SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૯ 397 ગુંજતા રહે છેઃ એવી એ વનરાઈઓ ટાઢી હિમ જેવી શીતળ અને પ્રાસાદિક છે. વળી, તે બને પડખેની બેઠકોમાં વજમય સોળ સોળ પ્રકંઠકો-છે. તે દરેકની લંબાઈ પહોળાઈ અઢીસો યોજન અને જાડાઇ સવાસો યોજન છે. તે તે એક એક પ્રકંઠક ઉપર એક એક મોટો ઉંચો મહેલ આવેલો છે, તે દરેક મહેલ અઢીસો યોજન ઉંચો અને સવાસો યોજન પહોળો છે. જાણે પ્રભાના પુંજ ન હોય એવા એ મહેલો વિવિધ મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન વિજય વૈજયંતી પતાકાઓ એ મહેલો ઉપર પવનથી ફરફરતી રહે છે. એના મણિકનકમય શિખરો ઉંચા આભને અડતાં છે. મહેલોની ભીંતોમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાંઓ મૂકેલાં છે. બારણામાં પેસતાંજ વિકાસમાન પુંડરીક કમળો અને ભીંતોમાં વિધવિધ તિલકો તથા અર્ધ ચંદ્રકો કોરેલા છે. મહેલો અંદર અને બહાર લીસા સોનેરી વેળથી લીંપેલા સુંદરતમ છે. જે પ્રકંઠકો ઉપર તે મહેલો છે તે પ્રકંઠકો પણ છત્રોથી શોભતી ધજાઓથી રમણીય છે. એ મહેલોનાં બારણાંની બન્ને બાજુ સોળ સોળ તોરણો જણાવેલાં છે. એ મણિમય તોરણો મણિમય થાંભલાઓ ઉપર બેસાડેલાં છે, તેમના ઉપર પદ્મ વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે. તે એક એક તોરણની આગળ પૂર્વે વર્ણવેલા એવા નાગદતો તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે. તેજ રીતે દરેક તોરણની આગળ એક એક બાજા સર્વરત્નમય ઘોડા હાથી માનવ કિનર કિપુરુષ મહો રગ ગાંધર્વ અને વૃષભની હારો આવેલી છે, તેજ પ્રકારે નિત્ય પુષ્પવાળી સર્વરત્નમય પઘલતા વગેરેની શ્રેણિઓ આવેલી છે. એ રીતે, દિશાસ્વસ્તિક ચંદનકલશ અને મત્તગજના મુખની જેવા ભંગારની બે બે હારો ગોઠવેલી છે. વળી, તે તોરણની આગળ બબ બબે આરિતા હોવાનું જણાવેલું છે. એ આરિસાના ચોકઠાં સુણર્વમય, મંડળો એકરત્નમય અને એમાં પડતાં પ્રતિબિંબો નિર્મલાતિનિર્મળ છે.હે દીર્ઘજીવીશ્રમણચંદ્રમંડળજેવાએનિર્મળઆરિસા અધિકાપ્રમાણ જણાવેલા છે. વળી, એ તોરણોની આગળ વજના બબે થાળો જણાવેલા છે. એ રથના પૈડા જેવા મોટા થાળો જાણે કે ત્રણવાર છડેલા આખા ચોખાથી ભરેલા જ હોય એવા ભાસે છે. વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણી અને તાજાં લીલાં ફળોથી ભરેલી બે બે પાત્રીએ મૂકેલી જણાવેલી છે. એ બે બે પાત્રીઓ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવડી મોટી સર્વરત્નમય અને શોભનાતિશોભન છે. વળી, એ તોરણોની આગળ નાના વિધ ભાંડોથી ભરેલા સર્વરત્નમય બે બે સુપ્રતિષ્ઠકો છે, બે બે પેઢલીઓ છે. એ પેઢલી. ઓમાં સોનાનાં અને રુપાનાં અનેક પાટિયાંઓ જણાવેલા છે, એ નાગદતો ઉપર વજ મય શિકાં છે, એ લિંક ઉપર કાળા નીલા રાતા પીળા અને ધોળા સૂતરના પડદાવાળા પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટો વૈદુર્યમય સુંદર છે. વળી, એ તોરણોની આગળ રતનથી ભરેલા બળે કરંડિયાઓ છે. ચક્રવર્તીના રત્નપૂર્ણ કરડિ યાની જેમ એ કરંડિયાઓ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી ચકચકતી કરી મૂકે છે. વળી, એ તોરણોની આગળ વમય બબે હયકંઠા ગજકંઠા ગંજકંઠા નરકંઠા કિન્નરકંઠા જિંપુલકંઠા મહોરગકંઠા ગાંધર્મકા અને ધર્વકંઠા અને વૃષભકંઠા છે. તેઓમાં સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરત્નમય પુષ્પ માળા ચૂર્ણ વસ્ત્ર આભરણ સરસવ અને પીંછીઓ મૂકેલી છે. વળી, એ તોરણોની આગળ બબ્બે સિંહાસનો અને બન્ને છત્રો હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈર્યના, ઝૂલ સોનાની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy