SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૩ 391 પ્રકારનાં મણિમય કનકમય રત્નમય વિમલ અને ચકચકતાં કડાં પોંચી બેરખાં વગેરે આભૂષણોથી દીપતો ઊજળો પુષ્ટ અને લાંબો એવો પોતાનો જમણો હાથ પસાર્યો. એના એ જમણા હાથમાંથી સરખા વય લાવણ્યરુપ અને યૌવનવંતા, સરખાં નાટકીય ઉપકરણો અને વસ્ત્રાભૂષણોથી સજેલા, ખભાની બન્ને બાજામાં ઉત્તરીય વસથી યુક્ત ડોકમાં કોટિયું અને શરીરે કંચક પહેરેલા, ટીલાં અને છોગ લગાવેલા, ચિત્ર વિચિત્ર પટ્ટાવાળા અને ફુદડી. ફરતાં જેના છેડા ફેણ જેવા ઉંચા થાય એવી છે-કોરે મૂકેલી ઝાલર વાળાં રંગબેરંગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કંઠમાં પડેલા એકાવળ હારોથી શોભાયમાન અને નાચ કરવાની પૂરી તૈયારીવાળા એકસો ને આઠ દેવકુમારો નીકળ્યા. એજ પ્રમાણે સૂર્યાભદેવે પસારેલા ડાબા હાથમાંથી ચંદ્રમુખી, ચંદ્રાઈસમાન લલાટપટ્ટ વાળી, ખરતા તારાની જેમ ચમકતી આકૃતિ વેશ અને ચારુ શંગારથી શોભતી, હસવે બોલવે ચાલવે વિવિધવિલાસે લલિત સંલાપે અને યોગ્ય ઉપચારે કુશળ, હાથમાં વાવાળી, નાચ કરવાની પૂરી તૈયારીવાળી અને બરાબર એ દેવ કુમારોની જોડીરુપ એવી એકસો ને આઠ દેવકુમારીઓ નીકળી. પછી એ સૂયભદેવે શંખો રણશિંગાં શંખલીઓ, ખરમુખીઓ પેયાઓ પરિપી રિકાઓ પણવો-પહો- ઢક્કાઓ-મોટી ઢક્ક ઓ-ભેરીઓ, ઝાલરી. દૂભીઓ, સાંકડ મુખીઓ મોટામાદળો મૃદંગો નંદી મૃદંગો આલિંગો, કુતુંબો. વીણાઓ, ભમરીવાળી વીઓ છ ભમરીવાળી વીણાઓ, સાત તારની વીણાઓ,બબ્બીસો, સુઘોષા ઘંટાઓ નિંદીઘોષા ઘંટાઓ સો તારની મોટી વીણાઓ કાચબી વીણાઓ ચિત્રવીણાઓ, આમો દો, ઝાંઝો નકુલો, તૂણો, તુંબડાવાળી વીણાઓ, મુકું, હુડુક્કો વિચિક્કીઓ કરટીઓ ડિડિમો કિણિતો કડવાંઓ દર્ટરો દદરિકાઓ કુસ્તંબુઓ કલશીઓ કલશો તાલો. કાંસાના તાલો રિગિરિસિકો અંગરિકાઓ શિશુમારિકાઓ વાંસના પાવાઓ બાલી ઓ વેણુઓવાંસળીઓ પરિલ્લીઓ અને બકો એમ ઓગણપચાસે જાતનાં એકસો ને આઠ આઠ વાજાંઓ બનાવ્યાં અને એકસો ને આઠ આઠ તે દરેક વાજાને વગાડનારા બનાવ્યા. પછી એ સુભદેવે પોતાના હાથમાંથી સરજેલા તે દેવકુમારો અને દેવ કુમારીઓને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિયો ! તમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઓ અને તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-નમન કરીએ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને તે દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવાનુભાવવાળું બત્રીશ પ્રકારનું નાટક ભજવી બતાવો.” [24] સુભદેવની આજ્ઞા થતાં જ તેને માથે ચઢાવી હૃષ્ટતુષ્ટ થએલાં એ દેવકુમાર અને દેવકુમારીઓ શ્રમણ ભગવાન મહાવીર તરફ જઈ તેમને વાંદી-નમી જે તરફ ગૌતમાદિક શ્રમણનિગ્રંથો હતા તે તરફ વળ્યાં અને એક સાથે જ એક હારમાં ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી પાછું સાથે જ તેઓ પોતાનાં માથાં ઉંચાં કરી ટટ્ટાર ઊભા રહ્યાં. એજ પ્રમાણે સાહિતપણે અને સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભા રહ્યા, પછી સાથે જ ટટ્ટાર ઊભા રહી ફેલાઈ ગયાં અને પોતપોતાનાં નાચગાનનાં ઉપકરણો હાથપગમાં બરાબર ગોઠવી રાખી એક સાથે જ વગાડવા લાગ્યાં, નાચવા લાગ્યાં અને ગાવા લાગ્યાં. તેમનું સંગીત ઉપરથી શરૂ થતાં ઉઠાવમાં ધી મંદ મંદ, મૂધમાં આવતાં તારસ્વરવાળું અને પછી કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું, એમ ત્રિવિધ હતું. જયારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy