SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 38 રાયપરિયું (15) જૂઈનાં, મલ્લિકાનાં, સ્નાનમલ્લિકાનાં, કેતકીનાં, પાટલનાં, નવમાલિકાનાં, અગરનાં, લવંગનાં, કપૂરનાં, વાસકપૂરનાં પુટો-પડિઆએ-અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લાં પડેલાં ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યોમાંનાં ખાંડવા જેવાં દ્રવ્યો ખંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય, એ જાતની ઉદાર, મનોજ્ઞ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ વરસ્યા કરે છે - ઝર્યા કરે છે. શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર સુગંધી હતા ? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે સુગંધી મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ સુગંધવાળા હતા. તે મણિઓનો રંગ અને ગંધ જેવો ઉત્તમ હતો તેવો જ તેમનો સ્પર્શ પણ ઉત્ત મોસમ હતો. કેમ જાણે ત્યાં જમીન ઉપર કોમળ ચામડું જ ન પાથર્યું હોય. જ ન ભરેલું હોય માખણ જ ન લગાડેલું હોય, હંસગર્ભના થી ભરેલી એવી તળાઈઓ જ ન પાથ રેલી હોય. સરસડાનાં ફૂલોના જાણે ઢગલા જ ન કર્યા હોય અને કોમળ કમળોનાં પાંદડાં ન વેરેલાં હોય, એવો તે મણિઓનો કોમળ-કોમળતર સ્પર્શ હતો. શું કોમળ સ્પર્શવાળા તે મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કોમળ હતા? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે કોમળ મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનોહર અને મનોજ્ઞ કોમળ સ્પર્શવાળા હતા. ત્યારપછી તે આભિ. યોગિક દેવોએ પૂર્વવર્ણિત દિવ્ય યાન વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડની રચના કરી. એ દેવોએ એ મંડપને અનેક સ્તંભો ઉપર ઊભો કર્યો, ઉંચી વેદિકાઓ તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત બનાવ્યો. એમાં રમણીય ઘાટવાળો વિમળ અને પ્રશસ્ત વૈડુર્યરત્નો જડયાં, તે મંડપના જુદા જુદ્ધ ભાગોમાં બીજા પણ અનેક પ્રકારના મણિઓ જડી તેને વિશેષ ચળકતો બનાવ્યો, તેમાં પૂર્વોક્ત બળદ, ઘોડો, હાથી, મગર, નર, વનવેલ વગેરેનાં ચિત્રો કોય સુવર્ણમય અને રત્ન મય અનેક તૂપો ઊભા કર્યા અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી તેના શિખરને શણગાર્યું એ મંડપ એટલો બધો ચકચકતો હતો કે જોનારને તે જાણે હલતો હોય તેવો ચપલ જણાતો, એમાંથી કિરણોની ધારા છૂટતી હોય એમ લાગતું. તેના-મંડપના બધા ભાગો લીંપીગૂંપીને ચકચકતા અને સંવાળા કરેલા હતા, મંડપમાં બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યોના થાપા મારેલા હતા, જ્યાં ત્યાં ચંદનના કલશો ગોઠવેલા હતા, બારણાના ટોડલાઓ ચંદનના કલશોથી શોભાયમાન એવાં તોરણોથી સુશોભિત કરેલા હતા, જ્યાં ત્યાં લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલી હતી, પંચ રંગી પુષ્પોના તો ઢગ ઢગ ભરેલા હતા, અગર વગેરેના પૂર્વોક્ત સુગંધી ધૂપોથી એ મંડપ મધમધી રહ્યો હતો, જાણે કે સુગંધોનો કોઈ ખાસ ઓરડો ન હોય? મંડપમાં ચારે તરફ વાજાંઓવાગી રહ્યાં હતાં અનેઅસરાઓનાં ટોળેટોળાંઆમથીતેમ ફરતાં જણાતાં હતાં. એ આભિયોગિક દેવોએએ પ્રેક્ષાગૃહમંડપને હમણાં કહ્યો એવો સુંદર, પ્રસનતાવર્ધક, દર્શનીય-અને અનુપમ બનાવ્યો હતો. તે મંડપની અંદરની ભૂમી વિમાનની ભોં જેવી તદન લીસી-બનાવી હતી અને તેમાં સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પલતાઓ ભરેલી છે એવો એક મોટો સારામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy