SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ . 42 રાથધ્યસેલિય-(૭૫) અટવીમાં વળી આગળ વધ્યા. આગળ ચાલતાં ચાલતાં તેઓએ તાંબાની, પાની, સોનાની, રત્નની અને વજની મોટી મોટી ખાણો જોઈ. એઓએ તો જેમ જેમ બહૂમૂલ્ય વસ્તુઓ મળતી ગઈ, તેમ તેમ ઓછી કીંમતવાળી વસ્તુઓ છોડી દીધી અને આખરે તેઓએ વજના ભારા બાંધી તેમને ઉંચકી પોતાના દેશમાં પોતપોતાના નગર ભણી જવાને પ્રયાણ કર્યું. નગરમાં પહોંચી, ભારે ભારે આણેલાં વજોને વેચી, તેઓ બધા ન્યાલ ન્યાલ થઈ ગયા. તેઓએ આઠ તળવાળા મોઢા મોઢ મહાલયો બંધાવ્યા, ઘણાં ધસ દાસીઓ ગાયો અને ઘેટાં વગેરેને આંગણે વસાવ્યાં અને એ મહાલયોમાં બિરાજી તેઓ તસીઓથી ભજવાતાં બત્રીસ પ્રકારનાં નાટકો, તેમનાં ગાન નાચ જોતાં જોતાં આનંદપૂર્વક રહેવા લાગ્યા ત્યારે પેલો લોઢાના ભારાને ઉંચકી લાવનાર સાથી લોઢું વેચી ઘણું ઓછું કમાયો અને તેમના એ સાથીઓનો વૈભવ જોઈ પોતાની જાતને નિંદવા લાગ્યો : હું કેવો હીનપય છે. જ્યાં માઠાં લક્ષણવાળો છું. મેં સાથીઓનું કહેવું છેવટસુધી કાને નજ ધર્યું અને એક મારા દુરાગ્રહમાંજ તણાયો. તેમનું કહેવું માન્યું હોત તો આજે હું પણ એમના જેવોજ વૈભવ માણત. હે પએસી! તું પણ તારો દુરાગ્રહ ન છોડીશ, તો એ લોઢાના ભારાનાળા દુરાગ્રહીની પેઠે તારેય પસ્તાવું પડશે અને દીનહીન થવું પડશે. [7] કેશી કુમારનું એ કથન સાંભળી આખરે રાજા પએસીને ભાન આવ્યું અને તેણે કેશ કુમારને વંદન કરીને કહ્યું કે, હે ભંતે! મારે જરાય પસ્તાવું પડે એવું તો હું નહિ કરું. મારો પૂર્વગ્રહ છોડીને આપની પાસે હું કેવળીભાષિત ધર્મને સાંભળવાની- સમજવાની ઈચ્છા રાખું છું. માટે હવે મારે પેલા લોઢાવાળાની પેઠે પસ્તાવાનું કયાં રહ્યું.? કેશી શ્રમણ બોલ્યો -હે દેવાનુપ્રિય સુખ થાય તેમ કર, પણ સારા કામમાં પ્રતિબંધ ન આવવા દે. રાજાની જિજ્ઞાસાવૃત્તિ જોઈ કેશી શ્રમણે જેમ ચિત્ત સારથિને ધર્મકથા કહી સંભળાવી ગૃહિધર્મ સમજાવ્યો હતો. તેમ રાજ એસીને પણ તેમણે ધર્મકથા કહી ગૃહિધર્મની સમજણ આપી અને રાજાએ ગૃહિધર્મ સ્વીકારી પોતાની સેવિયા નગરી પાછો ગયો. [77] શ્રમણ બોલ્યાઃ પએસી! કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ત્રીજા ધમાચાર્ય એ ત્રણ આચાર્યોના વિભાગને તું જાણે છે અને એ ત્રણેની વિનયપ્રતિપત્તિ કેવી કેવી કર વાની હોય છે, તેની પણ તને ખબર છે. પએસી બોલ્યો - હે ભંતે! હા, એ બધું હું બરાબર જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યનું તલાદિકથી મર્દન કરવું. તેમને હરાવવા, તેમની પાસે પુષ્પાદિકની સુવાસ ફેલાવવી. વરસો અને ઘરેણાં ગાંઠો આપી સારી રીતે શણ ગારવા, આદરપૂર્વક જમાડવા, મોટું પ્રતિદાન આપવું અને તેમને એવી વૃત્તિ બાંધી આપવી કે જે તેમના પુત્રોના પુત્રો સુધી પહોંચ્યા કરે. અને ધમચાર્યને જોતાં તેમને વંદન કરવું. સત્કાર કરવો, દેવતાના ચિત્યની પેઠે તે મંગળમય આચાર્યની ઉપાસના કરવી તથા તેમને ખાનપાન ખાદિમ સ્વાદિમ વગેરે નિદોષ પાર્થો દ્વારા પ્રતિલાભવા અને પીઠ પાટિયાં શવ્યા સંથારો વગેરે લઈ જવા નિમંત્રિત કરવા. હે પએસી! તું એમ સમજે છે ત્યારે અત્યારસુધી મારી સામે તેં જે પ્રતિકૂળ વતન ચલાવ્યું છે તેની માફી માગ્યા વિના નગરી ભણી જવાને આટલો બધો ઉતાવળો કેમ થયો છે? હે ભંતે ! અત્યારસુધી હું આપની પ્રતિકૂળ વત્યોં છું એ ખરું, પણ એ વિષે મેં એવો વિચાર કર્યો છે કે આવતી કાલે પ્રભાતનો પહોર થતાંજ મારા બધા પરિવાર સાથે અહીં આવી આપને વંદન માફી માગું. આમ કહી રાજા પએસી પોતાને સ્થાને પહોંચી ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005073
Book TitleAgam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy