________________ 414 રાયપૂસેયિં-(૫૭) નારો હોવાથી હું ત્યાં કેવી રીતે આવી શકું? પછી ચિત્ત સારથિએ કેશી કુમારશ્રમણને એમ કહ્યું કે-હે ભગવન! તમારે રાજા. પસી સાથે શું કરવું છે? સેવિયા નગરીમાં સાર્થવાહ વગેરે બીજા ઘણા લોકો છે, જેઓ આપ દેવાનુપ્રિયને વાંદરો નમશે અને આપની સેવામાં રહેશે. તેમ જ એ લોકો આપને ખાનપાન ખાદિમ સ્વાદિમ પ્રતિલાભશે તથા પીઠ ફલક શયા સંસ્મારક વગેરે દ્વારા પણ આપને ઉપનિમંત્રિત કરશે. સારથિનું આ કથન સાંભળી કેશી કુમાર બોલ્યાચિત્ત! ત્યારે વળી કોઈ વખતે તારી સેયવિયા નગરીએ પણ આવીશું. પછી સારથિ કેશી શ્રમણને વાંદી નમી ત્યાંથી પોતાના ઊતારા તરફ જવા માટે પાછો ફર્યો. ઊતારે આવી ઘોડે જોડેલા ચાર ઘંટાવાળા રથમાં બેસી સેવિયા નગરીથી જે રીતે આવ્યો હતો તે રીતે કુણાલદેશની વચમાં થતો પાછો ત્યાં જવા નીકળ્યો. [૫૮]કેકઅિધ દેશની સેયવિયા નગરીમાં આવતાં જ ચિત્ત સારથિએ ત્યાંના મિયવણ ઉદ્યાનના રખેવાળોને બોલાવી સૂચના કરી કે-હે દેવાનુપ્રિયો ! પાશ્વપિત્ય કેશી કુમાર શ્રમણ ક્રમે ક્રમે ગામેગામ ફરતા ફરતા અહીં આવવાના છે, તો તેઓ અહીં આવે ત્યારે, દેવાનુપ્રિયો ! તમે તેમને વાંદજો. નમજો, તેમને રહેવાયોગ્ય સ્થળમાં રહેવાની અનુજ્ઞા આપજો અને પીઠ ફલક શય્યા સંસ્કારક લઈ જવા નિમંત્રણ કરજો. તે રખેવાળોએ ચિત્ત સારથિનું ઉક્ત કથન માથે ચઢાવ્યું અને તેઓ કેશ કુમારના આગમ નની રાહ જોવા લાગ્યા. મિયાવણના રખેવાળોને પૂર્વોક્ત ભલામણ કરી ચિત્ત સારથિ સેયવિયા નગરીએ આવી પહોંચ્યો. નગરીની વચ્ચોવચ્ચ થતો તે, પસી રાજાના ઘરમાં બહારની ઉપસ્થાનશાળા તરફ ગયો. ત્યાં પહોંચી તેણે ઘોડાઓને થંભાવી રથ ઊભો રાખ્યો, રથથી ઊતરી રાજા જિતશત્રુએ આપેલું મહામૂલ્ય ભેટછું લઈ તે સારથિ રાજા પસી પાસે ગયો, હાથ જોડી રાજા યેસીને વધાવી તે ભેટશું તેને નજર કર્યું. રાજા પયેસીએ જિનશત્રુની ભેટ સ્વીકારતાં ચિત્ત સારથિનું સન્માન કર્યું, સત્કાર કર્યો અને તેને પોતાને ઘેર જવાની અનુજ્ઞા આપી. રાજા પાસેથી નીકળી રથમાં બેસી સારથિ પોતાને ઘેર આવ્યો, નાહ્યો, બલિકર્મ કર્યું ખાઈ પીને શુદ્ધ થયો અને પછી પોતાના ઉત્તમ પ્રાસાદમાં સુશોભિત સિંહાસને બેઠો. ત્યાં તેની સામે મૃદંગો વાગવા લાગ્યા, બત્રીશ પ્રકારનાં નાટકો થવા લાગ્યાં અને ઉત્તમ તરુણીઓ નાચવા લાગી. એ રીતે તે, ગાનતાન માં પોતાનો સમય વિતાવતો ઉત્તમ સુખોને ભોગવતો રહેવા લાગ્યો. Jપહો હવે અન્ય કોઈ દિવસે કેશી કુમારશ્રમણે માગી આણેલાં પીઠ પાટીયાં શપ્યા અને સંથારો પાછો આપી દીધાં અને પોતે પોતાના પાંચમેં અનગારો સાથે બહાર વિહાર અર્થે નીકળી પડ્યા. સાવત્થી નગરીથી વિહાર કરી ફરતાં ફરતાં તેઓ કેકયિ અધ દેશની સેવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યથોચિત અવગ્રહ સ્વીકારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. જ્યારે કેશી કુમારશ્રમણ તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા ત્યારે તેમનું આગમન થયું જાણી તે ઉદ્યાનપાલકો બહુ ખુશ થયા. તેમની પાસે આવીને તેઓએ કેશી શ્રમણને વાંધા, તેમને યોગ્ય રહેવાના સ્થળમાં રહેવાની અનુમતિ આપી, અને તેમને ઉપયોગમાં લેવા માટે પીઠ પાટીયાં સંથારો વગેરે લઈ જવાને નિમંત્રણ આપ્યું. તે રખેવાળોએ કેશી કુમાર શ્રમણનાં નામ અને ગોત્ર પૂછીને યાદ પણ કરી લીધાં. પછી તેઓ એકાંતમાં ભેગા થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org