________________ XOX રાયથ્થસલિયે (39) સુધમસિભાની જેવી સમજવાની છે. એ સિદ્ધાયતનની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી એક મોટી મણિ પીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સોળ યોજન લાંબો પહોળી અને તે કરતાં થોડો વધારે ઊંચો એવો સર્વરત્નમય એક મોટો દેવચ્છેદક ગોઠવેલો છે. તેના ઉપર જિનની ઊંચાઈએ ઊંચી એવી એકસો ને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. એ પ્રતિમાઓના હાથપગનાં તળિયાં તપનીયમય, નખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ એકરત્નના, જાંઘો, જાનુઓ, ઉરુઓ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રોમરાઈ રિઝરત્નમય, અચકો અને શ્રીવક્ષ તપનીયમય, બને ઓષ્ઠો પ્રવાલમય, દાંતો સ્ફટિકમય, જીભ અને તાળવું તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ કનક મય, આંખો વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરન્નમય, કીકીઓ આંખની પાંપણો અને ભવાંઓ રિઝરત્નમય, બને કપોલો કાન અને ભાલપટ્ટ કનકમય, માથાના વાળ ઉગવાની ચામડી તપનીયમય અને માથા ઉપરના વાળ રિઝરત્નમય છે. તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, ધોળાં છત્રો ઘરી રાખનારી છત્રધારક પ્રતિ માઓ છે, બન્ને બાજાએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે. વળી તે દરેક જિનપ્રતિમાઓની આગળ સર્વરત્નમય એવી બે બે નાગપ્રતિમાઓ, આવેલી છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ ઘંટો, કળશો, ભંગારો, આરિણાઓ, થાળો,પાત્રીઓ, પ્રતિષ્ઠો,મનો ગુલિકાઓ, રત્નકરંડીયાઓ, હયકંઠાઓ, ગજકંઠાઓ અને વૃષભકંઠાઓ વગેરે અનેક પદાર્થો ત્યાં એ પ્રત્યેક જિન પ્રતિમાની આગળ ગોઠવેલા છે. વળી, ફૂલ, માળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ અને મોરપીંછ વગેરે ઉપ કરણોની એકસો આઠ એકસો આઠ અંગેરીઓ, ત્યાં પ્રતિમાઓ આગળ મૂકી રાખેલી છે. વળી, ફૂલ, માળા, ગંધ અને મોરપીંછ વગેરેનાં તેટલાં જ પલકો ત્યાં સ્થાપી રાખેલાં છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ સિંહાસ નો, છત્રો, ચામરો, તેલના ડબાઓ, કુઠના ડબાઓ, સુગંધી પત્ર, સુગંધી ચૂવા, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણ સિલ અને આંજણના ડબાઓ, એબધું ત્યાં યથાક્રમે ગોઠવી રાખેલું છે. એ ડબાઓમાં તેલ વગેરે જે પદાથો ભરેલા છે તે અત્યંત નિર્મળ સુગંધી અને ઉત્તમ જાતના છે. વળી, એ સિદ્ધાયતનમાં સુગંધી ધૂપથી મધમધતા એકસો ને આઠ ધૂપધાણાં રાખેલાં છે અને એ આયતનોની ઉપર જડેલા આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે એમની શોભામાં વધારો કરી રહ્યાં છે. [40] તે સિદ્ધારતનોની ઉત્તરપૂર્વે સુધમસભા જેવી એક મોટી ઉપપાતસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબો પચાસ યોજન પહોળો અને દસ યોજન ઊંડો એવો એક મોટો સ્વચ્છ પાણીનો ધરો ભરેલો છે. તે ધરાની ઉત્તરપૂર્વે સૂયભદેવની એક મોટી અભિષેકસભા આવેલી છે. એ સભામાં અભિષેક કરવાની બધી સામગ્રી ભરેલી છે. તે અભિષેકસભાની ઉત્તર પૂર્વે સુર્યાભદેવના અલંકારોથી ભરેલી એવી એક મોટી અલંકારસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે એક મોટી વ્યવસાયસભાનું સ્થાન આવેલું છે, તેમાં સિંહાસન વગેરે બધાં ઉપકરણો વ્યવસ્થિત રીતે ગોઠવેલાં છે. એ વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક મોટું પુસ્તકરત્ન મૂકેલું છે. તે પુસ્તકનાં પાનાં રત્નનાં, પાનાં ઉપર રાખવાની કાંબીઓ રિઝરત્નની, પાનામાં પરોવેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org