સર્વમણિમય બીજી મણિપીઠિકાઓ નિર્ભેલી છે. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવક્ષ આવેલું છે. એ બધાં ચૈત્યવક્ષો આઠ યોજન ઊંચાં અને અડધા યોજન ઊંડાં છે. બે યોજનનું તેમનું થડ અડધું યોજન પહોળું છે. થડથી નીકળી ઊંચી ગએલી વચલી શાખા યોજન ઊંચી છે. એમ એ ચૈત્યવૃક્ષોની સવગ લંબાઈ પહોળાઈ એકંદર સાધિક આઠ યોજન છે. એ વૃક્ષોનાં મૂળ વજમય, શાખા પેરી, કંદો રિઝરત્નમય, સ્કંધો વૈર્યના, નાની નાની શાખાઓ મણિમય રત્નમય, પાંદડાં વૈડુર્યનાં, ડીટિયાં સુવર્ણમય, અંકુરાઓ જાંબુનદમય અને ફૂલફલભર વિચિત્ર મણિરત્નમય સુરભિ છે. એ ફળોનો રસ અમૃતસમ મધુરો છે. એ રીતે સરસ છાયા, પ્રભા, શોભા અને પ્રકાશવાળાં એ ચૈત્યવક્ષો વિશેષમાં વિશેષ પ્રાસાદિક છે. એ વૃક્ષો ઉપર આઠ આઠ મંગળો ધ્વજે અને છત્રો વગેરે શોભી રહેલાં છે ફરતા શિરીષ વગેરે બીજાં પણ અનેક વૃક્ષો છે. [37] એ ચૈત્યવૃક્ષોની આગળ આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય વળી બીજી અનેક મણિપીઠિકાઓ આવેલી છે. એ દરેક પીઠિ કાઓ ઉપર સાઠ યોજન ઊંચા એક યોજન ઊંડા અને એક યોજન પહોળા એવા વિશિષ્ટ પ્રકારના વજમય અનેક મહેદ્રધ્વજો ખોડેલા છે, તેમની ઉપર પવનથી ચાલતી નાની નાની અનેક પતાકાઓ, આઠ આઠ મંગળો, ધ્વજો અને છત્રો વગેરે બધું લહેરી રહેલું છે. તે દરેક મહેંદ્રધ્વજોની આગળ સો યોજન લાંબી પચાસ યોજન પહોળી અને દસ યોજન ઉડી એવી નંદા નામની પુષ્કરિણીઓ આવેલી છે. એનાં પાણી સામાન્ય પાણી જેવાં મીઠા રસવાળાં છે. એ પ્રત્યેક પુષ્કરિણીઓની ચારે તરફ પૂર્વે વર્ણવેલાં પદ્મવરવેદિ કાઓ અને વનખંડો આવેલાં છે અને પુષ્કરિણીઓમાં ત્રણ બાજુ સરસ સોપાનો ગોઠવેલાં છે તથા ઉપર બેસાડેલાં તોરણ, ધ્વજો, આઠ આઠ મંગળો અને છત્રો વગેરે તો ત્યાં ઠેકઠેકાણે દીપી રહેલાં છે. એ સુધમસભામાં પૂર્વ અને પશ્ચિમમાં સોળ સોળ હજાર તથા દક્ષિણ અને ઉત્તરમાં આઠ આઠ હજાર પેઢલીઓ બાંધેલી છે. એ પેઢલીઓ ઉપરનાં પાટીયાં સુવર્ણ Page #36 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૭ 403 રજતમય અને તે ઉપર જડેલા નાગદતો વજમય છે. તે નાગદતોમાં કાળા સૂતરની માળાઓ લટકે છે. વળી, એ સુધમસિભામાં એ પેઢલીઓની જેવી જ અને જે ઉપર સુખે સૂઈ શકાય એવી સુકોમળ સુંદર શય્યાઓ બીછાએલી છે. એવી અડતાળીસ હજાર ગોમાનસીઓ આવેલી છે. તે ગોમાનસીઓની પાસે જ જડેલા નાગદેતોમાં ટાંગેલાં રજતમય શિંક ઉપર વૈદુર્યમય ધૂપઘડીઓ મૂકેલી છે અને એ ધૂપઘડીઓમાંથી નીકળતો સુગંધમય કાળા અગરનો ધૂપ ચારે કોર મહેકી રહ્યો છે. સભાની અંદરના ભાગનું ભોંતળ તદ્દન સપાટ અને વિવિધ મણિઓથી બાંધેલું છે અને તે ઉપર સિંહાસન ચંદરવા વગેરે સામગ્રી સરસ રીતે સજેલી છે. વળી, એ ભોંતળની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા બાંધેલી છે. તેની ઉપર સાઠ યોજન ઊંચો, યોજન ઉંડો અને યોજન પહોળો તથા અડતાળીશ ખૂણાવાળો, અડતાળીશ ધાર વાળો-અડતાળીશ પાસાવાળો એવો મહેંદ્રધ્વજની જેવો એક મોટો માણવક ચૈત્યસ્તંભ આવેલો છે. એની ઉપર આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે ખોડી રાખેલાં છે. એ ચૈત્યસ્તંભની વચ્ચેના છત્રીશ યોજન જેટલા ભાગમાં સોના રુપાનાં પાટીયા જડેલાં છે. તે પાટીયાં ઉપર બેસાડેલા વજમય નાગદતોમાં રુપેરી શિંકાં ટાંગી રાખ્યાં છે. તે શિકાં ઉપર વજભય ગોળ ગોળ ઘબડીઓ ગોઠવી રાખેલી છે અને તે દાબડીઓમાં જિનના સકિથઓ-રાખેલો છે. સૂયભદેવને અને બીજાં પણ અનેક દેવ દેવીઓને જિનના તે સકિથઓ અર્ચનીય છે વંદનીય છે અને પર્યાપાસનીય છે. આઠ મંગળ અને ચામર વગેરેથી સુશોભિત તે માણવેક ચૈત્યસ્તંભની પૂર્વે આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા આવેલી છે અને તેના ઉપર એક મોટું સિંહા સન ઢાળેલું છે. વળી, તે ચૈત્ય સ્તંભની પશ્ચિમે, પૂર્વે આવેલી એવી અને એવડી જ બીજી એક મણિપીઠિકા આવેલી છે, તેના ઉપર એક મોટું અતિશય રમણીય દેવશયનીય ગોઠવેલું છે. એ દેવશયનીયના પડવાયા સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરાં સોનાનાં છે. એની ઈસો અને ઉપળાં વજન, વાણ વિવિધમણિ મય, તળાઈ પેરી અને ઓશીકાં સુવર્ણમય છે. તે દેવશયનીય બને બાજુથી ઊંચું અને વચ્ચેથી ઢળતું એવું ગંભીર છે, એ મેલું ન થાય માટે એના ઉપર રાતું વસ્ત્ર ઢાંકેલું છે એ માખણ જેવું સુંવાળું, કોમળ, અતિ સુવાસિત, મનોહર છે. 38] એની ઉત્તર પૂર્વે આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા છે. તેની ઉપર સાઠ યોજન ઉંચો એક યોજના પહોળો એવો એક નાનો મહેંદ્રધ્વજ રોપેલો છે, એના ઉપર આઠ આઠ મંગળો અને ધ્વજો. વગેરે શોભી રહ્યાં છે. એ નાના મહેંદ્રધ્વજથી પશ્ચિમે ચોપ્પાળ નામનો એક મોટો હથીયારોનો વિજય ભંડાર છે, એમાં રત્નની તલવારો ગદાઓ, અને ધનુષ વગેરે અસ્ત્રશસ્ત્રો છે. એ ભંડારમાં સાચવી રાખેલાં સૂયભિદેવનાં એ બધાં અસ્ત્રશસ્ત્રો ઊજળાં પાણીવાળાં અણીદાર અને વિશેષ માં વિશેષ તેજવાળો છે. સુધમાં સભાની ઉપર આઠ આઠ મંગળો છત્રો અને ધજાઓ વગેરે શોભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. [૩૯]એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબું પચાસ યોજન પહોળું અને બહોંતેર યોજન ઊંચું એવું એક મોટું સિદ્ધાયતન આવેલું છે. એ સિદ્ધાયતનની બધી શોભા Page #37 -------------------------------------------------------------------------- ________________ XOX રાયથ્થસલિયે (39) સુધમસિભાની જેવી સમજવાની છે. એ સિદ્ધાયતનની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી એક મોટી મણિ પીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સોળ યોજન લાંબો પહોળી અને તે કરતાં થોડો વધારે ઊંચો એવો સર્વરત્નમય એક મોટો દેવચ્છેદક ગોઠવેલો છે. તેના ઉપર જિનની ઊંચાઈએ ઊંચી એવી એકસો ને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. એ પ્રતિમાઓના હાથપગનાં તળિયાં તપનીયમય, નખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ એકરત્નના, જાંઘો, જાનુઓ, ઉરુઓ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રોમરાઈ રિઝરત્નમય, અચકો અને શ્રીવક્ષ તપનીયમય, બને ઓષ્ઠો પ્રવાલમય, દાંતો સ્ફટિકમય, જીભ અને તાળવું તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ કનક મય, આંખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરન્નમય, કીકીઓ આંખની પાંપણો અને ભવાંઓ રિઝરત્નમય, બને કપોલો કાન અને ભાલપટ્ટ કનકમય, માથાના વાળ ઉગવાની ચામડી તપનીયમય અને માથા ઉપરના વાળ રિઝરત્નમય છે. તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, ધોળાં છત્રો ઘરી રાખનારી છત્રધારક પ્રતિ માઓ છે, બન્ને બાજાએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે. વળી તે દરેક જિનપ્રતિમાઓની આગળ સર્વરત્નમય એવી બે બે નાગપ્રતિમાઓ, આવેલી છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ ઘંટો, કળશો, ભંગારો, આરિણાઓ, થાળો,પાત્રીઓ, પ્રતિષ્ઠો,મનો ગુલિકાઓ, રત્નકરંડીયાઓ, હયકંઠાઓ, ગજકંઠાઓ અને વૃષભકંઠાઓ વગેરે અનેક પદાર્થો ત્યાં એ પ્રત્યેક જિન પ્રતિમાની આગળ ગોઠવેલા છે. વળી, ફૂલ, માળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ અને મોરપીંછ વગેરે ઉપ કરણોની એકસો આઠ એકસો આઠ અંગેરીઓ, ત્યાં પ્રતિમાઓ આગળ મૂકી રાખેલી છે. વળી, ફૂલ, માળા, ગંધ અને મોરપીંછ વગેરેનાં તેટલાં જ પલકો ત્યાં સ્થાપી રાખેલાં છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ સિંહાસ નો, છત્રો, ચામરો, તેલના ડબાઓ, કુઠના ડબાઓ, સુગંધી પત્ર, સુગંધી ચૂવા, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણ સિલ અને આંજણના ડબાઓ, એબધું ત્યાં યથાક્રમે ગોઠવી રાખેલું છે. એ ડબાઓમાં તેલ વગેરે જે પદાથો ભરેલા છે તે અત્યંત નિર્મળ સુગંધી અને ઉત્તમ જાતના છે. વળી, એ સિદ્ધાયતનમાં સુગંધી ધૂપથી મધમધતા એકસો ને આઠ ધૂપધાણાં રાખેલાં છે અને એ આયતનોની ઉપર જડેલા આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે એમની શોભામાં વધારો કરી રહ્યાં છે. [40] તે સિદ્ધારતનોની ઉત્તરપૂર્વે સુધમસભા જેવી એક મોટી ઉપપાતસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબો પચાસ યોજન પહોળો અને દસ યોજન ઊંડો એવો એક મોટો સ્વચ્છ પાણીનો ધરો ભરેલો છે. તે ધરાની ઉત્તરપૂર્વે સૂયભદેવની એક મોટી અભિષેકસભા આવેલી છે. એ સભામાં અભિષેક કરવાની બધી સામગ્રી ભરેલી છે. તે અભિષેકસભાની ઉત્તર પૂર્વે સુર્યાભદેવના અલંકારોથી ભરેલી એવી એક મોટી અલંકારસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે એક મોટી વ્યવસાયસભાનું સ્થાન આવેલું છે, તેમાં સિંહાસન વગેરે બધાં ઉપકરણો વ્યવસ્થિત રીતે ગોઠવેલાં છે. એ વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક મોટું પુસ્તકરત્ન મૂકેલું છે. તે પુસ્તકનાં પાનાં રત્નનાં, પાનાં ઉપર રાખવાની કાંબીઓ રિઝરત્નની, પાનામાં પરોવેલો Page #38 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૪૦ 45 દોરો તપનીયનો. દોરાની ગાંઠો વિવિધમણિમય, ખડિયો વૈડુર્યનો, ખડિયાનું ઢાકણું રિઝરત્નનું, તેની સાંકળ તપનીયની, શાહી રિઝરત્નની, લેખણ વજની અને અક્ષરો રિઝરત્નમય છે. એવા એ રત્નમય પુસ્તકમાંનું બધું લખાણ ધર્મસંબંધી છે અથવા બીજી રીતે કહીએ તો એ પુસ્તક એક ધાર્મિક શાસ્ત્ર છે. તે વ્યવસાયસભાની ઉત્તરપૂર્વે આગળ વર્ણવેલા ધરા જેવડી લાંબી પહોળી અને ઊંડી એવી એક મોટી નંદાપુષ્કરિણી આવેલી છે. તેની ઉત્તરપૂર્વે આઠ યોજન લાંબું પહોળું અને ચાર યોજન જાડું એવું સર્વરત્નમય અતિશય મનોહર એક મોટું બલિપીઠ આવેલું છે. એ રીતે વર્ણવેલું સૂર્યાભદેવનું વસતિસ્થાન વધારેમાં વધારે મનહર અને સર્વ પ્રકારે અતિશય આકર્ષક છે. [41] તે કાલે તે સમયે તાજા અવતરેલા સૂયભદેવે આહાર શરીર ઈદ્રિય શ્વાસોશ્વાસ અને ભાષા મનની પર્યાપ્તિદ્વારા શરીરની સવગપૂર્ણતા મેળવી લીધી. પછી એ દેવ એવા વિચારમાં પડ્યો કે અહીં આવીને મારું પ્રથમ કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરુપ એવું શું છે? [42] સૂયભદેવ એવો વિચાર કરે છે ત્યાં તુરતજ તેની સામાનિક સભાના દેવો હાથ જોડીને સેવામાં હાજર થયા અને જય થાઓ વિજય થાઓ' એમ બોલી સ્વામીને વધાવતા તેની પાસે આવીને કહેવા લાગ્યાઃ હે દેવાનુપ્રિય! આપના આ વિમાનમાં એક મોટું સિદ્ધાયતન છે. તેમાં જિનની ઊંચાઈએ ઊંચી એવી એક સોને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. આપની સુધમાં સભામાં એક મોટો માણવક ચૈત્યસ્તંભ ઊભો કરેલો છે. તેમાં ગોઠવી રાખેલા વજમય ગોળ ડબામાં જિનનાં સકિથઓ સ્થાપી રાખેલાં છે. એ. આપને અને અમને બધાને અર્ચનીય વંદનીય ઉપાસનીય છે. તો હે દેવાનુપ્રિય ! એ પ્રતિમાઓની એ સકિથઓની પૂજા વંદના અને પર્યાપાસના. એ આપનું પ્રથમ કર્તવ્ય છે અને વળી વર્તમાન અને ભવિષ્યમાં સદાને માટે શ્રેય એવું પણ એજ કામ છે. સૂયભદેવ ઉક્ત સૂચન સાંભળી દેવશય્યામાંથી તુરતજ બેઠો થયો, ત્યાંથી ઉપપાતસભાના પૂર્વદ્વારે નીકળી પેલા સ્વચ્છ પાણીથી ભરેલા મોટા ધરા તરફ ગયો. ધરાને અનુપ્રદક્ષિણા કરતો તે તેમાં પૂર્વ દ્વારે પેઠો અને ત્યાં ગોઠવેલ સોપાનદ્વારા તેમાં ઊતર્યો, ત્યાં તેણે જલક્રીડા અને જલાનિમજ્જન સારી રીતે કયાં, પછી તે ચોકખો અને પરમશુચિભૂત થઈ ધરામાંથી બહાર આવ્યો અને જ્યાં અભિષેકસભા હતી ત્યાં ગયો. અભિષેકસભાને પ્રદક્ષિણા કરતો તે પૂર્વદ્યારે તેમાં પેઠો અને ત્યાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર જઈ ચડી બેઠો. પછી તેની સામાનિક સભાના દેવસભ્યોએ ત્યાંના કર્મ કર૫ આભિયોગિક દેવોને બોલાવ્યા અને હુકમ આપ્યો કે હે દેવાનુપ્રિયો! આપણા સ્વામી આ સૂયભદેવના મહાવિપુલ ઈદ્રાભિષેકની તૈયારી કરો. ઉક્ત આજ્ઞા સાંભળતાંજ તે આભિયોગિક દેવોએ ત્યાંથી ઈશાન ખૂણામાં જઈ એક બે વાર વૈક્રિયસમુદ્યાત કરી લીધો અને તે દ્વારા અભિષેકની સામગ્રી માટે એક હજાર આઠ એક હજાર આઠ એવા ઘણા પદાથો બનાવી લીધા, જેવા કે - સોનાના, પાના, મણિના, સોનામણિના, યામણિના અને સોનાપામણિના કલશો બનાવ્યા, ભૌમેય કલશો ઘડી કાઢ્યા, તેજ પ્રકારે અને તેટલી જ સંખ્યામાં ભંગારો, આરિસા,થાળો, પાત્રીઓ, છત્રો,ચામરો, ફૂલની અને મોરપીંછવગેરેની ચંગેરીઓ,તેલના, હિંગળોકના અને આંજણ વગેરેના ડબાઓ અને ધૂપધાણાંઓ એ બધું એક હજાર આઠ એક હજાર આઠની સંખ્યામાં રચી નાખ્યું. Page #39 -------------------------------------------------------------------------- ________________ 406 રાયખસેલિય- (42) એ બધી સ્વાભાવિક અને બનાવટી સામગ્રી લઈ તે અભિયોગિક દેવો તિરછા લોક તરફ જવા વેગ વાળી ગતિથી ઝપાટાબંધ ઉપડ્યા. એ બાજુ અસંખ્ય યોજન જતાં જતાં તેઓ ક્ષીરસમુદ્ર પાસે આવી પહોંચ્યા, તેમાંથી ક્ષીરોદક અને ત્યાંના પ્રશસ્ત ઉત્પલ વગેરે કમળો લઈ ત્યાંથી તેઓ પુષ્કરોદક સમઢે જઈ પહોંચ્યા. ત્યાંનાં પવિત્ર પાણી અને પુષ્પાદિક લઈ તે આભિયોગિક દેવો ભરત ઐરાવતમાં આવેલાં માગધ, વરદામ અને પ્રભાસ તીથ તરફ ઊડ્યા. ત્યાં પહોંચી તીર્થજળ અને તીર્થધૂળ લઈ તેઓ ગંગા સિંધુ રક્તા અને રક્તવતી નદીઓને ઓવારે ઊતર્યા. ત્યાંનાં શુચિ પાણી અને માટી લેતા તેઓ ચલહિમવંત વગેરે પર્વતો તરફ જઈ ચડ્યા. ત્યાંથી પાણી પુષ્પ અને સર્વ પ્રકારની ઔષધિ સરસવ વગેરે લીધું. ત્યાંથી તેઓ પદ્મપુંડરીકના ધરા તરફ ગયા. ત્યાંનું ચોકખું પાણી વગેરે ભરી ત્યાંથી હિમવંત, ઐરાવત, રોહિતા, રોહિતાશા, સુવર્ણ કૂલા અને રુચ્ચકૂલા નદીઓ ભણી તેઓ ઉપડ્યા, પછી સાવતિ વિયડાવતિ અને વૃત્તવૈતાઢ્ય તરફ ગયા. પછી ત્યાંથી મહાહિમવંત સ્ત્રકમ વગેરે પર્વતો ભણી ઉડ્યા અને ત્યાંથી મહાપદ્મદ્રહ મહાપુંડરીકદ્રહ તરફ જઈ પછી તેઓ હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રની હરિકાંતા અને નારીકાંતા નદીઓ ભણી વળ્યા. ત્યાંથી ગંધાવતી માલવંત અને વૃત્તવેનાઢ્ય તથા નિષધ નીલવંત તિગિચ્છ કેસરિદ્રહ અને મહાવિદેહની સીતા સીતોદા નદીઓ ભણી તેઓ ગયા. પછી ત્યાંથી ચક્રવર્તીના બધા વિજયોએ જઈ અને એ રીતે તે તે બધાં સ્થળોનાં પાણી માટી પુષ્પાદિક લઈ છેક છેલ્લે તેઓ મંદર પર્વતે જઈ પહોંચ્યા. મંદર પર્વતના ભદ્રશાલ નંદન અને સોમનસ વનમાંથી સુંદર ગોશીષચંદન વગેરે સામગ્રી લઈ તેઓ ઝપાટાબંધ પાછા ફર્યા અને તરાવાળી ચાલથી પાછા સૂયભવિમાનમાં જ્યાં સિંહાસન ઉપર પોતાનો સ્વામી સૂયભદેવ બેઠેલો છે ત્યાં જઈ પહોંચ્યા અને પેલા સામાનિક સભાના સભ્યો સમક્ષ ઈંદ્રાભિષેકની સર્વ સામગ્રી જે તેમણે વિવિધ સ્થળેથી આણી હતી તે હાજર કરી દીધી. અભિષેકની સર્વ સામગ્રી આવી. પહોંચ્યા પછી સૂર્યાભદેવની સામાનિક સભાના ચાર હજાર દેવસભ્યો, તેની ચાર પટ્ટરાણીઓ. બીજી ત્રણ સભાઓના પોતપોતાના પરિવારવાળા દેવો, સાત સેનાધિ પતિઓ - એ બધોએ ત્યાં અભિષેકસભામાં આવી છે તે સામગ્રી દ્વારા મોટી ધામ ધૂમથી સૂયભદેવનો ઈદ્રાભિષેક કર્યો. એ મહાવિપુલ ઈંદ્રાભિષેક ચાલતો હતો ત્યારે કેટલાક દેવોએ સૂયભવિમાનમાં સુગંધી પાણીનો છંટકાવ કર્યો. કેટલાકોએ તે વિમાન ની બધી ધૂળ »ડી કાઢી, બીજા કેટલાકોએ એ વિમાન અને તેના ભાગોને લિંપીગૂંપીને સાફ કર્યા, માંચા ઉપર માંચા ઢાળીને વિમાનને શણગાર્યું. ઠેકઠેકાણે હારબંધ ધજાપતા કાઓ રોપી, ચંદરવા બાંધ્યા, સુગંધી છાંટણાં છાંટ્યાં, ચંદનના થાપા માર્યા, બારણે. બારણે ચંદનના પૂર્ણ કળશો અને તોરણો ટાંગ્યાં, લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવી, સુવાસિત પુષ્પો વે, સુગંધમય ધૂપો ઉવેખ્યા, સોનું રુપે વજ રત્નમણિ ફૂલ ફળ માળા ચૂર્ણ ગંધ આભરણ અને વસ્ત્ર વગેરેનો વરસાદ વરસાવ્યો, મંગળ વાજાં વાગ્યાં, ઢોલ ધડુકયા, વીણાઓ રણઝણી, ધવળ મંગળ ગવાયાં, વિવિધ પ્રકારનાં અભિ નયોવાળાં નૃત્યો થયાં, નાટકો ભજવાયાં, સોનાં રુપાં રત્નો વગેરે વેંચાયાં, એમ તે તે દેવોએ પોતાના સ્વામીના અભિષેકની ખુશાલીમાં તે વિમાનને અનેક પ્રકારે સુશોભિત કર્યું. વળી, તે પ્રસંગે હર્ષમાં આવી જઈ કોઈ દેવો બુચકારા કરવા લાગ્યા, કોઈ ફૂલ્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૨ 47 સમાતા નથી. કેટલાકો નાચવા મંડ્યા, તાંડવ કરવા લાગ્યા, હોંકાર કરવા લાગ્યા, બાહુઓ અફળાવવા લાગ્યા, હણહણવા માંડ્યા, હાથીની પેઠે ચીસો પાડવા લાગ્યા, કેટલાક ઊછળે છે, સિંહનાદ કરે છે, ઊંચે ઊડે છે, નીચે પડે છે, પગ પછાડે છે, ગાજે છે, ઝબકે છે, વરસે છે, પોતપોતાનાં નામો કહી સંભળાવે છે, તેથી તપે છે, કેટલાક મોટેથી યૂયૂ કરે છે અને કેટલાકો પોતાના હાથમાં “પધાણાં, કળશો અને કમળો વગેરે રાખી આમતેમ દોડાદોડી કરે છે. એ રીતે તે દરેક દેવો પોતાના સ્વામીના અભિષેકની ખુશાલી માણે છે. અભિષેક થઈ રહ્યા બાદ તે દરેક દેવો હાથ જોડીને બોલ્યા કે હે નંદ! તારો જય થાઓ, હે ભદ્ર! તારો જય થાઓ. જે અજિત છે તેને તું જિત અને જેજિત છે તેની તું રક્ષા કરી દેવામાં જેમ ઈદ્ર, તારાઓમાં ચંદ્ર, અસુરોમાં અમર, નાગોમાં ધરણ અને મનુષ્યોમાં ભારતની પેઠે તું અમારી વચ્ચે રહે. વળી, ઘણાં પલ્યોપમો, ઘણાં સાગરોપમો, ઘણાં પલ્યોપમાં અને સાગરોપમો સુધી અમારા ઉપર અને આ આખા સૂયભવિમાન ઉપર આધિપત્ય ભોગવ અને અમને બધાને સુરક્ષિત રાખતો તું અહીં આનંદથી વિહ. આમ બોલીને તે બધાં દેવદેવીઓએ જય જય નાદ કર્યો અને એ રીતે સૂર્યાભદેવનો ઈંદ્રાભિષેક પૂરો થયો. અભિષેક પૂરો થતાં તે સૂય ભદેવ, ત્યાંથી પૂર્વને બારણે નીકળી અલંકારસભાને પ્રદક્ષિણા કરતો તેમાં તેજ બારણે પેઠો અને ત્યાંના મુખ્ય સિંહાસને બેઠો. [43 પછી તેના સામાનિક સભ્યદેવોએ તેની સમક્ષ ત્યાં બધી અલંકાર સામગ્રી ઉપસ્થિત કરી. પહેલાં તો ન્હાએલો હોવાથી તેણે સુકોમળ અંગલુછણા દ્વારા પોતાનાં અંગો ઉડ્યાં, તેના ઉપર સરસ ગોશીષચંદનનો લેપ કર્યો અને ત્યારબાદ એકજ કે ઊડી શકે તેવું ઘોડાની લાળ જેવું નરમ. સુંદર વર્ણ અને અને સ્પર્શવાળું, અને જેને છેડે સોનું જડેલું છે તેવું સ્ફટિક જેવું ઉજળું ધોળું દેવદૂષ્ય યુગલ તેણે પહેર્યું. પછી હાર, અધહાર, એકાવળ, મોતીની માળ, રત્નાવળ, અંગદ, કેયૂર,કડાં, બેરખાં, કણદોરો, દસે આંગળીએ વેઢ વીંટીઓ, છાતી ઉપર દોરો, માદળિયું, કંઠી, ઝૂમણું, કાને કુંડળ અને માથે ચૂડામણિ મુગટ વગેરે આભરણ પહેરી પોતાના દેહને એ સૂયભિદેવે સજાવ્યો. ગુંથેલી વાટેલી ભરેલી અને એક બીજાના નાળથી જોડેલી એવી ચારે પ્રકારની માળાઓથી પોતાને કલ્પવૃક્ષની પેઠે સુશોભિત કરતાં તેણે દિવ્ય પુષ્પ માળ પણ પહેરી. એ રીતે અલંકૃત થએલો તે સૂર્યાભિદેવ, વ્યવસાયસભાને પ્રદક્ષિણા કરતો તેમાં આવ્યો અને ત્યાં સિંહાસનારુઢ થયો. પછી તો તેના સામાનિક સભ્યોએ તેની સમક્ષ ત્યાંના પુસ્તકરત્નને મૂકહ્યું, તેણે તેને ઉઘાડી વાંચી તેમાંથી ધાર્મિક વ્યવસાયને લગતી સમજુતી મેળવી લીધી. એ ક્રમ પૂરો થયા બાદ તે, ત્યાંથી પૂર્વદ્વારે નીકળી નંદા પુષ્કરિણીએ ગયો. ત્યાં ગોઠવેલા સોપાન દ્વારા પુષ્કરિણીમાં ઊતરી તેણે પોતાના હાથપગ પખાળ્યા, પછી ચોકખો પરમશચિભૂત થઈ હાથીની મુખાકૃતિની જેવી પાણીથી ભરેલી એક મોટી ધોળી રજતમય ઝારી અને પુષ્કરિણીનાં કમળો વગેરે લઈ ત્યાંથી તે સિદ્ધાવતન તરફ જવા નીકળ્યો. [૪૪]સિદ્ધાયતનમાં જ્યાં દેવછંદ છે અને જે બાજાએ જિનપ્રતિમાઓ છે તે તરફ જઈ એ સૂર્યાભદેવે તેમને પ્રણામ કર્યા. પછી તેમને મોરપીંછથી પૂંજી, સુગંધી પાણીથી પખાળી સરસ ગોશીષચંદનનો લેપ કર્યો, સુવાસિત અંગલૂછણાથી તેમને લૂછી અને પછી તે પ્રતિમાઓને અક્ષત એવાં દેવદૂષ્ય યુગલ પહેરાવ્યાં. ત્યારબાદ તે Page #41 -------------------------------------------------------------------------- ________________ 408 રાયuસેવિયં-(૪૪) સવસ્ત્ર પ્રતિમાઓ ઉપર ફૂલમાળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણ વગેરે ચડાવી તેમને લાંબી લાંબી માળા પહેરાવી અને પાંચ પ્રકારનાં પુષ્પોના પગર ભર્યો. પછી તે જિન પ્રતિમાઓની સન્મુખ પેરી અખંડ ચોખાના સ્વસ્તિક દર્પણ વગેરે આઠઆઠ મંગળો આલેખ્યાં, વૈદુર્યમય ધૂપધાણામાં સુગંધી ધૂપ સળગાવી તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કર્યો અને પછી ગંભીર અર્થવાળા મોટા એકસો ને આઠ છંદો બોલી તેમની સ્તુતિ કરી. સાતઆઠ પગલાં પાછો ફર્યો, પછી બેસી, ડાબો પગ ઊંચો રાખી, જમણો પગ જમીન ઉપર મૂકી, માથું ત્રણ વાર નીચું નમાવી, હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો : અરિહંત ભગવંતોને નમસ્કાર, વાવતુ અચળ સિદ્ધિને વરેલાઓને નમસ્કાર. પછી તો એ સિદ્ધાયતનનો વચલો ભાગ, તેની ચારે બાજાનો દ્વારપ્રદેશ, મુખ મંડપ, પ્રેક્ષાગૃહમંડપો, વજમય અખાડો, બધા ચૈત્યસ્તંભો, મણિપીઠિકાઓ ઉપરની જિનપ્રતિમાઓ, બધાં ચૈત્યવૃક્ષો, મહેદ્રધ્વજો, નંદાપુષ્કરિણીઓ, માણવક ચેત્યસ્તભોમાં સચવાઈ રહેલાં જિનનાં સફથઓ, દેવશય્યાઓ, નાના મહેદ્રધ્વજો, સુધમાં સભા, ઉપપાતસભા, અભિષેકસભા, અલંકારસભા અને એ બધી સભાઓનો ચારે બાજાનો પ્રદેશ, તથા એ બધે સ્થળે આવેલી પૂતળીઓ, શાલભંજિકાઓ, દ્વાર ચેટીઓ અને બીજાં બધાં ભવ્ય ઉપકરણો વગેરેને તે સૂયભદેવે મોરપીંછથી પૂંજ્યાં, દિવ્ય પાણીની ધારાઓથી પોંખ્યાં, તેમના ઉપર ગોશીષચંદનો લેપ્યાં-તે વતી થાપા માર્યા અને તેમની સન્મુખ ફૂલના પગર ભય, ધૂપ દીધો અને તે શોભાવર્ધક બધી સામગ્રી ઉપર ફૂલ ચડાવ્યાં, તેમજ માળાઓ, ઘરેણાં અને વસ્ત્રો વગેરે પહેરાવ્યાં અને પોતાની દ્ધિને સૂચવતા તે પ્રત્યેક પદાર્થ તરફ પોતાનો સદૂભાવ બતાવ્યો. એમ કરતો કરતો તે, છેક છેલ્લે વ્યવસાયસભામાં આવી પહોંચ્યો. ત્યાં તેણે ત્યાંના પુસ્તકરત્નને મોરપીંછથી પૂંછ્યું, દિવ્ય જળની ધારાથી પોંખ્ય અને ઉત્તમ ગંધ તેમજ માળા વગેરે વડે પૂર્વવતુ તેની અચ કરી તથા ત્યાંની પૂતળીઓ વગેરે તરફ પણ તેણે તેજ રીતે પોતાનો સભાવ સૂચિત કયો. આ બધું કરીને જ્યારે તે બલિપીઠ પાસે આવી બલિનું વિસર્જન કરે છે ત્યારે તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવી નીચેનો હુકમ કહી સંભળાવ્યો H હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જાઓ અને આ સૂયભવિમાનમાં આવેલા સિંગોડાના ઘાટના માગોમાં ત્રિકોમાં ચતુષ્કોમાં ચત્રોમાં ચતુર્મુખોમાં અને મહાપથોમાં તથા પ્રાકાર અટારીઓ દ્વારા ગોપુરો તોરણો આરામો ઉદ્યાનો વનો વનરાજિઓ કાનનો અને વનખંડોમાં અર્થાતું મારા આ વિમાનમાં વસતાં દેવો અને દેવીઓએ નાને મોટે બધે સ્થળે અચૈનિકા કરે એવું જાહેર કરો. આભિયોગિક દેવો દ્વારા પોતાના સ્વામી સૂયભિદેવ ની ઉપર પ્રમાણેની ઘોષણા સાંભળી ત્યાં વસતા પ્રત્યેક દેલો અને દેવીઓએ ઉક્ત ઘોષણામાં જણાવ્યા પ્રમાણેનાં તે તે પ્રત્યેક સ્થળની અચનિકા કરી. આ બધું પતી ગયા પછી તે સૂયભદેવ નંદા પુષ્કરિણીએ ગયો, ત્યાં તેણે હાથ પગ પખાળ્યા અને ત્યાંથી, તે ચાર હજાર સામાનિક દેવસભ્યો, ચાર પટ્ટરાણીઓ અને સોળ હાર આત્મરક્ષક દેવો વગેરે અનેક દેવ દેવીઓ સાથે, મોય ઠાઠમાઠથી વાજતે ગાજતે વરઘોડો ફરે તેમ ફરતો ફરતો સીધો પોતાની સુધમસિભા તરફ આવ્યો, ત્યાં પૂર્વદ્વારે પેસી ત્યાંના મુખ્ય સિંહાસન ઉપર પૂવૉભિમુખ થઈને બેઠો. [45] એ સભામાં તે સૂયભદેવની પશ્ચિમોત્તરે અને ઉત્તરપૂર્વે ઢાળેલાં ચાર Page #42 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૪૫ 49 હજાર ભદ્રાસનોમાં સૂર્યાભવની સામાનિક સભાના સભ્યદેવો બેઠા, પૂર્વમાં તેની ચાર પટ્ટરાણીઓ, દક્ષિણપૂર્વમાં આંતરસભાના આઠહજારદેવો, દક્ષિણમાં મધ્યમસભાના દસ હજાર દેવો, દક્ષિણપશ્ચિમમાં બાહ્યસભાના બાર હજાર દેવો અને પશ્ચિમે સાત સાત સેનાધિપતિઓ બેઠા. વળી, તે સૂયભિદેવની ફરતા ચારે દિશામાં ચાર ચાર હજાર આત્મરક્ષક દેવો બેઠા. એ આત્મરક્ષક દેવોએ બરાબર સજેલાં કવચો પહેરેલાં, ખેંચેલી કામઠીવાળાં ધનુષો હાથમાં ધરી રાખેલો, પોતપોતાના પહેરવેશો ઉપર ઉત્તમ ચિહ્ન પટ્ટો ભરાવેલા, તેમાંના કેટલાકના હાથમાં નીલા પીળાં અને રાતાં ફળાં હતાં, કેટલાકના હાથમાં ચાપ, ચારુ, ચર્મ, દંડ, ખડ્યું અને પાહ વગેરે અસ્ત્રશસ્ત્રો ઝબકી રહેલાં હતાં; પોતાના સ્વામી સૂયભદેવ તરફ ખૂબ ભક્તિભાવભરી દષ્ટિએ જોતા તથા વિનીત ભાવે કિંકરભૂત થઈને રહેલા અને સમયે સમયે એ સૂયભદેવની રક્ષા માટે સાવધાન રહેતા તે આત્મરક્ષક દેવો ત્યાં તેની ફરતા ચારે દિશામાં તે સૂયભદેવની એ બધી દિવ્ય ઋદ્ધિ છે, દિવ્ય શોભા છે અને દિવ્ય દેવશક્તિ છે. [4] હે ભગવનુએ સૂયભદેવની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે ? - ગૌતમ ! એની આવરદા ચાર પલ્યોપમની જણાવેલી છે. હે ભગવન્! સૂયભિદેવની સામાનિક સભામાં બેસનારા દેવોની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે? હે ગૌતમ ! તેઓની આવરદા પણ ચાર પલ્યોપમની જણાવેલી છે. - [47] ગૌતમ ! તે સૂર્યાભદેવ એ પ્રકારની મહાઋદ્ધિ, મહાવુતિ, મહાબળ. વિશાળ યશ, અતુલ સુખ અને મહાપ્રભાવવાળો છે. હે ભગવન્! તે પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ દેવહુતિ અને દેવપ્રભાવ એ બધું એ સૂયભદેવને કેવી રીતે મળ્યું? તેણે એ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું ? અને કેવી રીતે એ બધાંનો તે સ્વામી થયો? એ સૂયભિદેવ એના પૂર્વજન્મમાં કોણ હતો ? એનું નામ ગોત્ર શું હતું? એ કયા ગામ નગર કે સંવિનેશનો નિવાસી હતો ? એણે એવું તે શું આચાર્યું કે જેથી તે એવો મહાપ્રભાવશાળી દેવ થયો? અથવા તથા પ્રકારના આર્ય શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી તેણે એવું તે ધાર્મિક આર્ય સુવચન શું સાંભળ્યું કે જેથી તે એવો અતુલભવવાળો ઉત્તમ દેવ થયો? શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આમંત્રીને આ પ્રમાણે કહ્યું : હે ગૌતમ! એમ છે કે આ જંબુદ્વિપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં કેકયિઅર્ધ નામે જનપદ ધન અને ધાન્ય વગેરેની વિભૂતિથી પરિપૂર્ણ હતો. તે દેશમાં સર્વ પ્રકારનાં સુખનું ધામ એવી સેવિયા નામની નગરી હતી. તે નગરીથી બહાર ઉત્તરપૂર્વના દિભાગમાં- બધી ઋતુઓમાં ફળોથી લચ્યું રહેતું સુંદર સુગંધી શીતળ છાયાવાળું અને સર્વ પ્રકારે રમ્ય નંદનવન જેવું મિયા નામે ઉદ્યાન હતું. તે નગરીનો રાજા મહાહિમવંત જેવો પ્રભાવશાળી પથેસી રાજા હતો. એ રાજ અધાર્મિક, અધર્મિષ્ઠ, ધર્મને નહિ અનુસરનારો, અધર્મને જ જોનારી, અધર્મને ફેલાવનારો હતો. એના શીલ તથા આચારમાં કયાંય ધર્મને નામનું પણ સ્થાન ન હતું.વળી, એ રાજા પોતાની આજીવિકા અધર્મથીજ ચલાવતો. એના મોઢા માંથી હણો’ ‘છેદો ભેદો’ એવીજ ભાષા નીકળતી. એ પ્રકૃતિએ પ્રચંડ ક્રોધી ભયાનક અને અધમ હતો. એના હાથ હમેશાં લોહીથી ખરડાએલા જ રહેતા. એ વિનાવિચાર્યું પ્રવૃત્તિ કરનારો, હલકાઓને ઉત્તેજન આપનારો, લાંચીયો, ઠગારો, કપટી, બગભગત અને અનેક પ્રકારના ફાંસલાઓ રચી સર્વ કોઈને દુઃખ દેનારો હતો. એનામાં Page #43 -------------------------------------------------------------------------- ________________ 410 રાયખસેયિં- (48) કોઈ પ્રકારનું વ્રત શીલ ગુણ કે મયદા ન હતાં. કદી પણ એ પ્રત્યાખ્યાન ઉપોસ કે ઉપવાસ ન કરતો, અનેક મનુષ્યો મૃગ પશુ પક્ષી અને સર્પ વગેરેનો ઘાતક હતો. ટુંકામાં એ રાજા અધર્મનો કેતુ હતો. કદી તે ગુરુજનોનો આદર ન કરતો, વિનય ન કરતો, તેમ કોઈ શ્રમણ કે બ્રાહ્મણમાં તેને લેશ પણ વિશ્વાસ ન હતો. આવો તે ક્રૂર રાજા પોતાના આખા દેશની કરભરવૃત્તિ બરાબર ચલાવી ન શકતો. [૪૯]એ રાજાને બોલવે ચાલવે હસવે કુશળ અને હાથે પગે સુંવાળી સૂરિ કંતા નામે રાણી હતી. પસી રાજામાં અનુરક્ત એ રાણી તેની સાથે અનેક પ્રકારનાં માનવી ભોગોને ભોગવતી રહેતી હતી. [૫૦]પયેસી રાજાનો મોટો દીકરો સૂરિયકતા રાણીને પેટે અવતરેલો સૂરિયકંતા નામે યુવરાજ કુમાર હતો. એ યુવરાજ, રાજા પવેસીનાં રાજ્ય રાષ્ટ્રબળ વાહન કોશ કોઠાર અંતઃપુર અનેસમગ્ર દેશની પોતાની મેળે સંભાળ કરતો રહેતો હતો. [51] તે પસી રાજાને તેનાથી મોટો, ભાઈ અને મિત્ર જેવો. ચિત્ત નામે એક સારથિ હતો. સંપત્તિવાળો એ કોઈથી ન દબાય એવો હતો. વળી, એ ચિત્ત સારથિ અર્થ શાસ્ત્રમાં સૂચવેલા સામ ભેદ દેડ વગેરે રાજકારણી ઉપાયોમાં કુશળ હતો. હાજર જવાબી અનુભવી હતો.ત્પત્તિની વૈયિકી કર્મજ અને પરિણામિક એવી ચારે પ્રકાર ની બુદ્ધિ એનામાં હતી. રાજા યેસી, તેના પોતાનાં અનેક કાર્યોના કારણોના કુટુંબોના મંત્રણાઓના છૂપાં કામોના રહસ્યભૂત બનાવોના અનેક જાતના નિર્ણયોના અને એવા બીજા ભેદભરેલા અનેક પ્રકારના રાજકારણોના વ્યવહારોનાં વિધાનોમાં તેની સલાહ લેતો. રાજાને મન એ સારથિ ખળાના વચલા સ્તંભ જેવો હતો અને રાજા એને પ્રમાણ ભૂત, પોતાનો આધાર, આલંબન અને પોતાની આંખ જેવો જ સમજતો હતો. એ સાર થિમાં રાજા પસીનો ખૂબ વિશ્વાસ હતો. માટેજ એઅનેક પ્રકારની રાજ ખટપટોમાં એ બીજું પણ વિવિધ પ્રકારનાં રાજકાર્યોમાં પોતાની સલાહ આપી શકતો. બીજી રીતે કહીએ તો એ સારથિ રાજા પવેસીના સમગ્ર રાજ્યની ધુરાને વહેતો હતો. પિ૨]જે વખતે રાજા પયેસી સેયવિયા નગરીમાં રાજ્ય કરતો હતો તે વખતે રાજ જિતશત્ર કુણાલદેશની સાવત્થી નગરીનો રાજા હતો. કુણાલદેશ સમૃદ્વિવાળી હતો અને સાવત્થી નગરીનો રાજ પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલો હતી. રાજા જિતશત્રુ પકેસી રાજાની આજ્ઞાધારી ખંડિયો રાજા હતો. એક વખતે રાજા પવેસીએ વિશાળ મહામૂલ્ય એવું રાજાને દેવા જેવું એક મોટું ભેટર્ણ તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને કહ્યું કે, ચિત્ત ! તું સાવત્થી નગરીએ અને ત્યાં જિતશત્રુ રાજાને આ આપણી ભેટ આપી આવ તથા ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ અને રાજવ્યવહારો તું જાતે પોતે જ જિતશત્રુ રાજાની સાથે રહીને જોતો-સંભાળતો થોડો વખત ત્યાં રહી પણ આવ. ચિત્ત સારથિ એ ભેટયું લઈ પોતાને ઘેર આવ્યો અને તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલા વીને કહ્યું કે હે દેવાનુપ્રિયો! મારે માટે છત્રીવાળો ચાર ઘંટાવાળો એવો ઘોડા જોડેલો રથ જલદી તૈયાર કરી હાજર કરો. કૌટુંબિક પુરુષોએ રથની તૈયારીમાં લાગ્યા એટલા સમયમાં ચિત્ત સારથિ નાહ્યો, બલિકર્મ કર્યુંબખ્તર પહેર્યું ભાથું બાંધ્યું. ગળામાં હાર સાથે રાજચિહ્નવાળો પટ્ટો પહેર્યો અને જોઈતાં હથીઆર પડીઆરો પણ બાંધી લીધાં. પછી પેલું રાજાએ આપેલું ભેટયું લઈ, તૈયાર થઈને આવેલા રથ ઉપર ચિત્ત Page #44 -------------------------------------------------------------------------- ________________ સત્ર-પર 411 સારથિ બેઠો. તેને માથે એકે કોટકના ફૂલની માળાવાળું છત્ર ધર્યું અને રથની પાછળ હથી આરબંધ બીજા અનેક માણસોને પણ તેણે સાથે લીધા. એ રીતે તે સેવિયા નગરીથી નીકળી કેકઅિધ દેશની વચ્ચે થતો કુણાલ દેશની સાવત્થી નગરી તરફ જવા લાગ્યું. વચ્ચે વચ્ચે બહુ લાંબા નહિ એવા સુખરૂપ શિરામણીવાળા પડાવ કરતો કરતો તે સાવત્થી નગરીએ જઈ પહોંચ્યો. ત્યાં જિતશત્રુ રાજાના ઘરની જે બાજુ બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં જઈ તેણે ઘોડા ઊભા રાખ્યા, રથને સ્થિર કર્યો, પછી. રથથી ઊતરી પોતાના રાજાએ આપેલું ભેટશું લઈ જિતશત્રુ રાજાના ઘરમાં અંદરની ઉપસ્થાન શાળામાં ગયો, ત્યાં પહોંચી. રાજા જિતશત્રને પ્રણામ કર્યા, તેને જય હો વિજય હોએમ કહીને વધાવ્યો અને પછી રાજા પવેસીએ મોકલેલું ભેણું નજર કર્યું. એ ભેટ સ્વીકારી જિતશત્રુ રાજાએ ચિત્તશત્રુ રાજાએ ચિત્ત સારથિનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેને ઊતરવા માટે રાજમાર્ગ ઉપરનો એક મોટો આવાસ કાઢી આપ્યો. ચિત્ત સારથિ સાવત્થી નગરીની વચ્ચોવચ્ચ થતો તે આપેલે ઊતારે જઈ પહોંચ્યો, નાહ્યો, બલિકમ કર્યું માંગલિક શુદ્ધ વસ્ત્રો પહેર્યો, નાનાં પણ મહામૂલ્ય ઘરેણાંથી શરીરને શણગાર્યું. પછી જમી કરીને ચોકખો થઈ સુંદર રીતે ગોલા સિંહાસન ઉપર આવીને બેઠો એટલે બપોરને વખતે નમતે છાંયે એની સામે ગાંધ મધુર ગીતો ગાવા લાગ્યા અને કુશળ નાચનારાઓ સુંદર નૃત્ય કરવા લાગ્યા. આ રીતે માનવ ભોગ્ય યોગ્ય ઉત્તમ સુખોને ભોગવતો તે ત્યાં સાવOી નગરીમાં રહેવા લાગ્યો. પિ૩] તે વખતે ત્યાં-સાવત્થી નગર માં-પાશ્વાત્ય કેશી નામે કુમારશ્રમણ પણ આવેલા હતા. એ કેશી કુમાર શ્રમણ જાતવાન કુલીન બલિષ્ઠ વિનવી Sાની સમ્યગ્દ ની ચારિત્રશીલ લાજવાન નિરભિમાની ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. એમણે ક્રોધ માન માયા અને લોભ ઉપર જીત મેળવેલી હતી, નિદ્રા ઈદ્રિયો અને પરીષહો ઉપર કાબૂ કરેલો હતો. એમને જીવનની તૃષ્ણા કે મરણનો ભય નહોતાં. એમના જીવનમાં તપ, ચરણ, કરણ, નિગ્રહ, સરળતા, કોમળતા, ક્ષમા, નિલભતા એ બધા ગુણો મુખ્યરુપે હતા. વળી તે શ્રમણ વિદ્યાવાન માંત્રિક બ્રહ્મચારી અને વેદ તથા નયના જ્ઞાતા હતા. તેમને સત્ય શૌચ વગેરે સદાચારોના નિયમો પ્રિય હતા, તથા તેઓ ચૌદપૂર્વી અને ચાર જ્ઞાનવાળા હતાઃ એવા તે કેશી કુમારશ્રમણ પોતાના પાંચસેં ભિક્ષ શિષ્યો સાથે ક્રમે ક્રમે ગામે ગામ ફરતા ફરતા સુખે સુખે વિહસ્તા શ્રાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા કોટ્ટય ચૈત્યમાં આવીને ઊતર્યા અને ત્યાં યોગ્ય અભિ ગ્રહ ધારણ કરીને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. પિ૪] જે વખતે કેશી કુમારશ્રમણ સાવત્થી નગરીએ આવ્યા તે વખતે તે નગરી માં ઠેર ઠેર-તરભેટામાં ત્રિકમાં ચોકમાં ચરમાં ચોકઠામાં રાજમાર્ગમાં અને શેરીએ શેરીએ જ્યાં સાંભળો ત્યાં ઘણા લોકો પરસ્પર એમ કહેતા હતા કે આજે તો પાપત્ય કેશી કુમારશ્રમણ અહીં આવ્યા છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે તેમની પાસે જઈએ. તેમને વાંદીએ, નમીએ, સત્કારીએ અને સન્માનીએ. આમ વિચારીને એ નગરી નો જન સમુદયમહાજન કોટ્ટયચૈત્યમાં ક્યાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા ત્યાં તેમના દર્શ નાર્થે પહોંચ્યું. કેશી કુમારશ્રમણે પોતાની પાસે આવેલા લોકોને તેમને યોગ્ય હિત શિક્ષાઓ કહી સંભળાવી. Page #45 -------------------------------------------------------------------------- ________________ 412 રાયપૂસેલિબં- (54) તે વખતે ત્યાંથી પાછા ફરતા લોકોનો ઘોંઘાટ સાંભળીને ચિત્ત સારથિના મનમાં એમ થયું કે શું આજે આ નગરીમાં ઈદ્ર સ્કંદ 8 મુકુંદ નાગ ભૂત યક્ષ તપ ચૈત્ય વૃક્ષ ગિરિ ગુફા કૂવો ની સરોવર કે સમુદ્ર સંબંધી કોઈ ઉત્સવ છે કે જેને લઈને આ ઘણા ઉગ્રો ભોગો રાજન્યો ક્ષત્રિયો ઈક્વાકુઓ જ્ઞાતો કૌરવ્યો બ્રાહ્મણો ભટો યોધો લિચ્છવિઓ મલ્લકિઓ પ્રશાખાઓ ઈભ્યો ઈભ્યપુત્રો અને સેનાપતિઓ વગેરે નાહી ધોઈને આવ જા કરી રહ્યા છે, કેટલાક ઘોડે ચડેલા છે, કેટલાક હાથીએ બેઠેલા છે અને કેટલાક ટોળે વળીને પગે ચાલતા આવા કરે છે લોકોની એ દોડધામવાળી આવજાનું કારણ જાણતા ચિત્ત સારથિએ પોતાના કંચુકી પુરુષને તપાસ કરવા મોકલ્યો, તેણે બરાબર તપાસ કરી ખરા સમાચાર મળતાં જ આવીને ચિત્ત સારથિને વિનયપૂર્વક જણાવ્યું કે - હે દેવાનુપ્રિય! આજે આ નગરીમાં કોઈ ઈદ્ર કે સાગર વગેરેનો ઉત્સવ નથી પણ પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ આ નગરીના કોટ્ટય નામના ચૈત્યમાં આવીને ઊતરેલા છે અને તેમના દર્શનાર્થે જવા માટે આ બધી દોડધામ ઘોંઘાટ થઈ રહ્યાં છે. પોતાના સંદેશવાહકે કહેલી એ હકીકત સાંભળીને ચિત્ત સારથિ ખુશ થયો અને તેને પણ કેશી શ્રમણ પાસે જવાનું મન થયું. એથી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. બલિકર્મ કર્યું. મંગલમય શુદ્ધ વસ્ત્રો પહેર્યા, એક જણે એના ઉપર છત્ર ધર્યું અને એ રીતે તે, રથમાં બેસી મોટા સમુદાય સાથે કેશી કુમારશ્રમણના ઊતારા ભણી જવા નીકળ્યો. તેમની પાસે પહોંચતાં જ ઘોડાઓ ઊભા રાખ્યા, રથને થંભાવી દીધો અને પોતે રથથી ઊતરી કેશી કુમારશ્રમણની ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંદી નમી હાથ જોડી વિનવ-પૂર્વક સેવા કરતાં તેમની સામે બેઠો. કેશી કુમારશ્રમણે ચિત્ત સારથિને અને તેની સાથેની મોટા જનતાને ચતુર્યામ ધર્મનો ઉપદેશ કર્યો એટલે કે સર્વ પ્રકારની હિંસાથી વિરામ કરવો, સર્વ પ્રકારના અસત્યથી વિરામ કરવો, સર્વ પ્રકારની ચોરીથી વિરામ કરવો અને સર્વ પ્રકારના બહિદ્વાદાનથી વિરામ કરવો. કેશી કુમારશ્રમણે કહેલી આ હિતશિક્ષાઓ સાંભળીને ચિત્ત સારથિ પ્રમુદિત થયો અને શ્રમણને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડીઆ પ્રમાણે બોલ્યો હે ભગવન્! તમે કહેલા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ ધરું છું, હે ભગવન્! તેઓએ જણાવેલું નિગ્રંથ પ્રવચન મને રુચે છે, તે પ્રમાણેના પાલન માટે ઉજમાળ થઉં છું અને હે ભગવન્! જેવું તમે કહેલું છે તેવું તે, મને સારું લાગે છે. તમારી પાસે આ ઘણા ઉગ્રો ભોગો અને ઈભ્યો વગેરેએ પોતાનું પુષ્કળ સોનું રુપે ધન ધાન્ય બળ વાહન ભંડાર કોઠાર અને વિશાળ અંતઃપુર એ બધાંનો પરિત્યાગ કરીને અને એ બધું ધન જનતામાં વહેંચી દઈને મુંડ થઈ ગૃહવાસ છોડી અણગારપણું સ્વીકાર્યું છે પણ હું તેમ કરવા સમર્થ નથી. હું તો આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતવાળી અને સાત શિક્ષા વ્રતવાળો એમ બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારવા શક્તિમાન છું. કેશી કુમાર શ્રમણ બોલ્યા હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર, તેમાં વિઘ્ન ન કર. પછી કેશી કુમારશ્રમણ પાસે ચિત્ત સારથિએ પૂર્વે જણાવેલો ગૃહિધર્મ સ્વીકાર્યો અને તેમને વાંદી નમીને પાછો એ સારથિ પોતાને ઊતારે આવી પહોંચ્યો. પિપહવે તે ચિત્ત સારથિ શ્રમણોપાસક થયો. જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા ક્રિયા અધિકરણ બંધ અને મોક્ષના સ્વરુપને તે બરાબર સમજવા લાગ્યો. નિગ્રંથ પ્રવચનમાં તેને હવે એવી દઢ શ્રદ્ધા થઈ કે તે પ્રવચનથી કોઈ દેવ અસુર નાગ સુવર્ણ Page #46 -------------------------------------------------------------------------- ________________ 413 - યક્ષ રાક્ષસ કિન્નર કિંપુરુષ ગ૭ ગાંધર્વ કે મહોરગ વગેરે દેવગણો તેને ચળાવી શકે નહિ. નિગ્રંથ પ્રવચન તરફની તેની બધી શંકાઓ ટળી ગઈ, બધી કાંક્ષાઓ શમી ગઈ અને બધી વિચિકિત્સાઓ ઓસરી ગઈ. તે એ પ્રવચનના મર્મને બરાબર સમજ્યો અને જેમ અસ્થિ મજ્જા પરસ્પર ઓતપ્રોત થઈ રહેલાં છે તેવીજ ઓતપ્રોતતા એ પ્રવચનમાં તેને થઈ ગઈ. હવે તે એમ માનવા લાગ્યો કે આ નિગ્રંથ પ્રવચન પરમાર્થરુપ છે અને બાકી બધું અનર્થરુપ છે. પ્રવચનની આવી આસ્થાને લીધે હવે તે અતિશય ઘનશાલી થયો. એટલે હવે તેણે પોતાના ઘરના આગળિયા ઉંચા કરી લીધા તેનું શીલ એટલું બધું પવિત્ર બન્યું કે હવે તે કોઈના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશતો તોપણ લેશમાત્ર અપ્રીતિકર નહોતો લાગતો. ચૌદશ આઠમ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં તે પૂરેપૂરો ઉપોસથ પાળતો, નિગ્રંથ શ્રમણોને નિદોંષ ખાનપાન ખાદિમ સ્વાદિમ પીઠ પાટીયાં શય્યા સંથારો વસ પાત્ર કામળ પગપૂંછણું અને ઓસડવેસડ આપતો હતો તથા શીલ વત ગુણ વિરમણ પ્રત્યાખ્યાન અને પોસથોપવાસ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો અને સાવત્ની નગરીમાં જે જે રાજકીય અને રાજવ્યવહારો હતા તે બધાંને જિતશત્રુ રાજાને સાથે રાખીને તે પોતેજ સંભાળતો રહેવા લાગ્યો. પીઆમ કેટલાક દિવસો વીત્યા પછી કોઈ એક દિવસે રાજા જિતશત્રુએ એક મહામૂલ્ય ભેટર્ણ તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને રાજાએ કહ્યું કે-હેચિત્ત ! તું સેવિયા, નગરીએ જા અને હું આ જે નજરાણું આવું છું તે રાજા પસીને નજર કર તથા મારી વતી એમને વિનંતી કરજે કે તેમણે જે મારે યોગ્ય સંદેશો કહી મોકલાવ્યો છે તે મારે મન સાચો અને અસંદિગ્ધ છે, આમ સૂચના આપીને રાજાએ વિશેષ આદરપૂર્વક ચિત્ત સારથિને વિદાય આપી. ચિત્ત સારથિ પણ એ ભેટતું લઈ પોતાને ઊતારે આવી, જવાની તૈયાર કરવા લાગ્યો. જતાં પહેલાં તે નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પહેરી કેશી કુમારશ્રમણ પાસે ગયો. શ્રમણે સારથિને ધર્મોપદેશ કર્યો. ધમોપદેશ સાંભળી સારથિ પ્રસન્ન થયો. ઉઠતાં તેણે શ્રમણને વિનંતિ કરી કે - હે ભગવનું ! રાજા જિતશત્રની વિદાય લઈ આજે હું સેયવિયા નગરી ભણી રવાના થઉં છું, તો હે ભગવન્! તમે કોઈ વાર સૈવિયા નગરી જરૂર પધારો. સેલવિયા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને બધી રીતે રમણીય છે, માટે જરૂર તમે ત્યાં પધારવા કૃપા કરશો. fપ૭ ચિત્ત સારથિના આ કથનનો કેશી શ્રમણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું પણ માત્ર મૌન ધરી રાખ્યું. છતાં ચિત્ત સારથિએ તો બીજીવાર અને ત્રીજીવાર પણ. સેયવિયા નગરી આવવાનો આગ્રહ કર્યો કર્યો. જ્યારે બે ત્રણવાર સારથિએ આગ્રહભરી વિનંતિ કરી ત્યારે કેશ કુમારશ્રમણ સારથિ પ્રતિ બોલ્યા કે - હે ચિત્ત ! જેમ કોઈ એક લીલોછમ ઠડી છાયાવાળો મોટો વનખંડ હોય, તો તે ચિત્ત! તે વનખંડ, મનુષ્ય પશુ પક્ષી અને સપો વગેરેને રહેવાલાયક ખરો? ચિત્ત બોલ્યો હા જરૂરએ રહેવાલાયક ખરો. શ્રમણ બોલ્યા-પણ હે ચિત્ત ! એ વનખંડમાં અનેક પ્રાણીઓનું લોહી પીનાર ભીલુંગા નામના પાપશકુનો રહેતા હોય તો એ વનખંડ શું રહેવાલાયક ખરો? ચિત્ત બોલ્યો - એમ હોય તો એ સારો વનખંડ પણ ઉપસર્ગ દેનારો હોવાથી રહેવાલાયક ન ગણાય. શ્રમણ બોલ્યા-એજ પ્રમાણે, હે ચિત્ત ! તારી સેવિયા નગરી પણ ભલે ઘણી સારી હોય, છતાં તેનો અધાર્મિક રાજા પવેસી પ્રજાનો કારભાર સારી રીતે ન ચલાવ Page #47 -------------------------------------------------------------------------- ________________ 414 રાયપૂસેયિં-(૫૭) નારો હોવાથી હું ત્યાં કેવી રીતે આવી શકું? પછી ચિત્ત સારથિએ કેશી કુમારશ્રમણને એમ કહ્યું કે-હે ભગવન! તમારે રાજા. પસી સાથે શું કરવું છે? સેવિયા નગરીમાં સાર્થવાહ વગેરે બીજા ઘણા લોકો છે, જેઓ આપ દેવાનુપ્રિયને વાંદરો નમશે અને આપની સેવામાં રહેશે. તેમ જ એ લોકો આપને ખાનપાન ખાદિમ સ્વાદિમ પ્રતિલાભશે તથા પીઠ ફલક શયા સંસ્મારક વગેરે દ્વારા પણ આપને ઉપનિમંત્રિત કરશે. સારથિનું આ કથન સાંભળી કેશી કુમાર બોલ્યાચિત્ત! ત્યારે વળી કોઈ વખતે તારી સેયવિયા નગરીએ પણ આવીશું. પછી સારથિ કેશી શ્રમણને વાંદી નમી ત્યાંથી પોતાના ઊતારા તરફ જવા માટે પાછો ફર્યો. ઊતારે આવી ઘોડે જોડેલા ચાર ઘંટાવાળા રથમાં બેસી સેવિયા નગરીથી જે રીતે આવ્યો હતો તે રીતે કુણાલદેશની વચમાં થતો પાછો ત્યાં જવા નીકળ્યો. [૫૮]કેકઅિધ દેશની સેયવિયા નગરીમાં આવતાં જ ચિત્ત સારથિએ ત્યાંના મિયવણ ઉદ્યાનના રખેવાળોને બોલાવી સૂચના કરી કે-હે દેવાનુપ્રિયો ! પાશ્વપિત્ય કેશી કુમાર શ્રમણ ક્રમે ક્રમે ગામેગામ ફરતા ફરતા અહીં આવવાના છે, તો તેઓ અહીં આવે ત્યારે, દેવાનુપ્રિયો ! તમે તેમને વાંદજો. નમજો, તેમને રહેવાયોગ્ય સ્થળમાં રહેવાની અનુજ્ઞા આપજો અને પીઠ ફલક શય્યા સંસ્કારક લઈ જવા નિમંત્રણ કરજો. તે રખેવાળોએ ચિત્ત સારથિનું ઉક્ત કથન માથે ચઢાવ્યું અને તેઓ કેશ કુમારના આગમ નની રાહ જોવા લાગ્યા. મિયાવણના રખેવાળોને પૂર્વોક્ત ભલામણ કરી ચિત્ત સારથિ સેયવિયા નગરીએ આવી પહોંચ્યો. નગરીની વચ્ચોવચ્ચ થતો તે, પસી રાજાના ઘરમાં બહારની ઉપસ્થાનશાળા તરફ ગયો. ત્યાં પહોંચી તેણે ઘોડાઓને થંભાવી રથ ઊભો રાખ્યો, રથથી ઊતરી રાજા જિતશત્રુએ આપેલું મહામૂલ્ય ભેટછું લઈ તે સારથિ રાજા પસી પાસે ગયો, હાથ જોડી રાજા યેસીને વધાવી તે ભેટશું તેને નજર કર્યું. રાજા પયેસીએ જિનશત્રુની ભેટ સ્વીકારતાં ચિત્ત સારથિનું સન્માન કર્યું, સત્કાર કર્યો અને તેને પોતાને ઘેર જવાની અનુજ્ઞા આપી. રાજા પાસેથી નીકળી રથમાં બેસી સારથિ પોતાને ઘેર આવ્યો, નાહ્યો, બલિકર્મ કર્યું ખાઈ પીને શુદ્ધ થયો અને પછી પોતાના ઉત્તમ પ્રાસાદમાં સુશોભિત સિંહાસને બેઠો. ત્યાં તેની સામે મૃદંગો વાગવા લાગ્યા, બત્રીશ પ્રકારનાં નાટકો થવા લાગ્યાં અને ઉત્તમ તરુણીઓ નાચવા લાગી. એ રીતે તે, ગાનતાન માં પોતાનો સમય વિતાવતો ઉત્તમ સુખોને ભોગવતો રહેવા લાગ્યો. Jપહો હવે અન્ય કોઈ દિવસે કેશી કુમારશ્રમણે માગી આણેલાં પીઠ પાટીયાં શપ્યા અને સંથારો પાછો આપી દીધાં અને પોતે પોતાના પાંચમેં અનગારો સાથે બહાર વિહાર અર્થે નીકળી પડ્યા. સાવત્થી નગરીથી વિહાર કરી ફરતાં ફરતાં તેઓ કેકયિ અધ દેશની સેવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યથોચિત અવગ્રહ સ્વીકારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. જ્યારે કેશી કુમારશ્રમણ તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા ત્યારે તેમનું આગમન થયું જાણી તે ઉદ્યાનપાલકો બહુ ખુશ થયા. તેમની પાસે આવીને તેઓએ કેશી શ્રમણને વાંધા, તેમને યોગ્ય રહેવાના સ્થળમાં રહેવાની અનુમતિ આપી, અને તેમને ઉપયોગમાં લેવા માટે પીઠ પાટીયાં સંથારો વગેરે લઈ જવાને નિમંત્રણ આપ્યું. તે રખેવાળોએ કેશી કુમાર શ્રમણનાં નામ અને ગોત્ર પૂછીને યાદ પણ કરી લીધાં. પછી તેઓ એકાંતમાં ભેગા થઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ સત્ર-પ૯ પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! આપણો ચિત્તસારથિ જેમની વાટ તો રહે છે, જેમનું દર્શન ઈચ્છે છે અને જેમનાં નામ ગોત્ર સાંભળતાં પણ એ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશી કુમારશ્રમણ ગામેગામ ફરતાં ફરતાં અહીં સેવિયા નગરીમાં આવી ચડ્યા છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને ચિત્તસારથિને તેને અતિપ્રિય લાગે તેવી કેશ કુમારના આગમનની હકીકત જણાવીએ. એવો વિચાર કરી તે ઉદ્યાનપાલકો ચિત્ત સારથિને ઘેર ગયા, તેને પ્રમાણ પૂર્વક જયવિજયથી વધાવી કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! તમે જેમની વાટ જોઈ રહ્યા છો તે કેશીકુમારશ્રમણ આપણી સેયવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા છે. ઉક્ત હકીકત સાંભળી ચિત્તસારથિ બહુ ખુશ થયો. પછી તે, આસનથી ઉઠી- ઊભો થઈ પાદપીઠથી નીચે ઊતરી પગમાંથી મોજડીઓ કાઢી નાંખી ખભે ખેસ રાખી હાથ જોડી જે દિશામાં કહી કુમારશ્રમણ ઊતર્યા હતા તે દિશા તરફ સાતઆઠ પગલાં ગયો અને પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવાલાગ્યોઃ નમોડલ્થણે અરિહંતાણં ભગવંતાણ વગેરે. આ શકસ્તવ પૂરું કરતાં છેવટે તે બોલ્યો કે -અહીંના મિયવણ ઉધાનમાં પધારેલા એ મારા ધર્માચાર્ય અને ધમોપદેશક કેશી કુમારશ્રમણ ભગવાનને હું વાંદુ છું. એ રીતે પોતાના ધર્માચાર્યને નમસ્કાર કરી તેમનો આગમન સંદેશો કહેવા આવનાર તે ઉદ્યાનપાલ કોનો સારથિએ સત્કાર કર્યો અને જીવતાં સુધી પહોંચે તેટલું વિશાળ પ્રીતિદાન આપી તેમને વિદાય કર્યો. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. રથ આવતાં આવતાં તો તે નાહી, બલિકર્મ, કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને શરીરને શોભાવી તૈયાર થઈ ગયો. પછી રથમાં બેસી મોટા જનસમુદાય સાથે કેશી કુમારશ્રમણ દશનાર્થે તે ગયો. [૬૦કેશી શ્રમણની ધમદિશના સાંભળી હરખાએલો અને તોષ પામેલો સારથી બોલ્યો કે હે ભગવન્! અમારો રાજા પએસી અધાર્મિક છે અને પોતાના દેશનો ય કારભાર બરાબર ચલાવતો નથી, તેમ કોઈ શ્રમણ બ્રાહ્મણ કે ભિક્ષુઓનો આદર કરતો નથી, અને સર્વ કોઈને હેરાન કરે છે. માટે હે દેવાનુપ્રિય! તમે એ રાજાને ધમોપદેશ આપો, તો તેનું ઘણું ભલું થાય, સાથે શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુઓ, મનુષ્યો, પશુઓ અને પક્ષીઓનું પણ ઘણું ભલું થાય અને તેમ થતાં તેના આખાય દેશનું પણ ઘણું સારું થાય. ૬૧]ચિત્તસારથિનું આ કથન સાંભળી કેશ કુમારશ્રમણ બોલ્યા કે-હે ચિત્ત ! જે મનુષ્યો આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ બ્રાહ્મણની સામે જતા નથી, તેમને વાંદતા નમતા કે સત્કારતા નથી, તેમ જ તેમની પર્યાપાસના કરતા નથી અને તેમની પાસે જઈ પોતાના પ્રશનોના ખુલાસા પૂછતા નથી, તેઓ કેવળીએ કહેલા ધર્મને સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. જે મનુષ્યો ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરતા નથી, તેમની પાસે જઈ કશો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મ સાંભળવાનો લ્હાવો લઈ શકતા નથી. જે મનુષ્યો ગોચરીએ નીકળેલા શ્રમણ બ્રાહ્મણની ભક્તિ કરતા નથી, તેમજ તેમને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભતા નથી તથા તેમને કોઈ પ્રકાર નો ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મને સાંભળવા સમજવાના અધિકારી થઈ શકતા નથી. તેમજ જે મનુષ્યો તેમજ જે મનુષ્યો શ્રમણ બ્રાહ્મણની પાસે જવા છતાં Page #49 -------------------------------------------------------------------------- ________________ 416 રાયખસેણિયું - (1) પોતાની જાતને હાથ કપડું કે છત્રીવડે ઢાંકી રાખે છે - છુપાવી રાખે છે કશો ખુલાસો પૂછવા આગળ આવતા નથી, તેઓય ધર્મને સાંભળવાનો લાભ ખોઈ બેસે છે. પણ હું ચિત્ત ! જે મનુષ્યો આરામ ઉદ્યાન કે ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરે છે, ગોચરીએ આવેલા તેમને વિપુલ દાન આપે છે અને તેમની પાસે જતાં પોતાની જાતને ન છુપાવતાં જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં સર્વ ખુલાસા પૂછી લે છે, તેઓ જ ધર્મને સાંભળવાનો સમજવાનો કે મેળવવાનો લાભ મેળવી શકે છે. તો હે ચિત્ત ! તારા રાજા પએસીને અમે ધર્મ કેવી રીતે કહી શકીએ, કેમકે તે અમારી પાસે આવતો નથી તેમજ અમારી સામું પણ જોતો નથી. પછી સારથિ બોલ્યો. હે ભગવન્! કોઈ એક વખતે મારી પાસે કંબોજ દેશમાંથી ચાર ઘોડાઓની ભેટ આવેલી છે, એ મેં ન રાખતાં રાજાને ત્યાં મોકલી આપી છે. તો એ ઘોડાઓના ન્હાનાથી રાજા પએસીને હું આપ દેવાનુપ્રિયની પાસે લાવી શકીશ; માટે હે દેવાનુપ્રિયા તે સમયે તમે રાજા પએસીને ધર્મકથા કહેતાં લેશ પણ ગ્લાન થશો નહિ. તમે તમારે રાજા પએસીને ખૂબ છૂટથી ધર્મ કહેજો લેશ પણ અચકાશો નહિ. પછી કેશી કુમારશ્રમણ બોલ્યાઃ હે ચિત્ત ! તે પ્રસંગે વાત . ત્યારબાદ ચિત્તસારથિ પોતાના ધર્માચાર્ય કેશી કુમારશ્રમણને વાંદી નમી રથમાં બેસી પોતાને આવાસે જઈ પહોંચ્યો. [૨]હવે એક દિવસે પ્રભાતના પહોરે નિયમ ધારી અને આવશ્યક કરી સૂર્ય ઉગતાં જ ચિત્તસારથિ પોતાને ઘેરથી રાજા પએસીને ઘેર ગયો. રાજાને નમસ્કાર કરી જયવિજયથી વધાવી તે બોલ્યો : હે દેવાનુપ્રિય ! આપને મેં કેળવેલા ચાર ઘોડાની ભેટ મોકલેલી છે, તો હે સ્વામી ! ચાલો અને એ ઘોડાઓની ચેષ્ટા જાઓ, અથતુ એમનાં ચાલ સ્વભાવ વગેરેની પરખ કરો. રાજાએ સારથિને કહ્યું ચિત્ત ! તું જા અને પારખ વાના તે ચારે ઘોડાઓ જોડેલો અશ્વરથ જલદી તૈયાર કરી અહીં હંકારી લાવ. અશ્વરથ આવી પહોંચતાં શરીરને સજધજ કરીને રાજા રથમાં બેસી સેવિયા નગરીની વચ્ચો વચ્ચે થોક ઘોડાને ખેલવતો ખેલવતો બહાર નીકળ્યો. એમ જતાં જતાં ચિત્ત સારથિ તે રથને અનેક યોજનો સુધી ખેંચી ગયો. રાજા પએસી, ગરમી, તરસ, રથનો વાયરો-ઊની લ કે ઉડતી ધૂળથી કંટાળી થાકી ગયો અને બોલ્યોઃ ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે માટે હવે રથને તું પાછો વાળ. સારથિ રથને પાછો વાળી મિયવણ ઉધાન તરફ હંકારી ગયો. ઉધાન પાસે પહોંચતાં તેણે રાજાને કહ્યું : સ્વામી ! આ મિયવણ ઉદ્યાન છે. અહીં ઘોડાઓને સારી રીતે થાક ખવડાવીએ અને તેમનો બધો શ્રમ આપણે દૂર કરી નાખીએ. રાજાએ “હા” પાડતાં તે ઉદ્યાનમાં કેશી કુમારશ્રમણના ઊતારાની પાસે જઈ ચિત્તે ઘોડાઓને રોકી રાખ્યા, રથને સ્થિર કર્યો અને ઘોડાઓને છોડી નાખી તેમનો શ્રમ દૂર થાય તેવી પ્રવૃત્તિ શરુ કરી. રાજા પણ રથથી નીચે ઊતરી સારથિની એ પ્રવૃત્તિમાં જોડાયો અને ઘોડા ઓને ધીમે ધીમે ફેરવવા લાગ્યો. એમ કરતાં કરતાં, મિયવણમાં મળેલી મોટી સભામાં વચ્ચે બેસી મોટા અવાજે કહેતા કુમારશ્રમણને રાજાઓ જોયા. જાંજ તેને વિચાર આવ્યો કે “જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મુંડ લોકોજ મુંડની પૂજા કરે છે, મૂઢ લોકોજ મૂઢનો આશ્રય ખોળે છે, અપંડિત લોકોજ અપંડિતનો આદર કરે છે અજ્ઞાની લોકોજ અજ્ઞાનીનું બહુમાન કરે છે, તો આ વળી કોણ જડ મૂઢ મુંડ અપંડિત અને આ Page #50 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨ 417 જ્ઞાની પુરુષ છે જે શરમાળ અને શરીરે હષ્ટપુષ્ટ દેખાવડો લાગે છે? એ શું ખાય છે? શું પીયે છે? એવું તે શું ખાધા પીધાથી એનું શરીર આવું તગમગી રહ્યું છે? અને વળી એ શું દે છે જેને લીધે આવડી મોટી માનવમેદનીની વચ્ચે બેઠો બેઠો તે મોટા બરાડા પાડે છે ? આમ વિચાર આવતાં જ રાજાએ સારથિને કહ્યું ચિત્ત ! જો તો ખરો, આ. લોકો કેવા જડ છે જે પેલા મોટા જડની સેવા કરે છે અને એ મોટો જાડો જડ તેઓની સામે કેવા મોટા બરાડા પાડીને કોણ જાણે શુંય સમજાવે છે! ગમ્મત તો એ છે કે આવા નફકરા અને જામી ગએલા જડ લોકોને લીધે આપણે આપણી પોતાની પણ ઉદ્યાનભૂમિમાં સારી રીતે હરી ફરી શકતા નથી. માત્ર વિસામો અને શાંતિ મેળવવા માટે તો અહીં આવ્યા અને અહીં તો માથાના વાળ ઉચા થઈ જાય એવા બરાડા કાને અથડાયા કરે છે. રાજાને કહ્યું : હે સ્વામી! એ કેશી નામે કુમારશ્રમણ પાશ્વપિત્ય છે, જતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે, એમને પરમાવધિજ્ઞાન થએલું છે અને તેઓ અન્નજીવી 136 છે. રાજા બોલ્યોઃ ચિત્ત! તું શું કહે છે? શું એ પુરુષને પરમાવધિ જ્ઞાન છે? શું એ અન્નજીવી છે ? સારથિ બોલ્યો : હા, સ્વામી ! એમજ છે. રાજા ચિત્ત ! ત્યારે શું એ પુરુષ અભિગમનીય છે? ચિત્તઃ હા, સ્વામી! એ શ્રમણ અભિગમનીય છે. રાજા ત્યારે તો ચિત્ત! આપણે તેની સામે જઈએ. [3] આમ વાતચીત કરી એ બન્ને જણ સાથે. કેશી કુમારની સામે જઈને તેમની પાસે બેઠા. રાજા : હે ભંતે! શું તમે પરમાવધિ જ્ઞાન ધરાવો છો? શું તમે અન્નજીવી છો? શ્રમણે રાજાને કહ્યું : હે પએસી ! ગામે ગામ ફરતા કોઈ અંગવાણિયા શંખવાણિયા કે દંતવાણિયા દાણમાંથી છટકી જવા માટે કોઈને ખરો રસ્તો પૂછતા નથી પણ આડે અવળે માર્ગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પણ સારી રીતે પૂછતાં આવડતું નથી. પએસી! મને જોઈને તને એવો વિચાર થયેલો ખરો કે આ જડ લોકો પેલા મોટા જડની ઉપાસના કરે છે અને આ મારા ઉદ્યાનમાં પણ બરાડા પાડી મને ય સખે રહેવા દેતા નથી? 4i] રાજા હા, એ વાત ખરી, પણ હે ભંતે! એ તમે જાણ્ય શાથી? તમને એવું તે કેવુંક જ્ઞાન કે દર્શન થએલું છે જેથી મારો મનનો સંકલ્પ પણ તમે જાણી લીધો? કેશી શ્રમણ બોલ્યા: અમારા શ્રમણ નિગ્રંથોના શાસ્ત્રોમાં કહેવું છે કે જ્ઞાનના પાંચ પ્રકાર છે: અભિનિબેકિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં અવગ્રહ ઈહા અવાય અને ધારણા એમ ચાર પ્રકારનું પહેલું જ્ઞાન છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. એવા બે પ્રકાર બીજા જ્ઞાનના છે. ત્રીજું જ્ઞાન, ભવપ્રત્યય અને ક્ષાયોપશમિક એમ બે ભેદવાળું છે અને ચોથા જ્ઞાનના જુમતિ તથા વિપુલમતિ એવા બે ભેદ છે. હે પએસી! જણાવેલાં પાંચ જ્ઞાનોમાં પહેલાંનાં ચારે જ્ઞાન તો મને થએલાં છે, ફક્ત એક પાંચમું કેવળજ્ઞાન છે તે મને થએલું નથી. એ પાંચમું જ્ઞાન તો અરિહંત ભગવંતોને હોય છે. હે પએસી! હું છદ્મસ્થ છું અને એ ચાર જ્ઞાનોદ્વારા તારા મનના સંકલ્પને પણ જાણી શકું છું જોઈ શકું છું. [65] પછી રાજાએ કેશી શ્રમણને કહ્યું: હે ભંતે! અહીં હું આપની પાસે બેસું કેશી કુમારશ્રમણ બોલ્યાઃ આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી વૃત્તિની વાત છે પછી તો ચિત્તસારથિ અને રાજ એસી એ બન્ને જણા કેશી [27] Page #51 -------------------------------------------------------------------------- ________________ 418 રાવપ્પાસેયિં-(૫) કુમારશ્રમણની પાસે સાથે બેઠ. રાજાએ શ્રમણને પૂછયું : હે ભંતે ! તમારા શ્રમણ નિગ્રંથોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દષ્ટિ છે, એવી રુચિ છે, એવી હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોસરણ છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે, પણ જે જીવ છે તેજ શરીર છે એવી ; સમજ નથી. કુમારશ્રમણ બોલ્યાઃ હા, પએસી ! અમારી સમજમાં જીવ જુદો છે અને શરીર જુદું છે એમ છે પણ જે જીવ છે તેજ શરીર છે એવી અમારી સમજ નથી. રાજા બોલ્યો H જીવ અને શરીર બને જુદાં જુદાં જ હોય અને જે જીવ છે તેજ શરીર છે એમ ન હોય તો, હે ભંતે! તમે સાંભળો કે- એક મારો દાદો હતો જે આ જ મોટો અધાર્મિક રાજા હતો, તે પોતાના દેશની પણ ઠીક સાર સંભાળ ન કરતો અને ઘણાંય પાપકર્મોમાંજ રાચ્યો રહેતો. તમારા કહેવા પ્રમાણે તો એ પાપી મારો દાધે કાળ આવતાં મરણ પામી કોઈ એક નરકમાં નૈરયિક થયો હોવો જોઈએ. હે ભંતે! કેમ ખરું ને? વળી, એ મારા દાદનો હું વહાલો પૌત્ર છું, તેને મારા પર ઘણું હેત હતુંહું તેનો વિશેષ લાડીલોહતો. તેનું હૃદય મને જોઈને વિશેષ આનંદ પામતું. વધારે શું પણ મારું નામ સાંભળીને પણ તેઓ પોતાનું અહોભાગ્ય માનતા. હવે તે ! તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદાં જુદાં હોય તો મારા દાદા નરકમાં ગયા હોવા જોઈએ. વળી, મારા દાદાને મારા ઉપર ઘણું હેત હતું તેથી તેમણે અહીં મારી પાસે આવીને એમ જણાવવું જોઈએ કે “હે પત્ર ! હું તારો દદો હતો પણ અધાર્મિક હોવાને કારણે મેં ઘણાં પાપો આચરેલાં, તેથી હું નરકમાં પડ્યો છું. માટે, હે પૌત્ર ! તું લેશ પણ પાપ ન આચરજે અને પ્રામાણિક પણે દેશનો કારભાર કરજે. પાપકર્મમાં પડીશ તો મારી પેઠે નરકમાં જઈશ-નરકની યાતનાઓ બહુ ભયંકર છે, માટે ભૂલથી પણ સહેજેય પાપાચરણ ન સેવીશ.” હે ભંતે ! મારો દાદો મારી પાસે આવીને ઉક્ત રીતે કહે તો જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી શ્રદ્ધા થાય, પણ અત્યારસુધીમાં મારો દાદો અહીં મારી પાસે આવીને એવું કશુંય કહેલું નથી, તેથી એમ સમજું છું કે તેમનો જીવ અને શરીર એ બન્ને સાથેજ નાશ પામી ગયાં છે અર્થાત્ મારા દાદાના દેહને દેન દેતાંની સાથે તેમનો જીવ પણ અહીં બળી ગયો છે તો પરલોકમાં જાય જ કોણ? અને એમ છે માટે તે અહીં આવી પણ કયાંથી શકે?અને આમ છે માટે જીવ અને શરીર બને એકજ છે-જે જીવ છે તેજ શરીર છે-એ મારી પ્રતિમા સુપ્રતિષ્ઠિત છે. કેશી કુમારશ્રમણ બોલ્યા : હે પએસી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે. હવે તું એમ સમજ કે એ રુડી રુપાળી તારી રાણી કોઈ રુડા રુપાળા પરપુરુષ સાથે માનવીય કામસુખોને અનુભવતી હોય એમ તું જો, તો એ કામુક પુરુષનો તું શું દડ કરે? હે! ભંતે! હું એ પુરુષનો હાથ કાપી નાખ્યુંપગ છેદી નાખું એને શૂળીએ ચડાવી દઉં અથવા એકજ ધાએ તેનો પ્રાણ લઉં. હે પએસી! તે કામુક પુરુષ કદાચ તને એમ કહે કે હે સ્વામી ! તમે એક ઘડીક થોભી જાઓ, મારા મિત્રો જ્ઞાતિજનો સંબંધી જનો અને પરિ વારના લોકોને હું એમ કહી આવું કેહે દેવાનુપ્રિયો ! કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના. સંગમાં પડ્યો તેથી મરણની આ સખ્ત સજા પામ્યો છું માટે હે દેવાનુપ્રિયો! તમે ભૂલથી પણ એવા પાપાચરણમાં ન પડશો, પડશો તો મારી પેઠે ફાંસીની સજા પામશો. હે પએસી ! એ પુરુષનું કાકલુદીથી ભરેલું આવું ગળગળું વચન સાંભળીને તું તે કામુકને ! સજા કરતાં ઘડીક પણ થોભી જઈશ ખરો? હે ભંતે! એમ તો નજ બને. એ કામુક મારો Page #52 -------------------------------------------------------------------------- ________________ અગ-૫ 459 અપરાધી છે માટે લેશ પણ ઢીલ કર્યા વિના હું તેને સીધોજ ફાંસીએ ચઢાવી દઉં. એજ પ્રમાણે, હે પએસી! નરકમાં પડેલો તારો રો પરતંત્રપણે જે દુખો ભોગવી રહ્યો છે તે તને વહાલા પૌત્રને કહેવા ન આવી શકે. મનુષ્યલોકમાં જઈને પાપકર્મનાં માઠાં ફળોની સૂચના કરી આવવાની એની તો ઘણીય ઈશ્ન હોય, પણ તે પેલા અપરાધી પુરુષની પેઠે ત્યાંથી છૂટોજ થઈ શકતો નથી. નરકમાં તાજ આવેલો અપરાધી-નારકી, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. નરકની ભયંકર વેદનાનો અનુભવ તેને અત્યંત વિહુવલ કરી નાખે છે અને તેથી તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે, એ પ્રથમ કારણ છે. નરકના કઠોર સંત્રીઓ એ નારકીને ઘડીભર પણ છૂટો રાખતા નથી અને તેને વારંવાર સતાવ્યા કરે છે, એ બીજું કારણ છે. તાજા નારકીનું નાક વેદનીય કર્મ પૂરું ભોગવાઈ રહેલું નથી હોતું એ ત્રીજું કારણ છે, અને ચોથું કારણ તેનું નરકનું આખું પૂરું થએલું નથી હોતું એ છે, અર્થાત્ એ બધા પ્રતિબંધોને લીધે અહીં આવી શકતો નથી. માટે, હે પએસી ! “શરીર સાથે જ જીવ અહીં બળી જાય છે અને તેથી મરેલો માણસ ફરી અહીં નથી આવી શક્તો તેનું કારણ તેની પરતંત્રતાજ છે, નહિ કે તે નથી. માટે, હે પએસી! તું એમ સમજ કે-જીવ જીદે છે અને શરીર જ છે- કોઈ કાળે તે બન્ને એક છે એવું નથી. દિક પએસી બોલ્યો : હે ભંતે ! મારી માન્યતાને દઢીભૂત કરનારો આ એક બીજે દખલો સાંભળો - અહીં- આજ નગરીમાં મારી એક દાદી રહેતી હતી, જે મોટી ધાર્મિક શ્રમણોપાસિકા હતી. વળી એ જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર વગેરે - તત્ત્વોની જાણકાર હતી અને તપ તથા સંયમવડે પોતાના આત્માને વાસિત કરતી બહુ પર્ય ઉપાર્જન કરતી હતી. તમારા કહેવા પ્રમાણે તો, કાળ આવતાં મરણ પામી, એ કોઈ એક સ્વર્ગમાં દેવ થએલી હોવી જોઈએ. હે ભંતે! કેમ ખરુંને? વળી, એ મારી દાદીનો હું વહાલો પૌત્ર છું. હવે એ મારી દાદી, તમારા કહેવા પ્રમાણે દેવ થઈ હોય તો તેણીએ અહીં મારી પાસે આવીને એવું કહેવું જોઈએ કે હું તારી દાદી હતી અને ધાર્મિક હોવાને લીધે બહુ પુણ્યોપાર્જન કરી સ્વર્ગમાં દેવ થઈ છું. માટે હે પૌત્ર! તું પણ ધાર્મિક થજે અને દેશનો કારભાર પ્રામાણિકપણે કરજે. દાનાદિક વડે પુણ્ય ઉપાર્જન કરીશ તો મારી પેઠે સ્વર્ગનાં સુખો અનુભવીશ. હે ભંતે! મારી દાદી મારી પાસે આવીને એ પ્રમાણે કહે તો જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી ખાત્રી થાય. પણ મને લાંબો વખત થયો છતાં અત્યારસુધીમાં, મારી દાદીએ અહીં મારી પાસે આવીને એવું કશું ય સૂચવેલું નથી, તેથી જીવ અને શરીર એ બન્ને એક જ છે પણ જુદાં જુદાં નથી એ મારી ખાત્રી પાકી થાય છે. કેશી કુમારશ્રમણ બોલ્યા : હે પએસી ! તું એમ સમજ કે, દેવમંદિરમાં જવા માટે તું નાહેલો છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપની કડછી રહી ગઈ છે અને દેવમંદિરમાં પેસવાને તું પગલાં જ ઉપાડે છે, એવામાં પાયખાનામાં બેઠેલો કોઈ પુરુષ તને એમ કહે કે-હે સ્વામી! તમે અહીં પાયખાનામાં આવી, બેસો, ઊભા રહો અને થોડીવાર લાંબું શરીર કરો; તો હેપએસી! તું એ વાતને કાને ઘર ખરો? પએસી બોલ્યોઃ હે ભંતે ! હું એવું કશું કાને ન ધરું. હે ભંતે! પાયખાનું તો ભારે ગંદુ છે, એવી ગંદી જગ્યામાં હું શી રીતે જઈ શકું? કેશી કુમારશ્રમણ બોલ્યાઃ એજ પ્રમાણે, હે પએસી! સ્વર્ગમાં દેવ Page #53 -------------------------------------------------------------------------- ________________ 420 રાયધ્વસાયિં-(દદ) થએલી તારી ઘી અહીં આવી તને પોતાનાં સુખો કહેવાને ઈચ્છે, તો પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજે ઉત્પન્ન થએલો દેવ, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. એ દેવ, સ્વર્ગના દિવ્ય કામ ભોગોમાં ખૂબ મશગલ બની જાય છે અને માનવીસુખોમાં તેની રુચિ રહેતી નથી, એ પહેલું કારણ છે. એ દેવનો મનુષ્ય સાથેનો પ્રેમસંબંધ તૂટી ગએલો હોય છે અને સ્વર્ગના દેવદેવીઓ સાથેનો નવો પ્રેમ સંબંધ તેમાં સંમેલો હોય છે, એ બીજું કારણ છે. દિવ્ય કામસુખો ભોગવવાની લાલચ માં પડેલો એ દેવ, હમણાં જઉં, હમણાં જઉં એમ વિચારે તો છે, પણ તેના આવતાં આવતાં તો મનુષ્યલોકનાં તેનાં અમ્પાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણકે દેવની ઘડી એટલે આપણાં હજારો વર્ષ અથતુ એની એક ઘડીમાં તો આપણી કેટલીએ પેઢીઓ બદલાઈ જાય છે, એટલે ઘડી પછીય દેવનું આવવું કલ્પી લઈએ તોપણ એ એના ખરા સંબંધીઓને મળી શકતો નથી, એ ત્રીજું કારણ છે, ચોથું કારણ મનુષ્ય લોકની માથું ફાડી નાખે એવી ભયંકર ગંદકી છે. એ ગંદકી ઉચે પણ ચારસો પાંચસો યોજન સુધી ફેલાય છે અને એ એવી તીવ્ર હોય છે કે દેવ એને સહી શકતો નથી. દેવ એની પોતાની ઈચ્છા હોવા છતાં ઉપરનાં ચાર કારણોને લીધે અહીં આવી શકતો નથી. માટે, હે પએસી! "શરીર સાથે જ જીવ અહીં બળી જાય છે. એથી મરેલો માણસ ફરી અહીં કયાંથી આવી શકે? એવી તારી સમજ બરાબર નથી. મરીને સ્વર્ગમાં ગએલો પ્રાણી અહીં નથી આવી શકતો, તેનું કારણ સ્વર્ગના મોજશોખો તરફ તેની વિશેષતમ અભિરુચિ છે, નહિ કે તે નથી જ, તેથી હે પએસી! તું એમ સમજ કે જીવ જુદો છે અને શરીર જુદું છે, પણ તે બન્ને એક નથી. ( 67 વળી ફરીને પએસી બોલ્યોઃ હે ભંતે! જીવ અને શરીર જુદ્ધ જુદાં નથી તે માટે આ એક જુદો પુરાવો ધ્યાનપૂર્વક સાંભળો હે ભંતે! તમે એમ સમજો કે કોઈ એક દિવસે મારી બહારની ઉપસ્થાનશાળામાં મારા મંત્રી વગેરે પરિવારથી ઘેરાએલો હું રાજસિંહાસનમાં બેઠો હોઉં, તે વખતે મારા કોટવાળો કોઈ એક ચોરને પકડી લાવે, હું તે ચોરને જીવતો ને જીવતો લોઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર લોઢાનું ઢાંકણું સજ્જડ ઢાંકી દઉં, તેને લોઢા સીસાના રસથી રેવરાવી દઉં અને તેના ઉપર મારા વિશ્વાસુ સૈનિકોની ચોકી મૂકી તે લોહકુંભીની સાચવણ કરાવું. પછી વખત જતાં હું પોતે જાતે તે કુંભીને બોલાવું તો તેમાં પેલા પૂરેલા પુરુષને મરેલો જોઉં છું. જીવ અને શરીર જુદાં જુદાં હોય તો એ પુરુષનો જીવ કુભીમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કયાંય રાઈ જેટલું પણ કણું નથી. જેથી જીવને બહાર જવાનો માર્ગ મળી શકે. કુંભી ક્યાંય જરા પણ કાણી હોત તો એમ માની પણ શકાત કે જીવ બહાર નીકળી ગયો છે અને તેથી એમ પણ થાત કે શરીર અને જીવ જુદાં જુદાં છે, પણ આ કુંભી તો કયાંય કાણી જ નથી એટલે જીવ જુદો હોય તો એમાંથી નીકળી શી રીતે શકે? માટે જીવ અને શરીર બને એક છે અને શરીર અક્રિય થતાં જીવ પણ અક્રિય થાય છે, એ મારું ધારવું બરાબર છે. કશી કુમારશ્રમણ બોલ્યા - હે પએસી! તું એમ સમજ, જે ચારે કોર લીંપેલી હોય, જેનાં બારણાં સજ્જડ વાસેલાં હોય અને જેમાં જરાય હવા પણ ન પેસી શકે એલી તે ઉડી હોય, તેમાં કોઈ પુરુષ ભેરી અને એને વગાડવાનો દંડો લઈને પેસે, પેસીને એનાં બારણાં સજજડ રીતે બંધ કરે. પછી તે, ઓરડીની વચ્ચોવચ્ચે બેસીને મોટા મોટા અવાજથી એ Page #54 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૬૭ 421 ભેરીને વગાડે તો હે પએસી ! ભેરીનો અવાજ બહાર નીકળે ખરો? હાં, ભંતે નીકળે. હે પએસી! એ ઓરડીમાં કયાંય એક પણ કાણું છે ખરું? ના ભંતે, એ ઓરડીમાં કયાંય પણ કાણું નથી. પણ અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણાની. કુંભામાંથી જીવ બહાર નીકળી શકે છે, અર્થાતુ પૃથવીને શિલાને કે પર્વતને ભેદીને સોંસરું જવાનું સામર્થ્ય જીવમાં છે, માટે તેને ગમે ત્યાં પૂરાવામાં આવે તો પણ તે બહાર નીકળી જ જવાનો. એથી તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એ બન્ને એક નથી. વળી, પએસી બોલ્યો - હે ભંતે! જીવ અને શરીર જુદાં જુદાં નથી પણ એક જ છે એવી મારી ધારણાને ટેકો આપતો આ વળી એક દાખલો સાંભળો મારા કોટવાળોએ પકડી આણેલા ચોરને હું જીવથી મારી નાખ્યું. પછી તે મારી નાખેલા ચોરને લોઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર મજબૂત ઢાંકણું ઐસારી, તેને રેવરાવી અને પાકી ચોકી બેસાડી દઉં, પછી વખત જતાં તે લોઢાની કુંભી ઉઘાડી જોઉં છું તો તેને કીડાઓથી ખદબદતી કુંભી જેવી જોઉં છું. એ કુંભમાં કયાંય રાઈ જેટલુંય કાણું નથી, છતાં એમાં એટલા બધા કપડા ક્યાંથી પેસી ગયા? હું તો એમ સમજું છું કે શરીર અને જીવ એકજ છે, માટે શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ. શરીર અને જીવ જુદા જુદાં હોય તો એ કુંભમાં મેં જોએલા એ જીવો બહારથી શી રીતે આવી શકે? કેશી કુમાર બોલ્યા- હે પએસી! તેં પહેલાં કોઈવાર ધમેલું લોઢું જેએલું છે ખરું? કે તે જાતે કોઈવાર લોઢું ધમાવેલું ખરું? ભંતે! હા, ધમેલું, લોઢું મેં જોએલું છે અને તેને ધમાવેલું પણ છે. પએસી! એવું એ લોઢું અગ્નિમય લાલચોળ થઈ ગએવું હોય છે, એ વાત ખરીને? હા, ભંતે! એ વાત ખરી છે. તો હેપએસી! એ નક્કર લોઢામાં તે અગ્નિ શી રીતે પેઠો? રાઈ જેટલુંય કાણું લોઢાને નથી, છતાં તેમાં અગ્નિ પેસી શકે છે, તેમ જીવ પણ સર્વત્ર અનિરુદ્ધ ગતિ શક્તિવાળો છે. તે પૃથ્વીને અને શિલા વગેરેને ભેદીને પણ ગમે ત્યાં પેસી શકે છે. હે પએસી! બરાબર સજ્જડ બંધ કરેલી એ કુંબીમાં પણ તે જે જીવો જોયા છે તે બધાય તેમાં બહારથી પેઠેલા છે, માટે તું એમ માન કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ એક નથી. [68] રાજા પએસી બોલ્યો - હે ભંતે! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ તરુણ હોય ત્યારે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલો કુશળ હોય. પણ તે જ પુરુષ જ્યારે મંદ જ્ઞાનવાળો બાળક હતો ત્યારે એવી કુશળતા ધરાવી શકતો હોત તો હું એમ માનત કે જીવ જુદે છે અને શરીર જુદું છે. પરંતુ મંદ જ્ઞાનવાળો એ બાળક એવી કુશળતા બતાવી. શકતો નથી, માટે જીવ અને શરીર એક છે એ મારી કલ્પના સુસંગત છે. કેશીકુમાર બોલ્યા :- હે પએસી! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ, નવું ધનુષ નવી દોરી અને નવું બાણ એ વડે એક સાથે પાંચ બાણોને ફેંકી શકવા જેટલી કુશળતા ધરાવી શકે છે, પણ તે જ પુરુષ પાસે જાનું ખવાઈ ગએવું ધનુષ તેવી જ ઘેરી અને તેવુંજ બૂઠું ફળું હોય, તો તે એક સાથે પાંચ ફળાંને ફેંકી શકે ખરો? ભંતે ન ફેંકી શકે. હેપએસી! તરુણ પુરુષ શક્તિશાળી તો છે, પરંતુ ઉપકરણોની ન્યૂનતા ને લીધે તે પોતાની શક્તિ બતાવી શકતો નથી, તેમ મંદ જ્ઞાનવાળા બાળકમાં આવડત રુપ ઉપકરણની ખામી છે, માટે તે એ અવસ્થામાં એક સાથે પાંચ બાણને ફેંકી શકતો નથી. હા, તે જ મંદ જ્ઞાનવાળો. બાળક જ્યારે તરુણ થઈ આવડતપ ઉપકરણ મેળવે છે, ત્યારે તેમાં એવી શક્તિ ખીલી Page #55 -------------------------------------------------------------------------- ________________ 422 રાયપાલિય(૬૮) ઉઠે છે, પણ તેથી તું એમ ન માન કે શરીર અને જીવ બન્ને એક છે. પએસી! એ બને તો જુદાં જુદાં છે. ( [9] પએસી બોલ્યો - હે ભંતે! જેમ કોઈ તરુણ પુરુષ લોઢાના સીસાના કે જસતના મોટા ભારાને ઉપાડવા સમર્થ છે, તેમ તે જ તરુણ પુરુષ જ્યારે ડોસો થાય અથતું ચામડી બધી લબડી ગએલી, ગાત્ર તમામ ઢીલાં, દાંતો બધા ખરી ગએલા અને ચાલતાં લાકડીનો ટેકો લીધેલો એવો ઘરડો થાય, ત્યારે એવા મોટા ભારને ઉપાડી શકતો દેખાતો નથી. હે ભંતે ! તરા મટી એવો એ ડોસો થએલો પુષ, એવા મોટા ભારને પણ ઉપાડી શક્તો દેખાય, તો હું એમ માનું કે જીવ જુદો છે અને શરીર જાદુ છે, અન્યથા મારી માન્યતા જ બરાબર છે. કેશી કુમારે બોલ્યો - હે પએસી! એવડો મોટો ભાર તો કોઈ હટ્ટાકટ્ટો પુરુષ જ ઉપાડી શકે. વળી, એવા હટ્ટાકટ્ટા તણ પુરુષની પાસે ભાર ઉપાડવાનાં સાધનો બરાબર ન હોય તો એ પણ એવા ભારને ન ઉપાડી શકે. ધાર કે, કોઈ હદ્દો-કદ્દો તપ્ત પુરુષ તો છે, પણ તેની પાસે ભાર ઉંચકવાની જે કાવડ છે, તે પાતળી અને ધુણે ખાધેલી છે, કાવડનાં શિકાં દોરડાં અને વાંસની સળીઓ એ બધુંય એવું સહેલું છે. આમ હોવાથી એવો બળવાન પુરુષ પણ એ ભારને ન ઉઠાવી શકે અર્થાત ભાર ઉપાડવામાં સુદઢ શરીર ઉપરાંત બીજી પણ કળવકળ હોવી જોઈએ અને ઉપકરણો પણ પૂરતાં હોવાં જોઈએ. તરુણ મટી પેલા ડોસા થએલા પુરુષ પાસે એ બધું હોત. તો એ પણ એવો ભાર જરૂર ઉપાડી શકત; માટે તારે એમ માનવું જોઈએ કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ તે બન્ને એક નથી. ( [70 એસી બોલ્યો - હે ભંતે એક જીવતો ચોર તોળ્યો, પછી તેને જીવથી મારી નાખી ફરીવાર તોળ્યો. જીવતાં તેનું જે વજન હતું તેજ વજન તેના મડાનું હતું એ બને વજનમાં લેશ પણ ફરક ન હતો. જીવ અને શરીર જુદાં જુદાં હોય અને જીવ શરીરમાંથી નીકળી જતો હોય, તો મડાનું વજન ઘટવું જોઈએ. હે ભંતે ! એ બન્ને સ્થિતિમાં વજનનો રાય ફરક જણાતો નથી, માટે હું એમ માનું છું કે જીવ અને શરીર એક જ છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમાર બોલ્યા :- હે પએસી ! પહેલાં કોઈવાર તેં ચામડાની મસકમાં પવન ભરેલો છે ખરો ? ભરાવેલો છે ખરો? ચામડાની ખાલી મસક અને પવનભરેલી મસક એ બન્નેના વજનમાં કાંઈ ફેર પડે છે ખરો? ના. અંતે ફેર તો નથી પડતો. પએસી! ખાલી અને પવનભરેલી મસકના વજનમાં ફેર ન પડતો હોય તો જીવતાનું અને મુડદાનું વજન ફરક વિનાનું જ હોય ને? જીવ ભારે નથી તેમ હળવો ય નથી, તેથી જીવ નીકળી જતાં મુડદાનું વજન ઘટે એમ ન બને, એટલે એક સરખા વજનનો લીધે તું એમ માનતો હો કે જીવ અને શરીર બન્ને એક જ છે, તે રા ય સંગત નથી. [71] પએસી બોલ્યો - હે ભંતે ! કોઈ વાર એક ચોરને મારી પાસે લાવવામાં આવ્યો. તેમાં જીવ છે કે નહિ એ જાણવા મેં તેને ચારે બાજુ તપાસ્યો, પણ જીવ તો કયાંય દીઠામાં ન આવ્યો. પછી મેં તેના બે ઊભા કટકા કરી તેને ફરીવાર જોયો, છતાંય જીવ તો ન જ દેખાયો. પછી તો થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તેને વારંવાર તપાસી જેયો. છતાંય તેમાં ક્યાંય જીવનું નિશાન પણ ન જણાયું. મોટ હું કહું છું કે જીવ અને શરીર એક છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમારમુનિ બોલ્યા : હે પએસી ! પેલા કઠીયારા Page #56 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૭૧ 423 કરતાંય તું વિશેષ મૂઢ જણાય છે. હે ભંતે! એ કઠીયારો વળી કોણ હતો ? એસી! અગ્નિ અને અગ્નિ રાખવાનું કામ સાથે લઈ કેટલાક વનજીવી લોકો વનની શોધ માટે નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં તેઓ જેમાં ઘણાં લાકડાં છે એવી એક મોટી અટવી પાસે આવી પહોંચ્યા. એવામાં તેમાંના કોઈએ પોતાના સાથના માણસને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અમે લાકડાઓની ભરેલી આ અટવીમાં જઈએ છીએ. તું આ અગ્નિ અને અગ્નિનું કામ લઈ જા અને અમારા માટે ખાવાનું રાંધી રાખજે. કદાચ કોઈ કારણથી આ અગ્નિ ઓલવાઈ જાય તો તું લાકડામાંથી અગ્નિ લઈને અમારું ખાવાનું રાંધી રાખજે. તેમના ગયા બાદ થોડી વારે રાંધવાની શરુઆત કરવા જતાં પેલા સાથીઓ અગ્નિને ઓલવાઈ ગયેલો દીઠો એથી તેણે પોતાના સાથીની ભલામણ પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડું હાથમાં લઈ ચારે બાજુ તપાસી જોયું પણ તેમાં તેને તે કયાંય ન કળાયો. પછી તો તેણે હાથમાં કુહાડો લઈ લાકડું ચીરી નાખ્યું છતાં તેમાંય અગ્નિ ન ઠો. છેવટે તેણે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તે દરેકને તપાસી જોયા, છતાંય તેમાં એકમાં અગ્નિનું નિશાન પણ ન ભાળ્યું. આખરે થાકી કંટાળી તે બિચારો ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેઠે અને હજુ સુધી હું રાંધી ન શકયો એ બાબત અફસોસ કરવા લાગ્યો. એટલામાં જે સાથીઓ લાકડાના ભાગ લેવા ગએલા હતા તે બધા પાછા ફર્યા અને આ બિચારાને ચિંતાતુર થએલો દીઠો. તેઓએ પૂછયું: હે દેવાનુપ્રિય! તું ઉદાસ કેમ બેઠો છે? હજી સુધી તેં અમારા સારુ ખાવાનું નથી રાંધ્યું? તેણે જણાવ્યું કે, હે ભાઈઓ! તમારા ગયા બાદ થોડીવારમાં જ તમોએ આપેલો એ અગ્નિ તો. ઓલવાઈ ગયો. પછી હું તમારા કહેવા પ્રમાણે, લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડાને તપાસવા લાગ્યો. લાકડાને ચીરી, તેના નાના નાના કટકા કરી તપાસી જોયું તો તેમાં અગ્નિ તો કયાંય ન જોવામાં આવ્યો. તેથી અગ્નિ વિના હું રાંધું શી રીતે ? એ માટેજ આમ અફસોસમાં પડ્યો છું. પછી તેઓમાંના જ કોઈ દક્ષ પુરુષ સાથેના બીજા બધા ભાઈઓને કહ્યું કે, તમે બધા નાહી ધોઈને બાલિકર્મ કરી તૈયાર થઈને આવો. હું હમણાં જ રસોઈ બનાવી નાખું છું. પછી એ દક્ષ પુરુષે કુહાડો લઈ લાકડામાંથી ઘસણિયું શર બનાવ્યું અને એ શરને અરણી સાથે ઘસી અરિન ઉપજાવી અનિને સંધૂકીને તે બધા ઓની રસોઈ કરી નાંખી. એટલામાં નહાવા ધોવા ગએલા બધા સાથીઓ આવી પહોંચ્યા. સૌ સાથે જમી કરીને ચોકખા થઈ ભેળા મળીને વાતો કરવા બેઠા. રસોઈની વાત નીકળતાં પેલા દક્ષ પરુષે પેલા ઉઘસ થયેલા સાથીને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અગ્નિને શોધવા માટે તે લાકડાં ફાડી ફાડીને જોવાનો પ્રયાસ કર્યો તેથી એમ જણાય છે કે, તું જડ છે, મૂઢ છે અને તદ્દન અજ્ઞાન છે. [૭રહે પએસી ! એ અગ્નિશોધક કઠીયારાની પેઠે તેં પણ જીવને શોધવા માટે શરીરને ચીરી ચીરીને જોવાનું પાણી વલોવ્યું. તેથી તું પણ. એના કરતાં કાંઈ ઓછો મૂઢ નથી. પએસી બોલ્યો - હે ભંતે તમારા જેવા જ્ઞાની બુદ્ધ મહામતિ વિજ્ઞાની અને વિનીત પુરુષ આવી મોટી સભા વચ્ચે મારા પર આક્રોશ કરે, ખીજાઈ જાય. અને મારી નિર્ભર્લ્સના કરે એ શું ઠીક કહેવાય? કેશી શ્રમણ બોલ્યા - પએસી! તને ખબર છે કે ક્ષત્રિપર્ષદા ગૃહપતિ પર્ષદા, બ્રાહ્મણ પNધ, અષિ પર્ષદા એમ ચાર પ્રકારની પર્ષદાઓ છે. એ ચારે પર્ષદાઓની દંડનીતિને પણ તું કયાં નથી જાણતો ? ક્ષત્રિયપર્ષનો Page #57 -------------------------------------------------------------------------- ________________ 424 રાયuસેલિય-(૭૨) અપરાધ કરનાર કાંતો પોતાના હાથ પગ ગુમાવે, માથું ગુમાવે અને કાંતો જીવથી જાય. ગૃહપતિપર્ષદાના અપરાધીને બંધાઈને આગમાં સળગી જવું પડે. બ્રાહ્મણપર્ષદાનો અપરાધી અનિષ્ટ ઉપાલંભ પૂર્વક કુંડીના કે શુનકના નિશાનથી અંકિત થાય કે નિવસિત થાય-ઋષિપર્ષદ્યનો અપરાધ કરનાર, અતિ અનિષ્ટ નહિ એવી વાણીવડે ઉપાલંભ પામે. હે પએસી! ઉક્ત દંડનીતિથી તું પરિચિત છે, છતાંય તું મારી પ્રતિકૂળ વત્યા કરે છે, વિપરીત રહ્યા કરે છે, માટે જ તારે “તું મૂઢતર છે' એવી હળવી પણ મારી આક્રોશવાણી સાંભળવી પડે છે. પએસી બોલ્યો - હે ભંતે ! મને એમ થએલું કે હું જેમ જેમ આપની પ્રતિકૂળ વર્તીશ- વિપરીત વર્તીશ, તેમ તેમ તત્ત્વને વિશેષ જાણીશ, જ્ઞાનને પામીશ, કરણ અને દર્શનને અધિક સમજી શકીશ, તેથી જ હું અત્યારસુધી આપની પ્રતિકૂળ વત્ય છું અને વિપરીત બોલ્યો છું. કેશી મુનિ બોલ્યા - હે પએસી! તું જાણે જ છે કે વ્યવહારકોના ચાર પ્રકાર કહેલા છે. કેટલાકો દે તો છે પણ મીઠી વાણી નથી બોલી શકતા. કેટલાકો વાણીને મીઠી રાખે છે પણ કશુંય દેતા નથી. કેટલાકો કશુંય દેતા નથી તેમ વાણી પણ મીઠી નથી રાખતાં. અને કેટલાક દે છે અને સાથે વાણી પણ મધુરી બોલે છે. હે પએસી! આ ચાર વ્યવહારકોમાં જે દેતો નથી અને વાણીયે મીઠી નથી બોલતો, તે તદન અવ્યહારી છે અને બાકીના ત્રણે વ્યવહારના જાણકાર છે. હે પએસી ! એ રીતે તું પણ વ્યહારી છે. કાંઈ અવ્યવહારી નથી. ૭૩પએસી બોલ્યો - હે ભંતે! તમે દક્ષ છો, બુદ્ધ છો, વિજ્ઞાની છો, તો જેમ કોઈ આમળાને હથેળીમાં બતાવે, તેમ તમે મને જીવને ન બતાવી શકો ? રાજા પએસીએ એ પ્રશ્ન કર્યો તેટલામાં તેની પાસેજ જોરથી વાયુ વાવા લાગ્યો, તેથી તૃણ અને વનસ્પતિઓ બધું હાલવા લાગ્યું, કંપવા લાગ્યું. પરસ્પર અથડાવા લાગ્યું અને નવા નવા આકારે ઊડવા લાગ્યું. તે વખતે લાગ જોઈને કેશી મુનિએ રાજા પએસીને કહ્યું કે-હે પએસી! જે આ તૃણો અને વનસ્પતિઓ કંપે છે તે તો તું જુએ છે ને? તો શું એને કોઈ દેવ હલાવે છે? દાનવ, નાગ, કિન્નર, કિંગુરુષ, મહોરગ કે ગાંધર્વ હલાવે છે? પએસી બોલ્યો - હે ભંતે ! એ તૃણ વગેરેને તો વાયુજ હલાવે છે, પણ કોઈ દેવ દાનવ કે કિન્નર હલાવતો નથી. - હે પએસી! કામ,રાગ મોહ, વેદ, વેશ્યા અને શરીરને ધારણ કરનારા એ વાયુને તું જોઈ શકે છે?પએસી -ના, ભંતે! તેને જોઈ શકતો નથી. કેશી –પધારી, દેહધારી, મોહી અને રાગી એવા વાયુને પણ તું જોઈ શકતો નથી, તો ઈદ્રિયાતીત એવા જીવને હું તને શી રીતે બતાવી શકું? પએસી! ખરી વાત તો એ છે કે, જે મનુષ્ય રાગદ્વેષથી પર છે, તે ધમધતિ કાય અધમસ્તિકાય આકાશસ્તિકાય અશરીરીજીવ પરમાણપદ્દગલ શબ્દ ગંધ વાયુ એ આઠ પદાર્થોને સારી રીતે જાણી શકે છે સમજી શકે છે અને આ જિન થશે કે નહિ આ બધાં દુઃખોનો નાશ કરશે કે નહિ?” એ બે હકીકતોને પણ તેજ જાણી શકે છે. અર્થાતું. વીતરાગ મનુષ્ય એ દસ બાબતોને સારી રીતે જાણી શકે છે, માટે હે પએસી ! તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી. [74] પએસી બોલ્યો - હે ભંતે! હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે? હે પએસી ! હા, તે બન્નેના જીવ એક સરખા છે. હે ભંતે ! હાથી કરતાં તો કંથવો અલ્પ કર્મવાળો અલ્પ કિયાવાળો અને અલ્પ આ»વવાળો છે તથા કંથવાના આહાર, નિહાર, Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૪ 425 શ્વાસોચ્છવાસ, બળ, વીર્ય અને ઘતિ વગેરે પણ અલ્પ છે, અને એથી ઉલટું, એ બધું થવા કરતાં હાથીમાં વધારે છે, આમ હાથીમાં અને કંથવામાં આસમાન જમીન જેટલો ચોકખો ભેદ જણાય છે છતાંય હે ભંતે! તમે એમ કેમ કહો છો કે હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે? કેશી કુમાર બોલ્યા:- હે પએસી! તું એમ ધાર કે ધુમ્મટદાર અને શિખરાકાર એક મોટી ઓરડી હોય, તેમાં કોઈ પુરુષ દીવો લઈને પેસે અને પછી એ તો ઓરડીનાં બધા બારી બારણાં બરાબર બંધ કરી દે અને એનાં બધાં છિદ્રો છાંદી દે, તો એ દીપકનો પ્રકાશ, એ આખીએ ઓરડીને અજવાળશે પણ બહારના ભાગને નહિ અજવાળે, કેમ ખરુંને? એ રીતે, એ દીપક ઉપર કોઈ મોટો થાળ ઢાંકે અથવા મોટું ડાલું ઢાંકે, તો તે દીપકનો પ્રકાશ તે તે ઢાંકણના અંદરના ભાગને પ્રકાશશે પણ બહાર નહિ પ્રકાશે, અર્થાતુ બધે દીપક તો એકજ છે પણ તે મોટા ઢાંકણ નીચે હોય તો વધારે ભાગમાં પ્રકાશે છે અને નાના ઢાંકણ નીચે હોય તો ઓછા ભાગને પ્રકાશે છે તેમ આ જીવ પણ જેવડા-મોટા કે નાના-શરીરને મેળવે છે, તેવડા શરીરના બધા ભાગોને પોતાના અસંખ્ય આત્મપ્રદેશદ્વારા સચિત્ત કરી શકે છે, પછી ભલેને શરીર મોટામાં મોટું હોય કે નાનામાં નાનું હોય, માટે હે પએસી! તું એમ સમજ કે હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે અને તું એમ પણ માન કે જીવ અને શરીર જુદં છે પણ એક નથી. ૭િ૫]રાજા બોલ્યો - હે ભંતે! જીવ અને શરીર એક છે ? એવું હું કાંઈ એકલો જ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમજ સમજતા આવ્યા છે. એટલે મારી એ સમજ કુલપરંપરાની સમજ છે, બહુપુરુષપરંપરાથી ચાલી આવેલી છે, તો હે ભંતે! મારા કુલની એ દષ્ટિને હું શી રીતે છોડી શકું? કેશી શ્રમણ બોલ્યા:- હે પએસી! તારી એ સમજને તું નહિ બદલાવીશ, તો પેલા લોઢાનો ભારો નહિ છોડનારા કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે. રાજા બોલ્યો :- ભંતે ! લોઢાનો ભારો નહિ છોડનારો કદાગ્રહી પુરુષ વળી કોણ હતો અને તેને પસ્તાવું કેમ પડયું? કેશ કુમાર બોલ્યા પએસી ! કેટલાક ધનાર્થી લોકો વિપુલ કરીયાણાં ભરીને અને સાથે ઘણું બધું ભાતું લઈને, જ્યાં કોઈ આવેલું નહિ એવી એક મોટી લાંબી અટવીમાં જઈ ચડ્યા. ત્યાં કોઈ એક સ્થળે પહોંચતાં તેમણે જેમાં ઘણું લોઢું દટાએલું છે એવી એક મોટી લોઢાની ખાણ જોઈ. ખાણને જોતાંજ ખુશીમાં આવી જઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આ લોઢું આપણને વિશેષ ઉપયોગી છે, માટે તેને ભારા બાંધી લઈ જવું સારું છે. એમ વિચારી તેઓ લોઢાના ભારા બાંધી તેમને ઉંચકી એજ અટવીમાં આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં, જેમાં ઘણું સીસું ભરેલું છે એવી એક મોટી સીસાની ખાણ તેમના જોવામાં આવી. થોડાક પણ સીસાના બદલામાં લોઢું ઘણું મળે છે, માટે લોઢા કરતાં સીસાને બહુમૂલ્ય સમજી તેઓએ લોઢાના ભારાને પડતા મૂકી સીસાના ભારા બાંધવાનો વિચાર કર્યો અને એના ભારા બાંધ્યા પણ ખરા. પરંતુ તેમાના એક સાથીએ સીસાને બહુમૂલ્ય સમજવા છતાં લોઢાના ભારાને પડતો મૂકી સીસાનો ભારો ન જ બાંધ્યો. એ બાબત તેને બીજા સાથીઓએ ઘણું ઘણું સમજાવ્યું તોય તે એકનો બે ન થયો. ઉલટું તેણે એમ કહ્યું કે, હે દેવાનુપ્રિયો! લોઢાનો આ ભારો હું ઘણા દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધેલો છે, માટે એને મૂકીને સીસાનો ભારો બાંધવાનું મારું મન નથી. પછી તો તેઓ બધા સીસાના ભારાને ઉંચકી એ Page #59 -------------------------------------------------------------------------- ________________ . 42 રાથધ્યસેલિય-(૭૫) અટવીમાં વળી આગળ વધ્યા. આગળ ચાલતાં ચાલતાં તેઓએ તાંબાની, પાની, સોનાની, રત્નની અને વજની મોટી મોટી ખાણો જોઈ. એઓએ તો જેમ જેમ બહૂમૂલ્ય વસ્તુઓ મળતી ગઈ, તેમ તેમ ઓછી કીંમતવાળી વસ્તુઓ છોડી દીધી અને આખરે તેઓએ વજના ભારા બાંધી તેમને ઉંચકી પોતાના દેશમાં પોતપોતાના નગર ભણી જવાને પ્રયાણ કર્યું. નગરમાં પહોંચી, ભારે ભારે આણેલાં વજોને વેચી, તેઓ બધા ન્યાલ ન્યાલ થઈ ગયા. તેઓએ આઠ તળવાળા મોઢા મોઢ મહાલયો બંધાવ્યા, ઘણાં ધસ દાસીઓ ગાયો અને ઘેટાં વગેરેને આંગણે વસાવ્યાં અને એ મહાલયોમાં બિરાજી તેઓ તસીઓથી ભજવાતાં બત્રીસ પ્રકારનાં નાટકો, તેમનાં ગાન નાચ જોતાં જોતાં આનંદપૂર્વક રહેવા લાગ્યા ત્યારે પેલો લોઢાના ભારાને ઉંચકી લાવનાર સાથી લોઢું વેચી ઘણું ઓછું કમાયો અને તેમના એ સાથીઓનો વૈભવ જોઈ પોતાની જાતને નિંદવા લાગ્યો : હું કેવો હીનપય છે. જ્યાં માઠાં લક્ષણવાળો છું. મેં સાથીઓનું કહેવું છેવટસુધી કાને નજ ધર્યું અને એક મારા દુરાગ્રહમાંજ તણાયો. તેમનું કહેવું માન્યું હોત તો આજે હું પણ એમના જેવોજ વૈભવ માણત. હે પએસી! તું પણ તારો દુરાગ્રહ ન છોડીશ, તો એ લોઢાના ભારાનાળા દુરાગ્રહીની પેઠે તારેય પસ્તાવું પડશે અને દીનહીન થવું પડશે. [7] કેશી કુમારનું એ કથન સાંભળી આખરે રાજા પએસીને ભાન આવ્યું અને તેણે કેશ કુમારને વંદન કરીને કહ્યું કે, હે ભંતે! મારે જરાય પસ્તાવું પડે એવું તો હું નહિ કરું. મારો પૂર્વગ્રહ છોડીને આપની પાસે હું કેવળીભાષિત ધર્મને સાંભળવાની- સમજવાની ઈચ્છા રાખું છું. માટે હવે મારે પેલા લોઢાવાળાની પેઠે પસ્તાવાનું કયાં રહ્યું.? કેશી શ્રમણ બોલ્યો -હે દેવાનુપ્રિય સુખ થાય તેમ કર, પણ સારા કામમાં પ્રતિબંધ ન આવવા દે. રાજાની જિજ્ઞાસાવૃત્તિ જોઈ કેશી શ્રમણે જેમ ચિત્ત સારથિને ધર્મકથા કહી સંભળાવી ગૃહિધર્મ સમજાવ્યો હતો. તેમ રાજ એસીને પણ તેમણે ધર્મકથા કહી ગૃહિધર્મની સમજણ આપી અને રાજાએ ગૃહિધર્મ સ્વીકારી પોતાની સેવિયા નગરી પાછો ગયો. [77] શ્રમણ બોલ્યાઃ પએસી! કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ત્રીજા ધમાચાર્ય એ ત્રણ આચાર્યોના વિભાગને તું જાણે છે અને એ ત્રણેની વિનયપ્રતિપત્તિ કેવી કેવી કર વાની હોય છે, તેની પણ તને ખબર છે. પએસી બોલ્યો - હે ભંતે! હા, એ બધું હું બરાબર જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યનું તલાદિકથી મર્દન કરવું. તેમને હરાવવા, તેમની પાસે પુષ્પાદિકની સુવાસ ફેલાવવી. વરસો અને ઘરેણાં ગાંઠો આપી સારી રીતે શણ ગારવા, આદરપૂર્વક જમાડવા, મોટું પ્રતિદાન આપવું અને તેમને એવી વૃત્તિ બાંધી આપવી કે જે તેમના પુત્રોના પુત્રો સુધી પહોંચ્યા કરે. અને ધમચાર્યને જોતાં તેમને વંદન કરવું. સત્કાર કરવો, દેવતાના ચિત્યની પેઠે તે મંગળમય આચાર્યની ઉપાસના કરવી તથા તેમને ખાનપાન ખાદિમ સ્વાદિમ વગેરે નિદોષ પાર્થો દ્વારા પ્રતિલાભવા અને પીઠ પાટિયાં શવ્યા સંથારો વગેરે લઈ જવા નિમંત્રિત કરવા. હે પએસી! તું એમ સમજે છે ત્યારે અત્યારસુધી મારી સામે તેં જે પ્રતિકૂળ વતન ચલાવ્યું છે તેની માફી માગ્યા વિના નગરી ભણી જવાને આટલો બધો ઉતાવળો કેમ થયો છે? હે ભંતે ! અત્યારસુધી હું આપની પ્રતિકૂળ વત્યોં છું એ ખરું, પણ એ વિષે મેં એવો વિચાર કર્યો છે કે આવતી કાલે પ્રભાતનો પહોર થતાંજ મારા બધા પરિવાર સાથે અહીં આવી આપને વંદન માફી માગું. આમ કહી રાજા પએસી પોતાને સ્થાને પહોંચી ગયો Page #60 -------------------------------------------------------------------------- ________________ * સુત્ર-૭ 427, અને સવાર થતાં જ એ રાજ રાજ કણિકની પેઠે મોટા આડંબર સાથે પાંચ અભિગમ પૂર્વક કેશી શ્રમણ પાસે આવ્યો અને તેમને વાં નમી પોતાની અવિનય સંબંધી વિશેષ નમ્રતાપૂર્વક ક્ષમા માગી. . કેશી શ્રમણે એ રાજા પએસીને તેની રાણી સૂર્યકાંતાને તથા તેની સાથેની મોટી સભાને ધમદિશના કહી સંભળાવી. ધદિશના સાંભળી પોતાને સ્થાને જવાની ત્વરા વાળા રાજાને કેશી કુમારે કહ્યું - હે પએસી ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો પહેલાં પહેલાં તો રમણીય લાગે છે પણ પછી અરમણીય થઈ જાય છે, તેમ તું પહેલાં રમણીય થઈ પછી અરમણીય ન થતો. પએસી બોલ્યો - હે ભતે ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખોળનો વાડો એ પહેલાં પહેલાં તો રમણીય લાગે છે અને પછી અરમણીય થઈ જાય છે, તે વળી કેમ? કેશી બોલ્યા: -પએસી! સાંભળ. વનખંડ જયાંસુધી પત્રવાળા ફૂલવાળો ફળવાળો અને ઘટાધર છાયાવાળો લીલોછમ હોય છે ત્યાં સુધી રમણીય લાગે છે અને જ્યારે તેનાં પાંદડાં ખરી પડે છે, ફૂલો કરમાઈ જાય છે, ફળો નથી હોતાં, તેમ તે સૂકો ખંખ થઈ જાય છે, ત્યારે બીહામણો લાગે છે. નૃત્યશાળામાં જ્યારે નાચ ચાલતો હોય, ગાણાં ગવાતાં હોય, વાજાં વાગતાં હોય અને લોકો હસતાં રમતા હોય ત્યારે તે રમણીય લાગે છે અને જ્યારે નાચ બંધ હોય, ગાણાં ન ચાલતાં હોય, વાજાં ન વાગતાં હોય અને તેમાં એક પણ માણસ ન ફરકતું હોય, ત્યારે તે સૂનકાર સ્થાન જેવી બીહામણી જણાય છે શેરડીના વાઢમાં ચિંએંડા ચાલતા હોય, શેરડી પીલાતી. હોય, લોકો તેનો રસ પીતા હોય, કોઈ તેને લેતા હોય કે દેતા હોય, ત્યારે તે વાઢ ભયોં ભર્યો- રમણીય લાગે છે, પણ જ્યારે તેમાં ચિંચોડા બંધ હોય, શેરડી ન પીલાતી હોય, એક ચકલું ય ન ફરકતું હોય, ત્યારે તે ખાવા ધાય છે - અળખામણો દીસે છે. ખોળના વાડામાં જ્યારે ઘાણીઓ ચાલતી હોય, તલ પીલાતા હોય, લોકો ભેગા થઈને સાની ખાતા હોય, એક બીજા પરસ્પર સાનીને લેતા દેતા હોય, ત્યારે તે રમણીય જણાય છે, પણ જ્યારે ઘાણીઓ જ બંધ હોય, કોઈની અવરજવર ન હોય, ત્યારે તે અરમણીય ભાસે છે. તેમ હે પએસી! તું પહેલાં રમણીય થઈને પછી પાછળથી અરમણીય ન થતો. રાજા પએસી બોલ્યો - હે ભંતે! તમે જણાવેલાં ઉદ્યહરણોની પેઠે હું પહેલાં રમણીય થઈ પછી અરમણીય નહિ થઉં. મેં તો એવો વિચાર કર્યો છે કે હાલ મારા તાબામાં સેવિયા પ્રમુખ જે સાત હજાર ગામો છે તેના ચાર ભાગ પાડું એક ભાગ રાજ્યની વ્યવસ્થા અને રક્ષણ માટે બલવાહનને સોંપે એક ભાગ કોઠાર માટે રાખું એક ભાગ અંતઃપુરની રક્ષા તથા નિવહ માટે દઉં અને એક ભાગની પેદાશમાંથી એક મોટી કુમારશાળા બનાવું. તેમાં અનેક પુરુષોને પગારદર, ભાડે રોકી ખાન પાન ખાદિમ સ્વદિમ તૈયાર કરાવું અને એ બધું અનેક શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષ તથા પ્રવાસી વટેમાર્ગુઓ વગેરેમાં વહેંચાવું તથા હું શીલ વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પોષધોપવાદ્વારા જીવનયાપન કરતો રહું. હે ભંતે! મારી આ ધારણા છે. [૩૯]એમ કહી તે રાજા પોતાના પરિવાર સાથે કેશી મુનિને વાંદી નમી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. નગરીમાં આવી રાજાએ જે ધારણા કેશી મુનિને નિવેદી હતી, તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી અને પોતે પણ તે રીતે આચરવા લાગ્યો. [8] હવે તો રાજા પએસી શ્રમણોપાસક થયો, જીવ અજીવ વગેરે તત્ત્વોનું તેને. - Page #61 -------------------------------------------------------------------------- ________________ 428 રાયખસેરિયા (80) ભાન થયું. એ પ્રવૃત્તિ સર્વની જેમ ઓછી બને અને સંવરમાં જેમ અધિક રહેવાય તેમ તે વર્તવા લાગ્યો, એટલે રાજ્ય, રાષ્ટ્ર, બળા, વાહન, ભંડાર, કોઠાર, ગામ નગર અને અંતઃપુર તરફ તેનું ધ્યાન આપોઆપ ઓછું રહેવા લાગ્યું. 8i1] જ્યારથી રાજા પએસીનું ધ્યાન રાજ્યકારભાર અને વિષયોપભોગો તરફ ઓછું રહેવા લાગ્યું ઓસરવા લાગ્યું. ત્યારથી તેની રસીલી રાણી સૂર્યકાંતાને એવો વિચાર થયો કે હવે કોઈ શસ્ત્રપ્રયોગ, અગ્નિપ્રયોગ, મંત્રપ્રયોગ કે વિષપ્રયોગદ્વારા રાજા પએસીને ઠેકાણે કરવો જોઈએ, મારે વિવિધ વિષયોપભોગોમાં રસ લેતાં લેતાં રાજ્યશ્રીને સંભાળતા રહેવું જોઈએ. તેણીએ આ પોતાનો સંકલ્પ રાજકુમાર સૂર્યકાંતને સુચવ્યો અને રાજાને મારી નાખી તેને રાજ્યસિંહાસન આપવાનું જણાવ્યું. રાજકુમાર સૂર્યકાંત પોતાની માતાના તેવા ક્રૂર વિચારમાં સંમત ન થયો અને તે બાબત કશો ઉત્તર ન આપતાં મૌન જ રહ્યો. પોતાના એ વિચારમાં રાજકુમારની અસંમતિ જાણી તેણીને એમ થયું કે રખેને રાજકુમાર તેના આ રહસ્યનો ભેદ ફોડી નાખે અને રાજાને બધું કહી દે. આમ વિચારી તેણી રાજા પએસીને મારવાનો લાગ શોધવા લાગી, તેનાં છિદ્રો જોવા લાગી અને હવે તેને શીધ્ર મારી નાખવાની બાબતમાં સાવધાન રહેવા લાગી. એકવાર લાગ મળતાં જ તેણીએ રાજા પએસીના ખાનપાનમાં, તેને પહેરવાનાં વસ્ત્રોમાં, સુંઘવાની માળાઓમાં અને તેના શણગારનાં ઘરેણાંઓમાં વિષ ભેળવ્યું. નાહી ધોઈ બલિકર્મ કરી જેવો રાજા રસવતી શાળામાં જમવા આવ્યો, તેવું જ તેને તેણીએ વિષમય ભોજન પીરસ્યું. વિષય વસ્ત્રો પહેરાવ્યાં, વિષમય માળાઓ આપી અને વિષમય શણગાર સજાવ્યો. એમ થતાં રાજ પએસીના શરીરમાં તીવ્ર વસમી. વેદના ઊપજી અને વિષમ પિત્તજ્વરનું જોર વ્યાપતાં, નહિ સહી શકાય તેવી ભારે બળતરા થવા લાગી. રાજા તો સમજી ગયો કે પોતે રાણીના કાવતરાથી ઠગાયો છે, છતાં તેણે રાણી ઉપર લેશ પણ રોષ ન આણતાં પોષધશાળા તરફ જવાનો મનસુબો કર્યો. ત્યાં જઈ તેને પૂંજી પ્રમાજી તથા શૌચની અને લઘુશંકાની જગ્યાને તપાસી પછી તે પૂર્વાભિમુખ થઈ ડાભના સંથારામાં પલ્યકાસને સ્થિર બેઠો અને હાથ જોડી માથું નમાવી આ પ્રમાણે બોલ્યો H અરહંત ભગવંતોને નમસ્કાર. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશ કુમાર શ્રમણને નમસ્કાર. અહીં રહી તેમને વંદન કરતા મને ભગવંત કેશી કુમારજી જુઓ, હું તેમને વારંવાર વાંદુ છું- નમું છું. મેં પહેલાં એ મારા ધર્માચાર્ય પાસેથી સ્થૂલ પ્રાણાતિપાત વગેરેના ત્યાગથી પ્રતિજ્ઞા લીધી હતી અને હમણાં પણ તેમની જ સાક્ષીમાં સર્વ પ્રકારના પ્રાણતિપાત વગેરેના ત્યાગનો નિયમ લઉં છું, નહિ કરવા જેવું બધું કાર્ય તજી દઉં છું અને જીવતાં સુધી ચારે પ્રકારના આહારનો પણ પરિત્યાગ કરું છું. વળી, આ શરીર જે મને અત્યંત વહાલું છે તેને પણ છેલ્લા શ્વાસોચ્છવાસ ચાલતાં સુધી વોસિરાવી દઉં છું. એમ કરીને તે રાજાએ પોતાના સારા નરસાં બધાં કાર્યોની આલોચના કરી, પ્રતિક્રમણા કરી અને તેણે કાલ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૌધર્મકલ્પના સૂયભિવિમાનમાં સૂર્યાભ દેવરુપે અવતાર મેળવ્યો. તે ત્યાં હમણાં તાજો ઉત્પન્ન થયેલો સૂયભિદેવ પાંચ પ્રકારની પયપ્તિઓદ્વારા શરીરાદિકની પૂર્ણતા મેળવે છે, તો હે ગૌતમ! આ સુભદેવે એ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવશક્તિ અને દિવ્ય દેવપ્રભાવ એ રીતે મેળવેલાં છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૮૧ 429 [82 હે ભગવન!સૂર્યાભદેવની જીવનસ્થિતિ કેટલાકાળસુધીનીજણાવેલી છે ?હે ગૌતમ ! તેની આયુષ્યમાંદા ચાર પલ્યોપમની કહેલી છે. હે ભગવન્! તે સૂયભદેવ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી કયાં જવાનો-કયાં જન્મ લેવાનો ? હે ગૌતમ ! સૂયભદેવ, તેનો દેવત્વકાળ પૂરો થતાં મહાવિદેહવર્ષમાં જન્મ લેવાનો. મહાવિદેહવર્ષમાં જે કુળો આટ્ય છે, દિપ્ત છે, લેવડદેવડના વ્યાપારમાં કુશળ છે, જેમની પાસે ભવન, શયન, આસન, યાન, વાહન, ધન, સોનું અને રુડું વિશેષ છે, ખાનપાનની સગવડ અધિકાધિક છે, દાસ ધ્રસીઓ ગાય અને ઘેટાં ઘણાં છે, એવા પ્રસિદ્ધ અને કોઈથી પરાભવ ન પામનારાં કુળોમાં તે સૂયભદેવ પુત્રપણે અવતરશે.એ પુત્રપણે ગર્ભમાં આવતાં જ તેનાં માતા પિતાની ધર્મમાં દઢતા થશે. પૂરા નવ માસ અને સાડા સાત દિવસ જતાં તે બાળકનો ત્યાં જન્મ થયા પછી પહેલે દિવસે તેનાં માતાપિતા બાળકના જન્મનો ઉત્સવ કરશે, ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્રનાં દર્શન કરશે, છ દિવસે ધર્મ જાગરણ ઊજવશે, એમ અગ્યાર દિવસ વીતી જતાં અને બારમો દિવસ આવતાં બાળકના જન્મનું સૂતક કાઢી નાખશે, પછી બધે લીંપણુંપણ કરી ભોજનની વિપુલ સામગ્રી તૈયાર કરાવશે અને પોતાનાં સગાં સંબંધી મિત્ર જ્ઞાતિજન સ્વજન પરિજન વગેરેને આમંત્રી હાઈ ધોઈ બલિકર્મ કરી બધો સાથે બેસીને ભોજનમંડપમાં ભોજન કરશે. પછી તે પુત્રનાં માતાપિતા, વસ્ત્ર ગંધ માલા અને અલંકારવડે આમંત્રિત જનોનો સત્કાર કરશે, સન્માન કરશે અને તેઓની સમક્ષ એમ કહેશે કે આ બાળક તેની માતાની કુક્ષિમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢ પ્રતિજ્ઞાવાળાં થયાં છીએ, માટે અમે તેનું “દઢપ્રતિજ્ઞ” એવું યથાર્થ નામ પાડીશું. એ પ્રકારે નામસંસ્કાર થયા બાદ સમય આવતાં બાળકનાં માતાપિતા તેના પ્રજેમનક પ્રતિવધપક પ્રચંક્રમણ કર્ણવેધ સંવત્સપ્રતિ લેખ અને ચૂલોપનયન વગેરે બધા સંસ્કારો કરશે. [૮૩jતેઓ પોતાના પુત્રના લાલનપાલન માટે પાંચ ધાત્રીઓની યોજના કરશે ? એક બાળકને ધવરાવનારી, બીજી હવાડવનારી, ત્રીજી શણગારનારી, ચોથી ખોળા માં લઈ ફરનારી અને પાંચમી રમાડનારી. એ ઉપરાંત ત્યાં ઘરકામ માટે રોકવામાં આવેલી, પોતપોતાના દેશનો પોષાક પહેરનારી, ઈગિત ચિંતિત અને પ્રાર્થિતને સમજ નારી, એવી દેશવિદેશની બીજી પણ અનેક કુશળ દાસીઓ દ્વારા અને અંતઃપુરના રક્ષણ માટે યોજાએલા વર્ષધરો કંચુકીઓ તથા મહત્તરો દ્વારા તે બાળકનું ઘણી સારી રીતે લાલન પાલન થશે; કોઈ તે બાળકને હાથોહાથ ફેરવશે, કોઈ તેની પાસે નાચશે, કોઈ તેનાં ગીત ગાશે, કોઈ તેને બચી લેશે, એ પ્રકારે અનેક રીતે લાલિત પાલિત થતો તે બાળક ચંપાના છોડની જેમ સુખે સુખે દિનદિન વૃદ્ધિ પામશે. ૮િ૪]પુત્રને નવમું વરસ બેસતાં તેનાં માતાપિતા, નવરાવી બલિકર્મ કરાવી સારી રીતે શણગારી શુભ મુહૂર્તમાં મોટા ઉત્સવ સાથે કલાચાર્ય પાસે કલાઓ શીખવા મોકલશે. કલાચાર્ય બહોંતેર કળાઓને પ્રયોગ સાથે શીખવાડી માતાપિતા પાસે તે પુત્રનું ઉપનયન કરશે. દઢપ્રતિજ્ઞનો કલાઓ સંબંધી અભ્યાસ જોઈ માતાપિતા કલાચાર્ય ઉપર ખુશ થશે અને વિશિષ્ટ ખાનપાન વસ્ત્ર ગંધ માલા અલંકારોવડે કલાચાર્યનો સત્કાર કરશે તથા જીવનપર્યંત ચાલે તેવું વિપુલ પ્રીતિદાન દઈ તેમને વિસર્જિત કરશે. બહોંતેર કલાનિયું. અઢાર દેશીભાષાવિશારદ, ગીતનૃત્યરસિક, નાટ્યકળાકોવિદ, એવો દઢપ્રતિજ્ઞ યૌવનમાં આવતાં તેનાં માતાપિતા તેને ભોગસમર્થ જાણી એમ કહેશે કે, Page #63 -------------------------------------------------------------------------- ________________ રાયખસેરિયં-(૮૪). હે ચિરંજીવ ! તું યુવાન થયો છે માટે હવે તું કામ ભાગોની આ વિપુલ સામગ્રીને ભોગવ. દઢપ્રતિજ પોતાનાં માતાપિતાને વિનયપૂર્વક જણાવશે કે, હે માતાપિતા ! ભોગોની એ સામગ્રીમાં મને જરાય રસ નથી. જેમ કમળ પંકમાં પેદા થાય છે અને પાણીથી વધે છે, છતાં પંક કે પાણીથી લેવાતું નથી, તેમ કામોમાં પેદા થએલો અને ભોગોમાં વધેલો એ દઢપ્રતિજ્ઞ તે કામભોગોથી જરા પણ લેવાશે નહિ. પણ તથા ઉત્તમ સ્થવિરો પાસેથી બોધિજ્ઞાનને મેળવશે અને અગારને ત્યજી મુંડ થઈ અનગાર ધર્મનો સ્વીકાર કરશે. પછી તો તે પૂર્ણ અહિંસા સત્ય ત્યાગ તપ અને સદ્વર્તનના તેજથી ચમકશે અને છેવટે ઉત્તમોત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર આર્જવ માર્દવ લઘુતા ક્ષમા નિલભતા વગેરે ગુણોથી અધિકાધિક દપતો તે. અનુત્તર અનંત નિરા વરણ નિવ્યઘિાત એવા કેવળજ્ઞાન અને કેવળ-દર્શનને પામશે. તે દઢપ્રતિજ્ઞ અહંનું જિન ભગવાન કેવળી કહેવાશે અને જેમાં દેવો મનુષ્યો તથા અસુરો રહે છે એવા સમસ્ત લોકના પયયને જાણશે. અથવું તે, પ્રાણીમાત્રનાં આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવ, વગેરેને જાણશે, તેમનું પ્રકટ કર્મ કે ગુપ્ત કર્મ એ બધું કળી શકશે, તેમનું ખાધેલું પીધેલું અને ભોગવેલું સમજી શકશે. એવો તે દઢપ્રતિજ્ઞ અહમ્ સર્વ લોકના સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા જોતા પૃથ્વીતળ ઉપર વિહરશે. એ પ્રકારે બહુ વર્ષ વિહરતા તે પોતાના આયુષ્યનો અંત નિકટવર્તી જાણી ઘણા દિવસોનું અનશન લેશે અને જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ, મુંડભાવ, કેશલોચ, બ્રહ્મ ચર્યધારણ અસ્નાન, અદિતધાવન, અણુવહાણગ, ભૂમિશધ્યા, કાષ્ટાસનનો આશ્રય, ભિક્ષા માટે પરગૃહપ્રવેશ, માનાપમાન સહન, લોકનિંદા વગેરે ઘણું આકરું કષ્ટ સહવું પડે છે તથા ન ખમી શકાય તેવા જાત જાતના બાવીશ પરીષહો ખમવા પડે છે, તે સાધ્યની સિદ્ધિ મેળવશે, અથતુ તે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોના અંતને કરશે-પરિનિવણિ પામશે. [85] હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમી, સંયમ અને તપવડે આત્માને વાસિત કરતા વિહરે છે. મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | રાયપ્પાસેણિયગુર્જરછાયાપૂર્ણ ઉપાંગર-ગુર્જરછાયાપૂર્ણ Page #64 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc